Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 589
________________ અધ્યાત્મસાર અને મીઠી વાક્ચાતુરી વિદગ્ધ (ચતુર) પુરુષોને જેવી અત્યંત આનંદ આપનારી થાય છે તેવી ગ્રામ્યજનોને થતી નથી. વિશેષાર્થ : કાવ્યનો આનંદ ચમત્કૃતિ ભરેલો છે. ગૂઢાર્થથી સભર એવાં કાવ્યોનો આસ્વાદ જેમણે માણ્યો હોય તે જ પોતાના કાવ્યાનુભવને બરાબર સમજી શકે. કાવ્યનું સર્જન ક૨વા માટે જેમ કવિ પાસે તેવી ઉચ્ચ સર્જક-પ્રતિભા જોઈએ તેમ કાવ્યને સમજવા માટે પણ તેવી ભાવક-પ્રતિભા જોઈએ. અધ્યાત્મના વિષયની કવિતા જ્ઞાનીઓને જેટલો આનંદ આપે તેટલો આનંદ મોહથી ઘેરાયેલા અજ્ઞાનીઓને ન આપે. આધ્યાત્મિક કવિતા સમજવા માટે તેવા પાંડિત્યની જરૂર રહે છે. સંસારમાં ભિન્નભિન્ન ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓની, અન્ય ક્ષેત્રની વાત સમજવાની અશક્તિ તરત પરખાઈ આવે છે. શિક્ષણના વ્યવસાયમાં ઓતપ્રોત બનેલી વ્યક્તિને વેપારઉદ્યોગની વાતમાં રસ ન પડે. જરા નીચી કોટિની વાત કરીએ તો કામિનીના કામકલાપની શૃંગારરસિક વાત તેવું ચાતુર્ય ધરાવનારને જેટલો રસાનુભવ કરાવે તેટલો રસાનુભવ ગામિડયા અબુધને ન કરાવે. [૯૪૧] સ્રાવા સિદ્ધાન્તવુંકે વિધુરવિશવાધ્યાત્મપાનીયપૂરે-। स्तापं संसारदुःखं कलिकलुषमलं लोभतृष्णां च हित्वा ॥ जाता ये शुद्धरूपाः शमदमशुचिताचंदनालिप्तगात्राः । शीलालंकारसाराः सकलगुणनिधान् सज्जनांस्तान्नमामः ॥८ ॥ અનુવાદ : ચંદ્રકરણ જેવા નિર્મળ અધ્યાત્મરૂપી જળના સમૂહ વડે સિદ્ધાંતકુંડમાં સ્નાન કરીને, તાપને, સંસારના દુઃખને, કલિ અને પાપના મેલને તથા લોભરૂપી તૃષ્ણાને ત્યજી દઈને જેઓ શુદ્ધ થયા છે અને શમ, દમ, શુચિતારૂપી ચંદન વડે જેઓએ પોતાનાં અંગોને વિલેપન કર્યું છે તથા શીલરૂપી અલંકારો ધારણ કર્યા છે તેવા સકલ ગુણોના નિધિ સમાન સજ્જનોને અમે નમન કરીએ છીએ. વિશેષાર્થ : આ શ્લોકમાં સજ્જનોની સ્તુતિ કરવામાં આવી છે. આ સજ્જનો કેવા છે ? કવિએ વિવિધ રૂપકો યોજીને તેવા સજ્જનોનો મહિમા સરસ રીતે અહીં ગાયો છે. આ સજ્જનો સિદ્ધાંતરૂપી કુંડમાં સ્નાન કરવાવાળા છે. એ કુંડમાં ચંદ્રનાં કિરણ જેવું નિર્મળ નીર છે. એ નીર તે અધ્યાત્મરૂપી પૂરનું છે. એટલે તત્ત્વજ્ઞાનના ગહન સિદ્ધાંતોમાં જેમણે ડૂબકી લગાવી હોય એવા આ સજ્જનો છે. આ કુંડમાં સ્નાન કરવાથી કેવો લાભ થાય છે ? એથી દેહ શુદ્ધ થાય છે અને શીતળતા તથા પ્રસન્નતા અનુભવાય છે. એમાં સ્નાન કરવાથી સંસારનાં દુ:ખોરૂપી તાપ દૂર થાય છે. જેઓ અધ્યાત્મરસિક છે તેઓને સંસારનાં દુઃખો દઝાડતાં નથી. તેમનામાંથી ક્લેશ-કંકાશરૂપી મેલ અને લોભરૂપી તૃષ્ણા દૂર થાય છે. સ્નાન પછી વિલેપનનો અને સુશોભનનો ક્રમ હોય છે. આ સજ્જનો શાનું વિલેપન કરે છે ? તેઓ કેવા અલંકાર ધારણ કરે છે ? તેઓ શમ, દમ, અને શુચિતારૂપી ચંદનનો લેપ પોતાના શરીરે કરે છે. એનો અર્થ એ કે અધ્યાત્મનિષ્ઠ, તત્ત્વરસિક સજ્જનોનાં જીવન શીલ, સંયમ અને પવિત્રતારૂપી અલંકારોથી સુશોભિત થઈ મહેકતાં હોય છે. ઇન્દ્રિયો પરનો તેમનો વિજય, વ્રતોની જીવનમાં પ્રતિષ્ઠા તથા આચારશુદ્ધિ Jain Education International2010_05 ૫૪૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598