________________
હાનિકારક ચિંગમ-ચોકલેટઃ આજકાલ ચોકલેટ કોકોબીજનું કેફીન, થિયોશ્રેમીન, ચરબી-ટેલો, ઈંડા, નિકલ તત્ત્વ ફ્લેવર-રસાયણોથી બને છે. કેફીન હૃદયોત્તેજક છે. તેની ઘાતકમાત્રા ૧૦ ગ્રામ છે. કેફીન તત્ત્વનું એક ગ્રામથી વધુ સેવન હૃદય નાડીના ધબકારા વધારે છે. વળી માથાનો દુઃખાવો | ચક્કર, અનિદ્રા-સાંધાનો દુઃખાવો, બેચેની થાય છે. ચોકલેટમાં રહેલ નિકલ તત્ત્વ બાળકોને ખૂબ નુકશાન કરે છે. કોકોનું સેવન કરનારને શારીરિક-માનસિક બિમારી લાગુ પડે છે. બાળકો ! ચિંગમ અને ચોકલેટ છોડો, આરોગ્ય બચાવો. એઠું-જુઠું ખાવો-પીવો નહિઃ એઠાં પાણીમાં ધોવાયેલ ગ્લાસ-કપ-રકાબી-ડીસમાં શરબત-ચા પીવાથી, એક બીજાના ખાધેલા એંઠા પદાર્થો ખાવાથી, એંઠા પાણી પીવાથી “હેલીકા બેક્ટર' નામના ઝેરી બેક્ટરીયા શરીરમાં પ્રવેશી વિવિધ રોગો ઉત્પન્ન કરે છે. થાળીમાં સાથે જમો નહીં. એઠાં ગ્લાસ ઘડામાં નાંખો નહિ. બંધ ડબ્બાઓના આહારમાં છુપાયેલા રસાયણો :
પેક ડબ્બામાં આવતાં ખાધો-અથાણાં, વિવિધ ફળોના રસોને ખરાબ થતાં અટકાવવા તથા તાજા રાખવા બેંજાઈક એસીડ, સોડિયમ બેંજાઈક વપરાય છે. કન્ટેશનરી, જામ-જેલી-માર્જરીન વિગેરેમાં મેગ્નેશ્યમ
(૩૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org