Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 550
________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો ઃ જિનમતસ્તુતિ અધિકાર પ્લેચ્છોને સંસ્કૃત ભાષા વિશે હોય છે તેમ અલ્પબુદ્ધિવાળાને જે આશ્ચર્ય અને મોહ પમાડનાર છે તથા વ્યુત્પત્તિ, પ્રતિપત્તિ, હેતુ વડે વિસ્તાર પામેલા સ્યાદ્વાદથી જે ગૂંથાયેલા છે તેવા જિનાગમને જાણ્યા પછી અમે ક્યારેય વ્યાક્ષેપ પામતા નથી. વિશેષાર્થ : જૈનાગમની વિશિષ્ટતા સામાન્ય માણસોની દૃષ્ટિએ અને અધિકારી સુજ્ઞ સજ્જનોની દૃષ્ટિએ કેવી જણાય તેનો નિર્દેશ આ શ્લોકમાં કરી ગ્રંથકર્તા પોતાને વિશે સ્પષ્ટતા કરે છે. જૈનાગમનો વિષય અધ્યાત્મનો હોવાથી તે અનુભવને આધારે તો હોવો જ જોઈએ. આધ્યાત્મિક અનુભૂતિની વાતનો વિષય જેમાં હોય નહિ તે સાહિત્ય જીવને ઉચ્ચ દશા તરફ કેવી રીતે લઈ જાય ? જિનાગમ એ પ્રકારનું સાહિત્ય છે કે જે જીવને ઉચ્ચ કક્ષા તરફ દોરી જાય છે. એટલે જિનાગમ પોતે પણ તેવી ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ. પરંતુ જે ઉચ્ચ કક્ષાનું હોય તે બધાને સમજાય નહિ એવી વાતો સાંભળીને કેટલાકને આશ્ચર્ય થાય અને કેટલાક મતિમૂઢ પણ થઈ જાય. કોઈ પંડિતો સંસ્કૃત ભાષામાં વાત કરતા હોય તે સાંભળીને સંસ્કૃત ન જાણનારા પ્લેચ્છો કેવા આશ્ચર્યમુગ્ધ થઈ જાય છે ! તેમને સાંભળવામાં અને જોવામાં રસ પડે છે, પણ કશું સમજાતું નથી. તેવી રીતે આગમની ઉચ્ચ વાતો સાંભળવામાં અલ્પ બુદ્ધિવાળાને રસ પડે છે, તેઓ આશ્ચર્યમુગ્ધ બની જાય છે, પણ તેઓને એમાંથી કશું સમજાતું નથી, કારણ કે એ વાતો ગહન છે. પરંતુ ગહન છે એનો અર્થ એ નથી કે તે તદન અગમ્ય છે. એમાં તર્ક અથવા નયની દૃષ્ટિએ, વ્યુત્પત્તિ, પ્રતિપત્તિ, હેતુ વગેરેનો આશ્રય લઈ, સ્યાદ્વાદની શૈલીથી સમજાવવામાં આવ્યું હોય છે. એટલે એમાં કેવળ અંધશ્રદ્ધાથી બધું કહેવામાં આવ્યું હોય એવું નથી. બુદ્ધિશાળી જીવને તો એ બધી વાત સરસ રીતે પ્રતીતિકર લાગે છે. આવી અવિસંવાદી, બ્રાન્તિરહિત, તર્કપૂત વિષયવિચારણા સમજ્યા પછી પોતાના મનમાં બીજો કોઈ પણ પ્રકારનો વ્યાપ એટલે કે વિક્ષેપ ક્યારેય ઉદ્ભવતો નથી એમ ગ્રંથકાર મહર્ષિએ અહીં કહ્યું છે. [૮૮૬] પૂનં સર્વવોરાતી વિડિતં નૈનેશ્વર શાસન | तस्मादेव समुत्थितैर्नयमतैस्तस्यैव यत्खंडनम् ॥ एतत्किंचन कौशलं कलिमलच्छन्नात्मनः स्वाश्रितां । शाखां छेत्तुमिवोद्यतस्य कटुकोदर्काय तर्कार्थिनः ॥१३॥ અનુવાદ : સર્વ વચનોના અભિપ્રાયનું મૂળ જિનેશ્વરનું શાસન છે એ સુવિદિત છે. તેમાંથી જ ઉત્પન્ન થયેલા નયમતોથી તેનું જ ખંડન કરવું એ તો પોતાને આશ્રય આપનાર શાખાને જ છેદવા માટે ઉદ્યમી થયેલાની કુશળતાની જેમ, કળિકાળના મળથી આચ્છાદિત થયેલા તાર્કિકોની તુચ્છ કુશળતા કટુ પરિણામ (ઉદક = અંત) લાવનારી છે. વિશેષાર્થ : સર્વ શાસ્ત્રવચનોનું મૂળ જિનેશ્વર ભગવાનનું શાસન છે અર્થાત્ જિનવાણી છે. જૈન દર્શનમાં સર્વ નયોનો સમન્વય થયેલો છે. હવે તેમાંથી જ કોઈ એક નયમતનો આશ્રય લઈ બીજા નયમતનું ખંડન કરવું તે કોઈ પણ રીતે ઉચિત નથી. જૈનાચાર્યોમાં જ જયારે વાદવિવાદ થાય ત્યારે એ ૫૦૫ Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598