________________
ઉપોદ્ધાત ભારતના ઉપખંડમાં વિશ્વની ત્રણ મહાન પ્રાચીન ધર્મ સંસ્કૃતિનું ઉદ્ગમ છે. ત્યાં વિકસેલી એ સંસ્કૃતિ - હિંદુ ધર્મ (સનાતન ધર્મ અથવા વૈદિક ધર્મ), બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. તેમાં જૈન ધર્મ અને તેનું તત્ત્વજ્ઞાન આધ્યાત્મિક પરંપરામાં મહત્ત્વનાં સ્થાન ધરાવે છે. જૈન ધર્મની જીવન પદ્ધતિ અહિંસા, દયાભાવ અને સાદા (સંયમી) જીવન પર આધારિત છે. જેમાં આત્મા ક્રોધ, માન, માયા, અને લોભ જેવા કષાયો દૂર કરી, રાગ દ્વેષમાંથી બહાર નીકળી આત્માને શુદ્ધ કરી, ભગવાનની સર્વોપરિતા તરફ લઈ જાય છે. જૈન તત્વજ્ઞાન સમર્થનકારી અને આશાવાદી છે. આ પ્રક્રિયા તે કર્મના સિદ્ધાંતો (કર્મવાદ) ને નામે જૈનધર્મમાં સમજાવામાં આવી
જૈન ધર્મની પ્રાચીન પરંપરા અને તત્ત્વજ્ઞાન “જિન” દ્વારા આપણા સુધી પહોંચાડાઈ છે. આ જિન, અરિહંત કે તીર્થકર તરીકે ઓળખાય છે. તેવા જૈન ધર્મમાં મુખ્ય ૨૪ તીર્થકરો છે. તેનું અનુસંધાન અનાદિ કાળથી ચાલ્યું આવે છે. ભગવાન મહાવીર સૌથી છેલ્લા (599 BCE થી 527 BCE) અને આદિનાથ ભગવાન સૌથી પહેલા તીર્થકર ગણાય છે. જૈનો કર્મવાદ, પુનર્જન્મ અને કર્મ અનુસાર સ્વર્ગ, નરક, મનુષ્ય કે પશુપણું પામી ચાર ગતિમાં ફરે છે. કાળક્રમે જીવનમાં સંયમ પાળી અને મહાપુરુષાર્થ વડે કષાયોને દૂર કરી વીતરાગ થઈ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવે
અહિંસા એ જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે. જૈનો માને છે કે જીવ માત્ર પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા (ઘડનાર) છે. જૈન ધર્મ આત્મ-જાગૃતિ અને સ્વ પ્રયત્ન દ્વારા જ મોક્ષ પર નિર્ભર છે. જૈન ધર્મગ્રંથો જણાવે છે કે આ બ્રહ્માંડ (ચૌદ રાજ લોક) અને તેમાં રહેલા જડ અને ચેતન દ્રવ્યો સનાતન છે અને તેઓ સ્વયં સંચાલિત છે આ જડ અને ચેતન દ્રવ્યો સતત પરિવર્તનશીલ છે. કોઈ તેનો નાશ નહીં કરી શકે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ