Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના જય જિનેન્દ્ર, જૈનધર્મનાં કરોડરજ્જુ સમાન ત્રણ મૂળભૂત સિદ્ધાંતો છે; અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ. • અહિંસા – દરેક વ્યક્તિના સારા આચરણ/વર્તનને મજબૂત બનાવે છે. • અનેકાંતવાદ – દરેક મનુષ્યની તટસ્થ વિચાર શક્તિને મજબૂત કરે છે. • અપરિગ્રહ – દરેક માનવીનાં અસ્તિત્વના અભિગમને મજબૂત બનાવે જો આપણે આ ત્રણ સિદ્ધાંતો સમજપૂર્વક સાચી રીતે જીવનમાં ઉતારીએ તો આપણા પોતાનામાં અને વિશ્વમાં શાંતિ તથા સુમેળ પ્રાપ્ત કરી શકીએ. જૈન ધર્મના પ્રાથમિક સિદ્ધાંતો વૈજ્ઞાનિક છે અને જૈન ધર્મગ્રંથોનાં ‘સત્યો ' વિશ્વવ્યાપક છે. પરંતુ તેનું અર્થઘટન જે સમયે અને સ્થળે આપણે હોઇએ તે પ્રમાણે કરવું પડે. અંગ્રેજી ભાષા બોલાતી હોય તેવા દેશો (જેમકે અમેરિકા, કેનેડા, યુકે, આફ્રિકા) જ્યાં ઘણાં જૈનો કાયમ માટે વસવાટ કરે છે, ત્યાં બાળકોને જૈનધર્મનાં જ્ઞાનનાં પુસ્તકો સહજ રીતે ઉપલબ્ધ નથી. જૈન સિદ્ધાંતોને વૈશ્વિક સ્તરે જાણીતા કરવા માટે જૈન પુસ્તકો અંગ્રેજી ભાષામાં સરળતાથી મળવા જોઈએ. સાથે સાથે જૈન ધર્મગ્રંથો જુદી જુદી રીતે જેમકે ચોપડીઓ, કેસેટ, વીડિયો, ડીવીડી, સીડી, ઇન્ટરનેટ વિગેરે પર સહેલાઈથી ઉપલબ્ધ થવા જોઈએ. ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઇન નોર્થ અમેરિકાની જૈના એજ્યુકેશન કમિટીએ આ કાર્યની શુભ શરૂઆત કરી છે. જૈન ધર્મને સમજવા માટે, જાણવા માટે, જૈના એજ્યુકેશન કમિટીએ જૈન પાઠશાળા એજ્યુકેશન ની વિવિધ ચોપડીઓ પ્રકાશિત કરેલ છે. આ ચોપડીઓ ઉંમર પ્રમાણે ચાર વિભાગમાં વહેંચાયેલી છે અને પાંચમા ભાગમાં સંદર્ભ વિભાગના પુસ્તકો છે. આ પુસ્તકો ની pdf file - www.jaineLibrary.org વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138