Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 596
________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર' નામના પોતાના આ ગ્રંથની પૂર્ણાહુતિ કરતાં પોતાના ગુરુભગવંત શ્રી નવિજયજી મહારાજને યાદ કર્યા છે. એમનાં ચરણોની સેવામાં સદા તત્પર રહેનાર શ્રી યશોવિજયજીની ગુરુભક્તિ સુવિદિત છે. નાની મોટી પ્રત્યેક રચનામાં એમણે પોતાના ઉપકારી ગુરુભગવંતનું સતત સ્મરણ કરેલું છે. ગુરુ શ્રી નયવિજયજી મહારાજનું પોતાના સુશિષ્ય શ્રી યશોવિજજી પ્રત્યેનું વાત્સલ્ય પણ અપાર હતું. શ્રી નવિજયજી મહારાજે પોતાના શિષ્ય શ્રી યશોવિજયજીની કેટલીક કૃતિઓની હસ્તપ્રતો તૈયાર કરી આપી હતી એટલી એક માત્ર ઘટના પણ શ્રી નયવિજયજીના શિષ્ય પ્રત્યેના વાત્સલ્યભાવની પ્રતીતિ કરાવે છે. આ “અધ્યાત્મસાર' ગ્રંથની રચના ઘણી કઠિન છે. સંસ્કૃતમાં શ્લોકરચના કરવાનું કાર્ય જ કઠિન છે. તેમાં પ્રવાહબદ્ધ રીતે આશરે સાડા નવસો જેટલા શ્લોકની રચના કરવાની તો વાત જ શી કરવી ? વળી એમાં પોતાના વિચારોને સુસ્પષ્ટ રીતે શ્રી યશોવિજયજીએ દર્શાવ્યા છે. એમાં એમણે શ્વેતામ્બર અને દિગંબર તથા અન્ય શાસ્ત્રોનું દોહન વ્યવહારનય અને નિશ્ચયનયના સમન્વયરૂપે રજૂ કર્યું છે. એ વાંચતાં શ્રી યશોવિજયજીની પોતાની દૃષ્ટિ અને ગ્રહણશક્તિ કેટલી બધી સૂમ હશે તે સમજાય છે. એમણે કેટલાં બધાં શાસ્ત્રોનો નિચોડ આપ્યો છે ! વળી એની રજૂઆતમાં તેઓ કેટલા બધા વિશદ, ઉદાર, તટસ્થ અને તર્કસંગત રહ્યા છે તે પણ જોઈ શકાય છે. એમણે ગ્રંથના અધિકારોનું વિભાજન જે રીતે કર્યું છે તેમાં પણ સુંદર ક્રમ રહેલો જોઈ શકાય છે. ઉપાધ્યાયજી મહારાજ જેમ બહુશ્રુત તત્વવેત્તા હતા તેમ શ્રેષ્ઠ કવિ પણ હતા. ગ્રંથના કેટલાયે શ્લોકોમાં તેઓ કવિ તરીકે પણ ખીલી ઊઠે છે. એમની ઉપમા, રૂપકાદિ અલંકાર સહિત પંક્તિઓમાં તત્ત્વજ્ઞાન અને કાવ્યતત્ત્વનો સુભગ સમન્વય થયેલો અનુભવી શકાય છે, એમની કલ્પનાશક્તિ અને કાવ્યકલા આ છેલ્લા અધિકારમાં તો પ્રત્યેક શ્લોકમાં જોવા મળે છે. અધ્યાત્મના વિષયના આ ગ્રંથનો ઉપસંહાર કરતાં તેઓ શુભેચ્છા પાઠવે છે કે અધ્યાત્મમાં જેઓને શ્રદ્ધા, પ્રીતિ, રુચિ ઇત્યાદિ હોય તેઓને આ ગ્રંથ પરમાનંદનો અનુભવ કરાવનાર થાઓ ! ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ અદ્ભુત, સમર્થ ગ્રંથની રચના કરીને આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે ! इति सज्जनस्तुत्यधिकारः । સજ્જનસ્તુતિ અધિકાર સંપૂર્ણ પ્રબંધ સાતમો સંપૂર્ણ समाप्तं चेदमध्यात्मसारप्रकरणम् અધ્યાત્મસાર” પ્રકરણ (ગ્રંથ) - * * સમાપ્ત * * ૫૫૧. For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598