________________
અધ્યાત્મસાર
લેપ કરવામાં આવે છે. લેપ યથાસ્થાને કરાય તો જ એની ઉપયોગિતા રહે છે. જો તે અસ્થાને કરાય તો એ નકામી મહેનત તરીકે પુરવાર થાય છે. કૂતરીનો સ્વભાવ છે ધૂળમાં આળોટવાનો, ગંદકીમાં રખડવાનો. એ કૂતરીને ચંદનના લેપથી પણ મોંઘો એવો કસ્તૂરીનો લેપ કરવામાં આવે તો એથી કૂતરીને કંઈ ગુણ થવાનો નથી. તે તો આપણી નજર સામે જ ધૂળમાં આળોટવાની છે. આપણો મોંઘો લેપ ઘડીકમાં નષ્ટ થઈ જવાનો છે અને કૂતરી તો એવી ને એવી જ ગંધાતી રહેવાની છે. તો પછી એવો લેપ કરવાનું પ્રયોજન શું ? એટલે કે ગમે તેટલો સરસ ઉપદેશ ઉચ્ચ કક્ષાના મહાત્મા આપે તો પણ જો નિશ્ચિતપણે નિરર્થક જવાનો હોય તો તેવો ઉપદેશ આપવા કરતાં ઉપદેશ ન આપવો સારો, કારણ કે એ બધી મહેનત વ્યર્થ જવાની જ છે. ૪૮૮] કણેર નä વિશરામર્થ
ददाति योऽसद्ग्रहदूषिताय । स खिद्यते यत्नशतोपनीतं
बीजं वपन्नूषरभूमिदेशे ॥१६॥ અનુવાદ : જે માણસ કષ્ટથી મેળવેલા આગમના વિશદ અર્થને અસથ્રહથી દૂષિત હોય તેવાને આપે છે તે સેંકડો પ્રયત્નથી પ્રાપ્ત કરેલા બીજને ક્ષારવાળી ભૂમિમાં વાવીને ખેદ પામે છે.
વિશેષાર્થ : આગમ શાસ્ત્રોના યોગ્ય અર્થ કરવાનું કામ બૌદ્ધિક શ્રમથી ભરેલું છે. પરંતુ એ અર્થ સમજાય ત્યારે ઘણો પ્રકાશ સાંપડે છે. ચિત્ત આનંદિત થઈ જાય છે. શ્રુતજ્ઞાનનું એટલે કે શાસ્ત્રજ્ઞાનનું એક લક્ષણ છે કે અમુક કઠિન વિષયમાં પોતાને જો સાચી રીતે અર્થ કરતાં આવડ્યો હોય તો તે અર્થ બીજાને કહેવાનું મને કુદરતી રીતે થયા વગર રહે નહિ. સગુરુ પોતે ક્યારેક આવી સરસ રીતે અર્થ બેસાડી શકે ત્યારે એથી ઘણાને લાભ થાય છે. પરંતુ અમુક વ્યક્તિ પોતાના ઊંધા મતમાંથી નીકળવાની જ ન હોય, તો એવી કદાગ્રહી વ્યક્તિને એ અર્થ સમજાવવાથી તો તેનું પરિણામ સારું ન આવે. ક્યારેક એવો ખેદ થાય કે “આવા ખોટા જડ માણસને ક્યાં અર્થ શીખવાડ્યો ? આ તો એનો દુરુપયોગ જ કરશે. એનું પરિણામ સારું નહિ આવે.” આવી પરિસ્થિતિ સમજાવવા માટે અહીં દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમકે કોઈ ખેડૂતે ખેતી કરવા માટે સારામાં સારું અને મોંઘામાં મોંઘું બિયારણ ઘણી મહેનત કરીને મેળવ્યું હોય અને એટલી જ મહેનત કરીને જમીનમાં વાવ્યું હોય, પણ પછીથી એને જ્યારે ખબર પડે કે આ તો ઉષરભૂમિ છે એટલે કે ખારાશવાળી જમીન છે એટલે એમાં કશું ઊગવાનું નથી ત્યારે પોતે લીધેલા પરિશ્રમ માટે એને ખેદ અને પસ્તાવો થાય છે. આવો જ કડવો અનુભવ કદાગ્રહીને શ્રુતજ્ઞાન આપવામાં સદ્ગુરુને થાય છે. [૪૮૯] વૃતિ શાસ્ત્રાિ મુરતવાસ
करोति नासद्ग्रहवान् कदाचित् । विवेचकत्वं मनुते त्वसार
ग्राही भुवि स्वस्य च चालनीवत् ॥१७॥ અનુવાદઃ અસદ્ગહી માણસ કદાચિત્ ગુરુ પાસેથી શાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ તેમની
૨૭૨
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org