Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj Author(s): Pravin K Shah Publisher: JAINA Education Committee View full book textPage 7
________________ પ્રાક-કથન જૈના એજ્યુકેશન કમિટી દ્વારા પ્રકાશિત Jainism 901 - Reverence for Life પુસ્તકનો આ ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તકમાં જૈન અધ્યાત્મના સિદ્ધાંતો, કર્મ વિજ્ઞાન - તેના નવ તત્ત્વો તથા મુક્તિનો માર્ગ – સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યફ ચારિત્રની સરળ સમજ, આચાર, પવિત્ર ગ્રંથો, ધાર્મિક તહેવારો, પ્રાર્થનાઓ, જૈન પ્રતીકો અને ભગવાન મહાવીરના જીવનને ટૂંકમાં સરળ રીતે સમાવી લેવામાં આવ્યા છે. અંગ્રેજી ભાષાનો ઊંડો અભ્યાસ કે ઉપયોગ ન હોય તેવી ગુજરાતી પ્રજાને આ પુસ્તક ઉપયોગી થઈ શકશે. જૈન ધર્મની પ્રાથમિક માહિતી આપતું આ પુસ્તક ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકતાં મને ગર્વ થાય છે. અને તે કામની તક આપવા બદલ જૈના એજ્યુકેશન કમિટીની આભારી છું. અહીં પ્રસ્તુત થયેલ અનુવાદનું કાર્ય સહેલું નથી હોતું. આવા સૈદ્ધાંતિક દ્રષ્ટિએ મહત્વના અનુવાદમાં શાસ્ત્રીયતા, નૈતિક્તા અને આધ્યાત્મિકતા જળવાઈ રહે, તેમજ જૈન ધર્મ અને જૈન દર્શનને લગતા પારિભાષિક શબ્દોનો યોગ્ય ઉપયોગ પણ થાય તે માટે તેમજ અનુવાદ અંગેના યોગ્ય સુચનો માટે હું પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદીઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય શ્રી અજયસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ (કોબા-અમદાવાદ) ની ખૂબ ખૂબ આભારી છું. શ્રી મહેંદ્રભાઇ અને ઇંદીરાબેન દોશી (Raleigh, NC, USA) એ આ લેખન ને જોઇને તેમાં રહેલી ક્ષતિઓને સુધારવાનું કામ કરી આપ્યું છે તેમ જ સુદેશભાઇ શાહ (અમદાવાદ) કપ્યુટરમાં મૂકવા બદલ અને અનીતાબેન પરિખ (Connecticut, USA) ને બૂકની ડીઝાઇન માટે હું સર્વેનો ઘણો જ આભાર વ્યક્ત કરૂ છું. કુમુદ પાલખીવાલા અનુવાદક જૈન દર્શન અને આચારની સરળ સમજPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 138