________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
એમ લાગે છે. ચોર, ડાકુ, રાક્ષસ વગેરેનાં સ્વપ્ર પણ આવે છે. જ્યારે સ્વાવસ્થા ચાલુ થાય છે ત્યારે ઘણુંખરું માણસ પોતે જે રૂપે છે તે રૂપે જ સ્વપ્રમાં વિહરે છે, પરંતુ ક્યારેક સ્વપ્રમાં પણ તે જુદાં રૂપ, વેશ ધારણ કરે છે. સ્વપ્રમાં જાણે કે તે પોતે દેવ હોય, રાક્ષસ હોય, વાઘ હોય, સિંહ હોય, ભિખારી હોય, ચોર હોય એવા એવા કંઈક અનુભવો ક્યારેક થાય છે. હવે આવો અનુભવ જ્યારે થાય ત્યારે તેટલો વખત પોતે જે માણસ છે તે નથી એમ બને છે. અર્થાત્ નરત્વનું એનું અભિમાન ત્યારે થતું નથી એટલે કે મૂળ માણસ તરીકેની એની સભાનતા હોતી નથી.
માણસ જ્યારે જાગૃત હોય છે ત્યારે ‘હું માણસ છું' એવી એની સભાનતા સતત ચાલુ હોય છે એટલે કે એનો અહંકાર નિરંતર રહે છે. પરંતુ સ્વપ્રમાં જ્યારે ‘હું વાઘ છું', એવો એને અનુભવ થાય છે ત્યારે તેટલો વખત ‘હું માણસ છું' એવો અનુભવ થતો નથી. એનો અર્થ એ થયો કે એના અહંકારની સભાનતા ચોવીસ કલાક સતત રહેતી નથી, પરંતુ નિયત અને મર્યાદિત થઈ જાય છે. એટલે કે અહંકાર પણ નિયત વ્યાપારવાળો થઈ જાય છે.
[૪૩૩] તન્માત્રામિસ્તસ્માત્પ્રપંચોત્પત્તિદેતવે ।
इत्थं बुद्धिर्जगत्कर्त्री पुरुषो न विकारभाक् ॥५०॥
અનુવાદ : એટલે તન્માત્રાદિનો ક્રમ જગત(પ્રપંચ)ની ઉત્પત્તિ માટે છે. એ પ્રમાણે બુદ્ધિ જગતની કર્તા છે. પુરુષ (આત્મા) વિકારવાળો નથી.
વિશેષાર્થ : સાંખ્યદર્શન પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એ બે મુખ્ય તત્ત્વો છે. પ્રકૃતિમાં બુદ્ધિ તત્ત્વ સૌથી મહત્ત્વનું છે. સમગ્ર જગતની (પ્રપંચની) ઉત્પત્તિ બુદ્ધિમાંથી થાય છે. એટલે બુદ્ધિને જગતના કર્તા તરીકે (કર્તા માટે નારીજાતિનો શબ્દ ક^) ઓળખાવવામાં આવે છે. બુદ્ધિ કેવી રીતે આ ઉત્પત્તિ કરે છે ? બુદ્ધિમાંથી અહંકાર નામનું તત્ત્વ ઉદ્ભવે છે. અહંકારમાંથી ષોડશગણ એટલે કે સોળનો સમૂહ ઉત્પન્ન થાય છે. એમાં પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એમ ૧૬ તત્ત્વો ઉત્પન્ન થાય છે. આગળ જોઈ ગયા તેમ પાંચ તન્માત્રા તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો તે શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, જિવા અને સ્પર્શેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિય તે વાક્ (મુખ), પાણિ (હાથ), પાદ (પગ), પાયૂ (મળદ્વાર) અને ઉપસ્થ (જનનેન્દ્રિય).
આ પંદર ઉપરાંત સંકલ્પ સ્વરૂપ મન – એમ મળીને ષોડશગણની ઉત્પત્તિ થાય છે.
–
વળી, પાંચ તન્માત્રામાંથી પંચમહાભૂત આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી ઉત્પન્ન થાય છે. આમ બુદ્ધિમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે એટલે બુદ્ધિ જગતની કર્તી છે.
બુદ્ધિ એટલે કે પ્રકૃતિ સક્રિય છે, પરંતુ પુરુષ (ચેતન આત્મા) અક્રિય, નિર્મળ, નિત્ય છે. તેના પોતાનામાં કોઈ વિકાર હોતો નથી. પ્રકૃતિનું એનામાં પ્રતિબિંબ પડવાને કારણે તે મલિન દેખાય છે, પણ પોતે મલિન નથી. પ્રકૃતિમાં કર્તાપણું અને ભોક્તાપણું છે. પુરુષમાં તેવું કશું નથી.
આ સાંખ્ય દર્શનની માન્યતા છે.
Jain Education International2010_05
૨૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org