Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 4
________________ વૈશ્વિક ચેતનાનું પ્રેમ તત્વ દયા પ્રેરિત જીવન જીવવા વચનબદ્ધ થયેલા વિશ્વના તમામ લોકને અર્પણ કે જેઓ અહિંસા, પર્યાવરણ સુરક્ષા અને અન્યોન્યાશ્રયી તમામ જીવો તથા વનસ્પતિ પ્રત્યે દયાભાવ રાખી તે પ્રમાણે જીવન જીવવાનું પ્રોત્સાહન સતત આપી રહ્યા છે. જેઓ આચરણ-વ્યવહારમાં ચુસ્ત અને સંપૂર્ણ શાકાહારી (દૂધ કે તેમાંથી બનતી વસ્તુઓ ન વાપરનાર વિગન) છે. અને આલ્કોહોલ કે નશીલા પદાર્થો વગરની જીવન પદ્ધતિ અપનાવી અહિંસા ના સિદ્ધાંતને અપનાવવાની આપણને પ્રેરણા આપી રહ્યા છે. નૈતિક અને ચારિત્ર્ય યુક્ત જીવન શૈલી માટે વિગન અને નશા મુક્ત જીવન શૈલી અનિવાર્ય છે. તે સભાન પણે કોઈપણ પ્રાણીને દુઃખ ન પહોંચાડવાના પ્રયત્નો કરે છે અને તેઓને શરીર, વાણી અને મનથી પણ ઈજા પહોંચાડતા નથી. પરિણામે તે બધી પ્રાણીજન્ય પેદાશો વાપરવાનું ટાળે છે જેમ કે: • ખોરાક - ખોરાક માટે પાળેલાં મરઘાં, દરિયાઈ જીવો, માંસ, ડેરી પેદાશનો (દૂધ, દહીં, ચીઝ, માખણ, ઘી, આઈસક્રીમ વગેરે) અને બધા પ્રકારના નશીલા પદાર્થોનો ત્યાગ. • કપડાં – સિલ્ક, રુંવાવાળા ઊનના અને ચામડાનાં કપડા નો ત્યાગ. • દાગીના - મોતીનો ત્યાગ. જૈન દર્શન અને આચારની સરળ સમજ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 138