________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સ્કૂલ અને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો ક્રિયા અને જ્ઞાનનાં ક્ષેત્રો એવાં પરસ્પર ભિન્ન નથી કે એક હોય ત્યાં બીજું ન જ હોય. મતલબ કે જ્યાં ક્રિયા હોય છે ત્યાં જ્ઞાન હોય છે અને જ્યાં જ્ઞાન હોય છે ત્યાં ક્રિયા હોય છે. અલબત્ત, એમાં એક ગૌણપણે હોય અને બીજું પ્રધાનપણે હોય એવું બને છે. આથી કર્મયોગમાં ક્રિયા પ્રધાન છે અને જ્ઞાન ગૌણ છે અને જ્ઞાનયોગમાં જ્ઞાન પ્રધાન છે અને ક્રિયા ગૌણ છે. કર્મયોગમાં ફક્ત કર્મ જ હોય ને બીજું કશું ન હોય અને જ્ઞાનયોગમાં ફક્ત જ્ઞાન જ હોય ને અન્ય કંઈ હોય જ નહિ એવું સંભવે નહિ. પરંતુ સાધકે કર્મયોગમાં જ ન અટકતાં ત્યાંથી ક્રમે કરીને જ્ઞાનયોગમાં જવાનું છે. કર્મયોગ અને જ્ઞાનયોગ એ બંને વચ્ચે જે દશાભેદ છે એમાં જ્ઞાનયોગની દશા ચડિયાતી છે. [૫૧૯] જ્ઞાનિનાં વર્ષથોન વિત્તશુદ્ધિપેયુપામ્ |
निरवद्यप्रवृत्तीनां ज्ञानयोगौचिती ततः ॥२५॥ અનુવાદ : કર્મયોગ વડે ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરનાર, નિરવદ્ય પ્રવૃત્તિવાળા જ્ઞાનીઓને તેથી જ્ઞાનયોગની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ' વિશેષાર્થ : કર્મયોગ કરતાં જ્ઞાનયોગ ચડિયાતો છે, પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા આવી શકે નહિ. જ્ઞાનયોગને ચિત્ત સાથે વધુ સંબંધ છે. એટલે જ્ઞાનયોગીમાં ચિત્તની શુદ્ધિ એ પ્રથમ આવશ્યકતા છે. ચિત્તશુદ્ધિના જે વિવિધ ઉપાયો છે તેમાં મહત્ત્વનો ઉપાય તે કર્મયોગ છે. સાધકને સમયે સમયે જે જે ક્રિયા અથવા કાર્ય કરવાનું કર્તવ્ય તરીકે આવી પડે છે તે શું એ સારી શુદ્ધ રીતે કરે છે ? કે વેઠ ઉતારે છે? કે અડધું-પડધું કરે છે ? મનમાં રોષ કે દ્વેષ સાથે કરે છે ? એમાં તે સ્વસ્થતા ધારણ કરી શકે છે ? તે આસક્તિ વિના અથવા રાગ કે દ્વેષ વિના કરી શકે છે ? આવા આવા પ્રશ્નોના ઉત્તરથી સાધકની દશા કેટલી વિકસી છે અને ચડિયાતી થઈ છે તે સમજાય છે. સામાન્ય માણસો આવી ક્રિયાઓ જે રીતે કરે છે અને એ વખતે પોતાના ચિત્તમાં એ માટે જે વલણ ધરાવે છે તેના કરતાં જ્ઞાની મહાત્માઓ ચિત્તની વિશુદ્ધિપૂર્વક તે તે ક્રિયા કરતા હોય છે. અન્ય રીતે કહીએ તો જેમ જેમ તેઓ ક્રિયા કરતા જાય છે તેમ તેમ તેમનું ચિત્ત વિશુદ્ધ થતું જાય છે. પોતાના ચિત્તની વિશુદ્ધિની તેમને તો ખબર પડે જ, પણ તેમના વ્યવહારથી અન્ય લોકોને પણ તેમના ચિત્તની સ્વસ્થતાની, રાગદ્વેષરહિતતાની, વિશુદ્ધિની પ્રતીતિ થાય છે. આવું જ્યારે થાય ત્યારે તેવા જ્ઞાનીઓ કર્મયોગમાંથી હવે જ્ઞાનયોગ તરફ આવવા માટે પાત્ર બને છે. જ્ઞાનયોગમાં આવ્યા પછી તો તેમની તમામ પ્રવૃત્તિઓ નિર્દોષ, પાપરહિત, નિરવદ્ય બની જાય છે. આવી રીતે જયારે તેઓ દોષયુક્ત, સાવધ પ્રવૃત્તિઓથી મુક્ત બની જાય છે ત્યારે તેઓ જ્ઞાનયોગને લાયક બને છે. આમ કર્મયોગીમાંથી જ્ઞાનયોગી બનવા માટે પોતાની સર્વ પ્રવૃત્તિઓની શુદ્ધિ માટે તેઓને ભારે પુરુષાર્થ કરવો પડે છે: જ્ઞાનયોગી થવું સહેલું નથી અને થયા પછી તેમાં ટકી રહેવું એ પણ સહેલું નથી. [૫૨] મત વિ દિ સુશ્રાદ્ધ-રેસ્પિર્શનોત્તરમ્ |
दुःष्पालश्रमणाचारग्रहणं विहितं जिनैः ॥२६॥ અનુવાદ : એટલા માટે સુશ્રાદ્ધના ચરણ(ચારિત્ર-વ્રત)નો સ્પર્શ કર્યા પછી જ, દુઃખે પાળી શકાય એવા સાધુના આચાર ગ્રહણ કરવાનું જિનેશ્વરોએ કહ્યું છે.
૨૯૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org