Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 595
________________ અધ્યાત્મસાર રીતે સજ્જનોનો સ્વભાવ પરરુચિની અપેક્ષાવાળો એટલે કે બીજાઓ પોતાની ઇચ્છાઓ તેઓની આગળ દર્શાવે એવી અપેક્ષાવાળો હોતો નથી. બીજાના ગુણો માટે સ્વયમેવ ઉમંગ દર્શાવવામાં તેઓ નિષ્ણાત હોય છે. [૯૪૮] યતિતિ નાવહિત સુરવધૂવૃત્નીહસ્તેન ! प्रक्षुब्धस्वर्गसिंधोः पतितजलभरैः क्षालितः शैत्यमेति ॥ अश्रान्तभ्रान्तकान्तग्रहगणकिरणैस्तापवान् स्वर्णशैलो । भ्राजन्ते ते मुनीन्द्रा नयविजयबुधाः सज्जनवातधुर्याः ॥१५॥ અનુવાદ : સજ્જનોના સમૂહમાં અગ્રેસર એવા મુનીન્દ્ર શ્રી નવિજયજી વિબુધ (અમારા ગુરુવર્ય) કેવા શોભી રહ્યા છે ! એમની કીર્તિના મહિમાનું ગાન ગાવામાં તલ્લીન એવી દેવાંગનાઓનાં વૃંદના કોલાહલને કારણે સ્વર્ગની ગંગામાં પૂર આવ્યાં. એથી એમાંથી વહીને નીચે પડેલા જળના ભારથી ધોવાઈને મેરુ પર્વત શીતળ થયો છે, કે જે અવિરતપણે ભમતા સૂર્ય અને ગ્રહોનાં કિરણો વડે બહુ તપી ગયો હતો. વિશેષાર્થ : ભારતીય કવિઓમાં પોતાની કૃતિને અંતે પોતાના ગુરુભગવંતનો, ક્યારેક ગુરુઓના ગુરુઓનો પણ મહિમા ગાવાની પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ એક જ શ્લોકમાં પોતાના ગુરુભગવંત ગણિવર્ય શ્રી નવિજયજીનો મહિમા કેટલા ભક્તિભાવપૂર્વક અને કેવી મનોહર કલ્પના કરીને દર્શાવ્યો છે ! તેઓ કહે છે કે ગુરુભગવંત શ્રી નયવિજયજી કેવા છે? સજ્જનોના સમુદાયમાં અગ્રેસર એવા મુનીન્દ્ર છે. તેમની કીર્તિ કેવી છે ? અહીં એનું વર્ણન કરતાં શ્રી યશોવિજયજી મહારાજે પોતાની કવિત્વશક્તિ વડે કાર્યકારણ પરંપરા વર્ણવીને મનોહર કલ્પના ગૂંથી લીધી છે. તેઓ કહે છે કે શ્રી નયવિજયજીની કીર્તિ એટલી બધી પ્રસરેલી છે કે ઠેઠ સ્વર્ગલોકમાં દેવાંગનાઓ પણ એની વાતો કરતાં થાકતી નથી. તેઓ ટોળે મળીને જયારે એ વિશે ઉચ્ચ સ્વરે વાતો કરે છે ત્યારે તો એટલો બધો કોલાહલ થાય છે કે સ્વર્ગલોકની ગંગા નદીમાં પણ મોટાં મોટાં પર આવે છે. એથી શું થાય છે ? એ નદીનું પા નીચે પૃથ્વીલોક ઉપર પડે છે. ક્યાં પડે છે? સુવર્ણ શૈલ એટલે કે મેરુ પર્વત ઉપર. એથી મેરુ પર્વત ધોવાય છે અને શીતળતા અનુભવે છે. મેરુ પર્વત પણ રાજી થાય છે. શ્રી નવિજયજીની કીર્તિનો આ પ્રતાપ છે. ઉપાધ્યાયજી મહારજ કહે છે કે આ વિશ્વમાં સૂર્ય તથા અન્ય ગ્રહો વિશ્રામરહિત, અશ્રાન્ત અર્થાત થાક્યા વગર સતત પરિભ્રમણ કરે છે. સૂર્યના સતત તપવાને લીધે સુવર્ણશૈલ એટલે કે મેરુ પર્વત પણ તપી ગયો છે. બહુ તપવાને લીધે તે પણ આકુળ-વ્યાકળ બની ગયો છે. એને શીત એને લીધે તથા અજ્ઞાનને લીધે સંતપ્ત થયેલા સંસારના જીવોને પણ શીતળતાની જરૂર છે. એટલે સ્વર્ગગંગાનું જળ પડવાથી મેરુ પર્વત પણ શીતળ થયો અને સંસારના જીવોએ પણ શીતળતાનો અનુભવ કર્યો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અહીં મનોહર કલ્પના વડે તાદશ ચિત્ર ખડું કર્યું છે. [૯૪૯) ૨ પ્રકરણતત્યસેવીપ યશોવિજય: अध्यात्मधृतरुचीनामिदमानंदावहं भवतु ॥१६॥ અનુવાદ : તે (ગુરભગવંતના) ચરણોની સેવામાં તત્પર એવા યશોવિજયે આ પ્રકરણની રચના કરી છે. અધ્યાત્મમાં રુચિ ધરાવનારાઓને આ (પ્રકરણ) આનંદ આપનારું થાઓ ! પપ0 For Private & Personal Use Only Jain Education Intemational 2010_05 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598