Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 41
________________ તિરસ્કાર અને ધિક્કાર, ઉકળાટ અને અકળામણ જોઈતા જ નથી. જીવનને શાંત, પ્રસન્ન અને મધુર રાખવું હોય તો ક્રોધના અવસરે લેટગો નો અભ્યાસ લાખો વાર થયા પછી જીવન શાંત બની જશે. સહન કરવાની શક્તિ ખીલી ઉઠશે. સમભાવ આત્મસાત્ બનશે. પ્રશમસુખનું અપૂર્વ સંવેદન થશે. હરક્ષણ યાદ રાખોઃ ક્રોધ અને વેર એ બંને વિષ સમાન છે. જ્યારે સમતા અને ક્ષમા અમૃત સમાન છે. માણસને હેવાન-દુર્જન-દુર્ગતિગામી બનાવનારા સાત મહાવ્યસનો ઃ ૧ જુગાર, ૨ શિકાર, ૩ ચોરી, ૪ માંસ, ૫ મદિરા, ૬ પરસ્ટી/પરપુરુષ . વેશ્યાનો જીવનભર ત્યાગ કરી સજનતાની રક્ષા કરો. સદગુરૂ પાસે આ સાત મહાવ્યસનોની જીવનભર પ્રતિજ્ઞા કરો. નરકગામી બનાવનારા વ્યસનો છે. ત્યાજય સૌંદર્યના પ્રસાધન-કોમેટીક્સ : આ બધા સાધનોમાં પ્રાણીઓની ઘોર હિંસા, ક્રુરતાભર્યા આચરણ પછી જે બને છે જેમાં કોલ્ડક્રીમ, વેનિશીંગ ક્રીમ, લિપસ્ટીક, આઈબ્રો, આઈશેડ્યું, નેઈલ પોલિશ, શેમ્પ વગેરે અનેક અવનવી ચીજોમાં હાડકાંનો પાવડર, પ્રાણીના લોહી-ચરબી વગેરેનું મિશ્રણ થાય છે. બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી વાંચો. અહિંસક નિર્દોષ વસ્તુના આગ્રહી બનો. (૪૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50