________________
પ્રબંધ પહેલો, અધિકા૨ ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર
ભ્રમણા ભાંગી જાય છે ત્યારે માણસને આશ્ચર્ય થાય છે. કેટલીક વાર આશ્ચર્યની સાથે સાથે આનંદ પણ થાય છે. ભ્રમ ભાંગ્યો તે સારું થયું, નહિ તો આપણે ક્યાંનાં ક્યાં કૂટાતા હોત એવું લાગે. સ્વપ્રમાં માણસ જાતજાતના પદાર્થો, દશ્યો વગેરે જુએ છે. જ્યારે એ જુએ છે ત્યારે તે એને સત્યસ્વરૂપ જણાય છે, પરંતુ જ્યારે સ્વપ્ર ઊડી જાય છે ત્યારે એને સાચી વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. સ્વપ્રમાં માણસ ભયાનક દશ્યો જોઈ ભયભીત થાય છે, પરંતુ સ્વપ્રનો દોર તૂટી જતાં, જાગ્રત થતાં એ રાહત અનુભવે છે, પ્રભાત થતાં સ્વપ્રનો અંત આવે છે. બીજું ઉદાહરણ લઈએ તો જે માણસને તિમિરના પ્રકારનો નેત્રરોગ થયો હોય એને આકાશમાં બે ચન્દ્રમા દેખાય, પરંતુ નેત્રરોગ દૂર થતાં એની દૃષ્ટિ નિર્મળ થાય છે અને આકાશમાં એક ચન્દ્રમા દેખાય છે અને એથી એ રાજી થાય છે. એવી રીતે અહંકાર અને મમત્વ ચાલ્યાં જવાથી જેમના સંકલ્પવિકલ્પો શાંત થઈ ગયા છે અને આત્મસ્વરૂપમાં રમણતા માટે જેમની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એવા સાધુ મહાત્માઓને, જ્ઞાની સંતોને આ સંસારનું મિથ્યા સ્વરૂપ સ્પષ્ટ સમજાઈ જાય છે.
[८] प्रियावाणीवीणाशयनतनुसंबाधनसुखै -
भवोऽयं पीयूषैर्घटित इति पूर्वं मतिरभूत् ॥ अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदा
मिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ॥२३॥
અનુવાદ : પ્રિયા, વાણી, વીણા, શયન, શરીરમર્દન એવાં એવાં પ્રકારનાં સુખરૂપી અમૃત વડે આ સંસારની રચના થયેલી છે એવી પહેલાં અમારી બુદ્ધિ હતી, પરંતુ હવે તત્ત્વોના રહસ્યને અચાનક જાણ્યા પછી અમને સંસાર પ્રત્યે રુચિ થતી નથી, પણ એક આત્મા માટે જ રુચિ ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ : સામાન્યજનોને દુન્યવી સુખ વાસ્તવિક લાગે છે. મેળવવા જેવું હોય તો તે આ જ સુખ છે એમ તેઓ માને છે. સંસારના અનેક જીવોની અનાદિ કાળથી આવી જ પ્રવૃત્તિ ચાલતી આવી છે. બહુ ઓછા જીવોને બાહ્ય ઇન્દ્રિયોનું ક્ષણિક સુખ તે કેવળ સુખાભાસ છે એવી પ્રતીતિ થાય છે. સાચું સુખ તે આંતરિક સુખ છે, આત્મસ્વરૂપનું સુખ છે, મોક્ષપ્રાપ્તિનું સુખ છે. એ જ સાચું સુખ છે એવી પ્રતીતિ થવી અને તે પ્રમાણે આચરણ થવું તે બહુ દુર્લભ છે. ગ્રંથકાર મહર્ષિ અહીં પોતાના અભિપ્રાય રૂપે (અથવા અન્ય આત્મજ્ઞાનીના અભિપ્રાય રૂપે) કહે છે કે ‘એક વખત એવો હતો કે જ્યારે અમે પણ અજ્ઞાન દશાને કારણે માનતા હતા પ્રિયાનાં વાણીવિલાસ, સુંદર શય્યા, શરીરને સુંદર પ્રસાધનો વડે મર્દન કરવું વગેરેમાં જ બધું સુખ સમાયેલું છે. આ બધા પદાર્થોની રચના જાણે અમૃત વડે કરવામાં આવી ન હોય ! પરંતુ અચાનક અમને તત્ત્વનું રહસ્ય પ્રાપ્ત થયું, આત્મસ્વરૂપ સમજાયું, ભેદજ્ઞાન થયું, દેહ અને આત્માની ભિન્નતાનાં દર્શન થયાં અને ત્યારથી આ સંસારમાં અમને જરા પણ પ્રીતિ રહી નથી. અમને હવે જે કંઈ પ્રીતિ છે તે આત્મસ્વરૂપને વિશે જ, અધ્યાત્મને વિશે જ છે.'
નોંધ : ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી તો બાલબ્રહ્મચારી હતા. નાની વયે એમણે દીક્ષા લીધી
Jain Education International_2017_05
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org