Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 570
________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર વિશેષાર્થ : આચારાંગ સૂત્રમાં બ્રહ્મભાવમાં રહેલા મુનિનાં જે અઢાર હજાર શીલનાં અંગો બતાવવામાં આવ્યાં છે, એમાં મોક્ષગામી સાધુતાનો એક આદર્શ રજૂ કરવામાં આવ્યો છે. આવી સાધુતા સાક્ષાત્ જોવામાં આવે તો ત્યાં આપણું મસ્તક નમ્યા વગર ન રહે. બ્રહ્મભાવનાં એ પદો જાણ્યા પછી મોટા મોટા મહાત્માઓને પણ એની સાથે પોતાની જાતને સરખાવતાં જો અપૂર્ણતા લાગે, તો આપણા જેવા સામાન્ય માણસોની તો વાત જ શી ? આવા કોઈ મહાત્માનો આપણને સંયોગ જો મળી ગયો તો આપણે સ્વયમેવ, સહજ સ્ફુરણાથી એમને આપણા ગુરુપદે અવશ્ય સ્થાપીએ, કારણ કે એમનો પ્રભાવ જ એ પ્રકારનો હોય છે. આપણે એમનું જ ધ્યાન ધરીએ, એમની જ સેવા કરીએ અને એમની જ ભક્તિ કરીએ. એવા પરમ યોગી આપણે માટે ધ્યેયરૂપ ત્યારે જ બને કે જ્યારે એમનામાં રહેલા એવા લોકોત્તર ગુણોની આપણને પ્રતીતિ થાય. એ આપણે માટે સેવ્ય બને એનો અર્થ એ થયો કે આપણે એમની સેવા કરવા, એમની આજ્ઞા પ્રમાણે વર્તવા સદા તત્પર બનીએ. એમના પ્રત્યે ભક્તિભાવ જાગે એટલે આપણે વિનયાદિ ગુણો વડે એમના પ્રત્યે બહુમાનનો, પૂજ્જતાનો ભાવ ધરાવીએ. આવા મહાત્મા આપણને સદ્ગુરુ તરીકે સાંપડે તો આપણે બડભાગી બની જઈએ. પછી સંસારરૂપી સાગર તરવાનું આપણે માટે સહેલું બની જાય છે. [૯૧૭] અવભંવ્યાયોનું પૂર્વાવારસહિષ્ણવÆ વયમ્ । भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ॥ २९॥ અનુવાદ : પૂર્ણ આચાર પાળવામાં અમે અસમર્થ છીએ એટલે ઇચ્છાયોગને અવલંબીને પરમ મુનિઓની ભક્તિ વડે તેમના માર્ગને અનુસરીએ છીએ. વિશેષાર્થ : અઢાર હજાર પ્રકારના શીલાંગને ધારણ કરવાવાળા મુનિઓ એ નિરતિચાર અપ્રમત્ત મુનિપણાનો આદર્શ છે. એવા ૫૨મ મુનિ બનવું ઘણું દુષ્કર છે. કોઈ પણ સામાન્ય મુનિ શાસ્ત્રમાં વર્ણવેલાં મુનિપણાનાં એ અઢાર હજાર શીલાંગનાં પદોમાંથી એક એક લઈને પોતાની જાતને એ અંગે પ્રામાણિકપણે તપાસતા જાય અને પોતાને માટે નિખાલસ અભિપ્રાય આપે તો એમ જ કહે કે અમે હજુ ત્યાં સુધી પહોંચ્યા નથી. અમારામાં હજુ ઘણી કચાશ છે. અઢાર હજાર શીલાંગની વાત બાજુ પર રાખીને, માત્ર પંચ મહાવ્રતના અતિચારરહિત પાલન વિશે અને ક્રોધાદિ કષાયો વિશે અંતર્મુખ બનીને પોતાની જાતને પ્રશ્ન કરીએ તો પણ પોતાનામાં કેટલીયે અપૂર્ણતાઓ દેખાશે. એટલે પોતાની વાસ્તવિક આત્મદશા વિશે સંતોષ માની બેસી રહેવું એ એક વાત છે, પોતાની નિર્બળતાનો સ્વીકાર કરીને અટકી જવું એ બીજી વાત છે અને ધ્યેય સુધી પહોંચવાના પુરુષાર્થમાં મચ્યા રહેવું એ ત્રીજી વાત છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી જેવા મહાન જ્ઞાની સાધક મહાત્મા જરા પણ દંભ કે માયાભાવ રાખ્યા વગર નિખાલસપણે સરળતાથી એમ જાહેર રીતે સ્વીકારી લે છે કે ‘અઢાર હજાર શીલાંગ જેટલા પૂર્ણાચારનું પાલન કરવા માટે અમે અસમર્થ છીએ, પરંતુ તે પરમ મુનિઓ પ્રત્યે અત્યંત ભક્તિભાવ ધારણ કરીને અમે એમના માર્ગને અનુસરવાની પ્રબળ ઇચ્છા ધરાવીએ છીએ.' જો ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાત્મા Jain Education International_2017_05 ૫૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598