Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 8
________________ : - એકનું એક પાપ જ્યારે સમૂહમાં કરવામાં આવે છે ત્યારે લજ્જા, શરમ મુકાઈ જાય છે. હૃદય ધિષ્ઠ થાય ત્યારે સામુહિક પાપની સજા વધુ કાતિલ બને છે. આજે જ્યાં ત્યાં પાર્ટી, મિજલસ, લગ્ન વગેરેમાં અકર્તવ્યને કર્તવ્યરૂપ સમજવું તે મિથ્યાત્વ છે, અને સ્વચ્છંદીપણાને લઈને સામુહિક રાત્રિભોજન, અભક્ષ્ય ખાન-પાન અને પાપોની મસ્તી જમાનાના નામે વધતી જાય છે ત્યારે સૌએ સાવધાન બની ચેતવા જેવું છે. થોડીક ક્ષણો માટે કરેલી પાપની મજાના બદલામાં કર્મરાજા મણની અને ટનની કારમી સજા અસંખ્ય કાળ સુધી ફ્ટકારે છે જે રીબાઈ રીબાઈને ભોગવવી પડે છે. માટે જ્ઞાનીઓ ઉપદેશ દ્વારા શાનમાં સુધરી જવા તથા ભાવિના તિર્યંચનરકગતિના અનંત દુઃખથી બચી જવા સામુહિક રાત્રિભોજન, અભક્ષ્ય ખાનપાન, મોજ-શોખ, જલસાના પાપો છોડવાની હાકલ કરે છે. સંસ્થાના હોદેદારો, કાર્યકરો, દાનવીરોને લાલબત્તી પાપના આયોજનથી બચો : કોઈપણ સંસ્થા દ્વારા રાત્રિભોજન, અભક્ષ્ય ખાનપાન અથવા બીજા ધર્મ કે સંસ્કૃતિ-વિરૂધ્ધ કાર્યક્રમો યોજાય છે ત્યારે તે સંસ્થાના ટ્રસ્ટી, પ્રમુખ, મંત્રી, હોદેદારો અને આ કાર્યક્રમ માટે ડોનેશન આપનારા દાનવીરો આ સામુહિક થતાં દોષ અને પાપ માટે સૌપ્રથમ જવાબદાર બને છે. સેંકડો અને હજારો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50