________________
આ ચોપડીઓની હારમાળા તૈયાર કરવામાં વિવિધ પાઠશાળાનાં શિક્ષકો, કેળવણીકારો અને વિદ્યાર્થીઓનાં વિચાર, સૂચનો સામેલ છે. જૈના એજ્યુકેશન કમિટીનાં સભ્યો જુદાં જુદાં કેન્દ્રોની પાઠશાળાનાં શિક્ષકો છે, જેમણે અગણિત કલાકો આપી ખૂબજ કાળજીથી અને ખંતપૂર્વક આ ચોપડીઓ તૈયાર કરેલ છે. આ પાઠશાળાનાં શિક્ષકો જૈન વિદ્વાનો નથી. તેથી કદાચ આ પુસ્તકોનાં લખાણ (જૈન સિદ્ધાંત અને આચાર) ની રજૂઆતમાં કોઈ ખામી કે ક્ષતિ જણાય તો કૃપા કરી માફ કરશો. ખાસ વિનંતિ કરીએ કે આપ આ લખાણને વાંચો, પરીક્ષણ કરો, ઉપયોગ કરો અને કોઈ સૂચન હોય તો જરૂરથી જણાવશો.
આ પુસ્તક જૈન દર્શન અને આચારની સરળ સમજ' મૂળ અંગ્રેજી પુસ્તકનું ગુજરતી છાયાનુવાદ છે. તેમાં લેખકે બે નવા પ્રકરણ ઉમેર્યા છે અને અમુક પ્રકરણોનો વિસ્તાર કરેલ છે.
અહીં પ્રસ્તુત થયેલ અનુવાદનું કાર્ય સહેલું નથી હોતું. પરંતુ આ કાર્ય કુમુદબેન પાલખીવાલા (અમદાવાદ) એ ઘણા જ ઉત્સાહથી પુરું કર્યું તે બદલ તેમનો અને તેમને સહાયક થનારા દરેક વ્યક્તિઓનો ઘણો જ આભાર માનું
છું.
જો કોઈ છપાયેલ લખાણ, તીર્થંકરનાં સિદ્ધાંતો કે માર્ગદર્શન વિરુદ્ધ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ.
મિચ્છામિ દુક્કડંમ
પ્રવીણ કે. શાહ, અધ્યક્ષ જૈના એજ્યુકેશન કમિટી ૧૦ મે ૨૦૧૬
જૈન દર્શન અને આચારની સરળ સમજ
5