________________
અધ્યાત્મસાર
[૩૧૫] મનસ વ તતઃ પરિશોધન नियमतो विदधीत महामतिः । इदमभेषजसंवननं मुनेः परपुमर्थरतस्य शिवश्रियः ॥ १२ ॥
અનુવાદ : એટલા માટે મહામતિવાળાએ નિયમથી મનનું પરિશોધન કરવું જોઈએ. પરમ પુરુષાર્થ(મોક્ષ પુરુષાર્થ)માં રતિ ધરાવતા મુનિને માટે તો શિવલક્ષ્મીને વશ કરવા માટે આ ઔષધ વગરનું વશીકરણ છે.
વિશેષાર્થ : મનને વશ કર્યા વિના સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. વચન અને કાયાના જેટલા વ્યાપારો છે, તેના કરતાં સૂક્ષ્મ એવા મનના વ્યાપારો ઘણા બધા વધારે છે. બીજાનાં વચન અને કાયાના વ્યાપારોને તો હજુ પણ સમજી શકાય, પણ એના મનના વ્યાપારોનો પાર પામવાનું ઘણું જ અઘરું છે. બીજાની તો વાત શી, માણસ ખુદ પોતાના મનના વ્યાપારોને કેટલીયે વાર પોતે જ પામી શકતો નથી. મન એટલું બધું સૂક્ષ્મ, જટિલ, ગહન અને ચંચળ છે. પ્રતિક્ષણે વિચારોનાં સ્પંદનો એમાં ચાલ્યાં જ કરે છે. હવે જો મન, વચન અને કાયાની સુસંવાદિતા, એકતા, નિર્મળતા, એકાગ્રતા, સ્થિરતા ઇત્યાદિ ન હોય તો મુનિઓએ જે મુનિપણું ધારણ કર્યું છે તેનું પ્રયોજન નિષ્ફળ થાય. માટે મુનિઓએ મનનું પરિશોધન સતત અને નિયમિતપણે કરતા રહેવું જોઈએ. એમાં પ્રમાદ કરે તે ન ચાલે. મુનિનું પરમ ધ્યેય તો મોક્ષપ્રાપ્તિનું છે. મુનિઓએ સાંસારિક સ્ત્રીનો ત્યાગ કર્યો હોય છે. એટલે કવિઓ રૂપક પ્રયોજે છે કે મુનિઓનો પુરુષાર્થ શિવસુંદરીને અર્થાત્ મોક્ષલક્ષ્મીને વરવા માટે હોય છે. સ્ત્રીને વશ કરવા માટે વશીકરણ વિદ્યા કેટલાક અજમાવે છે. એવા વશીકરણમાં ઔષધિનો ઉપયોગ કે પ્રયોગ પણ થાય છે. અમુક ઔષધ ખાવા કે ખવડાવવાથી બીજાને પોતાની ઇચ્છા પ્રમાણે અનુકૂળ કરી શકાય છે. મુનિઓ પોતાના મનનું જો યોગ્ય રીતે પરિશોધન કર્યા કરે તો શિવસુંદરીને વશ કરવા માટે એ ઔષધ વગરનું વશીકરણ બની રહે છે.
[૩૧૬] પ્રવચનાબ્નવિલાસવિપ્રમા
प्रशमनीरतरं गतरंगिणी हृदयशुद्धिरुदीर्णमदज्वरप्रसरनाशविधौ परमौषधम् ॥१३॥
અનુવાદ : હૃદયની શુદ્ધિ એ પ્રવચનરૂપી કમળને વિકસિત કરવામાં સૂર્યની પ્રભા જેવી છે, પ્રશમરૂપી જળના તરંગવાળી નદી છે અને ઉદય પામેલા મદરૂપી વધતા જતા જ્વરનો નાશ કરવામાં પરમ ઔષધરૂપ છે.
Jain Education International2010_05
1
વિશેષાર્થ : હૃદયની શુદ્ધિ અર્થાત્ મનની શુદ્ધિનો મહિમા ત્રણ યથાર્થ રૂપકો દ્વારા અહીં દર્શાવવામાં આવ્યો છે. જેમ સૂર્યનાં કિરણોથી કમળનો વિકાસ થાય છે તેમ મનની શુદ્ધિ હોય અને હૃદયની નિર્મળતા
૧૭૨
For Private & Personal Use Only
www.jainelibrary.org