________________
અધ્યાત્મસાર
જિનેશ્વર ભગવાને પ્રણીત કરેલા સૂત્રને પ્રમાણભૂત, એટલે કે અધિકૃત - Authentic માનવું જોઈએ. આમ, સૂરના પ્રમાણપણાનો સ્વીકાર કરવો એમાં જ સમ્યક્ત્વ રહેલું છે. [૩૩૫ શુદ્ધાદિંતિઃ સૂત્રપ્રમાણં તત વ ચ |
अहिंसा शुद्धधीरेवमन्योन्याश्रयभीर्ननु ॥१०॥ અનુવાદ : શુદ્ધ અહિંસાના વિધાનથી સૂત્રનું શાસ્ત્રનું) પ્રામાણ્ય સિદ્ધ થાય છે. વળી (શાસ દ્વારા) શુદ્ધ અહિંસાનું જ્ઞાન થાય છે. તો આમાં અન્યોન્યાશ્રયના દોષનો ભય ઊભો નથી થતો?
વિશેષાર્થ : જ્યાં સૂત્રની પ્રમાણિતાનો સ્વીકાર છે ત્યાં જ સમ્યક્ત્વ છે એમ આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું છે. હવે કોઈ એમ કહે કે તમે એક તરફ એમ કહો છો કે જ્યાં શુદ્ધ અહિંસાનું પ્રતિપાદન છે ત્યાં સૂત્રની પ્રમાણતા છે અને બીજી બાજુ એમ કહો છો કે જ્યાં સૂત્રની પ્રમાણતા છે ત્યાં શુદ્ધ અહિંસાનું પ્રતિપાદન છે. પરંતુ આમ કહેવામાં અન્યોન્યાશ્રયનો દોષ ન આવે ? અન્યોન્યાશ્રયવાળી વાતથી તો પરિસ્થિતિમાં ગૂંચવાડો ઉત્પન્ન થાય; સાધક માટે એથી મૂંઝવણ ઊભી થાય. પરંતુ ગ્રંથકારશ્રી કહે છે કે ના, અહીં અન્યોન્યાશ્રયનો દોષ ઉત્પન્ન થતો નથી. પ્રાણીનો વધ ન કરવારૂપ, જીવદયા પ્રતિપાલનરૂપ શુદ્ધ અહિંસા ધર્મનું પ્રતિપાદન સૂત્રમાં કરવામાં આવ્યું હોય તો જ તે સૂત્ર પ્રમાણરૂપ કહેવાય. એવા સૂત્રના જ શ્રવણથી જીવમાં શુદ્ધ અહિંસાના પાલન માટેનો ભાવ થાય. એટલે સૂરની પ્રમાણભૂતતા સ્વીકારવાથી અન્યોન્યાશ્રયનો દોષ આવતો નથી. [૩૩૬] નૈવં યસ્મૃિિહંસા સર્વષાવતા |
तच्छुद्धतावबोधश्च संभवादिविचारणात् ॥११॥ અનુવાદ : ના, એમ નથી, કારણ કે અહિંસાના વિષયમાં બધા જ એકમત છે. સંભવ વગેરેની વિચારણાથી તેની (અહિંસાની) શુદ્ધતાનો ખ્યાલ આવી શકે.
વિશેષાર્થ : આગળના શ્લોકના ઉત્તર રૂપે આ શ્લોકમાં કહેવાયું છે કે અહિંસા એ ધર્મ છે અને અહિંસાધર્મ વિશે સર્વ દર્શનો એકમત છે એ સાચું, પરંતુ એટલું પૂરતું નથી. તે તે ધર્મોએ અહિંસાધર્મનું પ્રતિપાદન કઈ રીતે કર્યું છે તે પણ જોવું જોઈએ. તેઓએ જે પ્રતિપાદન કર્યું છે તે સંભવિત છે કે નહિ અને તેનો યથાર્થ બોધ થાય છે કે નહિ તે તપાસવું જોઈએ અને તેના આધારે તે પ્રતિપાદનની શુદ્ધતાનો વિચાર કરવો જોઈએ. જે સૂત્રમાં શુદ્ધ અહિંસાનું પ્રતિપાદન હોય તે સૂત્ર જ પ્રમાણભૂત બને. [૩૩૭] યથાસ્ટિંસા: પંર વ્રતધર્મમમિઃ |
पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने ॥१२॥ અનુવાદ : જેમ કે અહિંસાદિ પાંચને પોતપોતાનાં દર્શનમાં વ્રતધર્મ, યમ વગેરે કે કુશળધર્મ વગેરે પદો વડે જણાવવામાં આવ્યાં છે.
વિશેષાર્થ : ભારતીય પરંપરામાં સાંખ્ય, મીમાંસા, ન્યાય, વૈશેષિક, બૌદ્ધ વિગેરે ભિન્નભિન્ન દર્શનોમાં
૧૮૪ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
ation International 2010_05
www.jainelibrary.org