________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
થવાનો ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં સંસારના જીવોના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. જૈન દર્શન પ્રમાણે સંસારમાં રહેલા બધા જ જીવો મુક્તિ પામવાની યોગ્યતા ધરાવતા નથી.
મુક્તિની અપેક્ષાએ સંસારમાં રહેલા જીવોના બે પ્રકાર બતાવવામાં આવે છે. ભવ્ય અને અભવ્ય. મોક્ષ મેળવવાની યોગ્યતાવાળો પારિણામિક ભાવ તે ભવ્યતા. ભવ્ય જીવો પોતાનાં કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામી શકવાની યોગ્યતા ધરાવે છે. પરંતુ સંસારમાં જે અભવ્ય જીવો છે તે તો ક્યારેય મુક્તિ પામવાના નથી. એટલે કે અભવ્ય જીવોનો કર્મ સાથેનો જે સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે તે અનંત કાળ સુધી રહેવાનો છે. આમ જીવ અને કર્મનો સંબંધ ભવ્ય જીવો માટે અનાદિ-સાન્ત છે અને અભવ્ય જીવો માટે અનાદિ-અનંત છે. હવે પ્રશ્ન થાય કે શું જીવનો અર્થાત્ આત્માનો કશાની સાથે અનાદિ-અનંત સંબંધ સંભવી શકે ? તેનો ઉત્તર છે કે હા, જેમ આકાશ દ્રવ્ય અને આત્માનો સંબંધ અનાદિ છે અને અનંત પણ રહેવાનો છે તેમ અભવ્ય જીવોનો કર્મ સાથેનો સંબંધ પણ એવો અનાદિ-અનંત જ રહેવાનો.
[૪૫૨] દ્રવ્યમાવે સમાનેપ નીવાનીવત્વમેવવત્ । जीवभावसमानेऽपि भव्याभव्यत्वयोर्भिदा ॥६९॥
અનુવાદ : જેમ દ્રવ્યભાવ સમાન હોવા છતાં પણ જીવત્વ અને અજીવત્વનો ભેદ છે, તેમ જીવભાવ સમાન હોવા છતાં પણ ભવ્યત્વ અને અભવ્યત્વનો ભેદ છે.
વિશેષાર્થ : કોઈ કદાચ પ્રશ્ન કરે કે બધા જીવોમાં જીવત્વ એકસરખું છે, તો પછી જીવના ભવ્ય અને અભવ્ય એવા ભેદ કરવાની શી જરૂર ? એક જીવ ભવ્ય કહેવાય ને બીજો જીવ અભવ્ય કહેવાય એવું શા માટે ? એનો જવાબ એ છે કે સમાન લક્ષણોવાળી વસ્તુઓમાં પણ એના ઉત્તરભેદો હોઈ શકે. જેમકે દ્રવ્યનું દ્રવ્યપણું બધાં દ્રવ્યોમાં સમાન છે. છતાં એમાં જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એવા બે વિભાગ આપણે કરીએ છીએ. જે દ્રવ્યમાં ચેતનતત્ત્વ છે તેને આપણે જીવ કહીએ છીએ અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ પાંચ દ્રવ્યોમાં ચેતનપણું નથી; તેમાં જડપણું હોવાથી તેને આપણે અજીવ કહીએ છીએ. તેવી રીતે જીવોમાં પણ મોક્ષપ્રાપ્તિની યોગ્યતાવાળા જીવોને આપણે ભવ્ય જીવ કહીએ છીએ અને મોક્ષપ્રાપ્તિની જેમાં અનંતકાળ સુધી અયોગ્યતા જ રહેવાની છે એવા જીવોને આપણે અભવ્ય જીવ કહીએ છીએ. આ રીતે જીવનું વર્ગીકરણ ભવ્ય અને અભવ્ય એવા
બે પ્રકારમાં અવશ્ય થઈ શકે છે.
[૪૫૩] સ્વામાવિવ્ઝ = મધ્યત્વે શપ્રા ભાવવત્ ।
नाशकारणसाम्राज्याद्विनश्यन्न विरुध्यते ॥७०॥
અનુવાદ : કળશ(ઘટ)ના પ્રાગ્ભાવની જેમ, નાશના કારણની સામગ્રીને લીધે સ્વાભાવિક ભવ્યત્વનો નાશ થવાથી કોઈ વિરોધ આવતો નથી.
વિશેષાર્થ : અહીં ભવ્યત્વની વાત ચાલે છે. ભવ્યત્વ એટલે મોક્ષપ્રાપ્તિની યોગ્યતા. હવે કોઈ પ્રશ્ન કરે કે આ ભવ્યત્વ ક્યાં સુધી ટકે ? મોક્ષપ્રાપ્તિ પછી પણ ચાલુ રહે ? એનો ખુલાસો કરતાં અહીં
Jain Education International2010_05
૨૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org'