________________
-
- -
-
વપરાતા થયા છે. બેક્ટરીયાથી ખદબદતા ઈંડા, સતત| દુઃખ અને ત્રાસથી પીડાતી મરઘી-બકરી વગેરેનું માંસ કેન્સર વગેરે અનેક રોગો ઉત્પન્ન કરે છે. છતાં ગતાનુગતિક સ્વાદરસિયા લોકો ખાય છે અને અકાળે મૃત્યુ પામે છે. કેવી ઘોર અજ્ઞાન દશા ! ભૂખ હોય ત્યારે શું ખાવું? શું ન ખાવું? ભૂખ ન હોય ત્યારે ખાવાનું શા માટે છોડવું? દિવસનાં ખવાય, રાત્રિના ખવાય જ નહિ. શા માટે ? વગેરે જાણવા માટે આ પુસ્તકનું વારંવાર મનન કરવાથી જરૂર લાભ થશે.
આજે માણસ નાના રોગને સહન ન કરતાં ડૉક્ટર પાસે પહોંચે જ્યાં લોહીં-યુરીન તપાસ, ફોટાઓ વગેરેમાં ખર્ચનો પાર નહીં. નવી દવાઓનાં અખતરા દર્દી ઉપર થાય, લાગુ પડે તો ઠીક નહીં તો બીજી દવા, રીએક્શન આવી જતાં જીંદગી જોખમમાં મૂકાઈ જાય. આંખ સામે પશુઓને ધ્યાનમાં રાખો. પશુના ડૉક્ટર કહે છે કે રોગ થાય ત્યારે પશુઓ ખાવાનું બંધ કરી દે છે જેથી ૨-૪ દિવસમાં વિકૃતિ શાંત થઈ જાય છે. આથી દુનિયામાં પશુના દવાખાના બહુ જ જુજ છે. હાલ ચીનમાં દવાઓની આડઅસરથી ૧૦ હજાર જેટલા બાળકો બહેરા બની ગયાં. આ રીતે દરેક વ્યક્તિએ ખૂબ વિવેક કેળવવાની જરૂર છે.
(૧૮)
Jain Education International
ational
For Personal & Private Use Only
www.jainelibrary.org