Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 578
________________ પ્રબંધ સાતમો, અધિકાર વિસમો : અનુભવ અધિકાર પાસે રહેવાથી, એમની સેવાશુશ્રુષાથી પ્રમાદાદિ દોષો દૂર થાય છે, સાધનામાં ઉત્સાહ આવે છે તથા પ્રગતિ સધાય છે. વળી તેમાં ધર્માચાર્યોનું યોગ્ય માર્ગદર્શન પણ મળતું રહે છે... વળી સાધકોએ તત્ત્વ જાણવાની રુચિ ધરાવવી જોઈએ. તત્ત્વરુચિ અધિકાર વગર પ્રાપ્ત થતી નથી. તત્ત્વરસિક લોકો એકંદરે દુનિયામાં ઓછા જ રહેવાના, પણ તત્ત્વની જિજ્ઞાસા જો સતત જાગ્રત રહે તો તે જીવને ઊંચે લઈ જવામાં ઘણી સહાયરૂપ બને છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ, ક્રમસિદ્ધાન્ત, ગુણસ્થાન, સ્યાદ્વાદ, ઇત્યાદિ તત્ત્વોની એટલી બધી સૂક્ષ્મ મીમાંસા પૂર્વાચાર્યોએ કરી છે કે તે બધું સ્પષ્ટ રીતે સમજવા માટે અને તે પ્રમાણે જીવન ઘડીને શુદ્ધ આત્મદષ્ટિ પ્રાપ્ત કરવા માટે ઘણા મોટા પુરુષાર્થની અપેક્ષા રહે છે. જીવની જો તત્ત્વદૃષ્ટિ જ ન ખીલી હોય તો તે ખોટા માર્ગે ચાલ્યો જાય એવું જોખમ રહે છે. એટલે સતત તત્ત્વજિજ્ઞાસા ઉપકારક નીવડે છે અને અન્ય નિરર્થક કે હાનિકારક પ્રવૃત્તિમાંથી બચી જવાય છે. [૩૦] શૌચં ધૈર્યવંમો વૈરાર્થ રાત્મનિપ્રા . दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम् ॥४२॥ અનુવાદ : શૌચ, સ્થિરતા, નિર્દભપણું, વૈરાગ્ય અને આત્મનિગ્રહ કરવો. સંસારના દોષોનું દર્શન કરવું તથા દેહાદિની વિરૂપતાનું ચિંતન કરવું. વિશેષાર્થ : સાધકે પોતાની આત્મસાધનામાં પ્રગતિ કરવા માટે શું શું કરવું તે વિશે કેટલીક વધુ ભલામણો ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં નીચે પ્રમાણે કરી છે : (૧) શૌચ એટલે શુદ્ધિ અથવા પવિત્રતા. પવિત્રતા ત્રણ પ્રકારની છે : તનની, વચનની અને મનની શારીરિક શુદ્ધિ સ્નાનાદિ વડે સરળતાથી કરી શકાય છે. પરંતુ ફક્ત શરીરની શુદ્ધિ હોય અને વાણી કે ચિત્તની શુદ્ધિ ન હોય તો તે કાર્યસાધક નીવડતી નથી. કડવી તુંબડી ગમે તેટલાં તીર્થોમાં સ્નાન કરે તો તેથી તેની કડવાશ દૂર થતી નથી. કાયશુદ્ધિનો એકાત્તે સ્વીકાર કે એકાત્તે અસ્વીકાર બરાબર નથી. ગૃહસ્થ અને સાધુની કાયશુદ્ધિમાં પણ ફરક છે. કેટલાંક ધાર્મિક અનુષ્ઠાનોમાં કાયશુદ્ધિની અપેક્ષા વ્યાવહારિક અને પારમાર્થિક એમ ઉભય દૃષ્ટિએ આવશ્યક મનાઈ છે. શરીર, વસ્ત્ર, આસન, ભૂમિ, ઉપકરણ વગેરેની શુદ્ધિ તે બાહ્ય પ્રકારની શુદ્ધિ છે. વાણીની શુદ્ધિ પણ પ્રિય, હિતકારક સત્યવચનથી પ્રાપ્ત થાય છે. કષાયયુક્ત વચન, અસત્ય, અહિતવચન ઇત્યાદિથી વાણી અપવિત્ર બને છે. મનની શુદ્ધિ એટલે મનની નિર્મળતા. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના કે અનિત્યાદિ વૈરાગ્યની બાર ભાવના ભાવવાથી, આત્મચિંતન કરવાથી મનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. યોગસાધનામાં, આત્મસાધનામાં મન, વચન અને કાયાની શુદ્ધિ અર્થાત્ પવિત્રતા આવશ્યક મનાઈ છે. (૨) ધૈર્ય એટલે સ્થિરતા. ચંચળતાનો અભાવ એટલે સ્થિરતા. ચિત્ત ઘણું ચંચલ છે. એટલે તો આનંદઘનજી મહારાજે કુંથુનાથ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે “મનડું કિમતિ ન બાઝે.” ચિત્ત એકાગ્ર હોય, કોઈ એક વિષયમાં લાગેલું હોય તો વધુ શક્તિશાળી બને છે, પરંતુ તે શુભ વિષયમાં લાગેલું હોવું જોઈએ. બગલાની, પારધિની, જુગારીની કે ચોરની ચિત્તની એકાગ્રતા જેવી તેવી પ૩૩ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598