Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 46
________________ આ બધા એડિટિવ્સ આરોગ્ય માટે અતિ હાનિકારક પૂરવાર થયેલાં છે. સૂપથી માંડીને માછલીઓ સુધીના તમામ ખાદ્ય-પદાર્થો એર-ટાઈટ ટીનપેક એટલે કે શૂન્યાવકાશ કરાયેલાં ડબાઓમાં ઘણી ચોક્સાઈ રાખવા છતાં સી.બોટુલિઝમના જીવાણુંઓ ઘુસી જાય છે. આ જીવાણુની ચયાપચયની ક્રિયાથી ખતરનાક ઝેર ઉત્પન્ન થાય છે. આ ઝેર ખાધ પદાર્થમાં ભળે છે. આ ઝેર એટલું કાતીલ હોય છે કે માઈક્રોગ્રામના ક્તા ૦.૧૨ ભાગ જેટલું ઝેર માણસનું મૃત્યુ નીપજાવી શકે છે.આ બોટુલિઝમ ઝેર સૌ પ્રથમ જ્ઞાનતંતુઓ ઉપર અસર કરે છે. જ્ઞાનતંતુનો સંચારબંધ થવાથી લોહીના પરિભ્રમણ ઉપર અસર થાય છે. લોહીનું પરિભ્રમણ બંધ થવાથી | આખરે માણસ મૃત્યુ પામે છે. તમામ ટીન પેકની વસ્તુથી સાવધ રહેવું જરૂરી છે. ઠંડા પીણાં, ચુઈંગમ, બબલગમ વગેરેમાં એસ્ટરગમ વપરાય છે. જે રંગરોગાન કરવાના પેઈન્ટસમાં વપરાય છે. તે એસ્ટરગમ સ્વાથ્ય માટે હાનિકારક છે. ચાઈનીઝ નૂડલ્સમાં વપરાતો “સોડિયમ લૂટામેટ”ખૂબ જ હાનિકારક છે. જેનાથી કેન્સર જેવો રોગ થઈ શકે છે. ચોકલેટ બનાવવામાં કોકો પાવડર, દૂધ તેમજ કોકો બટર વપરાય છે. આ કોકો બટર મોંઘુ પડતું હોવાથી તેના બદલે સાલફ્ટ નામની ચરબી વાપરવામાં આવે છે. ટોમેટો કેચઅપમાં લાલરંગ, જામમાં વાયોલેટ રંગ (૪૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50