Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 547
________________ અધ્યાત્મસાર નથી. એ જ પ્રમાણે જિનાગમમાં સર્વ દર્શનોનો સમન્વય સ્યાદ્વાદ શૈલીએ થયો છે. એટલે કોઈ દર્શન જિનાગમને હણવા સમર્થ બની શકતું નથી. આ રીતે જિનાગમની સર્વોપરિતા છે. [૮૮૧] તુ:સાધ્ય પરવાવિનાં પરમતક્ષેપ વિના સ્વં મતં ો तत्क्षेपे च कषायपंककलुषं चेतः समापद्यते ॥ सोऽयं निःस्वनिधिग्रहव्यवसितो वेतालकोपक्रमो । नायं सर्वहितावहे जिनमते तत्त्वप्रसिद्ध्यर्थिनाम् ॥८॥ અનુવાદ : બીજાના મત ઉપર આક્ષેપ કર્યા વગર પરવાદીઓ માટે પોતાનો મત સાધવાનું દુષ્કર છે. પરંતુ એવો આક્ષેપ કરવાથી ચિત્ત કષાયરૂપી કાદવથી કલુષિત થાય છે. નિર્ધનના ભંડારને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થયેલા વેતાલના ક્રોધ જેવો ઉપક્રમ સર્વના હિતકર એવા જિનમતમાં તત્ત્વજ્ઞાનના અર્થીઓને જોવા મળે એમ નથી. વિશેષાર્થ : જ્યારે તત્ત્વચર્ચામાં વાદવિવાદ થાય ત્યારે સ્વમતનું ખંડન અને પરમતનું ખંડન કરવાનું પ્રાપ્ત થાય છે. કેટલાક વાદીઓ પરમતનું ખંડન કરવામાં જેટલા કુશળ હોય છે તેટલા કુશળ સ્વમતનું મંડન કરવામાં નથી હોતા. કેટલાક વાદીઓ માત્ર પરમતનું ખંડન કરીને જ સ્વમત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. આવું ત્યારે જ થાય કે જયારે પોતાના મતમાં કંઈ બળ ન હોય. આવું જ્યારે થાય ત્યારે ખોટી દલીલો, કુતર્ક, આક્ષેપબાજી, જૂઠાણાં વગેરેનો આશ્રય પણ વિજય મેળવવા માટે લેવાય. એથી તો વાદવિવાદ નિર્મળ ન રહેતાં કલેશમય, સંઘર્ષમય, કલુષિત બની જાય છે. જયારે સામા પક્ષની દલીલનો ઉત્તર વાળી શકાતો નથી ત્યારે વાદીઓ કોપે ભરાય છે. એ શેના જેવું છે ? અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કોઈ વેતાલ લૂંટવા નીકળ્યો છે. પણ જેનો ભંડાર લૂંટવાનું એણે ધાર્યું હતું એ તો નિધન છે. એની પાસે કોઈ ભંડાર નથી. પરિણામે નિષ્ફળ ગયેલો વેતાલ નિર્ધન માણસ ઉપર ગુસ્સે ભરાય છે. પરંતુ એથી વળે શું? - જિનમતમાં જેઓને શ્રદ્ધા અને રુચિ છે તથા જિનમતનો જેમણે બરાબર યોગ્ય અભ્યાસ ઊંડાણપૂર્વક કર્યો છે એવા તત્ત્વજ્ઞાનીઓ તો સ્વપક્ષના મંડનમાં એવા કુશળ હોય છે કે પરમતના ખંડનની આવશ્યકતા રહેતી નથી. એનું ખંડન આપોઆપ થઈ જાય છે. એટલે એવા પ્રસંગે ક્રોધે ભરાવાનું કોઈ કારણ રહેતું નથી અને વાતાવરણ કલુષિત બનતું નથી. [૮૮૨) વાર્તા: સતિ સત્ર: પ્રતિમતિ જ્ઞાનાંશવૃદ્ધી - श्चेतस्तासु न नः प्रयाति नितमां लीनं जिनेन्द्रागमे ॥ नोत्सर्पन्ति लताः कति प्रतिदिशं पुष्पैः पवित्रा मधौ । ताभ्यो नैति रतिं रसालकलिकारक्तस्तु पुंस्कोकिलः ॥९॥ અનુવાદ : પ્રત્યેક મતમાં જ્ઞાન અંશથી બદ્ધક્રમવાળી હજારો વાર્તાઓ છે, પરંતુ જિનેન્દ્રાગમમાં ૫૦૨ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598