________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યકત્વ અધિકાર
સમજાવવામાં આવ્યું હોવાનો સંભવ છે તે પણ શોધી કાઢવું જોઈએ. પરંતુ આ કોણ શોધી કાઢે ? જે યોગ્ય અધિકારી એવા મહાત્માઓ હોય તે જ આ કામ કરી શકે. જયારે દર્શનોની વાત આવે ત્યારે દરેકને પોતાનું દર્શન વધુ યોગ્ય અને પ્રિય લાગે એ સંભવિત છે. પરંતુ પક્ષપાતથી જરા પણ ખેંચાયા વિના, અંતરમાં જરા પણ આકુળવ્યાકુળ થયા વિના, સ્વસ્થ ચિત્તે સમતાપૂર્વક ગહન પરામર્શ કરીને આ વિષયમાં નિર્ણય આપવો જોઈએ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અહિંસાની વાત વિવિધ દષ્ટિબિન્દુથી જેટલી સૂક્ષ્મ રીતે જૈન દર્શનમાં સમજાવવામાં આવી છે તેટલી સૂક્ષ્મ રીતે અન્ય કોઈ દર્શનમાં સમજાવવામાં આવી નથી એવા નિર્ણય પર શાસ્ત્ર પરીક્ષા કરનાર તટસ્થ મહાત્માઓ આવ્યા વગર રહેશે નહિ. [૩૪૭] પ્રમાહ્નિક્ષUTUસ્તુ નોપયોગોત્ર કશન .
तन्निश्चयेऽनवस्थानादन्यथार्थस्थितेर्यतः ॥२२॥ અનુવાદ : આમાં પ્રમાણ, લક્ષણ વગેરેનો કંઈપણ ઉપયોગ નથી. એનો નિશ્ચય કરવા જતાં અનવસ્થા દોષ આવશે, જેથી અન્યથા અર્થની સ્થિતિ (સિદ્ધિ) થશે.
વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ કહે છે કે આ બધાં દર્શનોમાં શુદ્ધ અહિંસાનું પ્રતિપાદન ક્યાં થયું છે તેની તપાસ કરવી જોઈએ. કોઈ એમ કહે કે એ તપાસ માટે પ્રમાણ અને લક્ષણોનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આમાં એવા પ્રમાણલક્ષણની કોઈ આવશ્યકતા નથી, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ વગેરે વિવિધ પ્રમાણોનાં લક્ષણો નિશ્ચિત કરવા માટે બીજાં પ્રમાણોની જરૂર પડશે અને એ પ્રમાણોનાં લક્ષણોની ચકાસણી માટે વળી બીજાં પ્રમાણોની જરૂર પડશે. એમ એનો અંત નહિ આવે, એટલું જ નહિ એમાં અનવસ્થાનો દોષ આવશે. એટલે અર્થગ્રહણ માટે પ્રમાણલક્ષણની કોઈ આવશ્યકતા નથી.
[૩૪૮] પ્રસિદ્ધિનિ પ્રમાનિ વ્યવહાર તત્કૃતઃ |
प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥२३॥ અનુવાદ : પ્રમાણો અને તેઓએ કરેલો વ્યવહાર પ્રસિદ્ધ છે. એટલે પ્રમાણોનાં લક્ષણ કહેવાનું કંઈ પ્રયોજન જણાતું નથી.
વિશેષાર્થ: શાસ્ત્રચર્ચામાં પ્રમાણો અને તેનાં લક્ષણોની વાત મુખ્ય બની જાય છે. પરંતુ જીવનવ્યવહારમાં તેના વિનિયોગનો પ્રશ્ન જટિલ છે. લોકવ્યવહારના આધારે નિયમો ઘડાતા હોય છે. બીજી બાજુ લોકોનું જીવન સ્વાભાવિક રીતે એ નિયમોની મર્યાદામાં જીવાતું હોય છે. દરેક રાજયમાં ઘણા કાયદાઓ હોય છે, પરંતુ ગામડાના કોઈ નાગરિકને પૂછવામાં આવે કે તારા જીવનમાં ક્યા ક્યા કાયદાઓનું પાલન થાય છે ? તો એ વિષે એને કશી જ ખબર ન હોય. જો એમ હોય તો એની આગળ કાયદાની કલમો અને પેટાકલમોની ચર્ચા કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. એનું ઉલ્લંઘન થાય ત્યારે જ પ્રશ્ન ઊભો થાય. પરંતુ અનેક લોકો એવા હોય કે જે કાયદાની જાણકારી વગર કે કાયદાનું ઉલ્લંઘન કર્યા વગર પોતાનું જીવન પૂરું કરે છે. એટલે આવી પરિસ્થિતિમાં એની ચર્ચાનું એમને માટે કોઈ પ્રયોજન રહેતું
૧૮૯ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org