________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
કોઈને ખબર પડવાની નથી અને પોતે પકડાવાનો નથી, અને પકડાશે તો પણ વધુમાં વધુ શું થશે એ વિશે એ પોતે નિશ્ચિત એટલે કે નિરપેક્ષ રહે છે. કેટલાક તો ચોરી કર્યા પછી, પોતે કેવી સિફતથી ચોરી કરી એ વિશે બડાશ પણ હાંકે છે. આમ, ચોરી કરવા વિશેનું મનમાં જે ચિંતન ચાલતું હોય છે તે પણ સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન છે.
રૌદ્રધ્યાનનો ચોથો પ્રકાર તે સંરક્ષણાનુબંધી અથવા પરિગ્રહાનુબંધી છે. શબ્દાદિ વિષયોના ભોગવટા માટે જોઈતા ધનદોલતને સુરક્ષિત રાખવા માટે માણસ જાતજાતની યુક્તિ-પ્રયુક્તિનો વિચાર કરે છે. ધન કમાવાના વિચારો તે આર્તધ્યાન છે, પણ કમાયેલું ધન સાચવવાના વિચારો ઉગ્ર આવેગવાળા જ્યારે બની જાય છે ત્યારે તે રૌદ્રધ્યાન થાય છે. ભય અને શંકાને કારણે એવા અશુભ વિચારો આવે છે. અરે, તેઓ પોતાનાં સ્વજનોનો, પિતા કે પુત્રનો, પતિ કે પત્નીનો વિશ્વાસ કરતા નથી. કેટલીક વાર ધન તો હજુ આવ્યું ન હોય, પણ તે પહેલાં એને સાચવવા વિશેના વિચારો કરતાં કરતાં માણસ દુર્ધ્યાન પર ચડી જાય છે. એવા દુર્ધ્યાનમાં હિંસાના વિચારો સુધી તે પહોંચી જાય છે. ‘મારા પૈસાને હાથ તો લગાડે, જાનથી મારી નાંખું.' એવા એવા ભયંકર વિચારો એના મનમાં રમી જાય છે. એ એની પાસે પાપકર્મ કરાવે છે.
આમ, રૌદ્રધ્યાન મુખ્યત્વે ચાર પ્રકારનું છે. વળી એમાં ઘણી તરતમતા છે. ચિત્તમાં ઊઠતા અશુભ ભયંકર અધ્યવસાયોમાંથી ઘણા અનર્થો નિષ્પન્ન થાય છે. એટલા માટે નરક ગતિમાં લઈ જનાર આ અશુભ ધ્યાન પર વિજય મેળવવો ઇષ્ટ છે.
[૫૦] તત્ત્તવોષરળ-જાળાનુમતિસ્થિતિ ।
देशविरतिपर्यन्तं रौद्रध्यानं चतुर्विधम् ॥१३॥
અનુવાદ : આ દોષયુક્ત (કાર્ય) કરવું, કરાવવું અને અનુમતિરૂપ જેની સ્થિતિ છે તે ચાર પ્રકારનું રૌદ્રધ્યાન દેશવિરતિ (ગુણસ્થાનક) સુધીનાને હોય છે.
વિશેષાર્થ : આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન એટલે હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્ટેયાનુબંધી અને પરિગ્રહાનુબંધી રૌદ્રધ્યાન. એમાં પણ પ્રત્યેકના કરવું, કરાવવું અને અનુમોદવું એમ પ્રકા૨ો પડે છે.
રૌદ્રધ્યાનમાં ક્રૂર ભાવો હોય છે. હિંસા કરતી વખતે માણસના હૃદયમાં નિર્દયતા આવે છે. સામાન્ય લોકોને એવો ખ્યાલ હોય છે કે જાતે હિંસા કરવામાં પાપ છે. પકડાઈ જવાની અને પોતાને સજા થાય એવી બીક પણ રહે છે. પરંતુ બીજા પાસે હત્યા કરાવી હોય તો પોતાને ઓછું પાપ લાગે અને ગુનેગાર તરીકે પોતે પકડાય નિહ. પરંતુ આ એક પ્રકારનો ભ્રમ છે. શાસ્ત્રકારો તો કહે છે કે હિંસા કરનાર, કરાવનાર અને અન્ય કરનારની અનુમોદના કરનાર એ ત્રણે પ્રકારની હિંસા સરખાં ફળ આપે છે. વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળમાં કહ્યું છે : ‘કારણ, કરાવણ ને અનુમોદન, સરખાં ફળ નિપજાવે.’
પંચેન્દ્રિય મનુષ્યની હત્યા જ નહિ, એકેન્દ્રિયાદિ જીવોની હિંસામાં પણ ક્રૂરતાના અધ્યવસાયો સંભવી શકે છે. જેમ હિંસામાં તેમ જૂઠું બોલવામાં, છળકપટ કરવામાં, વેપારધંધામાં અસત્યનો આશ્રય લેવામાં, ખોટી વાત વહેતી મૂકવામાં પણ એટલો જ દોષ રહેલો છે અને ચોરી વગેરે કરવામાં, અણહક્કનું કે અદત્ત લેવામાં પણ એવા દોષો લાગે છે. પરિગ્રહ વધારવા અને એનું સંરક્ષણ કરવા અંગે પણ પાપપ્રવૃત્તિ થાય છે.
Jain Education International_2010_05
૩૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org