________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
વિશેષાર્થ : માત્ર દ્રવ્યલિંગમાં જ ઇતિશ્રી માનનારા જીવો બાલબુદ્ધિવાળા છે. તેઓ શાસ્ત્રનો સાર જાણતા નથી. પરંતુ જેઓ ભાવલિંગી છે તેઓ સર્વ શાસ્ત્રના સારરૂપ આત્માને જાણે છે. જે ભાવલિંગી હોય તે પંચ મહાવ્રતધારી સાધુ જ હોવા જોઈએ એવું અનિવાર્ય નથી. ભાવલિંગી ગૃહસ્થ પણ હોઈ શકે. ભાવલિંગી એટલે ભાવથી અર્થાત્ આંતરિક પરિણામથી; તથા લિંગી એટલે સમ્યગ્ જ્ઞાનાદિરૂપ લક્ષણ જેઓએ પ્રગટાવ્યું હોય તે. આવા આત્માઓ પોતાના જ્ઞાનાદિ ગુણોને જેમ જેમ પ્રકાશિત કરતા જાય છે તેમ તેમ તેઓનો કર્મરૂપી મળ સ્વયમેવ નાશ પામતો જાય છે અને એ રીતે ઉત્તરોત્તર જ્ઞાનાદિ ગુણમાં વૃદ્ધિ પામતા જઈ, ઉપર ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરતા જઈ છેવટે તેઓ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે.
[CEO] भावलिंगं हि मोक्षांगं द्रव्यलिंगमकारणम् ।
द्रव्यं नात्यंतिकं यस्मान्नाप्यैकान्तिकमिष्यते ॥ १८३॥
અનુવાદ : ભાવલિંગ એ જ મોક્ષનું અંગ છે ; દ્રવ્યલિંગ એનું કારણ નથી, કારણ કે દ્રવ્યને આત્યંતિક તેમજ ઐકાંતિક ઇચ્ચું નથી. (એટલે તેવું થઈ શકે નહિ.)
વિશેષાર્થ : આગળ કહ્યું તે પ્રમાણે રત્નત્રયીરૂપી ભાવલિંગ જ મોક્ષનું અંગ છે. બાહ્ય વેષાદિ લક્ષણોરૂપી દ્રવ્યલિંગ મોક્ષનું અંગ નથી કે કારણ નથી. આ વિશે સ્પષ્ટતા કરતાં ગ્રંથકારશ્રીએ અહીં કહ્યું છે કે દ્રવ્યલિંગ સૈકાન્તિક પણ થઈ શકતું નથી અને આત્યંતિક પણ થઈ શકતું નથી.
અહીં ‘ઐકાન્તિક’ અને ‘આત્યંતિક’ એ ન્યાયની પરિભાષાના બે શબ્દો પ્રયોજવામાં આવ્યા છે. એ મુજબ :
(૧) દ્રવ્યલિંગ ઐકાન્તિક નથી અને આત્યંતિક નથી.
(૨) ભાવલિંગ ઐકાન્તિક છે અને આત્યંતિક પણ છે.
ઐકાન્તિક એટલે કે અંત સુધી, છેડા સુધી લઈ જનારું. છેવટ સુધી એ તો હોય જ. એના વગર ન ચાલે. એકાન્તિક (Exclusive) એટલે એવું લક્ષણ કે જ્યાં એ હોય ત્યાં કાર્ય હોય જ, એના અભાવમાં કાર્યનો પણ અભાવ હોય. પરંતુ દ્રવ્યલિંગ માટે એ પૈકાન્તિક છે એમ નહિ કહી શકાય. જો દ્રવ્યલિંગ (મુનિનાં બાહ્ય વેષાદિરૂપ લક્ષણ) હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય અને ન હોય તો ન થાય એમ નહિ કહી શકાય. ગૃહસ્થ વેશે પણ જીવો મોક્ષે ગયા છે. એટલે કે દ્રવ્યલિંગની અનિવાર્યતા નથી. મતલબ કે દ્રવ્યલિંગ ઐકાન્તિક નથી.
ભાવલિંગ માટે એમ કહેવું પડે કે જ્યાં જ્યાં જ્ઞાનાદિ ગુણોના આવિર્ભાવરૂપ-રત્નત્રયીરૂપ ભાવલિંગ છે ત્યાં મોક્ષપ્રાપ્તિનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ શકે. જ્યાં ભાવલિંગનો અભાવ હોય ત્યાં મોક્ષપ્રાપ્તિ ક્યારેય ન થઈ શકે. આ રીતે ભાવલિંગ ઐકાન્તિક છે. એટલે કે જ્યાં ભાવલિંગ છે ત્યાં મોક્ષ છે અને જ્યાં ભાવલિંગ નથી ત્યાં મોક્ષ નથી.
હવે ‘આત્યંતિક’ શબ્દ લઈએ. આ શબ્દનો સાદો અર્થ છે વધારે પડતું, અંતિમ કોટિનું (Extreme). કોઈપણ વાત ઉપર ગમે તેટલો વધારે પડતો ભાર દઈએ તો પણ એ ખોટી ન ઠરે. છેવટ સુધી એ ટકી
Jain Education International_2010_05
૪૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org