Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 558
________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર બન્યું હોય છે. આથી એવા પરમ આનંદમય ચિત્તને “નિરુદ્ધ કહેવામાં આવે છે. આત્મસ્વરૂપનો અનુભવ કરનાર શ્રેષ્ઠ યોગીજનોનું ચિત્ત આવું હોય છે. [૮૯૭] સમાથાવુપયો તિન્નક્ષેતો શી રૂદ નમસ્તે ! सत्त्वोत्कर्षात् स्थैर्यादुभे समाधिसुखातिशयात् ॥९॥ અનુવાદ : એમાં ચિત્તની ત્રણ દશા (લિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત) સમાધિમાં ઉપયોગને પ્રાપ્ત કરતી નથી. સત્ત્વના ઉત્કર્ષથી, ધૈર્યથી અને સમાધિસુખના અતિશયને લીધે બંને (એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત) ઉપયોગને પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ : ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એમ પાંચ પ્રકારનાં બતાવેલાં ચિત્તમાં ધારણા, ધ્યાન તથા સમાધિના પ્રકારની યોગસાધના માટે કયા પ્રકારનું ચિત્ત યોગ્ય ગણાય ? આ પ્રશ્નનો અહીં ઉત્તર આપવામાં આવ્યો છે કે ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત એવું ચિત્ત હોય તો તે સમાધિની પ્રાપ્તિમાં ઉપયોગી થતું નથી. પરંતુ એકાગ્ર અને નિરુદ્ધ પ્રકારના ચિત્તમાં સત્ત્વનો ઉત્કર્ષ હોય છે. એમાં વીર્યની સફુરણા હોય છે. એમાં સ્થિરતા હોય છે. એમાં ચિત્તવૃત્તિનો નિરોધ હોય છે. એટલે એ બે પ્રકારની ચિત્તની અવસ્થાઓ સમાધિ માટે ઉપયોગી છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત વગેરે ચિત્તની અવસ્થાઓ છે. એ લક્ષમાં રાખવું જરૂરી છે કે ક્ષિપ્ત ચિત્ત કાયમને માટે ક્ષિપ્ત ચિત્ત જ રહ્યા કરે અને મૂઢ ચિત્ત જીવનપર્યત મૂઢ જ રહે અવું અનિવાર્ય નથી. ચિત્ત વિકાસોન્મુખ થઈ શકે છે અને પુરુષાર્થ તથા અભ્યાસથી વિકાસ સાધી શકે છે. આજે જે ચિત્ત ક્ષિપ્ત હોય તે અભ્યાસથી આગળ જતાં એકાગ્ર કે નિરુદ્ધ દશા સુધી પહોંચી શકે છે. વિક્ષિપ્ત પ્રકારના ચિત્તમાં યોગના આરંભની શક્યતા રહેલી છે. એટલે કે વિક્ષિપ્ત ચિત્ત યોગ્યતા પ્રાપ્ત થતાં એકાગ્ર કે નિરુદ્ધ બની શકે છે. એ વિશે હવે પછીના શ્લોકમાં કહ્યું છે. [૮૯૮] યોજમસ્તુ પવેવિલક્ષણે મનસિ નાતુ સાનંા क्षिप्ते मूढे चास्मिन् व्युत्थानं भवति नियमेन ॥१०॥ અનુવાદ ઃ આનંદવાળું થતાં વિક્ષિપ્ત મનમાં યોગારંભ થઈ શકે છે, પરંતુ એ ક્ષિપ્ત અને મૂઢ હોય તો એમાં અવશ્ય વ્યુત્થાન થાય છે. વિશેષાર્થ : ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત ચિત્ત વચ્ચેનો ફરક અહીં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. રાગ અને કેષથી યુક્ત, તમન્નુ અને રજસ્ ગુણની બહુલતાવાળું ક્ષિપ્ત અને મૂઢ પ્રકારનું ચિત્ત હોવાથી તે ધ્યાનમાં, સમાધિમાં સ્થિર ન રહી શકે. ક્ષિપ્ત અને મૂઢ ચિત્ત કરતાં વિક્ષિપ્ત ચિત્તમાં કષાયોની મંદતા રહે છે. એવા વિક્ષિપ્ત ચિત્તમાં ક્યારેક યોગારંભની સંભવિતતા રહે છે. વિક્ષિપ્ત ચિત્ત સંસારનાં સુખોમાં રચ્યુંપચ્યું રહે તો તે નિયમ કે એકાગ્રતા સુધી પહોંચી ન શકે. પરંતુ રાગ અને વિરાગ વચ્ચે ફરતું એવું વિક્ષિપ્ત ચિત્ત ક્યારેક કષાયોની ઉપશાંતતા પ્રાપ્ત કરીને ધર્મના રંગે રંગાઈ જાય, આનંદમય બની જાય, પ્રભુ ભક્તિમય બની જાય તો તે એવા વિષયમાં વધુ સમય એકાગ્ર અને સ્થિર રહી શકે છે. એવે વખતે તે ૫૧૩ For Private & Personal Use Only Jain Education International 2010_05 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598