________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
(૩) વૈયાવચ્ચ (વૈયાવૃત્ય) : આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, રોગી, નવદીક્ષિત, સમાનધર્મી, કુળ, ગણ, ચતુર્વિધ સંઘ વગેરેની ખાનપાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે વડે યથાયોગ્ય સેવાચાકરી કરવી.
(૪) સ્વાધ્યાય : જ્ઞાન મેળવવા માટે, આત્મચિંતન માટે વિવિધ પ્રકારે અભ્યાસ કરવો. તેના પાંચ પ્રકાર છે : વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા.
(૫) ધ્યાન : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન અને શુકલધ્યાન ધરવું એટલે કે ચિત્તની એકાગ્રતાપૂર્વક ચિંતવન કરવું.
(૬) કાઉસગ્ગ (કાયોત્સર્ગ) : કાયોત્સર્ગ એટલે કાયાનો ત્યાગ. શરીર અને સર્વ સામગ્રી ઉપરના મમત્વનો ત્યાગ કરી, એક આસને બેસી લોગસ્સ વગેરેના ચિંતવન સાથે આત્મરમણતામાં રહેવું.
આ બાર પ્રકારનું તપ પોતાની શક્તિ અને યોગ્યતા અનુસાર કરનાર વ્યક્તિનું તપ જો શુદ્ધ જ્ઞાનયુક્ત હોય તો કર્મની નિર્જરાનું વિશેષ કારણ બને છે. તપ અશુભ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરે છે અને આત્મામાં રહેલી શક્તિને પ્રગટાવે છે, વિકસાવે છે અને ઉચ્ચ દશાએ લઈ જાય છે. [૮૩૪] યત્ર રોધ: ઋષીયUT વૃધ્યાન લિનસ્થ ત્રા
ज्ञातव्यं तत्तपः शुद्धमवशिष्टं तु लंघनम् ॥१५७॥ અનુવાદ : જયાં કષાયોનો નિરોધ હોય, બ્રહ્મચર્ય અને જિનેશ્વરનું ધ્યાન હોય તે તપને શુદ્ધ જાણવું. બાકીનું તો લાંઘણ છે.
વિશેષાર્થ : તપ વિવિધ પ્રકારનું છે. તેમાં બાહ્ય તપમાં અનશન, ઉણોદરી વગેરે ગણાય છે. બાહ્ય તપનો સંબંધ વિશેષપણે દેહ સાથે અને પછી મન સાથે છે. અનશનમાં આહારનો ત્યાગ હોય છે. આરોગ્ય માટે, ઇન્દ્રિયો ઉપરના સંયમ માટે કેટલાક ઉપવાસ, એકાસણું વગેરે કરતા હોય છે. પરંતુ તપનું શ્રેષ્ઠ પ્રયોજન તો કર્મની નિર્જરા છે. તપની સાથે ચિત્તના અધ્યવસાયોને પણ સંબંધ છે. દેહથી તપ થતું હોય પણ ચિત્તના અધ્યવસાયોનું મલિનપણું હોય તો તેવું તપ કેવું અને કેટલું ફળ આપી શકે ? આવા માત્ર દેહકષ્ટને બોલતપ કહેવામાં આવે છે. બાહ્ય તપનું ઉત્તમ ફળ જોઈતું હોય તો તેની સાથે કષાયોનો નિરોધ થવો જોઈએ. બ્રહ્મચર્યનું પાલન હોવું જોઈએ અને જિનેશ્વરનું ભગવાનનું ધ્યાન હોવું જોઈએ. આ અને આવાં બીજાં શુભ તત્ત્વો તપ સાથે સંલગ્ન થાય એટલે કે બાહ્ય તપની સાથે આવ્યંતર તપ જોડાય તો જ તે તપ ઉત્કૃષ્ટ બને છે. બાહ્ય તપ ક્યારેક માત્ર કાયાકષ્ટ જ બની રહે છે. માત્ર ભૂખ્યા રહેવું એ તો લાંઘણ જ થાય. એ શુદ્ધ તપ ન કહેવાય. એથી કર્મની નિર્જરાનું પ્રયોજન સફળ ન થાય.
[૮૩૫] કુમુક્ષ થૈ વા તપ નાતિ નક્ષપામ્
तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ॥१५८॥ અનુવાદ સુધા અને શરીરની કૃશતા એ તપનું લક્ષણ નથી, પરંતુ તિતિક્ષા, બ્રહ્મચર્ય, ગુપ્ત વગેરેના સ્થાનરૂપ જ્ઞાન તે જ તેનું (તપનું) શરીર છે.
૪૭૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org