________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
વિશેષાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં બીજાં બે લક્ષણો દર્શાવતાં ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે એવા વૈરાગ્યવાન મહાત્માઓની તત્ત્વમીમાંસા પ્રૌઢ હોય છે. તે ત્રુટિરહિત હોય છે. સ્વાધ્યાય, ચિંતન, મનન, ચર્ચાવિચારણા ઇત્યાદિ દ્વારા તેમની તત્ત્વમીમાંસા ઉત્તરોત્તર વધુ પુષ્ટ થતી જાય છે. તદુપરાંત તેમની બુદ્ધિ આગમગોચર હોય છે. ગોચર એટલે ગાયને ચરવાની, હરવાફરવાની, આનંદપૂર્વક યથેચ્છ વિહાર કરવાની જગ્યા. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા મહાત્માઓની બુદ્ધિ આગમો અને સિદ્ધાન્તશાસ્ત્રો ઉપરાંત કપિલાદિ અન્ય દાર્શનિકોનાં શાસ્ત્રોમાં લીલાપૂર્વક અનાયાસ ફરી વળતી હોય છે. તેમાંથી યથાર્થ તત્ત્વને તે ગ્રહણ કરી લેતી હોય છે. [૧૫] ન સ્વીચીત્રવ્યાપારે પ્રાધાન્ચ થઈ શર્મા
नासौ निश्चयसंशुद्धं सारं प्राप्नोति कर्मणः ॥१८॥ અનુવાદ : જેઓને પોતાના અને અન્યના શાસ્ત્રના વ્યાપારમાં પ્રાધાન્ય ન હોય અને ક્રિયામાં જ પ્રાધાન્ય હોય, તેઓ નિશ્ચયથી શુદ્ધ એવા કર્મના શુભ ફળને પામતા નથી. ' વિશેષાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં વૈરાગ્યની સાથે જ્ઞાન પણ એટલું જ મહત્ત્વનું છે. જેઓએ (અને ખાસ કરીને મુનિઓએ) પોતાના મતનાં શાસ્ત્રો અને અન્ય મતનાં શાસ્ત્રોનો વ્યવસ્થિત ઊંડો અભ્યાસ કર્યો ન હોય તેઓ ક્રિયાઓ ગમે તેટલી કરે તો પણ તે ક્રિયાઓના નિશ્ચયશુદ્ધ સારને પામી શકતા નથી. કેટલાક ચારિત્રધર મહાત્માઓ ચારિત્રનું પાલન સારી રીતે કરતા હોય છે. પરંતુ જો તેઓ પાસે શાસ્ત્રોના અધ્યયન કે અવગાહનરૂપ દૃષ્ટિ ન હોય તો પોતે જે ક્રિયાઓ કે અનુષ્ઠાનો કરે છે અને કરાવે છે તેનું તાત્ત્વિક રહસ્ય પામી શકતા નથી. એ માટે માત્ર પોતાના જ મતનાં શાસ્ત્રોનું અધ્યયન કરવું પૂરતું નથી.
જ્યાં સુધી અન્ય મતનાં શાસ્ત્રોનું અધ્યયન ન કર્યું હોય ત્યાં સુધી દષ્ટિની વિશાળતા કે પરિપૂર્ણતા આવતી નથી. અન્ય મતનાં શાસ્ત્રોનું અધ્યયન કરીને એનાથી ખોટી રીતે દોરવાઈ જવાનું નથી અથવા ખોટી રીતે દોરવાઈ જવાશે એવો ભય રાખવાનો નથી. પરંતુ એથી તત્ત્વને યથાર્થ સ્વરૂપે પામી શકાય છે અને નિશ્ચયદૃષ્ટિ શુદ્ધ બને છે એ ખ્યાલમાં રાખવું જરૂરી છે. [૧૫] સચવશ્ર્વનો સૂત્રે અતિપ્રત્યારે યતઃ |
नियमो दर्शितस्तस्मात् सारं सम्यक्त्वमेव हि ॥१९॥ અનુવાદ: સૂત્રમાં સમ્યકત્વ-મૌનનો પરસ્પર સંબંધ (ગતપ્રત્યાગત) દર્શાવ્યો છે. એટલે આ નિયમથી નિશ્ચિત થાય છે કે સમ્યકત્વ જ સારભૂત છે. - વિશેષાર્થ આચારાંગ સૂત્ર (૫-૩-૧૫૫ સૂત્રોમાં સમ્યત્વ અને મૌનનો એટલે કે મુનિપણાનો પરસ્પર સંબંધ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યો છે :
ગં સમે તે પાછું, તું મોજું તિ પાસ !
મોri fત પાસ, તું સમું તિ પાસરું || મૌન એટલે મુનિપણું. આ સંબંધને ગતપ્રત્યાગત પ્રકારનો કહ્યો છે, એટલે કે જયાં સમ્યક્ત્વ હોય ત્યાં મુનિપણું હોય અને જયાં મુનિપણું હોય ત્યાં સમ્યકત્વ હોય.
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org