________________
અધ્યાત્મસાર
[૩૦] નિનવરોધનસાર૫ત્નિનુરઃ
कुसुमसायकपावकदीपकः । अहह कोऽपि मनःपवनो बली
शुभमतिद्रुमसंततिभंगकृत् ॥६॥ અનુવાદ : અહો ! આ કોઈક મનરૂપી પવન બળવાન છે. તે જિનવચનરૂપી કપૂરનું હરણ કરે છે, કામદેવરૂપી અગ્નિને પ્રજ્વલિત કરે છે અને શુભ મતિરૂપી વૃક્ષોની હારને ભાંગી નાખે છે.
વિશેષાર્થ : મનને માટે હવે અહીં વેગવાળા વાયુનું રૂપક યોજવામાં આવ્યું છે. પવન જયારે ઝંઝાવાત કે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેનામાં વિનાશ કરવાની ઘણી બધી શક્તિ દેખાય છે. ઘનસાર એટલે કપૂર. તે પવનમાં ઊડી જાય છે. પવન કપૂરના મોટા ઢગલાને પણ ખલાસ કરી નાખે છે અને છતાં નજરે દેખાતું નથી કે આ ઘનસારનું કોણ હરણ કરી જાય છે. પવનથી અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે. વાવાઝોડામાં મોટાં મોટાં વૃક્ષોને તોડી નાખવાની તાકાત હોય છે. મનરૂપી વાવાઝોડું કેવો વિનાશ સર્જે છે ? જિનવચનરૂપી એટલે તીર્થંકર પરમાત્માની વાણીરૂપી જે ઉજ્જવળ અને સુવાસિત કપૂર છે તેને તે હરી જાય છે. મનમાં જયારે વિપરીત આવેગો આવે છે ત્યારે જિનેશ્વર દેવની વાણી પણ ભુલાઈ જાય છે અથવા ગમતી નથી. મનરૂપી વાયુ પુષ્પ જેનાં બાણ છે એવા કામદેવના અગ્નિને પ્રજવલિત કરે છે. ચિત્તમાં કામવિકારનો એક તણખો પડ્યો હોય તો મને વિવિધ પ્રકારના વિચારો, તરંગો, કલ્પનાઓ, દશ્યો વગેરે ખડા કરી એ કામવિકારનો ભડકો કરી નાખે છે. પછી એને શાંત પાડવો તે હાથ બહારની વાત થઈ જાય છે. ચિત્તમાં એક પછી એક શુભ સંકલ્પો થતા હોય, સુવિચારોની શ્રેણી ખડી થતી હોય, એવામાં દુર્મતિરૂપ પવન એક ઝપાટે એ બધા વિચારોને ભાંગીને જમીનદોસ્ત કરી નાખે છે. મનનો આવેગ જેવો તેવો નથી. એ વાત સાધકે ગંભીરતાપૂર્વક અને સાવધાનીપૂર્વક સમજી લેવી જોઈએ. [૩૧] વરાપુરમંાપર: રત્
समयबोधतरूनपि पातयन् । भ्रमति यद्यतिमत्तमनोगजः
क्व कुशलं शिवराजपथे तदा ॥७॥ અનુવાદ: ચારિત્રરૂપી ગોપુર(દરવાજા)ને ભાંગવામાં તત્પર બનેલો, હુરાયમાન સિદ્ધાન્તના બોધરૂપી વૃક્ષોને પાડી નાખનાર એવો અત્યંત મદોન્મત્ત મનરૂપી હાથી હોય, તો પછી મોક્ષરૂપી રાજમાર્ગમાં કુશળતા ક્યાંથી હોય ?
વિશેષાર્થ : આ શ્લોકમાં મનને માટે મદોન્મત્ત હાથીનું રૂપક આપવામાં આવ્યું છે. કોઈ ગાંડોતૂર બનેલો હાથી રાજમાર્ગ ઉપર તોફાને ચડ્યો હોય તો એ રસ્તામાં કેટલાંયે વૃક્ષોની ડાળને પોતાની સૂંઢમાં ભરાવી આખા વૃક્ષને પાડી નાખતો હોય. ત્યારે ત્યાં માર્ગમાં જવાઆવવામાં મોટા અવરોધો ઉત્પન્ન
૧૬૮ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org