________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
વિશેષાર્થ : ત્રીજા પ્રકારનો વૈરાગ્ય એટલે કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ધરાવનાર જીવોનાં લક્ષણો કેવાં કેવાં હોય છે ? ઉપાધ્યાયજી મહારાજે અહીં આ ચાર શ્લોકમાં સંક્ષેપમાં એવાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો દર્શાવ્યાં છે કે જેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિને ઓળખવાનું સરળ બને.
૧. સૂમદષ્ટિ – ઝીણામાં ઝીણા વિષયોના રહસ્યને ગ્રહણ કરી શકે એવી દષ્ટિ પદાર્થોના સતત ચિંતન, મનન, અભ્યાસ નિપુણતા વગેરે દ્વારા પ્રાપ્ત થાય છે. સામાન્ય માણસોની જ્યાં નજર ન પહોંચે ત્યાં કુશાગ્ર બુદ્ધિવાળાની આવી દૃષ્ટિ પહોંચી શકતી હોય છે. એ ગ્રહણ કરવામાં એમને વાર પણ નથી લાગતી.
૨. માધ્યસ્થ – જ્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય ત્યાં રાગદ્વેષથી દૂર રહેવાનો પુરુષાર્થ સતત ચાલતો રહે છે. પોતાનાથી જે વિપરીત થયા હોય તેવા લોકો પ્રત્યે પણ એવા ત્યાગીઓને દ્વેષ ન થાય. તેઓને કોઈ શત્રુ હોતા નથી અને તેમના પ્રત્યે કોઈ કારણસર કોઈ શત્રુતા બતાવે તો તેઓ એ વાતને મનમાં આણે નહિ. તેઓ કોઈના પ્રત્યે પક્ષપાત પણ કરે નહિ.
૩. સર્વત્ર હિતચિન્તા – બીજાનું હિત કેમ થાય તેની હરહંમેશ ચિતા તેમને રહ્યા કરતી હોય છે. આ પ્રકારની લાગણી કુદરતી રીતે જ તેમના અંતરમાં રહેલી હોય છે. લોકોના ભૌતિક સુખ કરતાં એમના આધ્યાત્મિક કલ્યાણ માટે તેમને વિશેષ લાગણી હોય છે.
૪. ક્રિયામાં બહુ આદર – ત્યાગ અને સંયમપૂર્વકનું જીવન જીવવા માટે જે જે ઉપયોગી વ્રત, તપ, જપ વગેરે પ્રકારની ક્રિયાઓ કરવા યોગ્ય હોય છે, તે માટે તેઓના મનમાં આદર હોય છે. તેમના ચિત્તમાં ક્રિયા માટે ઉદાસીનતા કે પ્રમાદ નથી હોતાં. તેઓની શક્તિ ખીલતી હોય છે અને તેઓનો ઉત્સાહ સતત વૃદ્ધિ પામતો રહેતો હોય છે.
૫. લોકોને ધર્મમાર્ગ તરફ વાળવાની પ્રવૃત્તિ – પોતે જે ધર્મ પામ્યા હોય તે ધર્મ તરફ બીજા જીવો પણ પ્રવૃત્તિશીલ બને, એવી લાગણી તેઓના હૃદયમાં સતત રમતી હોય છે.
૬. પારકી વાતોની બાબતમાં મૂંગા, આંધળા અને બહેરા જેવી ચેષ્ટા – લોકોની નિંદાથી તેઓ પર હોય છે, એટલું જ નહિ, પારકી પંચાતમાં તેઓને જરા પણ રસ હોતો નથી. બીજાની સારીનરસી વાતો જાણવામાં તેઓને જરા પણ ઔસ્ક્ય હોતું નથી. આત્મસ્વરૂપમાં રમણતા હોય ત્યાં આવું બનવું સ્વાભાવિક છે. | ૭. પોતાના ગુણોના અભ્યાસમાં ઉત્સાહ – ત્યાગ, સંયમ, વિનય, વિવેક, ઉદારતા, માધ્યસ્થતા, આત્મચિંતન ઇત્યાદિ આત્માના અનેક ગુણો વિકસાવવામાં તેઓ ઉત્સાહવંત હોય છે. અહીં ઉપમા આપવામાં આવી છે કે દુઃખી, નિર્ધન માણસ ધન કમાવા માટે જેવો ઉત્સાહ ધરાવે તેવો ઉત્સાહ તેઓ ધરાવતા હોય છે.
૮. કામવાસનાના ઉન્માદનું વમન – જ્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય ત્યાં બ્રહ્મચર્યનું સેવન આવ્યા વગર રહે નહિ. આમ છતાં ક્યારેક કામવાસના ચિત્તમાં જાગે તો તુરંત તેઓ તેને ચિત્તમાંથી બહાર કાઢી નાખે છે એટલે કે તેને નિર્મૂળ કરી નાખે છે.
૯. માન-અભિમાનનું મર્દન – માણસને જે જાતજાતનું અભિમાન થાય છે તેમાં જાતિમદ, કુલમદ,
૯૭ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
ation International 2010_05
www.jainelibrary.org