Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 544
________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો : જિનમતસ્તુતિ અધિકાર [८७७] स्याद्दोषापगमस्तमांसि जगति क्षीयन्त एव क्षणात् । अध्वानो विशदीभवन्ति निबिडा निद्रा दृशोर्गच्छति ॥ यस्मिन्नभ्युदिते प्रमाणदिवसप्रारंभकल्याणिनी । प्रौढत्वं नयगीर्दधाति स रविर्जेनागमो नन्दतात् ॥४॥ અનુવાદ : જેના ઉદયથી જગતમાંથી રાત્રિનો નાશ થાય છે, ક્ષણવારમાં અંધકારનો ક્ષય થાય છે, રસ્તાઓ ચોખ્ખા દેખાય છે, આંખોની ગાઢ નિદ્રા ચાલી જાય છે, પ્રમાણરૂપી દિવસના આરંભથી કલ્યાણકારી નયવાણી પ્રૌઢત્વ ધારણ કરે છે એવો જિનાગમરૂપી સૂર્ય આનંદ પામો ! વિશેષાર્થ : આ શ્લોકમાં જિનાગમને માટે સૂર્યનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. સૂર્યનો ઉદય થતાં રાત્રિનો નાશ થાય છે. તેવી રીતે જિનાગમરૂપી સૂર્યનો ઉદય થવાથી દોષરૂપી અથવા મોહરૂપી રાત્રિનો નાશ થાય છે. જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકારનો તત્કાલ ક્ષય થાય છે તેમ જિનાગમરૂપી સૂર્યનો ઉદય થવાથી અજ્ઞાનરૂપી અથવા મિથ્યાત્વરૂપી અંધકારનો ક્ષય થાય છે. જેમ સૂર્યનો ઉદય થવાથી રસ્તાઓ સ્પષ્ટ દેખાય છે તેમ જિનાગમરૂપી સૂર્યના ઉદયથી ધર્મના માર્ગો—દ્રવ્યમાર્ગો અને ભાવમાર્ગો સ્પષ્ટ દેખાવા લાગે છે કે જેથી ભૂલા પડવાનો કે ક્યાંય ભટકાઈ પડવાનો ભય રહેતો નથી. જેમ સૂર્યનો પ્રકાશ થતાં આંખમાં રહેલી ગાઢ નિદ્રા ચાલી જાય છે અને જાગૃત થઈ જવાય છે, તેમ જિનાગમરૂપી સૂર્યના પ્રકાશથી પ્રમાદરૂપી ગાઢ નિદ્રા ચાલી જાય છે, ધર્મકાર્યમાં વીર્યોલ્લાસ સ્ફુરે છે અને અતિચારરૂપી શિથિલતા દૂર થાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં, દિવસનો પ્રારંભ થતાં લોકોની અવરજવર, બોલવુંચાલવું ઇત્યાદિ વધી જાય છે, પક્ષીઓનો કલરવ શરૂ થાય છે, તેમ જિનાગમરૂપી સૂર્યનો ઉદય થતાં અને દિવસનો પ્રારંભ થતાં કલ્યાણરૂપ એવી મંગળમય નયવાણી પ્રૌઢ બને છે અર્થાત્ નયયુક્ત જિનવાણીનો સહર્ષ સ્વીકાર થતાં તેનો પ્રસાર થાય છે અને તે અનેક જીવોનું કલ્યાણ કરનાર બને છે. જિનાગમરૂપી આવો સૂર્ય આનંદ પામો, સમૃદ્ધિ પામો અને જયવંત થાઓ ! [૮૭૮] સઁધ્યાત્મામૃતષિમિ: વલયોમં વિજ્ઞાÅર્નવાં । तापव्यापविनाशिभिर्वितनुते लब्धोदयो यः सदा ॥ तर्कस्थाणुशिरः स्थितः परिवृतः स्फारैर्नयैस्तारकैः । सोऽयं श्री जिनशासनामृतरुचिः कस्यैति नो रुच्यताम् ॥५॥ અનુવાદ : જે સદા ઉદય પામીને અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારા તથા તાપના વ્યાપનો વિનાશ કરનારા વાણીના વિલાસો વડે કુવલય(ભવ્યજનરૂપી કમળ અથવા પૃથ્વીવલય)ને ઉલ્લસિત કરે છે, જે તર્કરૂપી મહાદેવના મસ્તક પર રહેલો છે અને નયરૂપી તારલાઓથી પરિવરેલો છે તેવો જિનશાસનરૂપી આ ચંદ્ર કોને રુચિકર ન થાય ? વિશેષાર્થ : આ શ્લોકમાં ગ્રંથકાર કવિએ જિનાગમ માટે ચંદ્રનું રૂપક પ્રયોજ્યું છે. ચંદ્રનો ઉદય સૌને Jain Education International_2017_05 ૪૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598