Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 542
________________ પ્રબંધ છઠ્ઠો અધિકાર ઓગણીસમો 7 જિનમતતુતિ અધિકાર જ [૮૭૪] ઉત્સર્િવ્યવહારનિશ્ચયથાવત્નોત્સાહ- I त्रस्यदुर्नयवादिकच्छपकुलं भ्रश्यत्कुपक्षाचलम् ॥ उद्यधुक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया । युक्तं श्री जिनशासनं जलनिधिं मुक्त्वा परं नाश्रये ॥१॥ અનુવાદ : જેમાં વ્યવહાર અને નિશ્ચયની કથાના કલ્લોલ(ઉછળતાં મોજાંઓ)ના કોલાહલથી ત્રાસ પામતા દુર્નયવાદી કાચબાઓના કુળોવાળા, ભાંગી પડતા કુપક્ષરૂપી પર્વતોવાળા, વિસ્તારવાળી યુક્તિરૂપી નદીઓના પ્રવેશથી જે સુભગ છે અને સ્યાદ્વાદરૂપી મર્યાદાથી જે યુક્ત છે એવા જિનશાસનરૂપી જલનિધિને છોડીને બીજા કોઈનો પણ આશ્રય હું ન કરું ! ' વિશેષાર્થ : જિનશાસન, જિનાગમ, જિનવાણીનો મહિમા યથાર્થ રીતે દર્શાવવા માટે ગ્રંથકાર મહર્ષિએ આ અધિકારની રચના કરી છે. આ અધિકારમાં એમણે જિનાગમ માટે જુદાં જુદાં રૂપકો પ્રયોજયાં છે. વળી એ રૂપકોની વિગતો માટે અન્ય રૂપકો યોજીને, રૂપકમાળાની રચના કરીને મહાકવિઓની પરંપરાનુસાર ઉચ્ચ કવિત્વશૈલીથી એનો મહિમા કેટલાંક સમાયુક્ત પદો દ્વારા સરસ રીતે દર્શાવ્યો છે. આ પ્રથમ શ્લોકમાં એમણે જિનાગમ માટે જલનિધિનું રૂપક પ્રયોજયું છે. મહાસાગરમાં મોટાં મોટાં મોજાંઓ ઊછળે છે. એથી ગભરાઈને કાચબાઓનાં ટોળાં દૂર ભાગે છે. મહાસાગરમાં આસપાસના ખડકો તૂટી પડીને ઘસડાય છે અને એના ટુકડે ટુકડા થઈ જતા હોય છે. મહાસાગરમાં નદીઓ આવીને પોતાનાં પાણી ઠાલવે છે. વળી મહાસાગર ક્યારેય માઝા મૂકતો નથી. જિનાગમરૂપી મહાસાગરમાં વ્યવહારનય અને નિશ્ચયનયરૂપી મોજાંઓ ઊછળે છે. એથી દુર્નયવાદીઓના ખોટા પક્ષો અને કથનોરૂપી કાચબાઓનાં કુળો ત્રાસ પામી દૂર ભાગી જાય છે. આ મહાસાગરમાં સવિસ્તર યુક્તિઓરૂપી નદીઓ ભળવાથી એની શોભા વધે છે, તેમ છતાં જિનાગમરૂપી મહાસાગર સ્યાદ્વાદરૂપી પોતાની માઝા ક્યારેય મૂકતો નથી. એથી જ ગ્રંથકાર કહે છે કે આવો મહાન, સમર્થ, સુભગ, ગહન મહાસાગર મળ્યા પછી બીજે જવાનું પોતાને કે અન્ય કોઈને મન ક્યાંથી થાય ? [૮૭૫ પૂU: પુષ્યનuTURવનાપુર્વે: સાસ્થા- | स्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः ॥ एतस्मात् पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभू-। र्भूयः सौरभमुद्वमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥२॥ અનુવાદ : સત્ આસ્થા (સમ્યગુદર્શન) રૂપી રસવાળાં પુણ્યશાળી (પવિત્ર) નય અને ૪૯૭ Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598