Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 546
________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો : જિનમતસ્તુતિ અધિકાર બૌદ્ધ દર્શનનો વિચાર કરીએ તો તેઓ બધું ક્ષણિક માને છે અને માત્ર વર્તમાન પરિસ્થિતિ કે અવસ્થાને જ સ્વીકારે છે. ઋજુસૂત્ર નય વસ્તુના માત્ર વર્તમાન પર્યાયનો વિચાર કરે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળની તે અવગણના કરે છે. એટલે બધું અનિત્ય છે, ક્ષણિક છે એમ માનનાર, માત્ર વર્તમાન પર્યાયનો જ સ્વીકાર કરનાર બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ઋજુસૂત્રનયમાંથી થયો છે એમ કહી શકાય. વેદાંતદર્શનનો ઉદ્ભવ સંગ્રહનયમાંથી થયો છે. વેદાંતદર્શન બ્રહ્મને સત્ય માને છે અને જગતને મિથ્યા માને છે. સંગ્રહનય સામાન્યને જુએ છે, વિશેષને નહિ. તે વનને જુએ છે, વૃક્ષોને નહિ. વેદાંતદર્શન સર્વ જીવોમાં રહેલા બ્રહ્મને જુએ છે. માટે તે સંગ્રહનયને અનુસરે છે. સાંખ્યદર્શન પણ આત્માને ફૂટસ્થ, નિત્ય, શુદ્ધ, અકર્તા માને છે. એટલે તે પણ સંગ્રહનયનો સ્વીકાર કરે છે. યોગદર્શન અને વૈશેષિકદર્શન સામાન્ય અને વિશેષ એ બંનેનો સ્વીકાર કરે છે. એટલે કે તે બંને દર્શનો નૈગમ નયનો આશ્રય કરવાથી ઉદ્ભવ્યાં છે. શબ્દબ્રહ્મને માનનારા એટલે કે વેદવચન એ જ બ્રહ્મ છે એમ માનનારા અને તેનું જ પ્રતિપાદન કરનારા અને સર્વજ્ઞતાનો અભાવ દર્શાવનારા જૈમિનિ વગેરે મીમાંસકો શબ્દને જ એની જાતિ અને વિભક્તિ સહિત વળગી રહેનાર, શબ્દનયમાં જ માને છે. આમ ભિન્નભિન્ન દર્શનો કોઈ એક વાદને પકડી એનો જ હઠાગ્રહ સેવે છે. બીજાના દૃષ્ટિકોણથી વિચારવા કે તેનો સ્વીકાર કરવા તેઓ તૈયાર નથી, પરંતુ જૈનદર્શન અનેકાન્તમાં માને છે. સર્વ નયોના સમન્વયમાં તે માને છે. એટલે એમાં તર્કની દૃષ્ટિએ, ન્યાયની દૃષ્ટિએ ત્રુટિઓ નથી જણાતી. એની શ્રેષ્ઠતા આ રીતે પ્રત્યક્ષ જોઈ શકાય છે. [८८०] उष्मा नार्कमपाकरोति दहनं नैव स्फुलिंगावली । नाब्धि सिंधुजलप्लवः सुरगिरिं ग्रावा च नाभ्यापतन् ॥ एवं सर्वनयैकभावगरिमस्थानं जिनेन्द्रागमं । तत्तद्दर्शनसंकथांशरचनारूपा न हन्तुं क्षमा ॥७॥ અનુવાદ : જેમ ઉષ્મા સૂર્યને, તણખાનો સમૂહ અગ્નિને, નદીના જળનું પૂર સમુદ્રને અને ઊડતી શિલા મેરુ પર્વતને હઠાવી શકતાં નથી તેમ સર્વ નયોના ભાવોના એકમાત્ર ગૌરવયુક્ત સ્થાનરૂપ જિનાગમને એના અંશની રચનારૂપ તે તે દર્શનોની કથા હણવા સમર્થ નથી. વિશેષાર્થ : કોઈ પણ વસ્તુને એનો ઘટક અંશ હણી શકતો નથી. અંશમાં જેટલી તાકાત હોય છે તેના કરતાં સમગ્રસ્વરૂપમાં સ્વાભાવિક રીતે જ ઘણી બધી તાકાત હોય છે. તરત સમજાય એવાં ઉદાહરણો અહીં આપવામાં આવ્યાં છે. જેમ સૂર્યનું એક કિરણ કે ઘણાં કિરણોની ઉષ્મા સૂર્યનો નાશ કરી શકવાને અસમર્થ છે. કરવા જાય તો તે હાંસીપાત્ર થાય. અગ્નિમાંથી તણખા પ્રગટે છે. હવે એ તણખા એમ કહે કે અમે અગ્નિનો નાશ કરી નાખીશું', તો એ વાત કોઈ માને નહિ. વસ્તુતઃ અગ્નિ જ તણખાઓને બંધ કરી શકવા સમર્થ છે. તણખાઓનું અસ્તિત્વ અગ્નિ થકી છે. કોઈ નદીમાં આવેલું મોટું પૂર એમ કહે કે ‘અમે પોતે જ હવે સમુદ્ર છીએ. સમુદ્રની અમારે હવે કંઈ જરૂર નથી', અને તે સમુદ્રને હઠાવવા જાય તે પહેલાં તો પોતે સમુદ્રમાં ભળી જાય અથવા તો સમુદ્ર એને પોતાનામાં ભેળવી દે છે. નદીના જુદા સ્વતંત્ર અસ્તિત્વને સમુદ્ર પોતાનામાં રહેવા દેતો નથી. મેરુ પર્વત ઉપરની શિલાઓ એમ કહે કે ‘અમે જોરથી પટકાઈને મેરુ પર્વત તોડી નાખીશું’, તો એથી તો શિલાઓના જ ભૂક્કા થઈ જવાના: મેરુ પર્વતને કશી જ આંચ આવવાની Jain Education International2010_05 ૫૦૧ For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598