________________
અધ્યાત્મસાર
ધરાવે છે. પોતાના વાચાળપણાથી બીજાને તે ફસાવી શકે છે. એનામાં ધીરપણું હોય છે, પરંતુ તે ગર્વમાં પરિણમે છે. પોતાની સ્વસ્થતા માટે તે અભિમાન ધરાવે છે; આમ કદાગ્રહી માણસનું મુખ્ય લક્ષણ પોતાનો મત એ જ સાચો, પોતે કહે તે જ યોગ્ય એવું સિદ્ધ કરવાનું હોવાથી પોતાનામાં નૈસર્ગિક રીતે રહેલા કે વિકસેલા ગુણોનો તે અવળો ઉપયોગ કરે છે. એટલે જ કદાગ્રહી માણસના વચનમાં તરત વિશ્વાસ મૂકી ન શકાય.
[૪૯૧] અસદ્ધહસ્થન સમ સમન્તાત્सौहार्दभृदुःखमवैति तादृग् । उपैति यादृक् कदली कुवृक्षस्फुटत्त्रुटत् कंटककोटिकीर्णा ॥१९॥
અનુવાદ : ખરાબ વૃક્ષના ફૂટતા અને તૂટતા અનેક કાંટા ભોંકાવાથી જેમ કેળ દુઃખ પામે છે તેમ અસદ્ગહીની સાથે મૈત્રી કરનાર દુઃખ પામે છે.
વિશેષાર્થ : કદાગ્રહી માણસ કેવો છે અને એ પોતાની જાતને કેવું નુકસાન પહોંચાડે છે તે બતાવ્યા પછી એવી વ્યક્તિઓના સંપર્કમાં આવનારને પણ કેવું નુકસાન પહોંચવાનો સંભવ છે તે આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. ગ્રંથકાર કહે છે કે કદાગ્રહી માણસ સાથે મૈત્રી પણ ન કરવી જોઈએ. પોતાના ખોટા મતનો દુરાગ્રહ રાખનાર માણસ સમાજમાં આદર પામતો નથી. જેમ જેમ એના દુરાગ્રહી સ્વભાવની લોકોને ખબર પડે છે તેમ તેમ લોકો એનાથી આઘા ખસતા જાય છે. કદાગ્રહી માણસના ચિત્તમાં ઉશ્કેરાટ રહે છે. સમજણનો ત્યાં અભાવ હોય છે. તે સમજવા માગતો પણ નથી. આથી તે બધે અપ્રિય થઈ પડે છે. એની સંગત રાખવાનું કોઈને ગમતું નથી. સમાજના ચાલુ વ્યવહારોમાં પણ આવું સ્પષ્ટ જોઈ શકાય છે. કદાગ્રહી માણસ સાથે સંબંધ રાખવાથી, એની વગોવણીની સાથે સાથે આપણી પણ વગોવણી થાય છે. એથી વેપારધંધામાં કે કૌટુંબિક સંબંધો બાંધવામાં, યાત્રા-પ્રવાસમાં એમ વિવિધ રીતે એવા માણસના છાંટા આપણને પણ ઊડે છે. પોતાના આગ્રહી સ્વભાવને કારણે આપણી સાદી સીધી વાત પણ એને સ્વીકારવાનું ગમતું નથી. આવી પ્રકૃતિવાળા માણસની જો આધ્યાત્મિક ક્ષેત્રે સંગતિ કરવામાં આવે તો એની ઊંધી સમજણના આગ્રહથી આપણને વધુ નુકસાન થવાનો સંભવ છે. એવી મૈત્રીનો ગેરલાભ આપણને અવશ્ય થવાનો. પછી તો એવો પણ વખત આવે કે એ મૈત્રીમાંથી આપણે છટકી ન શકીએ અથવા આપણને તે છટકવા ન દે. જેમ બોરડી, બાવળ જેવાં કાંટાળાં વૃક્ષોની બાજુમાં જ કોમળ કદલી એટલે કે કેળનું વૃક્ષ ઊગ્યું હોય તો એ કેળના પાંદડામાં કાંટા આરપાર ભોંકાયા વગર રહે નહિ. કેળનાં પાંદડાં એથી ફાટી પણ જાય. કેટલાક કાંટા થડમાં કે ફળમાં પણ ભોંકાય. તૂટીને ઊડેલા અનેક કાંટા પણ એમાં ભરાઈ જાય. એથી સતત પીડા થયા કરે. ત્યાં કાંટા કાઢનાર કોઈ હોય નહિ. એટલે એ કષ્ટ સહન કર્યા કરવું પડે. આમ, કદાગ્રહી વ્યક્તિની સોબત પણ કાંટાવાળા વૃક્ષોની સોબત જેવી છે. એથી સમજપૂર્વક એનાથી દૂર રહેવા માટે પ્રયત્નશીલ રહેવામાં જ લાભ છે, કારણ કે કેટલાક ચતુર દુરાગ્રહીઓ પોતાની જાળમાંથી ભોળા જીવોને છટકવા નથી દેતા.
Jain Education International2010_05
૨૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org