Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 555
________________ અધ્યાત્મસાર સારી રીતે જાણનારા યોગીઓએ, પોતાના અનુભવો અને અવલોકનોને આધારે ચિત્તનાં મોટાં પાંચ વર્ગીકરણ કરીને ચિત્તના પાંચ મુખ્ય પ્રકારો બતાવ્યા છે : (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકાગ્ર અને (૫) નિરુદ્ધ. ચિત્તના આ પાંચ પ્રકારોનાં નામ એની લાક્ષણિકતા પ્રમાણે રાખવામાં આવ્યાં છે. ક્ષિપ્ત એટલે ફેંકાયેલું અથવા છિન્નભિન્ન થઈ ગયેલું એટલે કે આમતેમ સતત ભટકનાર ચિત્ત. મૂઢ એટલે અજ્ઞાનયુક્ત, ધ્યેયરહિત તથા શું કરવું અને શું ન કરવું એવી સમજણ વિનાનું ચિત્ત. વિક્ષિપ્ત એટલે સારાનરસા ભાવોમાં દોડી જતું ચિત્ત. એકાગ્ર એટલે એક વિષયમાં અગ્રપણે રહેવાવાળું ચિત્ત અને નિરુદ્ધ એટલે અંકુશમાં, મર્યાદામાં, સંયમમાં રહેલું ચિત્ત. આ રીતે ચિત્તના પ્રકારોનાં નામો યથાર્થ આપવામાં આવ્યાં છે. શબ્દાર્થ ઉપરાંત શાસ્ત્રકારોએ એ દરેક પ્રકારની વિશેષ લાક્ષણિકતાઓ પણ દર્શાવી છે. એમાં ક્ષિપ્ત એટલે વિષયોમાં નિમગ્ન બહિર્મુખ ચિત્ત. મૂઢ એટલે કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય ન કરી શકનાર વિવેકરહિત ચિત્ત. વિક્ષિપ્ત એટલે રક્ત અને વિરક્ત એમ બંને પ્રકારોના ભાવો અનુભવતું ચિત્ત. એકાગ્ર એટલે એક જ વિષયમાં લગનીવાળું, સમાધિમાં સ્થિર થયેલું ચિત્ત. નિરુદ્ધ એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પ્રવૃત્તિઓથી મુક્ત, મધ્યસ્થતાવાળું, સ્વભાવમાં રમણતા કરવાવાળું ચિત્ત. હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર'ના બારમા પ્રકાશમાં ચિત્તના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે : (૧) વિક્ષિપ્ત, (૨) યાતાયાત, (૩) શ્લિષ્ટ અને (૪) સુલીન. એ દરેકની લાક્ષણિકતા સંક્ષેપમાં દર્શાવતાં તેઓ કહે છે કે વિક્ષિપ્ત એટલે મરજી મુજબ ભટકતું ચિત્ત, યાતાયાત એટેલે આવનજાવનવાળું, ઘડીકમાં બહાર અને ઘડીકમાં અંદર દોડી જનારું ચિત્ત, શ્લિષ્ટ એટલે ચોંટેલું અથવા સ્થિરતા અને આનંદવાળું ચિત્ત અને સુલીન એટલે નિશ્વલ અને પરમાનંદમાં લીન બનેલું ચિત્ત [૮૯૨] વિષપુત્પિપુત્ર પુર:પુર નિવેશિત રનHTI. सुखदुःखयुग्बहिर्मुखमाम्नातं क्षिप्तमिह चित्तम् ॥४॥ અનુવાદ : કલ્પિત અને સન્મુખ રહેલા વિષયોમાં રજોગુણ વડે જે સ્થાપન કરેલું છે, જે સુખદુઃખથી યુક્ત તથા અધ્યાત્મથી બહિર્મુખ છે એવા ચિત્તને અહીં ક્ષિપ્ત' કહેવાયું છે. વિશેષાર્થ : ક્ષિપ્ત પ્રકારનું ચિત્ત હમેશાં બહિર્મુખ હોય છે. તે સન્મુખ રહેલા ઇન્દ્રિયોના વિષયોમાં રાચનારું હોય છે. સ્પર્ધાદિ ઇન્દ્રિયોના વિષયો મળે, ખાવુંપીવું, વસ્ત્રાલંકારોથી સજ્જ થવું, હરવુંફરવું, સુખસગવડ ભોગવવાં ઇત્યાદિમાં એને અત્યંત રસ પડે છે. વર્તમાનમાં તે ભોગોપભોગને ભોગવે છે, ભૂતકાળમાં ભોગવેલા ભોગોનું તે સ્મરણ કરે છે અને ભવિષ્યમાં ભોગવવાના ભોગોની કલ્પનામાં તે રાચે છે. ઇન્દ્રિયોથી પર, આત્મા જેવું કંઈક તત્ત્વ છે એની એને સમજણ નથી હોતી અને સમજણ હોય છે તો તેમાં શ્રદ્ધા અને રસ નથી હોતાં. આવા ચિત્તને ઇષ્ટ વિષયની અનુકૂળતા મળે તો તે રાજી થાય છે અને પ્રતિકૂળતા મળે, કષ્ટ પડે, દુ:ખ આવી પડે તો તે વ્યગ્ર બની જાય છે. તે રાગથી રજોગુણથી ઘેરાયેલું હોય છે. આવું ચિત્ત બહારના પદાર્થોમાં જ પરિભ્રમણ કર્યા કરતું હોવાથી તે બહિર્મુખ જ હોય છે. અંતરાત્મામાં તે પ્રવેશતું નથી. પરિણામે આવા ચિત્તવાળા જીવો ભવાભિનંદી અને ભવભ્રમણ કરવાવાળા હોય છે. ૫૧૦ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598