________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
મહાત્માઓનાં જીવનમાં કેટલીક ઘટના ચમત્કારિક બને છે – એવો સ્થૂલ અર્થ પણ અહીં વિચારી શકાય. જૈન શાસનની પરંપરામાં જેમના જીવનમાં સાચે જ ચમત્કારી બન્યા હોય એવા ઉદાહરણો પણ ઘણાં જોવા મળે છે. નદીમાં સામે પૂરે તરવાની કે પાણી ઉપર ચાલવાની ઘટનાઓ કે એવી બીજી ઘટનાઓને લીધે એવા મહાત્માઓનાં ચરિત્ર લોકોત્તર બની જાય છે. આવો સ્થૂલ અર્થ અહીં કોઈને ઘટાવવો હોય તો ઘટાવી શકે, પરંતુ સૂક્ષ્મ અર્થ જ વધુ ગૌરવભર્યો છે. (૫૪૮] નથ્થામાન્ વર્વિસર્વવંદુરૂપનીમ્ !
स्फारीकुर्वन्परं चक्षुरपरं च निमीलयन् ॥५४॥ અનુવાદ : તે (જ્ઞાનયોગી) પ્રાપ્ત થયેલા કામભોગને દૂર કરનાર, બહુરૂપીપણું નહિ કરનાર, પરમ ચક્ષુને ઉઘાડનાર અને અપર ચક્ષુને બંધ કરનાર હોય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો અહીં બતાવવામાં આવ્યાં છે.
જ્ઞાનયોગી લબ્ધિવાળો હોય છે. તેને પોતાની લબ્ધિને કારણે કે અન્ય રીતે પૌદ્ગલિક સુખોની સામગ્રી સામેથી આવીને મળતી હોય છે. આવી સુખસામગ્રી જોતાં સામાન્ય માણસોનું અને સામાન્ય મુનિઓનું કદાચ મન ચલિત પણ થઈ જાય. કાયાથી તેઓ તેવી સામગ્રી કદાચ ન ભોગવે તો પણ મનમાં ભોગવવાનો કે ગમવાનો ભાવ આવી જવાનો સંભવ છે. પરંતુ જેઓ જ્ઞાનયોગી છે. તેઓ તો આવા કામભોગોને દૂર હડસેલી પોતાની આત્મરતિમાં જ મગ્ન બની જાય છે.
જ્ઞાનયોગીઓને પોતાની પ્રાપ્ત લબ્ધિને કારણે કે અન્ય કારણે જુદાં જુદાં રૂપ ધારણ કરવાનો અવકાશ કદાચ સાંપડતો હોય તો પણ તેઓ તેવું બહુરૂપીપણું કરતા નથી. તેઓ ધર્મપ્રચાર માટે પણ એવા લબ્ધિયુક્ત બહુરૂપીપણાનો આશ્રય લેતા નથી. જો તેવી લબ્ધિ કે ચમત્કારની વાત ન હોય દેખાડો કરવાના પ્રસંગો હોય તો પણ ધર્મપ્રચારાર્થે પણ જ્ઞાનયોગીઓ ચમત્કારની ખોટી વાત ફેલાવતા
સાધુપણામાં આ એક ભારે કસોટીનો પ્રસંગ હોય છે. કોઈક ઘટના અનાયાસ, સ્વાભાવિક રીતે જ બની હોય, પરંતુ ભક્તો તેને ગુરુમહારાજે કરેલા ચમત્કાર તરીકે ખપાવે, તે વખતે ગુરુ મહારાજ જાણતા જ હોય કે પોતે એવો કોઈ ચમત્કાર કર્યો નથી, છતાં એ ચમત્કારનો જશ લેવાનું પોતાને મન થઈ જાય છે. પોતાનો મહિમા વધે એવી ચમત્કારભરેલી વાતો પોતે જ પ્રસરાવતા હોય, ક્યારેક એવી યુક્તિ-પ્રયુક્તિઓ પણ કરતા કે કરાવતા હોય અને ક્યારેક તેવું કશું ન કરતા હોય તો પણ પોતાના ચમત્કારની વાતમાં મૌન સંમતિ દર્શાવતા હોય એવા સાધુસંન્યાસીઓ કે બાવાજતિ ઘણા જોવા મળે છે. કેટલાકને માટે સાધુ-સંન્યાસીપણું વ્યવસાયરૂપ બની ગયું હોય છે. દુઃખી, ભોળા ભગતો દરેક સાધુસંન્યાસીને આ જગતમાં મળી જ રહેવાના. પરંતુ જે સાચા જ્ઞાનયોગીઓ છે તેઓ તો આવા માયામૃષાવાદથી દૂર જ રહે છે.
જ્ઞાનયોગીઓને બાહ્ય જગતના સૌન્દર્યયુક્ત પદાર્થો નિહાળવાની કોઈ વૃત્તિ હોતી નથી. એ પ્રત્યે તો એમનાં નયન બીડાયેલાં જ રહેવાનાં, કારણ કે આંતચક્ષુથી તેઓએ જે આત્મિક વૈભવ નિહાળ્યો હોય છે એની આગળ આ બાહ્યજગતના પદાર્થો કેવળ તૃણવત જ છે.
૩૧૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org