________________
પ્રબંધ ત્રીજે, અધિકાર નવમો સમતા અધિકાર
[૨૬] ચારિત્રપુરુષપ્રા : સમતારથી મતા યદ્રિ |
जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥२५॥ અનુવાદ : જો ચારિત્રરૂપી પુરુષના સમતા નામના પ્રાણ ચાલ્યા ગયા હોય તો પછી લોકોનો દોડાદોડરૂપી આવેશ એના મરણોત્સવ રૂપ બને છે. ' વિશેષાર્થ : ગ્રંથકર્તાએ અહીં એક લાક્ષણિક અર્થગર્ભિત રૂપક પ્રયોજયું છે. ચારિત્રરૂપી પુરુષના પ્રાણ તે સમતા છે. કોઈ દીક્ષા લઈ સંયમ ધારણ કરે, પંચ મહાવ્રતનું પાલન કરે, પણ જ્યાં સુધી એના જીવનમાં સમતા આવી ન હોય ત્યાં સુધી એનું ચારિત્ર જીવંત ન કહેવાય, કારણ કે સમતા એ ચારિત્રનો પ્રાણ છે. પ્રાણ જાય પછી દેહની કશી કિંમત નથી રહેતી. જયારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે સ્વજનો, સગાંસંબંધીઓ, જ્ઞાતિજનો વગેરે તરત દોડી આવે છે. તેઓ આવે છે તે તો એના મૃતદેહની અંતિમ ક્રિયા માટે. તેવી રીતે કેટલાક માત્ર બાલ ચારિત્રધર સાધુ પાસે વંદનાર્થે કે અન્ય પ્રયોજનથી લોકો દોડીદોડીને આવતા હોય છે. પરંતુ એ ચારિત્રધર પુરુષમાંથી સમતારૂપી પ્રાણ ઊડી ગયા હોય તો લોકોની એમની આસપાસની દોડાદોડ એ પારમાર્થિક આધ્યાત્મિક દૃષ્ટિએ માત્ર મૃત્યુ સમયની દોડાદોડ જેવી બની રહે છે. [૨૬૧] સંત્યજ ક્ષમતાને વાદ્યષ્ટમનુષ્ઠિતમ્ |
तदीप्सितकरं नैव बीजमुप्तमिवोषरे ॥२६॥ અનુવાદ : એક સમતાનો ત્યાગ કરીને પછી જો કષ્ટકારક ક્રિયાઓ કરી હોય તો તે ખારી ભૂમિમાં વાવેલા બીજની જેમ ઇચ્છિત ફળને આપનારી થતી નથી.
વિશેષાર્થ : સમતાની અનિવાર્યતા સમજાવતાં ગ્રંથકાર મહર્ષિ ફરી અહીં ભારપૂર્વક કહે છે કે તપ, જપ, ભિક્ષા, લોચ, ઉપસર્ગ, પરીષહ વગેરે કષ્ટપૂર્વકની ક્રિયાઓ સંયમ ધારણ કરીને કરવામાં આવે, પરંતુ તેના પાયામાં જો આત્મસ્વરૂપના ઉપયોગપૂર્વકની સમતાની સાધના ન રહી હોય, તથા રાગદ્વેષથી રહિત થવાની સાધના ન ચાલુ થઈ હોય તો એ બધી જ ક્રિયાનું યથેચ્છ ફળ મળતું નથી. જેમ ઉષર એટલે ખારી ભૂમિમાં વાવેલું બીજ ઊગતું નથી; એને ઉગાડવાનો બધો શ્રમ વૃથા થાય છે, તેમ સમતાનો ત્યાગ કરીને જે કંઈ ધર્મક્રિયાઓ કરવામાં આવે તો તે વાંછિત ફળ આપી શકે નહિ. માટે એવાં બધાં અનુષ્ઠાનોના પાયામાં સમતાની સાધના એક પૂર્વશરત તરીકે રહેલી હોવી જોઈએ. સાચા સાધકે એ ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે. | [૨૬૨] ઉપાય: સમલૈવૈલા મુરજ: શિયામ:
તત્તવુરુષમેન તસ્થા પુત્ર પ્રસિદ્ધ iારા અનુવાદ : મુક્તિનો ઉપાય માત્ર એક સમતા જ છે. અન્ય જે ક્રિયાસમૂહ છે તે તો પુરુષના ભેદે કરીને સમતાની વિશેષ સિદ્ધિ માટે જ છે.
વિશેષાર્થ : સમતાનું સવિશેષ માહાભ્ય બતાવતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે મોક્ષપ્રાપ્તિ માટે કોઈ એક જ અનિવાર્ય તત્ત્વ હોય તો તે સમતા છે. જયાં સમતા છે ત્યાં કેવળજ્ઞાન છે અને ત્યાં મોક્ષ છે. જયાં રાગ અને દ્વેષથી રહિતપણું છે ત્યાં સમતા આવે છે. જીવનમાંથી રાગ અને દ્વેષને દૂર કરવાનું
Jain Education International 2010_05
૧૪૧ For Private & Personal Use Only
www.jainelibrary.org