Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 42
________________ શાકાહારી પદાર્થોમાં ચરબી-ઈંડા-માછલી ભેળવણી : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મારફ્ત સીલ કરવામાં આવેલ કારખાનાઓમાંથી સમાચાર મળ્યા છે કે લગ્ન સમારંભો હોટલો તથા અનેક સાર્વજનિક ઉત્સવોમાં અપાતા જમણોના શાકાહારમાં મિશ્રણ થયેલ માંસાહારને શાકાહાર તરીકે પીરસવામાં આવે છે. જેની શાકાહારીઓને જાણ થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. નોનવેઝ પેકેટ ઉપર લાલ અને વેજ પેકેટ ઉપર ગ્રીન રંગની નિશાનીનો કાયદો થયો છે. લાંચરૂશ્વતના જોરે કાયદાની બારીને શોધીને ખાધ કંપનીઓ દ્વારા ખોટી નિશાની છપાવાય છે જેનો ભોગ શાકાહારીને બનવું પડે છે. બેકરી ઉત્પાદિત થતા ઠંડા પીણાંમાં ઈમલ્સીફાયર, સ્ટેબિલાઈઝર્સ, કંડિશનર્સ, વેક્યુલેટર્સ, પ્રીઝર્વેટીઝ, એન્ટીઓક્સીડન્ટ, થીકનર્સ, જિલેટીન, સ્વીટનર્સ ખાવાના રંગો, જાતજાતની ફ્લેવર્સ વગેરે નામો જ આપવામાં આવે છે. યુરોપમાં ઈ નં. છાપવાના સખત કાયદા બાદ ભારતમાં પણ આવા ઉત્પાદનો પર નં. છપાવા લાગ્યા છે. ઉત્પાદનકર્તાઓ આવા ઉત્પાદનમાં વપરાતા પદાર્થો ભારતમાંથી ખરીદ ન કરતાં મિશ્રણ માટે વિદેશોમાંથી સીધે સીધા જ આયાત કરે છે. આ રીતે લીલા રંગની નિશાનીઓ સાથે લઈને કેન્દ્ર સરકારનું અન્ન પ્રક્રિયા મંત્રાલય શાકાહારીઓને માંસાહારનું સેવન કરાવવાનું Iધૃણિત કાર્ય કરાવી રહ્યું છે જે પૂરા દેશ માટે શરમજનક છે. (૪૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50