________________
અધ્યાત્મસાર
આમ, શબ્દનય શબ્દ અને તેની વ્યુત્પત્તિ તથા યૌગિક અર્થ ઉપર જ ભાર મૂકે છે અને કહે છે કે જે રાગાદિ ક્લેશથી રહિત, વિશુદ્ધ, નિર્વિકાર, અસંક્લિષ્ટ હોય તે જ “આત્મા' પદને પાત્ર કહેવાય. [૭૬૨] શ્રુતં ચાનુપયો ત્યધ્ધિ યથા વ: |
तथात्माऽशुद्धरूपश्चेत्येवं शब्दनया जगुः ॥८५॥ અનુવાદ : “શ્રત છે અને અનુપયોગવાળો છે – એવું વચન જેમ મિથ્યા છે, તેમ “આત્મા છે અને અશુદ્ધ રૂપવાળો છે” – એવું વચન પણ મિથ્યા છે એમ શબ્દનયો કહે છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે “ક્લેશવાળો આત્મા” એ બે શબ્દો જ પરસ્પર વિરોધી છે. એના સમર્થનમાં અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે “શ્રુત અને અનુપયોગ” એ બે શબ્દો પરસ્પર વિરોધી છે. શ્રત એટલે કે શ્રુતજ્ઞાનવાળો. અનુપયોગ એટલે કે ઉપયોગ વિનાનો. શ્રુતજ્ઞાની ક્યારેય ઉપયોગશૂન્ય હોઈ શકે નહિ, કારણ કે એ બે શબ્દો પરસ્પર વિરુદ્ધ છે. જો એ શ્રુતજ્ઞાની છે તો ઉપયોગ વગરનો હોઈ શકે નહિ અને જો એ ઉપયોગ વગરનો છે તો શ્રુતજ્ઞાની હોઈ શકે નહિ. તેવી રીતે “અશુદ્ધ આત્મા’ એ પરસ્પર વિરુદ્ધ શબ્દો છે.
અહીં શ્લોકમાં “નય' શબ્દ બહુવચનમાં પ્રયોજાયો છે. એટલે ફક્ત શબ્દનય જ લેવાનો નથી, પણ શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણેય નય લેવાના છે. એ ત્રણે નવો શબ્દ અને એના અન્વય ઉપર અને એ પ્રમાણે એના અર્થ ઉપર બહુ જ ભાર મૂકે છે. શાસ્ત્રચર્ચામાં એની અત્યંત આવશ્યકતા છે. આ નયો કહે છે કે ઉપયોગ એ જ જ્ઞાન છે. ક્લેશયુક્ત જ્ઞાન તે જ્ઞાન નથી. એવી જ રીતે “આત્મા' વિશુદ્ધ જ છે, આત્મા ક્યારેય અશુદ્ધ હોઈ શકે નહિ. “આત્મા’ અને ‘અશુદ્ધ' એ બે શબ્દો પરસ્પર વિરોધી હોવાથી મિથ્યા છે.
[૭૬૩] શુદ્ધપર્યાયરૂપસ્તાત્મા શુદ્ધસ્વમવેત્ |
प्रथमाऽप्रथमत्वादिभेदोऽप्येवं हि तात्त्विकः ॥८६॥ અનુવાદ : શુદ્ધ પર્યાયરૂપ આત્મા જ શુદ્ધ સ્વભાવનો કર્તા છે. આ પ્રમાણે પ્રથમત્વ અને અપ્રથમત્વ વગેરે ભેદો પણ તાત્ત્વિક જ છે. વિશેષાર્થ : શબ્દાદિ નયની દષ્ટિએ આત્મા શુદ્ધ પર્યાયરૂપ છે અને શુદ્ધ સ્વભાવનો કર્તા છે.
આત્માને જો માત્ર શુદ્ધ દ્રવ્યસ્વરૂપે જ માનવામાં આવે, પરંતુ શુદ્ધ પર્યાયરૂપ અને શુદ્ધ સ્વભાવનો કર્તા માનવામાં ન આવે તો આત્માને ત્રણે કાળ એક જ સ્વરૂપવાળો, પર્યાયરહિ
પર્યાયરહિત માનવો પડે. સંસારી અવસ્થામાં તે અશુદ્ધ પર્યાયરૂપ છે અને સિદ્ધાવસ્થામાં તે શુદ્ધ પર્યાયરૂપ છે. આગમોમાં વિવિધ અપેક્ષાથી સિદ્ધના જે ભેદો બતાવ્યા છે તેમાં પ્રથમ સમયસિદ્ધ, અપ્રથમ (દ્વિતીયાદિ) સમયસિદ્ધ એવા ભેદો પણ બતાવવામાં આવ્યા છે. હવે આત્માને જો શુદ્ધ પર્યાયરૂપ અને શુદ્ધ સ્વભાવનો કર્તા માનવામાં ન આવે તો આગમની આ વાત વિસંગત કરે.
આગમમાં સિદ્ધના જે જુદા જુદા ભેદ કહ્યા છે તેમાં કાળની અપેક્ષાએ પણ કહ્યા છે. પ્રથમ સમયના
૪૩૮ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org