Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 29
________________ વર્તમાન પત્રોથી જાણવા છતાં કોઈ દરકાર કરતું નથી. કેવી કમનસીબી ! માટે સૌ કોઈ રોગોથી બચવા જાગ્રતા બનો. હાનિકારક સિક્વેટિક કૃત્રિમ ઝેરી દૂધ : નકલી દૂધ બનાવવા માટે રિફાઈડ તેલ, હલકી કક્ષાનો ઓગળી જાય તેવો ડિટરજન્ટ, કોસ્ટિક સોડા, યુરિયા, ખાંડ, મીઠું અને પાણીનો ઉપયોગ થાય છે. જાણીતી ડેરીની દૂધની કોથળીઓ ખરીદી લઈને તેમાંથી અડધું દૂધ કાઢી લઈને બાકીનું નકલી દૂધ નાંખીને પેક કરીને ધમધોકાર વેચાણ ચાલે છે. પ્રતિષ્ઠિત ડેરીના બનાવટી લેબલથી ગોરખધંધો ભારતના ઘણાં રાજ્યોમાં વિસ્તરી રહ્યો છે. આવું કૃત્રિમ ઝેરી દૂધ કરોડો માણસોના પેટમાં જાય છે. સગર્ભા સ્ત્રીના બાળકમાં ખોડખાંપણ, અપંગતા, દમની વ્યાધિ, પેટમાં ચાંદા, આંતરડામાં સડો, સોજા, હૃદય-ફેફ્સા-આંખને હાનિ, ચામડીના દરદ નકલી દૂધને આભારી છે. પહેલાના જમાનામાં ઘેર ઘેર ગાય હતી. ચોખ્ખું દૂધ-દહીં-ઘી સુલભ હતાં. ભારતદેશે માંસના હુંડિયામણનાં લોભે કરોડો ગાયો-બળદો-ભેંસો પશુઓને કતલખાને ક્રૂર રીતે ખતમ કરી નાખ્યા, હજુ કામ ચાલું છે. પર્યાવરણનો નાશ કરી દેશમાં ભૂકંપ-અતિવૃષ્ટિ-સુનામી-વાવાઝોડા-ગરમીની દિન (૨૮) Jain Education International hal For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50