________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
જે આત્મતૃપ્ત સાધક મહાત્માઓ છે તેઓને કશું જ કરવાનું હોતું નથી. આ પ્રમાણે આગલા શ્લોકમાં ગીતાકારે જે કહ્યું છે તેનું જ વધુ સ્પષ્ટીકરણ ગીતાકાર આ શ્લોકમાં કરે છે.
આત્મરતિવાળા અને આત્મામાં જ સંતુષ્ટ એવા જ્ઞાનીઓને પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેઓએ કાર્યમાંથી પોતાનું કર્તુત્વ કાઢી નાંખ્યું છે. વળી તેઓને કોઈ રાગ કે દ્વેષ હોતા નથી. તેમની સર્વ પદાર્થો પ્રત્યેની આસક્તિ મટી ગઈ હોય છે. એટલે તેમને સરાગ એવું કોઈ પણ કાર્ય કરવાનું પ્રયોજન રહેતું નથી. તેઓ એવી ઊંચી કક્ષાએ છે કે લોકસંગ્રહનું કોઈ કાર્ય પણ કરતા નથી.
હવે પ્રશ્ન એમ થાય કે તેઓને કાર્ય કરવાનું હોતું નથી, છતાં માનો કે કોઈ કાર્ય કરવાનું આવ્યું તો તેઓ તે કાર્ય કરે કે ન કરે ? તેનો ઉત્તર એ છે કે તેનું કાર્ય તેઓ જરૂર કરે, કારણ કે આવી પડેલું કાર્ય જો ન કરે તો તે ન કરવાનું પ્રયોજન હોવું જોઈએ. એટલે કે એમાં ઇચ્છા-અનિચ્છાને જોડવાં પડે. પણ જ્ઞાનયોગીને જેમ ઇચ્છા નથી હોતી તેમ અનિચ્છા પણ નથી હોતી. અનિચ્છા હોય તો તેનું પણ કારણ હોવું જોઈએ. એટલે આવા જ્ઞાનયોગીઓ જે સમયે જે કાર્ય કરવાનું પ્રાપ્ત થાય તે કાર્ય તેઓ કરે ખરા, પણ તેઓ તેમાં મનથી જોડાતા નથી. તેનાથી તેઓ લેપાય નહિ. કાર્ય કરવાથી કે ન કરવાથી તેમની ચિત્તશુદ્ધિમાં કશો ફરક પડતો નથી.
આવા જ્ઞાનયોગીઓને સંસારના કોઈ પણ જીવ સાથે કશો સ્વાર્થ, લોભ, લાલચ, રાગ, દ્વેષ, મોહ, વેર, ઘર્ષણ ઇત્યાદિ કશું જ હોતું નથી. સર્વ જીવો પ્રત્યે તેઓની સમદષ્ટિ હોય છે.
આવી ઉચ્ચ દશા હોય ત્યાં તેઓ સંસારને માત્ર સાક્ષીભાવથી નિહાળ્યા કરતા હોય છે. [૫૦૪] ગવાશો નિષિદ્ધોમિન્નત્યાનંયોરgિ |
ध्यानावष्टंभतः क्वास्तु तत्क्रियाणां विकल्पनम् ॥१०॥ અનુવાદ : એમાં ધ્યાનમાં) અરતિ અને આનંદનો અવકાશ પણ નિષિદ્ધ છે. તો પછી ધ્યાનના અવલંબનથી તે ક્રિયાઓનો વિકલ્પ જ ક્યાંથી હોય ?
વિશેષાર્થ : અહીં જ્ઞાનયોગીના ધ્યાનની વિશિષ્ટ કોટિની વાત કરવામાં આવી છે. સામાન્ય માણસને ઇન્દ્રિયાર્થ પદાર્થોમાં તીવ્ર રતિ-અરતિ સંભવે છે. સુગંધી પદાર્થ જોઈને તેની સુગંધ લેવાનું તેને મન થાય છે અને દુર્ગધ લેવાનો વખત આવે તો એનું મોઢું બગડી જાય છે. સરસ ખાદ્ય પદાર્થો જોઈને એ ખાવા માટે તેના મોઢામાંથી પાણી છૂટે છે અને લુખ્ખાસૂકા, રસકસહીન ખાદ્યપદાર્થો ખાવાના આવે તો એને ઉબકા આવે છે. અસહ્ય ગરમીમાં એનો જીવ અકળાય છે અને ઠંડકવાળું વાતાવરણ મળતાં તે રાજી રાજી થઈ જાય છે. આમ આવા ઘણા પ્રસંગે સામાન્ય માનવીની રતિ-અરતિની પ્રતિક્રિયા આપણને જોવા-અનુભવવા મળે છે. આપણે પણ આપણી પોતાની સામાન્ય દશા અનુસાર એવો અનુભવ કરીએ છીએ.
પરંતુ જેઓ ઊંચા સાધક છે તેમના જીવનમાંથી રતિ-અરતિનો, પ્રીતિ-અપ્રીતિનો ભાવ નીકળી ગયો હોય છે. લગ્નમાં જવાનું આવે કે સ્મશાનમાં જવાનું પ્રાપ્ત થાય, એમના ચિત્તની દશા એકસરખી જ રહે છે. એમાં રતિ અથવા આનંદ અને અરતિ અથવા ક્લેશનો જરા સરખો પણ અવકાશ હોતો નથી.
૨૮૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org