Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 557
________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : અહીં ચોથા પ્રકારના ચિત્તનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. “એકાગ્ર' પ્રકારના ચિત્ત માટે હેમચંદ્રાચાર્યે શ્લિષ્ટ શબ્દ પ્રયોજયો છે. તે પોતાના વિષયમાં બરાબર ચોંટેલું રહે છે. આવું ક્યારે બને છે ? સાધક જ્યારે નિરંતર ધ્યાનનો અભ્યાસ કરતો રહે છે ત્યારે એનું ચિત્ત વિક્ષિપ્ત દશામાંથી એકાગ્ર દશામાં આવે છે. આ અભ્યાસકાળ દરમિયાન સાધકના જો ગુણો ખીલે તો જ તે આગળ વધી શકે. એમાં મહત્ત્વના ગુણો છે અષ અને અખેદ. અહીં અષાદિ અને અખેદાદિ એવા શબ્દો પ્રયોજવામાં આવ્યા છે એનો અર્થ એ થયો કે આ ગુણોની સાથે તેવા બીજા પણ કેટલાક ગુણો સાધકમાં વિકસવા જોઈએ. આનંદઘનજી મહારાજે સંભવનાથ ભગવાનના જીવનમાં કહ્યું છે કે “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્રેષ, અખેદ'એટલે સાધકમાં અભયનો ગુણ પણ હોવો જોઈએ. કોઈપણ પ્રકારની ચિંતા કે ભય હોય ત્યાં સુધી અષ ગુણ પ્રગટે નહિ. ૮ષ તથા ઈષ્ય, માયા, અસત્ય, લોભ, અહંકાર વગેરે દોષો પણ ન હોવા જોઈએ. ખેદ એટલે સંતાપ, થાક. ખેદાદિમાં ખેદ ઉપરાંત વેરભાવ, અવિશ્વાસ, કંટાળો, અણગમો, ઉદ્વેગ વગેરે દોષો પણ આવી જાય છે. આવા બધા દોષોનો પરિહાર અર્થાત ત્યાગ કરવામાં આવે ત્યારે ચિત્ત વિશુદ્ધ બને છે, સ્થિરતા પ્રાપ્ત કરે છે અને પ્રસન્ન રહે છે. યોગસાધના માટે હવે તે યોગ્યતા પ્રાપ્ત કરે છે. આઠ યોગદષ્ટિની રીતે વિચારીએ તો સાધક જયારે સાતમી યોગદષ્ટિમાં આવે છે ત્યારે તેનામાંથી દ્વેષ, ખેદ વગેરે દોષો નીકળી ગયા હોય છે, બાહ્ય પદાર્થોમાંથી તેનું ચિત્ત નિવૃત્ત થઈ ગયું હોય છે અને સાધનાના કોઈ પણ એક વિષય પર તે એકાગ્ર થયું હોય છે. તેનામાં સર્વ જીવો પ્રત્યે સદેશતાનો, સરખાપણાનો, સમતાનો ભાવ પ્રગટ થાય છે. એવા સદેશ વિષયોમાં જ એનું મન લાગેલું રહે છે. [૮૯૬] ૩૫તવિક્ષત્પવૃત્તિવમવપ્રવિમળ્યુતં દ્રમ્ आत्माराममुनीनां भवति निरुद्धं सदा चेतः ॥८॥ અનુવાદ : વિકલ્પોની વૃત્તિથી વિરામ પામેલું, અવગ્રહાદિ ક્રમથી યુત થયેલું આત્મારામ મુનિઓનું શુદ્ધ ચિત્ત “નિરુદ્ધ' થાય છે. ' વિશેષાર્થ : અહીં ‘નિરુદ્ધ ચિત્તનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આત્મારામ મુનિઓનું એટલે કે જે મુનિઓ આત્મસ્વરૂપમાં રમણતા કરે છે એવા મુનિઓનું શુદ્ધ ચિત્ત “નિરુદ્ધ' કહેવાય છે. ચિત્તના પાંચ પ્રકારોમાં આ શ્રેષ્ઠ પ્રકારનું ચિત્ત છે. હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં એને “સુલીન' તરીકે ઓળખાવ્યું છે. તે સુનિશ્ચલ અને પરમાનંદસ્વરૂપ હોય છે. આવા ચિત્તમાં વિકલ્પના તરંગો ઊઠતા નથી. વિકલ્પો શમી ગયા હોય છે. અર્થાત્ નિવૃત્ત થઈ ગયા હોય છે. એવા યોગીજનોને કોઈ બાહ્ય પદાર્થ પ્રત્યે પ્રિયઅપ્રિયનો ભાવ રહ્યો હોતો નથી. સ્થળ અને કાળની બાબતમાં પણ તેઓને કોઈ ગમવા-ન ગમવાનો, અનુકૂળતા કે પ્રતિકૂળતાનો વિચાર કે ભાવ ઉદ્ભવતો નથી. તેઓને કોઈ અસંતોષનો કે ફરિયાદનો ભાવ રહેતો નથી. માત્ર બાહ્ય પદાર્થો જ નહિ, અન્ય જીવો માટે પણ તેમના મનમાં કોઈ અનુરાગ કે લેષ રહેતો નથી. સર્વત્ર અને સર્વ કાળે એમના મનમાં સમતા જ રમતી રહે છે. એમનું ચિત્ત હવે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી રહિત હોય છે તથા અવગ્રહાદિ ક્રમથી ટ્યુત થયેલું હોય છે એટલે કે મતિજ્ઞાનના વિષયોથી, પ્રતિબંધોથી તે મુક્ત થયું હોય છે. ધ્યાનની ઉત્તમ અવસ્થામાં રહેવાને તે સુપાત્ર ૫૧૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598