Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/535540/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક PATHIK QUARTERLY JOURNAL: HISTORY, CULTURE & ARCHAEOLOGY સંપાદક ડો. ભારતીબહેન શેલત – પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ વિ.સં. ૨૦૬૧-૬૨ વર્ષ : ૪૫ અંક: ૧૦-૧૨ જૂલાઈ-ડિસેમ્બર-૨૦૦૫ ST8 કુંતાસી PATHIK KARYALAY, Clo. B.J. Institute, Ashram Road, Ahmedabad-9 For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છનું ગૃહસુશોભન . . ! = " , કે. :: છે ,* * કકજ છે અને : : : REછે આ { છે A:.' (31) ! S. * * * જુઓ : અધ્વર્યુ નયના એન.નો લેખ For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક આદ્યતંત્રી સ્વ. માનસંગજી બારડ સૂચના ટ્રસ્ટીમંડળ પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ડો. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે , ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ પછીના ૧૫ દિવસમાં અંક ન મળે. તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. વિ. સં. ૨૦૬૧-૬૨ વર્ષ : ૪૫ અંક: ૧૦-૧૧-૧૨ જુલાઈ - ડિસે. ૨૦૦૫ પથિક સર્વોપયોગી વિચારભાવના જ્ઞાનનું સામયિક છે. જીવનને અનુક્રમ ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમદાવાદ જિલ્લો ડૉ. મહેબૂબ દેસાઈ ૧ | સ્વીકારવામાં આવે છે. વેડછી આશ્રમનો રાષ્ટ્રીય પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી આંદોલનમાં ફાળો ડૉહિતેન્દ્રસિંહ વાય. ખરવાસિયા ૨૧ પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની સ્વરાજ્ય-સંગ્રામ પત્રિકા : આઝાદીના ઈતિહાસનું લેખકોએ કાળજી રાખવી. એક મહત્ત્વનું સાધન ચૌધરી દિલીપકુમાર સી. ૨૫ | અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી રાષ્ટ્રની આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાની લેખ સારા અક્ષરે શાહીથી અને સ્વ. શ્રી રતુભાઈ અદાણીનું પ્રદાન કાગળની એક જ બાજુએ લખેલી -એક ઐતિહાસિક અધ્યયન સુભાષ લક્ષ્મણ મારુ ૨૯ | હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો સમાજ-સુધારક અને સ્વાતંત્ર્ય-સેનાની – { એનો ગુજરાતી તરજૂમો આપવો લક્ષ્મીદાસ રવજી તેરસી ડૉ. જયકુમાર ૨. શુક્લ ૩૩ | જરૂરી છે. ભારતની આઝાદીની ચળવળમાં હરિજન સુધારણા પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારોપ્રવૃત્તિના પ્રેરક અને ૧૯૪૨ની ચળવળના સ્વાતંત્ર અભિપ્રાયો સાથે તંત્રી સહમત છે સેનાની શ્રી નાગરદાસ શ્રીમાળીનું પ્રદાન પ્રા.એમ. જે. પરમાર ૩૭ એમ ન સમજવું. મહાગુજરાતનું આંદોલન : એક વિહંગાવલોકન કાશ્મીરા ભોજક ૪૦ અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા કડવા પાટીદાર સુધારક જોરાવરસિંહજી ડો. હર્ષદકુમાર એમ. બ્રહ્મભટ્ટ ૪૨ | જરૂરી ટિકિટો આવી હશે તો તરત વેદમાં કવયિત્રીઓ પ્રા. ડૉ. રશ્મિકાન્ત મહેતા ૫૩ પરત કરાશે. લુણાવાડામાં ઔદિનું આગમન ડૉ. મનીષા ઉપાધ્યાય પર મ.ઓ., કાટ-પત્રો માટે લખો. કચ્છનું ગૃહસુશોભન અધ્વર્યુ નયના એન. ૬૦ | પથિક કાર્યાલય સૌરાષ્ટ્રનો ઇતિહાસ – C/o. ભો. જે. વિદ્યાભવન, ઈ.સ. ૧૮૦૭ થી ઈ.સ. ૧૯૪૮ ૨ ક ધારૈયા દ૬ | એચ. કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦/- છે. આજીવન સભ્યપદ રૂ. ૫૦૧/- છે.) પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, clo. ભો.જે. વિદ્યાભવન, એચ.કે.કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ ૯ મુદ્રણસ્થાન : ક્રિશ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ * ફોન : ૨૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૨૬૪૦ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમદાવાદ જિલ્લો ડૉ. મહેબૂબ દેસાઈ ૧. ભૂમિકા ગુજરાતનો અમદાવાદ જિલ્લો રાજયનો અગિયારમા નંબરને મોટામાં મોટો જિલ્લો છે. ૮૭૦૭ ચોરસ કિલોમિટરનો વિસ્તાર ધરાવતો આ જિલ્લો સાત તાલુકાઓનો બનેલો છે : અમદાવાદ સિટી તાલુકો, દસ્કોઈ, ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામ અને દહેગામ. જોકે અમદાવાદ જિલ્લાનું મુખ્ય શહેર અમદાવાદ એક સમયે ગુજરાત રાજયનું પાટનગર હતું. એથી પણ આગળ જઈએ તો મુઘલ શાસકો અને એ પછી આવેલા અંગ્રેજ શાસકો માટે અમદાવાદ શહેર ગુજરાતનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. પરિણામે ભારતની નાની-મોટી ઘટનાઓનો પ્રથમ પ્રતિસાદ ઝીલવામાં અમદાવાદ અગ્ર રહ્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો અમદાવાદનું સ્થાન ગાંધીજીની કર્મભૂમિ તરીકે નોંધાયેલું છે અને એટલે જ જયારે જયારે સ્વાતંત્ર્ય સંગ્રામનો ઘંટ વાગ્યો છે ત્યારે ત્યારે એ સંગ્રામને દિશા ચીંધવામાં અમદાવાદ અને તેના નેતાઓએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. એ નાતે સ્વાતંત્ર્ય યુગમાં અમદાવાદ શહેર અને જિલ્લાના તાલુકાઓની ગાથા ઇતિહાસમાં ઘાટા અક્ષરોમાં નોંધાયેલી છે. ૨. ૧૮૫૭નો યુગ ગુજરાતમાં સિપાઈઓએ સૌથી પ્રથમ વિદ્રોહ અમદાવાદમાં કર્યો હતો. અમદાવાદમાં સાતમી રેજિમેન્ટ ખુલ્લો બળવો કરે અને શહેરને હસ્તગત કરી લેવાય પછી બાપુરાવ ગાયકવાડ પોતાને ગુજરાતનો સરસેનાપતિ જાહેર કરી દે, એવી યોજના ઘડાઈ હતી. જનરલ રૉબર્ટ સુધી આ યોજનાની વાત ગમે તે રીતે પહોંચી ગઈ. પરિણામે સાતમી રેજિમેન્ટના હિન્દુ સૂબેદારનાં તમામ શસ્ત્રો આંચકી લેવામાં આવ્યાં.' જો કે આને લીધે અમદાવાદના સૈનિકોને અંગ્રેજ શાસકો પ્રત્યેનો આક્રોશ ઘટવાને બદલે વધ્યો. અમદાવાદના અનિયતકાલ અશ્વારોહીદળના સાત સૈનિકોએ અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો અને જોરથી છાવણીમાં એલાન કર્યું : “મૂઆઓ, ફિરંગીઓ આપણને હડપ કરી રહ્યા છે'. આ જાહેરાત બીજા સૈનિકોને પણ તેમની સાથે જોડવા પ્રેરણા આપી. પણ અંગ્રેજ સત્તાની તાકાત સામે થોડાક સૈનિકો ઝાઝું ન ટકી શક્યા એટલે સાતે સૈનિકો છાવણી છોડી ભાગ્યા. સરખેજ તરફ મારતે ઘોડે આગળ વધ્યા. અંગ્રેજ ફોજનાં દળોએ તેમનો પીછો કર્યો. અમદાવાદ-ધોળકા માર્ગે તાજપુર નામના ગામ પાસે અંગ્રેજ ફોજે તેમને આંતર્યા અને બંને વચ્ચે યુદ્ધ ખેલાયું. આ સમયે અંગ્રેજ ફોજના ભારતીય સૈનિકોએ આ સાતેય સા ના પાડી દીધી. પણ અંગ્રેજ કેપ્ટન ટેઇલરે તો આ સાતેયને જેર કરવાનું બીડું ઝડપ્યું હતું. એટલે સાતેય પર અંગ્રેજ સૈનિકો તૂટી પડ્યા. અત્યંત વીરતાથી સાતેય. સૈનિકોએ સામનો કર્યો. અંતે સાતમાંથી બે સૈનિકો શહીદ થયા અને પાંચને લશ્કરે પકડી લીધા. એ પાંચ પર લશ્કરી અદાલતમાં કેઈસ ચાલ્યો અને તેમને ફાંસીની સજા થઈ. ૧૪ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ પાંચે સૈનિકોને ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યા. આ ઘટનાની જાણ અન્ય અમદાવાદની છાવણીઓમાં પણ થઈ. અંગ્રેજોની ગુલામીને ત્યાગ કરી શસ્ત્રાગારનો ભંડાર રેઢો મૂકી ભારતીય સૈનિકો ચાલ્યા ગયા. કેપ્ટન ગ્રીસે એ શસ્ત્રોનો કબજો વેળાસર લઈ લીધો અને શસ્ત્રો ત્યાગીને વિદ્રોહમાં સામેલ થયેલા ભારતીય સૈનિકો પર કોર્ટમાર્શલ કરી તેમને ફાંસીની સજા ફટકારી. ફાંસીનો અમલ અમદાવાદના બદલે ઘોઘા (જિ. ભાવનગર)માં કરવાનું નક્કી થયું પણ ઘોઘામાં ધોધમાર વરસાદ હતો. છતાં હમણાં ફાંસી માટેના ગુનેગારોને લાવવામાં આવશે એમ માની ઘોઘામાં જલ્લાદ રાહ જોઈને બેસી રહ્યો. અંતે એ સ્વાતંત્ર્ય સૈનિકોને અમદાવાદમાં જ ખુલ્લા મેદાનમાં તોપના મોએ બાંધી ઉડાડી મૂકવામાં આવ્યા *રીડર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૧ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobaur Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરાના શાસક ગાયકવાડને તેમની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કારણે અંગ્રેજ સરકારે વડોદરામાં પ્રવેશવાની મનાઈ કરી હતી. પરિણામે એ અમદાવાદના શાહીબાગમાં આવેલા ગાયકવાડી મહેલમાં અંગ્રેજો વિરુદ્ધ યોજના ઘડી રહ્યા હતા. સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ ઘડાયેલી યોજના મુજબ ઉમેઠા-ભાદરવાના આગેવાનો ખેડા મહીકાંઠાના પટેલો વગેરેને સંગઠિત કરવા નિહાલચંદને મોકલવામાં આવ્યા, જયારે બાપુ ગાયકવાડ ખુદ અમદાવાદની અંગ્રેજ સૈનિકોની છાવણીમાં ફરીને ભારતીય સૈનિકોને બળવામાં સામેલ થવા ઉશ્કેરી રહ્યા હતા. જો કે અમદાવાદમાં વ્યાપી રહેલો આવો જુસ્સો બહુ ઝાઝો ન ટક્યો. સમગ્ર ભારતમાં બળવાનાં વળતાં પાણી થયાં. શસ્ત્રોનો વ્યાપક અભાવ અને સંયોજન અને સંકલનની ખામીને કારણે અમદાવાદમાં પણ અંગ્રેજ લશ્કરોએ બળવાને ક્રૂર રીતે દાબી દીધો. પણ સ્વાતંત્ર્ય માટેનો અમદાવાદના ભારતીય સૈનિકોનો ઉત્સાહ અનેરો હતો. એક અહેવાલ પ્રમાણે એકલા અમદાવાદની જેલોમાં ઓક્ટોબર ૧૮૫૭માં ૩૫ બળવાખોરો સજાની રાહ જોતા બેઠા હતા. ૧૬મી ઓક્ટોબર ૧૮૫૭ની સવારે ૮૯મી રેજિમેન્ટની હાજરીમાં ત્રણ ભારતીય બળવાખોરોને તોપના મોંએ બાંધીને ઉડાડી મૂકવામાં આવ્યા. બીજા ચાલીસને આવા જ ગુનાસર અંધારી કોટડીમાં ગોંધી રાખવામાં આવ્યા. જયારે ૧૯ ઓક્ટોબરે તો કેટલાય ભારતીય સૈનિકોને તોપના મોંએ અને ફાંસીના માચડે શહીદ કરી દેવામાં આવ્યા હતા ? ૩. ૧૮૫૭ પછી પ્રજાજાગૃતિ ૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ભલે નિષ્ફળ ગયો પણ તેના કારણે પ્રજામાં વ્યાપેલ જાગૃતિ જેમ સમગ્ર ભારતમાં ફેલાતી ગઈ તેમ અમદાવાદમાં પણ તે પ્રસરતી ગઈ. ૧૮૭ર માં અમદાવાદમાં ‘પ્રજાસમાજ' નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. ૧૮૮૨ માં ડૉ. હરિહર્ષ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે “પ્રજાહિતવર્ધક સભા સ્થાપી. ૧૮૮૪માં અમદાવાદમાં “ગુજરાત સભા'ની સ્થાપના કરવામાં આવી. તેના આગેવાનો રમણલાલ નીલકંઠ, ડૉ. બેન્જામિન, હરિલાલ દેસાઈભાઈ તથા ગોવિંદરાવ પાટિલ વકી હતા. તે સાચા ગુજરાતના રાજકીય પ્રશ્નોમાં રસ લેતી અને અરજીઓ દ્વારા લોકોના પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન દોરતી. ૧૮૭૬માં અંબાલાલ સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી સ્થાપી. તેના અન્ય આગેવાનો રણછોડલાલ છોટાલાલ, પ્રેમાભાઈ હિમાભાઈ, મણિભાઈ જશભાઈ હતા. ૧૮૮૫ના ડિસેમ્બરમાં મુંબઈ કૉંગ્રેસ મહાસભાનું પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં ભારતભરમાંથી આવેલા ૭૨ સભ્યોમાંથી ગુજરાતના ૨૮ સભ્યો હતા, જેમાં 3 અમદાવાદના અને ૧ વિરમગામના થઈને અમદાવાદ જિલ્લાના ચાર સભ્યોએ અધિવેશનમાં હાજરી આપી હતી. ૪. કોંગ્રેસ મહાસભાનું ૧૮મું અધિવેશન કૅગ્રેસની સ્થાપનાના બે દાયકામાં જ કેંગ્રેસનું ૧૮મું અધિવેશન, ૨૩, ૨૪ અને ૨૬ ડિસેમ્બર, ૧૯૦૨ના રોજ અમદાવાદમાં મળ્યું. આ અધિવેશનના સ્વાગત પ્રમુખ દી.બ.અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા અને પ્રમુખ સુરેન્દ્રનાથ બેનરજી હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિકના પિતા કનૈયાલાલ યાજ્ઞિક તથા સ્વયંસેવક તરીકે કમા.મુનશીએ આ અધિવેશનમાં ભાગ લીધો હતો. અધિવેશનમાં હિન્દની ગરીબાઈ, દુષ્કાળ, કાપડ ઉપરની જકાત, પરદેશમાં ભારતીઓ ઉપર બતાવાતો ભેદભાવ, રંગભેદની નીતિ, સરકારી નોકરી અને લશ્કરમાં હિન્દીઓનું વધુ પ્રતિનિધિત્વ વગેરે અંગેના કુલે ૨૨ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ અધિવેશનમાં હાજર રહેલા ૪૭૧ પ્રતિનિધિઓમાં અડધાથી વધુ એટલે કે ૨૮૭ પ્રતિનિધિઓ તો માત્ર અમદાવાદના જ હતા. સ્વાગત પ્રમુખશ્રી દી.બા.અંબાલાલ દેસાઈએ પોતાના સ્વાગત પ્રચવનમાં અમદાવાદના આંગણે સૌને આવકારતાં અમદાવાદની કાપડ સમસ્યાને વાચા આપી હતી. “અમદાવાદમાં રૂના કાપડની ઘણી મિલો છે, તેમને અન્યાયી એક્સાઈઝ વેરો આપવાની ફરજ પાડવામાં પથિક કનૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી છે અને અમને લાગે છે કે રાજકીય કાર્ય વિના વ્યાપાર ખેડવા એ આત્મઘાત કરવા સમાન છે. આ સ્થિતિસ્થાપક મહેસૂલ હેઠળ ખેડૂતો દુઃખમય રહ્યા છે અને સર્વ પૂછે છે ‘આપણે આટલા બધા ગરીબ શા માટે છીએ?” એથી જ ગુજરાતે કેંગ્રેસ તરફ દૃષ્ટિ કરી છે.” પ્રમુખસ્થાનેથી શ્રી સુરેન્દ્રનાથ બેનરજીએ સ્વતંત્રતાની મહત્તા વ્યક્ત કરતાં કહ્યું હતું, “સ્વાતંત્ર્યના વિજયો એક દિવસમાં પ્રાપ્ત થતા નથી. સ્વાતંત્ર્ય દેવી ઈર્ષાળુ છે. તે પુષ્કળ આરાધના કરાવે છે અને પોતાના પૂજકો પાસેથી દીર્ઘ સમય સુધી અને પરિશ્રમપૂર્વક કરેલી ભક્તિ માગે છે.” આ અધિવેશન સાથે જ બીજી ઔદ્યોગિક પરિષદ પણ અમદાવાદમાં ભરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન વડોદરાના મહારાજા સર સયાજીરાવે કર્યું હતું. આ અધિવેશને સમગ્ર ગુજરાતની પ્રજાને પોતાના અધિકારોની પ્રાપ્તિ અર્થે કાંગ્રેસમાં વિશ્વાસ મૂકવા પ્રેર્યા. આમ અમદાવાદના આ અધિવેશને પ્રજા જાગૃતિનો ઉદ્દેશ પાર પાડ્યો હતો, જેને અનુમોદન આપતી અનેક રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અમદાવાદમાં અસ્તિત્વમાં આવી. ૧૯૦૩ માં અમદાવાદમાં સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળો દ્વારા સ્વદેશી વસ્તુઓને વેગ આપવામાં આવ્યો. ૧૯૦૫ માં બંગાળમાં સ્વદેશી. ચળવળના આરંભ સાથે જ અમદાવાદમાં પણ “સ્વદેશી મિત્રમંડળની સ્થાપના થઈ હતી. જેણે 'સ્વદેશી કીર્તન સંગ્રહ' પ્રગટ કર્યો. ૧૯૦૬ માં અમદાવાદમાં રિચી રોડ પરના એક મકાનમાં સ્વદેશી ચળવળ અંગે ભરાયેલી સભામાં આશરે પચાસ વિદ્યાર્થીઓમાં બંગાળીઓ પણ હતા. તે સભામાં પ્રથમવાર ‘વંદે માતરમ્' ગીતનું ગુજરાતી રૂપાંતર ગાવામાં આવ્યું. આ સભામાં બૅરિસ્ટર જીવણલાલ દેસાઈએ સ્વદેશી ચળવળમાં બંગાળીઓના પ્રદાનની જુસ્સાભેર પ્રશંસા કરી હતી. ૧૯૦૯માં સ્વદેશી મિત્ર મંડળે અમદાવાદમાં સ્વદેશી સ્ટોર શરૂ કર્યો હતો તેનું સંચાલન કૃપાશંકર પંડિત કરતા હતા. આ ઉપરાંત ગુજરાતમાં રચનાત્મક જાગૃતિ સાથે કેળવાતી જતી સશસ્ત્ર જાગૃતિના પડઘા પણ અમદાવાદની જાગૃત પ્રજાએ ઝીલ્યા હતા. ૧૩ નવેમ્બર ૧૯૦૯ ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહારથી જતી વાઇસરોય લૉર્ડ મિન્ટોની બગી ઉપર બે બૉમ્બ નાખવામાં આવ્યા. જો કે બગીમાં બેઠેલા લૉર્ડ અને લેડી મિન્ટો બચી ગયાં. પરંતુ પાછળથી થયેલા બોમ્બ ધડાકામાં એક સફાઈ કામદારનું અવસાન થયું હતું. આ બનાવ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓની ધરપકડ કરવા સરકારે ઘણા ધમપછાડા કર્યા, પણ કોઈ જ કડી હાથ લાગી ન હતી. ૫. હોમરૂલ આંદોલન * ભારતના રાજકીય તષ્ઠા પર સ્વરાજની પ્રાપ્તિ માટે શ્રીમતી એની બેસન્ટ અને શ્રી બાળ ગંગાધર ટિળકે ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૧૮ દરમિયાન કરેલ હોમરૂલ આંદોલનના પડઘા અમદાવાદ શહેર અને જિલ્લાનાં નાનાં મોટાં ગામડાંઓ સુધી પહોંચ્યા હતા. હોમરૂલ ચળવળનાં પ્રણેતા શ્રીમતી એની બેસન્ટના અંગ્રેજી દૈનિક ‘ન્યૂ ઇન્ડિયાને બંધ કરવામાં અંગ્રેજ સરકારને મળેલ સફળતાથી ઠેર ઠેર તેનો વિરોધ થયો. અમદાવાદમાં પણ એ વિરોધ સભાસરઘસો સ્વરૂપે વ્યક્ત થયો. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારતમાં ગાંધીજીના આગમન અને ર૫ મે, ૧૯૧૫ ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપનાએ સ્વાતંત્ર્ય સંગ્રામના ‘ગાંધીયુગ'નું મંડાણ કર્યું છે જો કે ગાંધીજીએ પ્રથમ એની બેસન્ટની હોમરૂલ ચળવળમાં પોતાનો સૂર પુરાવ્યો. અમદાવાદમાં ગુજરાત સભા તરફથી ઈ.સ. ૧૯૧૦ ના ઇન્ડિયન પ્રેસ એક્ટ અને હિન્દી રાજય-બંધારણના સુધારાના ખરડાનો વિરોધ કરવા માટે ૧૮ જૂન ૧૯૧૬ ના રોજ અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં એક જાહેર સભા મળી. ગાંધીજી આ સભાના પ્રમુખસ્થાને હતા. આ સભામાં રાવબહાદુર રમણભાઈ નીલકંઠ, શ્રી જીવણલાલ વ્રજલાલ દેસાઈ અને અમદાવાદની થિયોસોફિકલ સોસાયટીની શાખાના મંત્રીશ્રી ચીમનલાલ નાથુભાઈ દોશીએ ભાષણો કર્યા. જો કે આ સભાની ચર્ચાથી ગાંધીજીને બહુ સંતોષ ન હતો. છતાં બીજે દિવસે ગાંધીજીએ વાઇસરોયને એક તાર કરી અમદાવાદના શહેરીઓએ ‘ન્યૂ ઇન્ડિયા વિરુદ્ધ મદ્રાસની સરકારે લીધેલાં પગલાંનો વિરોધ વ્યક્ત કર્યો. આમ અમદાવાદમાં હોમરૂલ આંદોલનનું પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંડાણ થયું. એ પછી ઑક્ટોબર ૧૯૧૬માં શ્રી કંચનલાલ વાસુદેવ મહેતા અને શ્રી લક્ષ્મીશંકર હરિશંકર જોપીના પ્રયાસોથી અમદાવાદમાં હોમરૂલ લીગની શાખા સ્થપાઈ. અમદાવાદના જાણીતા બેરિસ્ટર મગનભાઈ ચતુરભાઈ પટેલ આ શાખાના મંત્રી તરીકે નિમાયા. આ શાખામાં નિયમિત વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થતી, લેખો લખાતા અને પ્રજાને હોમરૂલ આંદોલન પ્રત્યે સજાગ બનાવવામાં આવતી. અમદાવાદની હોમરૂલ શાખા તરફથી શ્રી લક્ષ્મીશંકર જોષીએ ‘લોકલ વોર્ડઝ વિશે, ડૉ. હરિપ્રસાદ ભટ્ટે ‘પ્રજાનું આરોગ્ય અને હિન્દ સરકાર’ વિશે, મગનભાઈ પટેલે ‘અંગ્રેજ સરકારની વેપારી જકાતનું રહસ્ય અને ચંદુલાલ કાશીરામ દવેએ શ્રીયુત ગાંધી અને સ્વરાજય વિશે સભ્યો અને આમંત્રિતો સમક્ષ ચર્ચા અને ભાષણો કર્યાં હતાં. ૯ જુલાઈ, ૧૯૧૭ના રોજ અમદાવાદમાં રા.બ.રમણલાલ મહિપતરાય નીલકંઠના પ્રમુખસ્થાને મળેલી એક જાહેરસભામાં વકીલો, વેપારીઓ તથા વિદ્યાર્થીઓ સહિત આઠસો માણસો હાજર રહ્યા હતા. તેમાં શ્રીમતી એની બેસન્ટ અને તેમના સાથીઓની અંગ્રેજ સરકારે કરેલ ધરપકડને વખોડી કાઢતા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ગુજરાત સભાના ઉપક્રમે ૭ ઑગસ્ટ, ૧૯૧૭ના રોજ અમદાવાદ મુકામે શ્રી જીવણલાલ વ્રજલાલ દેસાઈના પ્રમુખસ્થાને મળેલ જાહેરસભામાં ૩૦૦ માણસો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને રાજકીય સભાઓમાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂકતા સરકારના ધારાનો સભાના બધા વક્તાઓએ સખત વિરોધ કર્યો હતો. અમદાવાદમાં જામી રહેલા હોમરૂલ આંદોલનને વધુ વેગીલું બનાવવાના હેતુથી મુંબઈના હોમરૂલ લીગના ગુજરાતી નેતાઓ શ્રી જમનાદાસ દ્વારકાદાસ, રતનસી ધરમશી, વકીલ ચંદ્રશંકર પંડ્યા, શંકરલાલ ઘેલાભાઈ બેન્કર, મનસુખરામ આત્મારામ માસ્તર, વગેરેએ ૨૨ જુલાઈ, ૧૯૧૭ના રોજ અમદાવાદની મુલાકાત લીધી હતી. એ જ દિવસે રાત્રે મળેલી જાહેરસભા ૧૫૦૦ માણસોથી ભરાયેલી હતી. વક્તાઓએ હોમરૂલ આંદોલનને માટે પ્રેરક પ્રવચનો કર્યાં હતાં. હોમરૂલ આંદોલન અમદાવાદની પ્રજાના માનસ પર એવું તો ઘર કરતું જતું હતું કે રિચી રોડ પર આવેલા ‘સ્વદેશી મિત્રમંડળ' દ્વારા ચાલતા સ્વદેશી સ્ટોર પર લાલ, લીલા રંગનો હોમરૂલ આંદોલનનો ધ્વજ સતત લહેરાતો રહેતો હતો. અમદાવાદની હોમરૂલ લીગની શાખા એની બેસન્ટની ઓલ ઇન્ડિયા હોમરૂલ લીગ સાથે સંલગ્ન હતી. પરિણામે હોમરૂલ લીગના મોટા ભાગના કાર્યક્રમોનો અમલ અમદાવાદમાં થતો હતો. સભા, સરઘસ, ચર્ચાથી માંડીને ‘લિસેન્ટ દિન'ની ઉજવણી સુધીના કાર્યક્રમો નિયમિતપણે અમદાવાદમાં યોજાતા રહ્યા હતા. અમદાવાદમાં પ્રસરતા જતા હોમરૂલ આંદોલનથી પ્રભાવિત થઈ ૧૨ માર્ચ, ૧૯૧૮ ના રોજ રાત્રે નવ વાગ્યે શ્રીમતી એની બેસન્ટે અમદાવાદની મુલાકાત લીધી. રેલ્વે સ્ટેશન પર ગાંધીજી, અંબાલાલ સારાભાઈ વગેરેએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. બીજે દિવસે અમદાવાદની હોમરૂલ શાખા તરફથી શહેરમાં તેમનું વિશાળ સરઘસ નીકળ્યું. ૧૩ માર્ચ, ૧૯૧૮ ના રોજ ભગુભાઈના વંડામાં સવારે ૧૨ વાગ્યે ગાંધીજીના પ્રમુખપદે વિશાળ જાહેરસભા મળી. એની બેસન્ટે રાષ્ટ્રીય કેળવણી વિષયક પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું : “માતૃભાષા એ જ પ્રજાનું જીવન છે. જે ભાષામાં આપણે સ્ત્રી અને બાળકો સાથે વાતચીત કરી શકીએ તે જ આપણી સ્વાભાવિક ભાષા છે.” સભાના પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ કહ્યું હતું : “આખા હિન્દુસ્તાનમાં હોમરૂલનો ધ્વનિ ચોમેર ફેલાયો છે અને નાનાં-મોટાં ગામોમાં પણ તે ધ્વનિએ પ્રવેશ કર્યો છે. એ બધો પ્રતાપ તે બાઈનો છે... તેમણે હાલના વાતાવરણમાં જે આંદોલન ચલાવ્યું છે તેથી અનેક લાભ થયા છે. તેમનાં કાર્ય, રચના અને વક્તૃત્વનો લાભ હિન્દે લીધો છે. પથિક * ત્રૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૪ For Private and Personal Use Only و ۱۶۶ Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ જ દિવસે સાંજે પાંચ વાગ્યે એની બેસન્ટે ‘હાલની રાજકીય પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય-વિષય પર જાહેરસભામાં ભાષણ કર્યું હતું. પછી તો અમદાવાદ શહેરમાંથી હોમરૂલ આંદોલન જિલ્લાનાં ગામડાંઓ ભુવાલડી, અડાલજ, અસલાલી, કાળી, રાણીપ, બારેજા , દસક્રોઈ અને નરોડા સુધી પહોંચ્યું. હોમરૂલ લીગના આગેવાનોનાં ભાષણોને સાંભળવા ગામડાંની પ્રજા ઊમટતી, અમદાવાદ શહેરના વિસ્તારો ખાડિયા, પાનકોરનાકા, રિચી રોડ વગેરેમાં પણ ભાષણોનો દોર ચાલતો અને જ્યાં ભાષણો થયાં ત્યાં હોમરૂલ લીગના સભ્ય થવા ગામડાં અને શહેરની પ્રજાએ પડાપડી કરી. આમ, અમદાવાદ શહેર અને જિલ્લામાં હોમરૂલ લીગનું આંદોલન સક્રિય રીતે ચાલ્યું હતું. ૫. મિલમજૂરોની હડતાલ ગાંધીજીના સત્યાગ્રહનો સફળ પ્રયોગ એટલે અમદાવાદના મિલમજૂરોની પચીસ દિવસ ચાલેલી હડતાલ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૧૮ ના રોજ આરંભાયેલી. આ હડતાલના મૂળમાં પ્રથમ વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી વધતાં મિલ મજૂરોએ પગારમાં ૩૫ ટકા ભાવ-વધારાની કરેલી માગણી હતી. મિલ માલિકોએ મજૂરોની માગણી નહિ સ્વીકારતાં ગાંધીજીએ તેમને પંચ નીમવા વીનવ્યા. પણ માલિકોએ તેનો અસ્વીકાર કર્યો. આથી ગાંધીજીએ મજૂરોને હડતાલ પાડવાની સલાહ આપી, હડતાલિયા મજૂરોની સભા રોજ હાલના ગાંધીપુલ પાસે અમર બાવળિયા' નામથી ઓળખાતા ઝાડ નીચે ભરાતી. પચીસ દિવસની હડતાલમાં ગાંધીજીએ આપેલાં લગભગ તેર પ્રવચનો અને હડતાલની આચારસંહિતા વ્યક્ત કરતી સત્તર પત્રિકાઓ બહાર પાડી હતી, જેમાં ગાંધીજી મજૂરોને તેમણે લેવડાવેલ પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવી, શાંતિ જાળવવાની તથા સ્વમાન સાચવવાની આવશ્યકતા સમજાવતા. ૧૮ માર્ચ ૧૯૧૮ સુધી ચાલેલ આ હડતાલ દરમિયાન મજૂર ડગવા લાગ્યા. ૧૪ માર્ચ ૧૯૧૮ ના રોજ શ્રી છગનલાલ ગાંધી જુગલદાસની ચાલીમાં રહેલા મજૂરોને સવારની સભામાં આવવા કહેવા લાગ્યા ત્યારે કેટલાક મજૂરોએ તેમને મહેણું મારતાં કહ્યું : ગાંધીજી અને અનસૂયાબહેનને શું? તેઓને મોટરમાં આવવાનું અને મોટરમાં જવાનું. ખાસું ખાવાપીવાનું, પણ અમારો તો જીવ જાય છે. સભામાં આવ્યું કાંઈ ભૂખમરો ટળતો નથી.” આ ટીકાની જાણ ગાંધીજીને થઈ. તેમણે ૧૫ માર્ચની મિલમજૂરોની સભામાં ભાષણ કરતાં જાહેર કર્યું : જયાં સુધી મજૂરોને ૩પ ટકા વધારો મળશે નહિ ત્યાં સુધી હું ખોરાક લઈશ નહિ, અને મોટરમાં બેસીશ નહિ.” ૧૫ માર્ચ, ૧૯૧૮ થી શરૂ થયેલા ગાંધીજીના ઉપવાસને કારણે મિલમાલિકો સમાધાનના રસ્તા શોધવા લાગ્યા. છેવટે શ્રી આનંદશંકર ધ્રુવ પંચ તરીકે નિમાયા અને ૧૮ માર્ચ, ૧૯૧૮ ના રોજ સવારે સમાધાન થયું. આમ ગાંધીજીના ત્રણ ઉપવાસ પછી પચીસ દિવસની મિલમજૂરોની હડતાલનો અંત આવ્યો. પંચના ચુકાદા મુજબ મજૂરોને ૩૫ ટકાનો પગાર વધારો મળ્યો.હડતાલ દરમિયાન અમદાવાદ શહેરમાં સંપૂર્ણ શાંતિ જળવાઈ રહી હતી. આ ધર્મયુદ્ધ'માંથી મજૂરો અને માલિકોને પંચ દ્વારા ઝઘડાઓનો નિકાલ કરવાનો નવો માર્ગ મળ્યો. સને ૧૯૨૦ માં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના થઈ. ૭. રૉલેટ ઍક્ટ અને અસહકાર આંદોલન પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં હિન્દ સંરક્ષણ ધારાની મુદત પૂરી થતી હોવાથી ભારતની સ્વાતંત્ર્ય ચળવળને દબાવી દેવા માટે સરકારે રૉલેટ ઍક્ટ પસાર કર્યો. ૬ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ ગાંધીજીએ એ “કાળા કાયદાનો વિરોધ કરવા પ્રજાને અપીલ કરી. સમગ્ર ભારતમાં ગાંધીજીની અપીલનો અમલ થયો. અમદાવાદમાં ૬ એપ્રિલના રોજ સંપૂર્ણ હડતાલ પડી અને વિશાળ સરઘસ નીકળ્યું. પહેલી વાર ત્રણ લાખની વસ્તીવાળા શહેરમાં પચીસ હજારની મેદનીનું શિસ્તબદ્ધ, શાંતિમય સરઘસ નીકળ્યું. નદીની રેતમાં સભા થઈ. તેને વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને કાળીદાસ જરાકરણ ઝવેરીએ સંબોધી. ૯મીએ નદીની રેતમાં બીજી સભા થઈ. તેમાં સ્વદેશી પથિક જત્રમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૫ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીજોના વપરાશની અપીલો થઈ. તે વખતે એમ જાહેર થયું કે ગાંધીજી તોફાનની જાતમાહિતી મેળવવા દિલ્હી જવા ઊપડ્યા છે. તા. ૧૦ મીએ ગાંધીજીના મંત્રી મહાદેવભાઈ દેસાઈનો તાર આવ્યો. ‘ગાંધીજીની ધરપકડ થઈ છે.” તારનો અનુવાદ કરી પત્રિકાઓ વહેંચાય તે પહેલાં તો શહેરમાં વીજળીવેગે સમાચાર ફેલાઈ ગયા. મજૂરો મિલોમાંથી બહાર આવ્યા. દુકાનો ટપોટપ બંધ થવા માંડી. ટોળાં રસ્તા પર ભેગાં થઈ વાહનોમાંથી લોકોને ઉતારી મૂકતા હતાં. બે યુરોપિયન સમ્સ અને સ્ટેપે ગાડીમાંથી ઊતરવાની ના પાડી અને ગાંધીજી માટે અણછાજતા શબ્દો ‘ડેમ ગાંધી’ ઉચ્ચાર્યા એટલે લોકો ઉશ્કેરાયા, બંનેને પથ્થરો મારી ભગાડી મૂક્યા. તેમાંથી એક છમકલું થયું અને પોલીસે ગોળીબાર કર્યો. એક હિન્દી પોલીસને અથડામણમાં ઈજા થઈ અને પાછળથી તેનું અવસાન થયું. રિચી રોડ (ગાંધી માર્ગ પર, પાનકોરનાકા અને બાલા હનુમાન પાસે બેથી ત્રણ હજારનું ટોળું એકઠું થયું અને સશસ્ત્ર પોલીસ પર પથ્થર ફેંકાયા. વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરે નેતાઓ શાંતિ જાળવવા શહેરમાં ફરી વળ્યા અને તોફાન અટક્યું. લોકો શાંતિથી વિખેરાઈ ગયા. સાંજે નદીની રેતમાં સભા થઈ. વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને કસ્તૂરભાઈએ સભામાં સંબોધન કર્યું. પ્રજાને શાંતિ જાળવવાનો અને બીજે દિવસે કામે ચડી જવાનો શહેરીજનોને અનુરોધ કર્યો. પણ છતાં બીજે દિવસે દાવાનળ સળગ્યો. ટોળાં વીફર્યા, ગ્યાસતેલથી સરકારી ઓફિસો, કચેરીઓ સળગાવી. આજના લાલ દરવાજા પાસેના મેદાનમાં પહેલી જ વાર મેટ્રિકની પરીક્ષા માટે મંડપ બંધાયો હતો તેને આગ ચાંપવામાં આવી. સરકારની ૫૧ કચેરીઓ તોડી, દરવાજાઓની ભાંગફોડ કરી ટેલિફોન વાયરો કાપી નાખ્યા, વીજળીના ગોળાના ભુક્કા બોલાવ્યા. સ્વામિનારાયણ અને ગોસાઈજી મહારાજના મંદિરો પર દરોડો પાડી બંદૂકો અને અન્ય શસ્ત્રો લૂંટ્યાં. બાલા હનુમાન પાસે એક બ્રિટિશ સાર્જન્ટ કેઝરને ગોળીએ દીધો. કલેકટરના અંગત મદદનીશ રાવબહાદુર બુલાખીદાસ અને નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ખાનબહાદુર હુસેનમિયાનાં મકાનો લૂંટી લીધાં અને બુલાખીદાસે તો સ્ત્રીઓનાં કપડાં પહેરી નાસવું પડ્યું. શહેરની તમામ પોલીસ ચોકીઓના ભુક્કા બોલાવાયા. દારૂની દુકાનો લૂંટી લેવાઈ. લૂંટારાઓએ પિવાય તેટલો પીધો અને બીજો રસ્તા પર ઢોળી દીધો. હિન્દી સિપાઈઓને યુનિફોર્મ ઉતારવાની ફરજ પાડવામાં આવી. અમદાવાદના કલેકટરે તોફાનમાં થયેલા નુકસાન બદલ લોકોનો રૂ. ૮,૮૬, ૬૦ની રકમનો સામૂહિક દંડ કર્યો. આમ આખું અમદાવાદ શહેર અરાજકતામય બની ગયું. સરકારે લશ્કરી કાયદો જાહેર કર્યો. આખું શહેર લશ્કરને હવાલે કરવામાં આવ્યું. ગાંધીજીને જાણ થતાં તેઓ ૧૩ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ અમદાવાદ આવી પહોંચ્યા. કમિશ્નર, કલેકટર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને મળ્યા અને હુલ્લડ અંગે દિલગીરી વ્યક્ત કરી. એ દિલગીરીના ભાગરૂપે બોતેર કલાકના ઉપવાસ આરંભ્યા. આખા શહેરમાં માર્શલ લો હતો એટલે શહેરમાં સભા થઈ શકે તેમ ન હતી. એ વખતે સાબરમતી આશ્રમ અમદાવાદ નગરપાલિકાની હદ બહાર હતો. એટલે સાંજના ચાર વાગ્યે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં જાહેરસભા ભરી જેમાં વલ્લભભાઈ પટેલે ગાંધીજીનું ભાષણ વાંચી સંભળાવ્યું. વીસ હજાર જેટલા માણસોની આ જાહેરસભામાં ગાંધીજીએ લોકોને સખત ઠપકો આપ્યો અને પ્રજાને કામે ચડી જવા અપીલ કરી. આમ છતાં અમદાવાદ શહેર અને જિલ્લામાં સ્વદેશી ચળવળ, રાષ્ટ્રીય કેળવણી અને સંગઠન અંગેની જેહાદ ચાલુ રહી હતી. ૧૯૧૯ ના નવેમ્બરમાં સુરત મુકામે મળેલ ગુજરાત રાજકીય પરિષદના ત્રીજા અધિવેશનમાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકને ખેડૂત મંડળોના સંગઠનની કામગીરી સોંપાઈ હતી. સરદાર પટેલે પણ ખેડૂત મંડળો સ્થાપવાના સૂચનનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. પરિણામે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ખેડૂતોનું મંડળ રચવા ૬ ફેબ્રુઆરી, ૧૯૨૦ ના રોજ દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે નિયમિત વાહનોની સગવડ ન હોવાને કારણે વલ્લભભાઈ પટેલ ખાસ મોટરમાં જેતલપુર આવ્યા. આશરે ત્રીસેક ગામના એક હજાર ખેડૂતો જેતલપુરની આ સભામાં હાજર રહ્યા હતા. વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે મળેલ આ સભામાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ, શ્રી હરિપ્રસાદ મહેતા, શ્રી મોહનલાલ પંડ્યા વગેરે નેતાઓ હાજર રહ્યા હતા. પથિક કે નૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ % ૬ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેતલપુર, બારેજા, અસલાલી ગામના ખેડૂતોએ નહેર ખાતાના જુલમની, પાણી-વહેચણીમાં થતા અન્યાયની, તળાવની હિમાયતના ભારે દરની ભારે આક્રોશ સાથે રજૂઆત કરી હતી. આ સભામાં વાર્ષિક એક રૂપિયાના લવાજમથી કાયમી ખેડૂતસભા સ્થાપવાનું ઠરાવવામાં આવ્યું. ગામમાં પુસ્તકાલય, અને દવાખાનોનો પણ પ્રજાકલ્યાણ અને જાગૃતિ માટે ઉપયોગ કરવાનું આગેવાનોએ સૂચવ્યું. અમદાવાદ જિલ્લાના ખેડૂતોમાં આવી રહેલ જાગૃતિ આ સભામાં જોવા મળી. ૨૭, ૨૮, ૨૯ ઑગસ્ટ, ૧૯૨૦ના રોજ અમદાવાદમાં શ્રી અબ્બાસ તૈયબજીના પ્રમુખપદ નીચે ચોથી ગુજરાત રાજકીય પરિષદ મળી. પરિષદની સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પટેલ હતા. ર૭મીના રોજ ભગુભાઈના વંડાના વિશાળ ચોગાનમાં બાંધવામાં આવેલ મંડપ જિલ્લાના સેંકડો કાર્યકરો અને અમદાવાદના હજારો શ્રોતાઓથી ભરાઈ ગયો હતો. પરિષદના મંચ પર ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી અને અન્ય અગ્રગણ્ય નેતાઓ બિરાજમાન હતા. પરિષદમાં ગાંધીજીએ અસહકારનો ઠરાવ રજૂ કર્યો. તેના બે મુદ્દાઓ ખાસ નોંધપાત્ર હતા : (૧) પંજાબ અને ખિલાફતનો અન્યાય દૂર કરવા અસહકાર આંદોલન જરૂરી છે. સ્વરાજયના મૂળભૂત અધિકારનો તેમાં નિષેધ ન હતો. (૨) અઠવાડિયા પછી જ કોંગ્રેસ મહાસભાની બેઠક કલકત્તામાં મળવાની હતી. છતાં આ ઠરાવ કેંગ્રેસને ભલામણ રૂપ ન હતો, પણ છેવટના નિર્ણયરૂપ હતો. કાંગ્રેસની બેઠકમાં ગમે તે નિર્ણય લેવાય, પણ ગુજરાતની આ પરિષદે તો ગાંધીજીની આગેવાની નીચે અસહકારની લડત આપવાનું પ્રજાને વચન આપ્યું જ હતું. અસહકારના ઉદયકાળથી જ ગાંધીજી વિદેશી માલ અને તંત્રના બહિષ્કાર સાથે રચનાત્મક કાર્યનો પણ આગ્રહ રાખતા હતા. તેથી સરકારી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર સફળ બનાવવા રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવાનો ઠરાવ પણ ગાંધીજીએ સૂચવ્યો હતો. આ ઠરાવની વિસ્તૃત ચર્ચા પછી સર્વાનુમત્તે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવાનો પરિષદે ઠરાવ કર્યો. તેના સંચાલનની બધી વ્યવસ્થા કરવા એક સમિતિની રચના કરવામાં આવી. તેના મંત્રી તરીકે શ્રી કિશોરલાલ મશરૂવાલા અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકને નીમવામાં આવ્યા, - આ પરિષદમાં શ્રી વામનરાવ મુકાદમ અને શ્રી દયાળજી દેસાઈએ ભાષણો કર્યા હતાં. આ પરિષદની અન્ય એક વિશિષ્ટતા એ પણ હતી કે પ્રથમવાર ગુજરાતના મુસ્લિમોએ મોટી સંખ્યામાં પરિષદમાં હાજરી આપી હતી. સુરતના સૈયદ એન્ડ્રુસ, ભરૂચના અસદઅલી અને નડિયાદના ઇસ્માઈલ ગાંધીએ પરિષદમાં પ્રથમવાર ભાગ લીધો હતો. આ પરિષદ અસહકારનો નિર્ણાયક ઠરાવ કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ હતી. ગાંધીજીએ એ માટે પરિષદના પ્રતિનિધિઓને ધન્યવાદ આપ્યા હતા. ખરેખર અસહકાર આંદોલનનો ઠરાવ પસાર કરી સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં આ પરિષદે પ્રથમ પહેલ કરી હતી. એ નાતે આ પરિષદનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે કલકત્તામાં મળનાર કેંગ્રેસ મહાસભાની બેઠકમાં ગુજરાત રાજકીય પરિષદનો અસહકારનો ઠરાવ મહત્ત્વનો અને સિમાચિહ્ન રૂપ બની રહ્યો હતો. આ પરિષદના બે માસ પછી જ ૧૮ ઓક્ટોબર ૧૯૨૦ ના રોજ અમદાવાદમાં રાષ્ટ્રીય કેળવણીના વિચારને સાકાર કરતી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. ૧૯૨૦ની ૮ સપ્ટેમ્બરના રોજ મળેલી કલકત્તામાં કોંગ્રેસની બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પરિણામે અમદાવાદની મોડેલ હાઈસ્કૂલ, પ્રાયમરી હાઈસ્કૂલ, અને સિટી હાઈસ્કૂલે અંગ્રેજ સરકાર સાથેનો સંબંધ તોડી નાખ્યો. ગુજરાત કોલેજના ૩૫ વિદ્યાર્થીઓએ કોલેજનો ત્યાગ કર્યો. અમદાવાદમાં વલ્લભભાઈ પટેલ, કૃષ્ણલાલ દેસાઈ, ગ.વા.માવળંકર કાળીદાસ ઝવેરી વગેરે અગ્રગણ્ય વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. ગાંધીજીએ “કૈસરે હિન્દ'નો સુવર્ણપદક વાઇસરૉયને પરત કર્યો. પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪૭ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobaur Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ નગરપાલિકાના બે શિક્ષક શ્રી શંકરભાઈ નારણભાઈ પટેલ અને શ્રી ભોગીલાલ કેશવલાલ શાહે તો બોર્ડને અરજી કરીને જણાવી દીધું કે, “રાષ્ટ્રીય મહાસભાએ અસહકારનો આદેશ આપ્યો છે એ સ્વીકારવા મ્યુનિસિપાલિટી તૈયાર હોય તો જ અમે મ્યુનિસિપાલિટીમાં નોકરીમાં ચાલુ રહેવા ખુશ છીએ. જો મ્યુનિસિપાલિટી એ મુજબ કરવા ન માંગતી હોય તો અમારા રાજીનામાં સ્વીકારો.”11 અસહકારની લડત દરમિયાન અમદાવાદમાં દારૂનિષેધ તથા સ્વદેશી કાપડના બહિષ્કારની ચળવળ સક્રિય રીતે ચાલી હતી. ૧૯૨૧ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે શુદ્ધ સ્વદેશી ખાદીના પોષાકમાં આશરે ત્રીસ હજારની મેદનીવાળું સરઘસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું. સરઘસની વચ્ચે વિદેશી કાપડની ભરેલી ગાડીઓ અને મોટરોની પાલનપુર દરવાજે વિદેશી કાપડની ગાંસડીઓ ખાલી કરી સેંકડો રેશમી સાડીઓ, કસબી સાડીઓ, હેટ્સ, ટોપીઓ, કોલર્સ, કોટ, પેન્ટ, ટાઈ, ધોતિયાં, ખમીસ, જેકેટ વગેરેનો ઢગ ખડકાયો. ત્યાં સભા થઈ. જેમાં વલ્લભભાઈ પટેલ ભાષણ કર્યું. પછી તેમના હસ્તે જ વિદેશી કાપડના એ ઢગમાં અગ્નિ મુકાયો. ગાંધીજીએ પણ આ રીતે પO થી ૬૦ હજારની મેદની સમક્ષ વિદેશી કાપડની હોળી કરી હતી. અમદાવાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અસહકાર આંદોલનના પડઘા પડ્યા હતા. વિરમગામમાં લોકોનાં ટોળાંઓએ સરકારી મકાનોને આગ લગાડી. પોલીસ ગોળીબાર કર્યો. પોલીસના ગોળીબારમાં છ માણસો માર્યા જવાથી ગોળીબારનો હુકમ આપનાર હિન્દી અધિકારીને પણ લોકોએ સળગાવી દીધો. વીરમગામમાં પ૦ માણસો પર પોલીસ કેસ થયા. જયારે ર૭ જણને સજા કરવામાં આવી. આમ અસહકારની જવાળા સમગ્ર અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રસરી ગઈ. ૯. કોંગ્રેસ મહાસભાનું ૩૬મું અધિવેશન કોંગ્રેસ મહાસભાનું છત્રીસમું અધિવેશન, ૨૭, ૨૮ ડિસેમ્બર ૧૯૨૧ ના રોજ અમદાવાદમાં મળ્યું, જેણે અમદાવાદ શહેર અને જિલ્લા સાથે સમગ્ર ગુજરાતને અસહકારમય બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. અધિવેશનના આયોજનમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની પ્રજાનો ઉત્સાહ માતો ન હતો. ગાંધીજી અને સરદાર પટેલના સીધા માર્ગદર્શન તળે ગુજરાતનાં નાના-મોટા અનેક કાર્યકરો અમદાવાદમાં મહાસભાની તૈયારીમાં લાગી ગયા હતા. હજાર હજાર, પાંચસો સો સો રૂપિયાની સ્વાગત સભ્ય ટિકિટો લોકોએ હોંશથી ખરીદી હતી. અધિવેશનની ખાસ વિશિષ્ટતા એ હતી કે સૌ પ્રથમવાર ભારતીય બેઠકવ્યવસ્થા રાખવામાં આવી હતી. મંડપ ખાદીનો બાંધવામાં આવ્યો હતો, જયારે મંડપની અંદરનું સુશોભન પણ શુદ્ધ ભારતીય જ રાખવામાં આવ્યું હતું. અધિવેશનના સ્વાગત પ્રમુખશ્રી વલ્લભભાઈ પટેલ હતા, જ્યારે પ્રમુખ શ્રી હકીમ અજમલખાન હતા. ભારતના તમામ પ્રદેશોમાંથી એટલે કે ૧૯ વિભાગોમાંથી બધા મળીને ૪૭૨૮ પ્રતિનિધિઓ અધિવેશનમાં આવ્યા હતા. આ અધિવેશનમાં ગાંધીજીએ અસહકારનો ઐતિહાસિક ઠરાવ રજૂ કર્યો હતો. ગાંધીજીના આ ઠરાવને શ્રી વિઠ્ઠલભાઈ પટેલ તથા શારદાપીઠના શ્રી શંકરાચાર્યે ટેકો આપ્યો હતો. અધિવેશન સાથે જ ખાદી અને ગ્રામોદ્યોગ તથા સ્વદેશી કારીગરીનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રજામાં સ્વદેશીની ભાવના જાગૃત થાય, દેશના ઉદ્યોગો વધે એ હેતુ ધ્યાનમાં રાખીને દેશમાં બનતી જાતજાતની વસ્તુઓ અને કારીગરીનું આ પ્રદર્શન અમદાવાદની પ્રજામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હજારોની સંખ્યામાં લોકો તે જોવા આવ્યા હતા. આ અધિવેશનમાં થયેલા સંપર્ણ દાણનિષેધ અને અસહકાર અધિવેશનના ગુજરાતના આ એતિહાસિક ઠરાવને કારણે અમદાવાદનું આ અધિવેશન ભારતના સ્વાતંત્રય ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. ૧૦. ગાંધીજી પર ચાલેલ ઐતિહાસિક મુકદમો ઉત્તર પ્રદેશના ગોરખપુર નજીક આવેલા ચરાચૌરીમાં લોકો દ્વારા હિંસા થઈ. પરિણામે ગાંધીજીએ પથિક વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૮ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી. અંગ્રેજ સરકારે એ તકનો લાભ લઈ ૧૦ માર્ચ ૧૯૨૨ ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી ગાંધીજી અને શ્રી શંકરલાલ બેન્કરની ધરપકડ કરી અને સમગ્ર ભારતનું ધ્યાન અમદાવાદ પર કેન્દ્રિત થયું. મોટાભાગના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ દોડી આવ્યા : સરોજિની નાયડુ, જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર બાબુ, સરદાર પટેલ, વગેરે. યંગ ઇન્ડિયા'માં ગાંધીજીએ લખેલા ત્રણ લેખોને રાજદ્રોહી ગણી અંગ્રેજ સરકારે તેના લેખક ગાંધીજી અને તેના પ્રકાશક શ્રી શંકરલાલ બેન્કર ઉપર રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો. ગાંધીજીની ધરપકડ અને તેમના પર ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૫-એ અન્વયે કેઈસ ચલાવવાની જાહેરાતે સમગ્ર દેશનું ધ્યાન અમદાવાદ પર કેન્દ્રિય કર્યું. દૂર દૂરથી લોકો કેઈસ નિહાળવા અમદાવાદમાં ઠલવાવા લાગ્યા, ‘અમદાવાદના કહેરામાં ઊભા રહેનાર એક મહાત્મા અને શિક્ષકના સ્વરૂપે વિદ્યા પર ગહન પ્રભાવ પાડનાર મહાન વ્યક્તિત્વ, તેમના પર લગાડવવામાં આવેલ આરોપ, ચાલનાર મુકદમા અંગેના મહત્ત્વના મુદ્દાઓ દેશની તત્કાલીન રાજકીય પરિસ્થિતિ અને આ મુકદમાને કારણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર પડનાર પ્રત્યાઘાતો, આ તમામ બાબતોએ આ મુકદમાને મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બનાવી દીધો હતો. અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલા સરકીટ હાઉસના હોલમાં ૧૮ માર્ચ, ૧૯૨૨ ના રોજ ન્યાયાધીશ બુમફિલ્ડની સમક્ષ ગાંધીજીનો કેઈસ ચાલ્યો. હોલ રાષ્ટ્રીય નેતાઓ અને પ્રજાથી ચિક્કાર ભરાયેલો હતો. અદાલતના ખંડમાં ગાંધીજીના આગમન સમયનું ચિત્ર રજૂ કરતાં સરોજિની નાયડુ લખે છે : કાનૂનની નજરમાં એક અભિયુક્ત અને અપરાધી એવા ગાંધીજી અદાલતના ખંડમાં પ્રવેશ્યા કે તરત અદાલત સ્વયં તેમને માન આપવા ઊભી થઈ ગઈ. વક્ષકાયા પર ખાદીના અલ્પ બરછટ વસ્ત્રો ધારણ કરેલા અત્યંત શાંત ચહેરા સાથે અદ્ભુત વ્યક્તિત્વ ધરાવનાર ગાંધીજી પોતાના નિષ્ઠાવાન શિષ્ય શંકરલાલ બેન્કર સાથે અદાલતના કોરા પાસે આવ્યા. કઠેરા પાસેની ખુરશી પાસે થોડા અટક્યા. મારી સામે જોઈ સ્મિત કરતાં બોલ્યા, તો તું અહીયાં એટલા માટે બેઠી છે કે હું આઘાત પામી ઢળી પડે તો મને સહારો આપી શકે’ અને તેમના હોઠો પાછા હસી પડ્યા. તેમના એ હાસ્યમાં સમગ્ર બાળકોની પ્રફુલ્લિતતા ડોકિયાં કરતી હતી. પછી અદાલત ખંડમાં તેમણે એક નજર નાખી. સમગ્ર ભારતમાંથી આવેલા પોતાના પરિચિતોના ચહેરાઓ જોઈ. તેઓ બોલી ઊઠ્યા : “મને તો આ અદાલત નહીં પણ પરિવારજનોનો મેળો લાગે છે. પછી ન્યાયધીશ સામે એક નજર કરતાં ગાંધીજી ગુનેગારના કઠેરામાં પ્રવેશ્યા ત્યારે ન્યાયાધીશ બ્રમફિલ્ડની માનભરી નજરોએ તેમને આવકાર્યા અને અદાલતી કાર્યવાહીનો આરંભ થયો. સરકારી વકીલ અને ન્યાયધીશને એમ કે કેસ લાંબો ચાલશે, પણ ગાંધીજીએ ગુનો કબૂલ કરી લીધો. એટલે ન્યાયાધીશનું કામ સરળ બની ગયું. તેમણે ગાંધીજીને ખુલ્લી કોર્ટમાં કંઈ કહેવું હોય તો કહેવાની છૂટ આપી એટલે ગાંધીજીએ કોર્ટ સમક્ષ પોતાનો એકરાર વાંચી સંભળાવ્યો. એ વખતે અદાલતમાં અપૂર્વ દેશ્ય સર્જાયું. ગાંધીજી જેમ જેમ એકરાર વાંચતા ગયા તેમ તેમ શ્રોતાઓનાં હૃદય વલોવાતાં ગયાં. લોખંડી મનોબળ ધરાવતા વલ્લભભાઈ પટેલની આંખો પણ ઊભરાઈ આવી. ગાંધીજીએ પોતાના હૃદયદ્રાવક એકરારમાં કહ્યું : “અંગ્રેજોનાં આ દેશમાં પગલાં થયાં તે પહેલાં હિન્દુસ્તાન પોતાનાં લાખો ઝૂંપડાંમાં કાંતતું અને વણતું હતું. ખેતીમાંથી એમને થોડીઘણી આજીવિકા મળતી. તેમાં અધૂરું રહેતું તે રેટિયો કાંતીને ખેડૂતો પૂરું કરી દેતા. હિન્દની જીવાદોરીસમો આ ઉદ્યોગ અંગ્રેજોએ ઘાતકી રીતે ભાંગી નાંખ્યો.. હિન્દુસ્તાનની અધપેટે રહેતી ગરીબ પ્રજા ધીમે ધીમે મોતના મોંમાં હોમાતી જાય છે. શહેરના પૈસાદારો જે નજીવા મોજશોખ અને વૈભવ ભોગવે છે તે હિન્દને ચૂસનાર પરદેશી મૂડીદારોનાં તેઓ ઘર ભરે છે. તેના બદલામાં એ ટુકડા મળે છે, એનું એને ભાન નથી... કાયદાને જોરે હિન્દમાં રાજ કરતી આ સરકાર ગરીબ પ્રજાને ચૂસવા માટે જ ચાલી રહી છે, એની પણ તેઓને ગમ નથી.. પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૯ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દુનિયાને માટે ઈશ્વર જેવો કોઈ માલિક હોય તો અંગ્રેજોએ તેમજ હિન્દુસ્તાનનાં બધાં શહેરોમાં વસનારાઓએ માનવજાતિના ઇતિહાસમાં જેનો જોટો ન જડે એવા ગુનાને માટે જવાબ દેવો પડશે એમાં મને છાંટભાર શક નથી.' આખો કોર્ટ હોલ ખીચોખીચ ભરેલો હતો. સૌ એકધ્યાને ગાંધીજીની વાણી સાંભળી રહ્યા હતા. એ સમયની સ્થિતિનો આંખેદેખ્યો ચિતાર આપતાં શ્રી એન. કે. પ્રભુ લખે છે : ગાંધીજી એકરારનામું વાંચતા હતા ત્યારે અને એ પછી કોર્ટહોલમાં જે માહોલ હતો તેને શબ્દોમાં વ્યક્ત કરવો અસંભવ છે. ત્યાં બેઠેલ દરેક વ્યક્તિ ગાંધીજીના એકે એક શબ્દને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ન્યાયાધીશ, એડવોકેટ જનરલ, લશ્કરી અધિકારી, અને રાજકીય નેતાઓ સૌ કોઈ એ ઐતિહાસિક એકરારનામાને કાન માંડીને સાંભળી રહ્યા હતા. ગાંધીજીને એકરારનામું વાંચતાં પંદર મિનિટ લાગી. જેમ જેમ તેઓ એ વાંચતા ગયા તેમ તેમ પ્રતિક્ષણ કોર્ટરૂમનું વાતાવરણ બદલાતું ગયું. ગાંધીજીની ઉદાત્ત આત્મસ્વીકૃતિ, યુક્તિયુક્ત તર્ક, ઉત્કૃષ્ટ ભાષણ શૈલી, ઉચ્ચ વિચાર અને અસરકારક રજૂઆતને ન્યાયાધીશ અને એડવોકેટ જનરલ સહિત સૌને પ્રભા હતા. એક ક્ષણ તો સૌ ચકિત બની વિચારી રહ્યા હતા કે મુકદમો કોના પર ચાલી રહ્યો છે, એક અંગ્રેજ ન્યાયધીશ સામે ઊભેલા મહાત્મા ગાંધીજી પર કે ઈશ્વર અને ઈન્સાનિયતના ઠેરામાં ઊભેલ બ્રિટિશ સરકાર પર ? ગાંધીજીએ પોતાનું એકરારનામું વાંચી સંભળાવ્યા પછી પણ કેટલીક ક્ષણો કોર્ટરૂમમાં સંપૂર્ણ શાંતિ જળવાઈ રહી. ભરચક કોર્ટરૂમમાં બેઠેલ માનવસમૂહના શ્વાસોશ્વાસનો અવાજ સુધ્ધાં સંભળાતો ન હતો. એક સોય પણ પડે તો આસાનીથી તેનો અવાજ સંભળાય તેટલી શાંતિ આખા હોલમાં છવાયેલી હતી.” અંતે અંગ્રેજ ન્યાયાધીશ ઝુમફિલ્વે અત્યંત દુઃખ સાથે પોતાનો ચુકાદો આપ્યો. ગાંધીજીને છ વર્ષની આસાન કેદની સજા જાહેર કરતાં ન્યાયમૂર્તિએ એટલું ખાસ ઉમેર્યું, “ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાતાં સરકાર તમને છોડી મૂકે તો મારા જેટલો આનંદ બીજા કોઈને નહીં થાય.” ગાંધીજીને છ વર્ષની સજા જાહેર થતાં જ અમદાવાદના શાહીબાગમાં આવેલા સરકીટ હાઉસમાં કરુણ દશ્યો સર્જાયાં. ગાંધીજીને વંદન કરીને વિદાય દેતાં ભલભલાં સ્ત્રી-પુરુષો અને નેતાઓ પોતાની લાગણી રોકી શક્યા નહીં. જો કે પ્રજાની ખુમારી, લાગણીના પ્રવાહમાં ઝાઝી તણાઈ નહીં. ‘મહાત્મા ગાંધીજીની જય' જેવાં ગગનભેદી સૂત્રોથી વાતાવરણમાં પુનઃ રાજકીય જુસ્સો પ્રસરી ગયો અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની મોટર ગાંધીજીને લઈને સાબરમતી જેલ તરફ દોડી ગઈ. ૧૧, દાંડીકૂચ ગાંધીજીની ધરપકડ પછી જેમ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં થોડો સમય સુષુપ્તતા પ્રવર્તી તેમજ અમદાવાદ અને જિલ્લાના પ્રદેશોમાં પણ થોડી નિષ્ક્રિયતા પ્રવેશી. આમ છતાં રચનાત્મક કાર્યો પ્રત્યેની ગાંધી-સ્વયંસેવકોની સક્રિયતાએ એ અવકાશને પૂરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. માંદગીનાં કારણોસર અંગ્રેજ સરકારે ગાંધીજીને કર્યા. અને ગાંધીજી સ્વસ્થ થતાં પાછા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય થયા. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ રાવિ નદીના કિનારે લાહોરમાં મહાસભાની બેઠકમાં સંપૂર્ણ સ્વરાજ માટેનો ઠરાવ પસાર થયો, પણ ગાંધીજી એ સમયે કંઈક જુદી જ મથામણમાં હતા. કોંગ્રેસ પ્રમુખના હોદ્દા પર રહ્યા વગર પણ દેશ માટે કંઈક નવું કરી છૂટવા તેમના મનમાં કંઈક વલોવાઈ રહ્યું હતું. ૬-૧૦-૧૯૨૯ ના રોજ ગુજરાતના રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્ય સૈનિક શ્રી છગનલાલ જોષીને ગોરખપુરથી લખેલા એક પત્રમાં આ મથામણને વાચા આપતાં તેમણે લખ્યું હતું : હું પ્રમુખ (લાહોર કેંગ્રેસનો) ન થયો એટલે જાન્યુઆરીમાં કંઈ પણ કરવાની મારા સ્વભાવ પ્રમાણે અને ગીતાજીના શિક્ષણ પ્રમાણે મારી જવાબદારી બેવડી થઈ. જેમ પૈસાને માટે કામ કરનાર કરતાં કેવળ કામને જ અર્થે પથિક કે નૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૧૦ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામ કરનારની જવાબદારી વધારે હોય છે તેમ અથવા ગીતાની ભાષામાં તાજ પહેરીને કામ કરવામાં રાગ હોવાનો સંભવ હોય પણ તાજ ત્યાગ કરીને થયેલ કામ વધારે રાગરહિત હોવાનો સંભવ છે.૧૪ લાહોર કાંગ્રેસનું કાર્ય પૂર્ણ કરી ગાંધીજી આશ્રમમાં આવ્યા. થોડા સમય બાદ એક રાત્રે તેમને સ્પષ્ટ અંતરનાદ સંભળાયો. તેમને લાગ્યું કે, ‘આજની સ્થિતિમાં ખાદીકામથી સંતોષ માનીને બેસી રહું તો મારી અહિંસા લાજે એમ હું સ્પષ્ટ માનું છું.' અને ૩૦મી જાન્યુઆરી ૧૯૩૦ ના રોજ યંગ ઇન્ડિયામાં ગાંધીજીએ વાઇસરૉય સમક્ષ અગિયાર માગણીઓ મૂકી. ૧૪ થી ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૦ દરમિયાન અમદાવાદ મુકામે કૉંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી જેમાં સત્યાગ્રહની લડત ઉપાડવાનું ઠરાવવામાં આવ્યું અને એ માટેની સર્વ સત્તા ગાંધીજીને આપવામાં આવી. આમ દેશ માટે કંઈક નવો જ સત્યાગ્રહ આદરવાના ગાંધીજીના વિચારને દિશા મળી. ૨૩ ફેબ્રુઆરી ૧૯૩૦ના ‘નવજીવન' ના અંકમાં ગાંધીજીએ ‘સત્યાગ્રહની નિયમાવલી' બહાર પાડી. અને ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૦ના ‘યંગ ઇન્ડિયા'ના અંકમાં મીઠાના કાયદાના ભંગનો નિર્દેશ કર્યો. ૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઇસરૉયને છેલ્લો પત્ર લખ્યો અને જણાવ્યું કે, ‘આ ધમકી નથી પણ ધર્મકૃત્ય છે.' સત્યાગ્રહના આ યુદ્ધને ધર્મયુદ્ધ લેખી એ તરફ ગાંધીજીએ મક્કમ ડગ માંડ્યાં. ૫ માર્ચ, ૧૯૩૦ની સાંજની સભામાં ગાંધીજીએ દાંડીકૂચ વિશે જાહેરાત કરી અને કહ્યું : ‘દાંડીયાત્રામાં જે આશ્રમવાસીઓ જોડાવા ઇચ્છે તે જોડાઈ શકે છે. કોઈને જોડાવા માટે હું કહેવાનો નથી. પરંતુ શરત એ છે કે દેશના આઝાદીના યજ્ઞમાં હોમાઈ જવાનું છે, પાછા ફરવાનું નથી. જે સંકટો આવે તે હસતે મોંએ ઝીલવાનાં છે આવી તૈયારી હોય તે જ પોતાનું નામ લખાવે.' અમદાવાદની ધરતી પર જન્મેલ અને ત્યાંથી જ આરંભાયેલ ગાંધીજીની આ દાંડીયાત્રાએ સમગ્ર દેશ અને દુનિયાની નજર અમદાવાદ પર કેન્દ્રિત કરી દીધી. અમદાવાદની પ્રજા માટે તો આ ઘટના રાષ્ટ્રીય પર્વ સમી બની રહી. દાંડીકૂચના આગલે દિવસે એટલે કે ૧૧ માર્ચ, ૧૯૩૦ ના રોજ સાંજે સાબરમતીની રેતીમાં એક લાખની વિશાળ માનવમેદનીને સંબોધતાં ગાંધીજીએ કહ્યું, ‘આને સૌ મારું વસિયતનામું ભલે સમજે. કૂચ કરતાં પહેલાં કે જેલ જતાં પહેલાં આટલો જ સંદેશો આપવાનો છે. જે યુદ્ધનો આરંભ આવતીકાલથી અથવા હું એકાદ કલાકમાં પકડાવાનો હોઉં તો ત્યારથી થવાનો છે, તે યુદ્ધ સ્વરાજ મળતાં સુધી કદી બંધ ન થાય.’૧૫ ૧૨ માર્ચ, ૧૯૩૦ ની સવારે ચાર વાગ્યે આશ્રમના અંતેવાસીઓની પ્રાર્થના શાંત અને ગંભીર વાતાવરણમાં થઈ. કૂચ પહેલાંની આ છેલ્લી પ્રાર્થનાના સૂર થોડા ગમગીન હતા. સ્વરાજ માટે મહત્ત્વની લડતનો આરંભ કરતાં કૂચ કરનાર ટુકડીને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું, ‘હું અત્યારે પકડાઉં તો શ્રી અબ્બાસ તૈયબજી તમારી સાથે આવે એવી મારી યોજના છે. તેમાં તમે એ બુઝર્ગ અને અનુભવીની સેવા કરીને બધી સગવડ કરી આપવાનું ન ચૂકશો.’ 1. અને સવારે ૬-૩૦ કલાકે ગાંધીજીએ અંગ્રેજ સરકારની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા અમદાવાદની ભૂમિ પરથી પોતાના ૭૮ સાથીઓ સાથે કૂચ આરંભી. તેમની પાછળ મોટી માનવમેદની છેક ચંડોળા તળાવ સુધી ચાલી. ૮-૩૦ કલાકે ચંડોળા તળાવે સૌ પહોંચ્યા. ત્યાં ગાંધીજીએ અમદાવાદના આંગણે સમગ્ર દેશમાંથી તેમની કૂચને વિદાય આપવા ભેળા થયેલા માનવમહેરામણોને સંબોધતાં કહ્યું : “તમને મારે કહેવાનું એ છે કે તમે મારા ઉપર આટલો પ્રેમ બતાવો છો તે ત્યારે સાચો કહેવાય કે જ્યારે તમે ખાદીનું કામ કરો, પરદેશી કાઢો, રેટિયો ચલાવો, બીજાને તે બધું કરવા પ્રેરો. દારૂ છોડો અને બીજાને પ્રેમપૂર્વક પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૧૧ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છોડાવો, અંત્યજ સાથેનો ભેદભાવ ભૂલો, તમે એ રસ્તો લ્યો, હું આ રસ્તો લઉં છું. હું ક્યાં સુધી છૂટો રહી શકીશ તે કહેવાય નહિ અને બળ જશે તો તમારા બળે મારે છૂટવું છે. ૧૭ ચંડોળાથી કૂચ અસલાલી તરફ આગળ વધી. અસલાલી જતાં રસ્તામાં નાનાં નાનાં બે-ત્રણ ગામડાંમાં લોકો આનંદ અને ઉત્સાહથી ઊભરાતા હતા. અસલાલી ગાંધીજીની ટકડી લગભગ રાત્રે દસ વાગ્યે પહોંચી, દાંડીયાત્રાના બાર માઈલનો આ પ્રથમ પ્રવાસ હતો. આશ્રમથી અસલાલીના રસ્તે સ્વાગત અને ભીડને કારણે સમય બગડ્યો તે બાદ કરીને તો ત્રણ કલાકમાં બાર માઈલ ગાંધીજીએ કાપ્યા હતા, અસલાલીથી એક માઈલ દૂર ગામને પાદરે હજારેક લોકો મહાત્માજીનું સામૈયું કરવા આવ્યા હતા. જાતજાતનાં વાજિંત્રો વાગતાં હતાં. શંખ, ભૂંગળ, ઢોલ, ઝાંઝ, થાળી એમ જેને જે હાથ લાગ્યું તે લઈને આનંદમગ્ન લોકો જાણે લગ્નનો પ્રસંગ હોય તેમ આવ્યા હતા. એ પછી ગામની ધર્મશાળામાં મુકામ થયો. આખા ગામની સફાઈ કરવામાં આવી હતી. અને ધજા-તોરણથી શણગાર થયો હતો. નડિયાદ કૂચ પહોંચી ત્યાં સુધીનાં ગામોમાં સુંદર સગવડ અને વ્યવસ્થા કરવામાં અસલાલીનો નંબર પહેલ ગામના જુવાન લગભગ પાંચસો જેટલી સંખ્યામાં હાકલ પડતાં ઝુકાવવા તત્પર હતા અને મૂળપટેલો અને રાવલિયાના રાજીનામાની લડતની આનુષંગિક પ્રવૃત્તિ, તેમાં પણ અમ ગામે શ્રીગણેશ માંડ્યા હતા. અસલાલીના મૂળ મતદારોએ રાજીનામાં આપી દીધા. આખો દિવસ અને રાત મહાત્માજીનો મુકામ આ ગામે રહ્યો. અસલાલીની સભામાં ગામના, આજુબાજુનાં ગામોના અને ઠેઠ અમદાવાદથી લગભગ આઠ હજાર માણસો હાજર રહ્યા હતા. અસલાલીની જાહેરસભામાં ગાંધીજીએ પ્રજાને સંબોધતાં કહ્યું હતું, “મીઠાનો કર તો હવે જવો જ જોઈએ. આશ્રમથી ઠેઠ ચંડોળા સુધી સાત માઈલ જ્યાં માણસોની ઠઠની હઠ ભેગી થઈને અમને આશીર્વાદ આપે છે, અને જે દેશ્ય તો ક્વોને પણ જોવાલાયક હતું એ શુભચિહ્ન છે. અને એક પગથિયું ચડી શકીએ તો સ્વાતંત્રય-મહેલના બીજા પગથિયાં ટપટપ ચડી જશું.'' અસલાલીથી નીકળી ૧૩ માર્ચના રોજ ગાંધીજીની ટુકડી અમદાવાદ જિલ્લાના બારેજા ગામે પહોંચી અહીંયાં પણ ગામલોકોએ તેમનું સુંદર સ્વાગત કર્યું. લોકો ગાંધીજીને જોવા, મળવા અને તેમના આશીર્વાદ લેવા ઉત્સુક હતા. પણ બારેજા ગામ અંગે ગાંધીજીને માહિતી મળી હતી તેનાથી તેઓ થોડા દુઃખી થયા હતા. એ દુઃખી થયા હતા એ દુઃખને પોતાના ભાષણમાં વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું, કૂચનો આરંભ થયા પછી આ બીજો મુકામ છે અને જેમ પહેલે મુકામે મને ગામની હકીકત મળી એવી અહીં પણ મળી છે. એ વાંચીને મને દુઃખ પણ થયું. અમદાવાદથી આટલી નજીક હોવા છતાં ખાદીનો વપરાશ, પહેરનાર તથા રેટિયાના ખાના સામે મીંડું છે. મેં ઉત્તર અને દક્ષિણ હિન્દમાં એવો નિયમ કરેલો કે ખાદીધારી હજામ હોય તો તેની પાસે હજામત કરાવતો. પણ અહીં તો તમે ખાદીથી પણ ઘણા દૂર છો. સ્વતંત્રતાના પાયામાં ખાદી છે. બધાને એ વસ્તુ પ્રિય છે. પરંતુ હવે તો ખાદીની પાછળ એવો વિચાય રેડાય છે કે ખાદી પહેરીએ તો જેલમાં જવું પડે અને મરવું પડે. બારેજા ગામમાં એકે ખાદીધારી નથી એ તો બહુ જ દુઃખની વાત છે. અત્યારે આ ખાદીનો ભંડાર છે, તમે એ એબ જરૂર કાઢી શકશો, આપણી માતાને જાડી કે કદરૂપી હોવાને કારણે ત્યજી બીજી કોઈ સુંદર બાઈને તે સ્થાને આપણે સ્વીકારતા નથી. વિલાયતી કપડાંમાંથી સ્વાધીનતા કદી મળતી નથી. મોજશોખ મૂકીને સૌને વિનંતી છે કે આ ઢગલામાંથી તમે ખાદી લેજો.”૨૦ બારેજાથી લગભગ નવ માઈલનું અંતર કાપી ૧૩ માર્ચની રાત્રે ૮-૪૫ કલાકે ગાંધીજી ખેડા જિલ્લાના નવાગામમાં પ્રવેશ્યા. આમ અમદાવાદ જિલ્લામાં દાંડીકૂચે સાબરમતી આશ્રમથી ચંડોળા તળાવ, અસલાલી અને બારેજા સુધીનું લગભગ બાવીસ માઈલનું અંતર કાપ્યું હતું. પથિક જ વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૧૫ + ૧૨ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. સવિનય કાનૂનભંગ અમદાવાદ શહેર અને જિલ્લાએ હંમેશા રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ થઈ રાષ્ટ્રીય લડતોમાં પોતાનો સૂર પુરાવ્યો છે. સાયમન કમિશનનો જયારે આખા ભારતે વિરોધ કર્યો ત્યારે પણ અમદાવાદના યુવાનો પાછા પડ્યા ન હતા. ૧૨ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ સાયમન કમિશન બીજીવાર મુંબઈ આવ્યું ત્યારે અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને હડતાલ પાડીને સત્રાંત પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. રિણામે કોલેજના આચાર્યશ્રી શિરાજે તેમની સામે શિસ્તભંગનાં પગલાં લીધાં. તેના વિરોધમાં રોહિત મહેતાની હેઠળ વિદ્યાર્થીઓએ ૩૯ દિવસની લાંબી હડતાલ પાડી. આ હડતાલ દરમિયાન સરદાર પટેલ, આચાર્ય કૃપલાણી, ગ.વા.માવળંકર, ડો. હરિપ્રસાદ દેસાઈ અને ડૉ. કાનૂગાએ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગાંધીજીએ પણ વિદ્યાર્થીઓની આ હડતાલને ન્યાયી ગણાવી ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી મક્કમ રહેવા જણાવ્યું હતું. 30 જાન્યુઆરી ૧૯૨૯ ના રોજ ગુજરાત અને અમદાવાદ જિલ્લાની તમામ શાળા કોલેજોએ હડતાલ પાડીને અખિલ ભારત ગુજરાત કોલેજ દિન ની ઉજવણી કરી હતી. શાળા-કોલેજો ઉપરાંત રાષ્ટ્રીય લડતો પ્રત્યે અમદાવાદ નગરપાલિકાએ પણ પ્રજાને પ્રોત્સાહક બળ પૂરું પાડ્યું હતું. સાયમન કમિશનના વિરોધમાં અમદાવાદ નગરપાલિકાએ પોતાના હસ્તકની શાળાઓ તથા તમામ કચેરીઓ બંધ રાખી હતી. સાયમન કમિશનનું પ્રથમ આગમન ૩-ર૧૯૨૮ ના રોજ થયું. તેના વિરોધમાં એ દિવસે અમદાવાદ નગરપાલિકાની તમામ શાળાઓ અને કચેરીઓ બંધ રાખવામાં આવ્યાં. આમ રાષ્ટ્રીય પ્રવાહમાં સ્વાતંત્ર્ય ચળવળને સતત ધબકતી રાખવામાં અમદાવાદ મોખરે હતું. ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ દાંડી મુકામે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો. તે પછી સમગ્ર દેશમાં સવિનય કાનૂનભંગની લડતનો આરંભ થયો. આ લડતમાં પણ અમદાવાદ શહેર અને જિલ્લાની સામેલગીરી નોંધપાત્ર અને માર્ગદર્શક બની રહી હતી. ગાંધીજીએ ઉપાડેલા મીઠાની હરાજી કરવાનું માન અમદાવાદને જાય છે. અમદાવાદની એક જાહેર સભામાં પૂ. કસ્તૂરબાના હાથે એ મીઠાની હરાજી થઈ. ડૉ. કાનૂગાએ રૂ. ૧૬૦૦/- માં તે મીઠું ખરીધું અને પ્રાંતિક સમિતિને પાછું મોકલ્યું. એ જ રીતે દાંડીમાં જુદા જુદા કાર્યકરોના રસ્તે ઉપાડવામાં આવે મીઠાની હરાજી પણ અમદાવાદમાં જ થઈ હતી. આ હરાજીમાં કુલ રૂ. ૪પર૬- ઊપજયા હતા. ટાણે સરદાર પટેલ એક સમયે જેના પ્રમુખ હતા એવી અમદાવાદ નગરપાલિકા અચેતન કેમ રહી શકે ? બહારના વાતાવરણના પડધા નગરપાલિકામાં પડવા લાગ્યા. નગરપાલિકાના પ્રમુખ ડો. હરિપ્રસાદ, ઉપપ્રમુખ પ્રો. સ્વામિનારાયણ, બીજા કેટલાક સભ્યો અને કેટલાક નગરપાલિકાના નોકરોએ મીઠાના સત્યાગ્રહમાં ઝંપલાવ્યું. સરકાર નિયુક્ત સભ્ય શેઠ અંબાલાલે નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. નગરપાલિકાના અન્ય એક સભ્ય લેડી વિદ્યાગૌરીએ પણ રાજીનામું આપી દીધું. આ ઉપરાંત નગરપાલિકાએ સ્વદેશી માલ જ વાપરવાનું અને પોતાની માલિકીની દુકાનો પૈકી કેટલીક દુકાનો સ્વદેશી માલ વેચનારને જ ભાડે આપવાનું ઠરાવવામાં આવ્યું. પોલીસના લાઠીમારથી ઘવાયેલા અને ખાસ કરીને ધારાસણાના મીઠાના અગરની “લૂંટ'ના સત્યાગ્રહમાં ઘવાઈને પાછા આવેલા સૈનિકો માટે મહાસભા તરફથી કાઢવામાં આવેલી કામચલાઉ હૉસ્પિટલને રૂ. પ૦૦ ની ગ્રાન્ટ આપવામાં આવી. સરદાર વલ્લભભાઈ અને બીજા દેશનેતાઓ પકડાયા એમના માનમાં તેમજ તેમની ધરપકડ સામે વિરોધ કરવા નગરપાલિકાની સભા મુલ્લવી રાખવામાં આવી. વિરોધના ઠરાવો પણ નગરપાલિકાએ પસાર કર્યા. નગરપાલિકાની કચેરી અને શાળાઓ પણ એના કારણે બંધ રાખવામાં આવી. મીઠાનો વેરો કાઢી નાખવા અંગ્રેજ સરકારને લખવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. પોલીસ દ્વારા પ્રજા પર થતા હુમલાઓને નગરપાલિકાએ વખોડી કાઢ્યા. ૨ અને સૌથી મહત્ત્વનો નિર્ણય તો નગરપાલિકાનો એ હતો કે મહાત્મા ગાંધીજીની દાંડીકૂચ વખતની છબી દરેક શાળામાં રાખવાનું ઠરાવવામાં આવ્યું. ૨૪ ટૂંકમાં અમદાવાદ નગરપાલિકાએ દરેક મોરચે સવિનય કાનૂન પથિક કે વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૧૩ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભંગની લડતને પોતાનો ટેકો આપી સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રસરેલ રાષ્ટ્રીય અભિગમનો પરચો આપ્યો હતો. ૧૩. ધોલેરા સત્યાગ્રહ અમદાવાદ જિલ્લાનાં ત્રણ મથકો વીરમગામ, ધોલેરા અને રાણપુરમાં મીઠા સત્યાગ્રહને જીવંત અને સક્રિય રાખવામાં મોટે ભાગે સૌરાષ્ટ્રના અગ્ર સ્વાતંત્ર્ય સૈનિકોએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અમદાવાદ જિલ્લાના ધોલેરા બંદર પાસે રાહાતળાવ, કાનાતળાવ, ભાલગઢ અને મીંગલપુરના દરિયાકાંઠાની ખાડીમાં મીઠા સત્યાગ્રહનો આરંભ કરવા મોહનલાલ મહેતા (સોપાન), વજુભાઈ શાહ, મનુભાઈ જોધાણી, ઝવેરચંદ મેધાણીએ સ્વાતંત્ર્ય સૈનિકોની ભરતી સૌરાષ્ટ્રમાંથી કરી હતી એ સમયે સૌરાષ્ટ્રમાં ‘ચલો ધોલેરા’નો નાદ ગુંજી ઊઠ્યો હતો. કર્યાં. ૫ એપ્રિલ ૧૯૩૦ ના રોજ તો ધોલેરાના પાદરે આવેલ ભીમ તળાવની પાળ ઉપર સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકોનો મેળો જામ્યો હતો. સૌરાષ્ટ્રના ખૂણેખૂણેથી ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લેવા યુવાનો આવ્યા હતા. સાંજે પાંચ વાગ્યે સ્વાતંત્ર્ય સૈનિકોનું એક વિશાળ સરઘસ ધોલેરામાં નીકળ્યું. સરઘસના મોખરે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લઈ અમૃતલાલ શેઠ ચાલતા હતા. મોહનલાલ મહેતા (સોપાન) સ્વાતંત્ર્ય સૈનિકોને ગીત ગવડાવી રહ્યા હતા. “રણભેરીઓ વાગે ક્યાં ? ધોલેરા ! ધોલેરા ! મરણવીરો પડકારે ક્યાં ? ધોલેરા ! ધોલેરા ! સત્યાગ્રહની સેના ક્યાં ? ધોલેરા ! ધોલેરા !'' આ સરઘસનું ધોલેરાની જનતાએ ઉમળકાભેર સ્વાગત કર્યું. બાળાઓએ સ્વાતંત્ર્ય સૈનિકોને કુમકુમ તિલક ૬એપ્રિલ, ૧૯૩૦ ના રોજ મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવાનો હતો. પ્રથમ ટુકડીની સરદારી અમૃતલાલ શેઠે લીધી. આ ટુકડીમાં એકવીસ સૈનિકો હતા. શિયાણીવાળાં ચંચળબહેને બધા સૈનિકોને કુમકુમ તિલક કર્યાં. પછી અમૃતલાલ શેઠના હાથમાં રાષ્ટ્રધ્વજ આપ્યો. ઝવેરચંદ મેધાણીએ બુલંદ અવાજે ‘કંકુ ઘોળજોજી કે માથા ઓળજો જી'ના ગીત સાથે ટુકડીને વિદાય આપી. એકવીસ સૈનિકોની આ પ્રથમ ટુકડી ખટારામાં બેસી રાહાતળાવની ખાડી પર પહોંચી. ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ની ઘોષમા સાથે અમૃતલાલ શેઠે જકાતખાતાના અધિકારીઓ અને પોલીસોની સામે ખાડીમાંથી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો સવિનય ભંગ કર્યો. એ સાથે જ ટુકડીના સૈનિકોએ પણ મીઠાંના કાયદાનો ભંગ કર્યો. પોલીસે અમૃતલાલ શેઠની ધરપકડ કરી. અન્ય સૈનિકો પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું. તે તમામને કસ્ટમ હાઉસમાં લઈ જવામાં આવ્યા. થોડા સમય ત્યાં રાખી બધાને છોડી મૂક્યા, અમૃતલાલ શેઠને લીંબડી સ્ટેટની મોટરમાં ધંધુકા લાવ્યા. ધંધુકાના ડાક બંગલે ખાસ ઊભી કરવામાં આવેલી અદાલતમાં તેમના પર કેસ ચાલ્યો. ન્યાયાધીશ ઈસાનીએ અમૃતલાલ શેઠને અઢી વર્ષની સજા કરી. અમૃતલાલ શેઠની ધરપકડ બાદ અમદાવાદની કૅૉંગ્રેસ કચેરીના આદેશ મુજબ બીજા સત્યાગ્રહી તરીકે બળવંતરાય મહેતાની સરદારી નીચે ૧૩ એપ્રિલ ૧૯૩૦ ના રોજ સામુદાયિક કાનૂનભંગ કરવાનું નક્કી થયું. આ સામુદાયિક સત્યાગ્રહમાં સામેલ થવા સૌરાષ્ટ્ર-ગુજરાતના ખૂણેખૂણેથી સત્યાગ્રહી સૈનિકો ધોલેરા ગયા. ૧૩મીની સવાર સુધીમાં તો ધાલેરા છાવણી સ્વાતંત્ર્ય સૈનિકોથી ઊભરાઈ ગઈ. ૧૩મી એપ્રિલે વહેલી સવારે બળવંતરાય મહેતાને બહેનોએ કુમકુમ તિલક કરી, ત્રિરંગો ઝંડો આપ્યો. લગભગ બાર હજાર સૈનિકો બળવંતરાય મહેતાની સરદારી નીચે ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’, ‘મહાત્મા ગાંધી કી જય'ના નારા સાથે મીઠાનો કાયદો તોડવા નીકળી પડ્યા. પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૧૪ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધોલેરા છાવણીની આ અદ્દભુત લડતને નિહાળવા ગાંધીજીના અંગ્રેજ મિત્ર શ્રી રાજનલ્ડ રેનાઇઝ પણ ધોલેરા ગયા હતા. ' આટલી મોટી ટુકડીને મીઠાનો કાયદો ભંગ કરતાં કેમ રોકવી ? એટલે પોલીસે માત્ર ટુકડીના નેતા બળવંતરાય મહેતાની ધરપકડ કરી. બાકીના સૈનિકોને જવા દીધા. પણ સ્વાતંત્ર્ય સૈનિકો પોલીસ અધિકારી પાસે જતા અને કહેતા, “સાહેબ મારી પાસે કાનૂનભંગનું મીઠું છે મને પકડી લો.’ અને ‘નમક કા કાયદા તોડ દિયા', ‘ઇન્કલાબ ઝિન્દાબાદ', ‘મહાત્મા ગાંધીજી કી જય'નાં સૂત્રો ચારે બાજુ ગુંજી ઊઠતાં. બળવંતરાય મહેતાની ધરપકડ કરી તેમને ધંધુકા લઈ જઈ તેમના પર કેઈસ ચલાવી તેમને બે વર્ષની સજા કરવામાં આવી. આમ લગભગ દોઢ માસની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ સુશીલ, દેવીબહેન પટ્ટણી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા (સોપાન) જેવા અગ્રણી સૈનિકોની ધરપકડ કરી તેમને સાબરમતી અને થાણાની જેલમાં મોકલી દેવા આવ્યા. આમ છતાં લડતનો પ્રવાહ મોળો પડ્યો નહિ. એટલે પોલીસે ધોલેરા, ધંધુકા, બરવાળા, અને રાણપુરની સત્યાગ્રહ છાવણીઓ પર છાપો મારી છાવણી જપ્ત કરી. પણ સ્વાતંત્ર્ય સૈનિકો તેથી ડગ્યા નહિ. તેમણે સ્મશાનમાં સત્યાગ્રહ છાવણી ઊભી કરી. ધોલેરામાં પણ સ્મશાનમાં સત્યાગ્રહ છાવણી ઊભી કરવામાં આવી. અને ત્યાંથી લડત ચાલુ રાખવામાં આવી. ધોલેરા છાવણીના સૈનિકો પર તો પોલીસે અમાનવીય અત્યાચારો કર્યા હતા. આબકારી ખાતાના અધિકારીઓ ફલેચર અને નીલે તો પોલીસ દ્વારા સૈનિકોને નહોર મારવા, હાથ મરડી મીઠું છોડાવવું અને ઢોર માર મારવો વગેરે અમાનવીય કૃત્યો અમલમાં મૂક્યાં હતાં. આની જાણ અમદાવાદની કોંગ્રેસ કચેરીને થતાં મહાદેવભાઈ દેસાઈ અને હરિપ્રસાદ મહેતા તેની જાતતપાસ અર્થે ધોલેરા આવ્યા. નજરે જોયેલા આ અત્યાચારનો અહેવાલ તેમણે ગાંધીજીને આપ્યો. ગાંધીજીએ સપ્ત શબ્દોમાં અંગ્રેજ સરકારને ચીમકી આપી “અંગ્રેજ સરકાર સ્વાતંત્ર્ય સૈનિકો સાથે કાયદેસરનો માર્ગ ગ્રહણ નહીં કરે તો સરકારને ગોળીબાર કરવાની ફરજ પડે એવો આકરો અહિંસક માર્ગ સત્યાગ્રહીઓ અપનાવશે.' ૬ એપ્રિલ ૧૯૩૦થી આરંભાયેલો ધોલેરા સત્યાગ્રહ આઠ માસ સુધી સક્રિય ચાલ્યો. અંતે ગાંધી ઇરવીન કરાર થતાં લડત બંધ થઈ. આ લડતે સૌરાષ્ટ્રની પ્રજાનું સાચું ખમીર વ્યક્ત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. સૌરાષ્ટ્રના ગામડે ગામડે લડતના સમાચાર પહોંચતા, જેથી અત્યાર સુધી સ્વાતંત્ર્ય લડત જે શહેરો અને મુખ્ય મથકો સુધી મર્યાદિત હતી તે ગામડે ગામડે પહોંચી. આ ઉપરાંત આ લડતે જ ગાંધીજીને ધારાસણાના ખુલ્લા અગરો પર હલ્લો કરવા પ્રેર્યા હતા. આમ અમદાવાદ જિલ્લાના એક મથક ધોલેરામાં ચાલેલ મીઠા સત્યાગ્રહ સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં એક ઊજળું પ્રકરણ ઉમેર્યું હતું. ૨૪ ૧૪. વિરમગામ સત્યાગ્રહ ધોલેરા સાથે જ અમદાવાદ જિલ્લાના વિરમગામ મુકામે ચાલેલ મીઠા સત્યાગ્રહે પણ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. વિરમગામ સત્યાગ્રહ માટે આગેવાન સ્વાતંત્ર્ય સૈનિકોની શોધ ચાલતી હતી ત્યારે મણિભાઈ કોઠારીનું નામ સૂચવાયું અને ગાંધીજીએ તેને સહર્ષ બહાલી આપી. વીરમગામ સત્યાગ્રહ માટે અમદાવાદ જિલ્લાનાં ગામો ઉપરાંત કાઠિયાવાડનાં મુખ્ય મથકો રાજકોટ, ભાવનગર, વઢવાણ, લીંબડી, ગોંડલ, પાલીતાણા, અમરેલીમાંથી પણ સ્વાતંત્ર્ય સૈનિકોની ભરતી મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી. દઠ્ઠી એપ્રિલનું પ્રભાત વીરમગામ માટે ચેતનવંતુ નીવડ્યું. તે દિવસે બપોર પછી મણિલાલ કોઠારી પોતાના પંચાવન સાથીદારો સાથે મીઠા સત્યાગ્રહનો આરંભ કરનાર હતા. સવારના સાત વાગ્યા સુધીમાં તો વીરમગામમાં પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ = ૧૫ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકોનાં ટોળાં ઊતરવા લાગ્યાં. દેશની આઝાદી માટે કેસરિયાં કરવા નીકળેલા સ્વાતંત્ર્ય સૈનિકોની પ્રથમ ટકડીને શ્રી મગનલાલ શુક્લે લડતનો પયગામ સંભળાવ્યો. એ પછી સત્યાગ્રહીઓના સામંયાં થયાં. મોખરે રાષ્ટ્રધ્વજ પકડીને મગનલાલ શુક્લ ચાલતા હતા. પાછળ સત્યાગ્રહમાં જોડાયેલા સત્યાગ્રહી સૈનિકો અને એમની પાછળ વીરમગામ અને તાલુકાના પ્રજાજનો સાથે વિશાળ સરઘસ વિરમગામના મુખ્ય માર્ગ પર નીકળ્યું. પ્રજાનો ઉત્સાહ અનેરો હતો. સ્થળે સ્થળે, હાટે અને વાટે, ચૌટા અને ચોકે હજારો નર-નારીઓએ સ્વાતંત્ર્ય સૈનિકોને સત્કાર્યા, આશીર્વાદ આપ્યા, ફૂલ અને સૂતરના હાર પહેરાવ્યા. કુમકુમ તિલક કર્યા. આખા ગામમાં ફરીને સરઘસ છાવણીએ આવ્યું. ત્યારબાદ ટ્રેઈનનો સમય થતાં સત્યાગ્રહી સૈનિકોને લેવા વીરમગામના આગેવાનો, મહાજનો સ્ટેશન તરફ ગયા, પરંતુ તેઓ સ્ટેશને પહોંચ્યા ત્યારે જ સાંભળ્યું કે વઢવાણથી આવેલી ગાડીમાં મીઠા સત્યાગ્રહ કરવા આવેલ મણિલાલ કોઠારી અને તેમના પંચાવન સત્યાગ્રહી સૈનિકોની ધરપકડ કરી તેમને મામલતદાર કચેરી લઈ જવામાં આવ્યા છે. સત્યાગ્રહી સૈનિકોની ધરપકડના સમાચાર વિરમગામમાં આગની જેમ પ્રસરી ગયા અને ટપોટપ બજાર બંધ થઈ ગઈ. સ્ત્રી-પુરુષો ટોળેટોળાં વિરમગામ પોલીસ સ્ટેશન ઉપર ઠલવાવા લાગ્યાં. ૬ઠ્ઠી એપ્રિલે રવિવાર હતો છતાં સરકારી કચેરીઓ અને કોર્ટ ચાલુ હતી. મણિલાલ કોઠારીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. કોર્ટ કમ્પાઉન્ડની બહાર લોકોની સ્વાતંત્ર્ય ગુંજ: ‘ઇન્કલાબ ઝિન્દાબાદ, હિન્દુસ્તાન આઝાદ, નોકરશાહી હો બરબાદ, મહાત્મા ગાંધી કી જય વંદે માતરમ્' સતત પડઘા પાડ્યા કરતી હતી. મણિલાલ કોઠારી પર મીઠાનો કાયદો ભંગ કરવા બદલ કેસ ચાલ્યો. તેમણે સામે ચાલીને પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું “સત્યાગ્રહી તરીકે આવા ગુના કરવાનો પોતાનો ધર્મ છે.” અંતે તેમને ગુનેગાર ઠેરવી છે માસની સાદી કેદની સજા અને પાંચસો રૂપિયા દંડ કરવામાં આવ્યો. કોઠારી કેસ પતી ગયા પછી તેમની સાથે પકડાયેલા પંચાવન બહાદુર કાઠિયાવાડી વીરોની પાંચ ટુકડીઓને મામલતદારની ઓફિસમાં લઈ જવામાં આવી. દરેક ટુકડીમાં દસ દસ સત્યાગ્રહીઓ હતા. અને તે દરેક ટુકડીના નાયક ચમનલાલ માધવલાલ વૈશ્વન, ગોપાલરાવ કુલકર્ણી, રતિલાલ મયાશંકર રાવળ, ભાસ્કરરાવ બહેરે અને છોટાલાલ હરિલાલ પારેખ હતા. આ સર્વેને જામીન આપવા તથા હાથમુચરકા આપવા ખૂબ સમજાવવામાં આવ્યા પણ એક પણ સૈનિકે મચક ન આપી. અંતે આ પંચાવનને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા. આ ટુકડી પછી બીજા પંચાવન સૈનિકોની ટુકડી પણ આવી ચડી. આ ટુકડીના નાયકો હતા અર્જુન ભોગીલાલ લાલા, ભાસ્કર ગજાનન વિક્રાંસ, મણિશંકર શંકરલાલ વ્યાસ, રેવાશકર કિલાશંકર વ્યાસ, અને પાંડુરંગ છોટાલાલ ઠાકોર. અર્જુન લાલા અમદાવાદના એક નવજુવાન સક્રિય સ્વાતંત્ર્ય સૈનિક હતા. આ ટુકડી વિરમગામ રેલવે સ્ટેશનથી થોડે દૂર હતી ને પોલીસે તેમના ડબ્બાને ઘેરી લીધો અને સ્વાતંત્ર્ય સૈનિકો પાસેથી મીઠું ઝૂંટવી તેમના પર પાશવી અત્યાચાર શરૂ કરી દેવામાં આવ્યો. આ જ ટુકડી સાથે સૌરાષ્ટ્રના સક્રિય સૈનિક ફૂલચંદ શાહ પણ આવ્યા હતા. પોલીસે તેમની પણ ધરપકડ કરી. અર્જુન લાલાની પણ ધરપકડ કરવામાં આવી. બંને પર કેસ ચાલ્યો અને ફૂલચંદભાઈ છ માસની સખત મજૂરીની કેદ તથા પચાસ રૂપિયા દંડ, જયારે અર્જુન લાલાને છ માસની સાદી કેદ અને પાંચસો રૂપિયા દંડ કરવામાં આવ્યો, પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૨ * ૧૬ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી તો લડત વધુ રંગીન અને સંગીન બનતી ચાલી. પહેલું અને બીજું સપ્તાહ પણ સતત લડતની ટુકડીઓથી સક્રિય રહ્યું. જેમ જેમ લડત ઉગ્ર અને સક્રિય બનતી ગઈ તેમ તેમ પોલીસ અત્યાચારોએ પણ માઝા મૂકવા માંડી. પોલીસ અત્યાચારોની જાતતપાસ કરવા આસ મહાદેવભાઈ દેસાઈ ૧૯-૪-૩૦ ના રોજ વીરમગામ આવ્યા. વીરમગામમાં પોલીસ અત્યાચારોની વાત સાંભળી ગાંધીજીએ છગનલાલ જોષીને વિરમગામ મોકલ્યા અને લડતનું સુકાન સંભાળવા સૂચના આપી. લડત પાછી થનગની ઊઠી. વીરમગામ સાથે જ રાણપુર, ખારાધોડા, અને શાહપુરમાં પણ મીઠા સત્યાગ્રહ સક્રિયપણે ચાલ્યો હતો. ૨૫ ૧૫. વ્યકિતગત સત્યાગ્રહ ઈ.સ. ૧૯૪૦માં રામગઢ મુકામે મળેલા કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં સરકારને યુદ્ધ મોરચે સહકાર ન આપવાની જોરદાર અવાજ ઊઠ્યો, પણ મહાત્મા ગાંધીજી સરકારને બીજા વિશ્વયુદ્ધના સમયે વધુ મુશ્કેલીમાં મૂકવા માગતા ન હતા. એટલે તેમણે વ્યક્તિગત સત્યાગ્રહનો વિચાર વહેતો મૂક્યો. ૧૯૪૦ના ઑક્ટોબરની ૧૭મી તારીખે વર્ધા પાસેના પીનાર મુકામે યુદ્ધવિરોધી વ્યાખ્યાન આપી વિનોબાજીએ વ્યક્તિગત સત્યાગ્રહ આરંભ્યો. જવાહરલાલ નહેરુની પણ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં જ ૩૧ ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી. તેના પ્રત્યાઘાત છેક અમદાવાદમાં પડ્યા. અમદાવાદમાં એ દિવસે સખત હડતાલ પડી. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય સંચાલક ભિક્ષુ અખંડ આનંદજી પાસે અંગ્રેજ સરકારે રૂ. ૩૦૦૦/- ના જામીન માગ્યા અને અખંડ આનંદ કાર્યાલય પર દરોડો પાડી ‘સત્યાગ્રહ અને અસહયોગ' નામક પુસ્તિકાની પોણા ત્રણસો નકલો જપ્ત કરવામાં આવી. સરદાર પટેલ પણ જાહેર ભાષણો આપી વ્યક્તિગત સત્યાગ્રહ કરવાના હતા તેની આગલી રાત્રે જ એટલે કે ૧૯૧૧-૧૯૪૦ના રોજ તેમની ધરપકડ કરી લેવામાં આવી, એ જ રીતે સત્યાગ્રહ આરંભે એ પહેલાં જ મોરારજી દેસાઈની પણ ધરપકડ કરી લેવામાં આવી. આ બંને ધરપકડોના વિરોધમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સંપૂર્ણ હડતાલો પડી. આ ઉપરાંત મુંબઈ ધારાસભાના અધ્યક્ષ ગ.વા.માવળંકર, હરિપ્રસાદ મહેતા, વિજયાગૌરી કાનુગા, વસુમતી પંડ્યાની પણ ધરપકડ કરવામાં આવી. અર્જુન લાલાએ લાંચરૂશ્વત તપાસ સમિતિ તથા અન્ય સરકારી સમિતિઓમાંથી રાજીનામાં આપી દીધાં. ૧૯૪૧ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન અર્જુન લાલા, ગુલામ રસુલ કુરેશી, રામપ્રસાદ કોન્ટ્રાક્ટર, સારાભાઈ કાશીરામ પારેખ, નિરૂભાઈ દેસાઈ, ગજરાબહેન ભલસાણી, વસંતરાવ ગીષ્ટ, ડૉ. જયંતિ ઠાકોર, નાનુભાઈ દેરાસરી, પ્રો. મોહનલાલ દાંતવાલા, પ્રો. ગોલ વગેરેની ધરપકડ કરવામાં આવી. વ્યક્તિગત સત્યાગ્રહને કારણે જ ૯-૧૧-૧૯૪૦થી ગાંધીજીએ “હરિજન' પત્રોનું પ્રકાશન મોકૂફ રાખ્યું. તા. ૪-૧૨-૧૯૪૧ ના રોજ અંગ્રેજ સરકારે તમામ સત્યાગ્રહીઓને જેલમુક્ત કર્યા અને વ્યક્તિગત સત્યાગ્રહનો અંત આવ્યો. ૧૬. ૧૯૪૨ની ‘હિન્દ છોડો'ની લડત મુંબઈમાં મળેલ કેંગ્રેસ મહાસભાની બેઠકમાં ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે ‘હિન્દ છોડો'નો ઠરાવ કરવામાં આવ્યો. ૯ ઑગસ્ટની વહેલી સવારે અમદાવાદમાં ગ.વા.માવળંકર, ભોગીલાલ લાલા, જીવણલાલ દીવાન, જયંતિ દલાલ, નરહરિ પરીખ, નિરૂભાઈ દેસાઈ, સાથે બીજા ૧૭ જેટલા સ્વાતંત્ર્ય સૈનિકોની ધરપકડ કરવામાં આવી, જેથી લડત ભાંગી પડે. અમદાવાદમાં ૧૪૪મી કલમનો અમલ જાહેર કરવામાં આવ્યો. પોલીસે કેંગ્રેસ હાઉસનો કબજો લઈ મકાનને સીલ મારી દીધાં. આગેવાનોની ધરપકડના સમાચાર શહેર અને જિલ્લામાં ફેલાઈ જતાં લોકો ઉશ્કેરાયા. ૯ ઑગસ્ટના પ્રભાતે જ સવારે ૬-૪૫ કલાકે એક વિશાળ સરઘસે આસ્ટોડિયા ગેઈટ પર હુમલો કર્યો. એ જ દિવસે ગાંધી રોડ પર નીકળેલા અન્ય એક સરઘસને રોકવા પોલીસે ગોળીબાર કર્યો, જેમાં ઉકાભાઈ કડિયા શહીદ થયા. ૯ ઓગસ્ટના રોજ જ લડતને ટેકો આપવા લોકલ બોર્ડના મેદાનમાં શ્રી ગુલામ રસુલ કુરેશીની અધ્યક્ષતામાં એક વિશાળ સભા ભરાઈ. આ સભાને વિખેરવા પોલીસે પ્રથમવાર ટીયરગેસના સેલ છોડ્યા. આમ પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ + ૧૭ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હિન્દ છોડો'ની લડત અમદાવાદ શહેરમાં અને જિલ્લામાં આગની જેમ પ્રસરી ગઈ. આગેવાનો અને નેતાઓ સાથે સમાજના દરેક વર્ગના લોકો તેમાં હોંશે હોંશે જોડાયા હતા. અમદાવાદની વિદ્યાર્થી આલમે “હિન્દી છોડો'ની લડતમાં છેક આરંભથી જ સક્રિયતા દાખવી હતી. ૮ ઑગસ્ટ ૧૯૪રની રાત્રે રવિશંકર મહારાજની અધ્યક્ષતામાં ગુજરાત કૉલેજના છાત્રાલયમાં એક બેઠક મળી હતી, જેમાં લડતમાં વિદ્યાર્થીઓની ફરજો અંગે રવિશંકર મહારાજે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ૧૦ ઑગસ્ટના સોમવારના રોજ લૉ કૉલેજના મેદાનમાં વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કર્યું. ત્યારબાદ બે હજાર વિદ્યાર્થીઓનું વિશાળ સરઘસ નીકળ્યું. આ સરઘસમાં ૨૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ હતી. ‘ઇન્કલાબ ઝિન્દાબાદ', ‘શાહીવાદ હો બરબાદ' જેવાં સૂત્રો પોકારતું આ સરઘસ ગુજરાત કૉલેજ નજીક પહોંચ્યું. ત્યાં પોલીસે તેને રોક્યું અને તેના પર લાઠીમાર કર્યો. પણ વિદ્યાર્થીઓ જરા પણ ડગ્યા નહિ. પરિણામે પોલીસે ગોળીબાર કર્યો. આ જ ગોળીબારમાં વિનોદ કિનારીવાલા શહીદ થયો. આમ ૮ ઑગસ્ટથી આરંભાયેલ વિદ્યાર્થી આંદોલન ૨૭ માર્ચ ૧૯૪૨ સુધી સતત સક્રિય રહ્યું હતું. ૨૭ માર્ચ ૧૯૪૭ના રોજ આઝાદી જંગને પ્રોત્સાહિત કરવા અમદાવાદમાં વિદ્યાર્થી પરિષદ ભરવામાં આવી હતી. પોલીસના સખત બંદોબસ્તને કારણે માંડવીની પોળને બદલે ઢાલની પોળમાં પરિષદ ભરવામાં આવી. અમદાવાદમાં લગભગ ૮૦,૦૦૦ વિદ્યાર્થીઓએ ૨૫૦ દિવસની અભૂતપૂર્વ હડતાલ ‘હિન્દ છોડો'ની લડત દરમિયાન પાળી હતી, જે સમગ્ર ભારતમાં એક વિક્રમ સર્જક બની રહી હતી. આ | વિદ્યાર્થીઓ સાથે આ લડતમાં સ્ત્રીઓનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું હતું. ૧૯૪૩ ની લડતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિનું સંચાલન શ્રીમતી ચંપાબહેન મહેતા કરતાં હતાં. તેમણે પોતાના નિવાસસ્થાને સ્ત્રીઓની એક સભા બોલાવી હતી, જેમાં સ્ત્રી વૉર્ડ-નાયકો તથા લત્તા-નાયકોની નિમણૂક કરવામાં આવી હતી. સ્ત્રી-વૉર્ડ નાયકોમાં રંજનબહેન દલાલ, યશસ્વતિબહેન ભટ્ટ, ઉદયપ્રભાબહેન મહેતા, સુમિત્રાબહેન ઠાકોર, સરોજબહેન જાની, પદ્માબહેન મહેતા, વગેરેની નિમણૂક કરવામાં આવી હતી. લાઠીમાર અને ગોળીબારથી ઘવાયેલાઓની સારવાર અર્થે વાડીલાલ સારાભાઈ ઇસ્પિતાલ, લલુભાઈ ગોરધનદાસ ઇસ્પિતાલ અને જૂની સિવિલ ઇસ્પિતાલમાં બહેનોની ટુકડીઓ ખડેપગે રહેતી હતી. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪રના દિવસે “મહિલા દિનની ઉજવણી નિમિત્તે માંડવીની પોળમાંથી સાતસો બહેનોનું એક વિશાળ સરઘસ નીકળ્યું હતું. ઇન્કલાબ ઝિન્દાબાદ'ના પોકારો સાથે નીકળેલ એ સરઘસને રોકવા પોલીસે અશ્રુવાયુ છોડવો પડ્યો હતો. ૬ ઓક્ટોબર ૧૯૪૨ના દિવસે “સ્ત્રી દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. એ દિવસે ઢાળની પોળ, ખાડિયા, દરિયાપુર, ઘીકાંટા રોડ, વગેરે વિસ્તારમાં બહેનોનાં સરઘસો નીકળ્યાં હતાં. ભાંગફોડ પ્રવૃત્તિમાં પણ બહેનોની ભાગીદારી નોંધપાત્ર હતી. કુસુમ ઠાકોર બોમ્બ પ્રવૃત્તિમાં સક્રિય હતાં. નિર્મળાબહેન નીરૂભાઈ દેસાઈ અને રમાબહેન રમણિકલાલ ફોજદારે બોમ્બ બનાવવાનો સામાન એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. વિજયાબહેન ઝીણાભાઈ દેસાઈના ઘરે શ્રી કે.જી.પ્રભુ બૉમ્બ બનાવવાનાં રસાયણો મૂકી ગયા હતા. વિજયાબહેને એ જોખમી સામાન સંભાળીને યોગ્ય વ્યક્તિઓને પહોંચતો કરવાની કામગીરી સફળ રીતે પાર પાડી હતી. સ્ત્રીઓની સાથે જ મજૂરની લડત પણ સક્રિયપણે ચાલી હતી. મહાત્મા ગાંધીજી તથા દેશના નેતાઓની ધરપકડના પ્રતિકાર માટે અમદાવાદના મિલમજૂરો એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા. અમદાવાદના આ મિલમજૂરોની આ હડતાલ સમસ્ત ભારતમાં શાંતિપૂર્વકની સૌથી લાંબી એકસો પાંચ દિવસની અપૂર્વ હડતાલ હતી. લડત દરમિયાન મજૂરોને કોઈપણ જાતની આર્થિક સહાય આપવામાં આવી ન હતી, છતાં માત્ર દેશાભિમાનને વળગી રહી ૧૦૫ દિવસ સુધી મિલમજૂરો અંગ્રેજ સરકાર સામે અડીખમ રીતે લડતા રહ્યા હતા, જે સમગ્ર દેશની સ્વાતંત્ર્ય લડતનું ગૌરવપ્રદ અને નોંધપાત્ર પ્રકરણ બની રહ્યું છે. પથિક કે માસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ + ૧૮ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓએ પણ ૧૯૪૨ની લડતમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. હિન્દ સંરક્ષણ ધારા મુજબ તા. ૨૧-૮-૧૯૪૨ના રોજ જિલ્લા કલેકટરે અમદાવાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરી અને મ્યુનિસિપાલિટીની ઇમારત પર ગાંધીજીએ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ ફરકાવેલ રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો. પરિણામે સુધરાઈ કર્મચારીઓ રોષે ભરાયા અને હડતાલ પાડી. સરકારે સુધરાઈની ઇમારત અને કમ્પાઉન્ડનો કબજો લઈ લીધો. પણ છતાં બપોરના ત્રણેક વાગ્યે ઇજનેર ખાતાની કચેરીના મકાનની અગાસીમાં કોઈ દેશભક્ત રાષ્ટ્રીય મહાસભાનો ત્રિરંગો વાવટો લહેરાવી દીધો. એ વાવટો જોઈ સૌ કર્મચારીઓ ગેલમાં આવી ગયા. ‘ઇન્કલાબ ઝિન્દાબાદ'ના સૂત્રોચ્ચારથી સુધરાઈનું કમ્પાઉન્ડ ગાજી ઊઠ્યું. લડતમાં ભાગ લેનાર કર્મચારીઓને સરકારે બરતરફ કર્યા, સજાઓ કરી છતાં કર્મચારીઓ ૧૯૪૨ની લડતમાં સતત સક્રિય રીતે અમદાવાદ સુધરાઈએ સમગ્ર દેશની સુધરાઈઓને આદર્શ નમૂનો પૂરો પાડ્યો હતો. લડતના આરંભકાળથી જ સુધરાઈના કર્મચારીઓએ લડતને અનુમોદન આપતો, રાષ્ટ્રીય સરકાર રચવાની માંગણી કરતો અને સરકારીની દમન-નીતિને વખોડી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો. એ જ બાબત અમદાવાદ સુધરાઈના કર્મચારીઓની રાષ્ટ્રીય ભક્તિની સાક્ષી પૂરતી ઘટનાઓ છે અને રહેશે. અહિંસક લડતની સાથે અમદાવાદ શહેરમાં ભાંગફોડ-પ્રવૃત્તિ પણ સરકારના તંત્રને ખોરવી નાખવા સક્રિયપણે થઈ હતી. પોલીસો, પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો, પોલીસવાનો તથા સરકારી કચેરીઓ પર પથ્થરમારાના અસંખ્ય બનાવો અમદાવાદમાં નોંધાયા છે. સપ્ટેમ્બર, ૧૯૪૨થી જુલાઈ, ૧૯૪૩ દરમિયાન સરકારી અને અર્ધ સરકારી કચેરીઓને આગ લગાડવાના ૩૩ અને સુધરાઈની શાળાઓને આગ લગાડવાના ૨૫ બનાવો બન્યા હતા. ૩૦ જેટલા પોલીસ કોન્સ્ટબલો અને બે પોલીસ અધિકારીઓ પર તેજાબ નાખવાની ઘટનાઓ પણ બની હતી. લડતના ભાગરૂપે યુવાનોએ શહેરના જુદા જુદા લત્તામાં ૨૧૦ જેટલા સ્થળોએ તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં હતાં. અમદાવાદની આસપાસ આવેલા રેલવે સ્ટેશન નજીકની રેલવેની મિલકતને નુકસાન કરવાના તથા ગાડીઓ ઉથલાવવાના પ્રયાસો પણ થયા હતા. સરકારી મહેસૂલ ભરવાનું કાર્ય અટકાવવા પ્રીતમનગર વ્યાયામ શાળાના ભાઈઓએ માદલપુર અને કોચરબના સરકારી ચોરા પર હુમલો કરી ભરણાની રકમ લૂંટી હતી. બોમ્બ-પ્રવૃત્તિ પણ ૨ની લડતમાં સક્રિયપણે અમલી બની હતી. ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૨ના રોજ માદલપુરના ગરનાળા પાસે બોમ્બ ફૂટ્યો હતો. એ પછી ૨૮ મે ૧૯૪૩ સુધીમાં બૉમ્બ ફૂટવાના, મળી આવવાના કે ફેંકવાના ૬૬ બનાવો બન્યા હતા. આ પ્રવૃત્તિ સપ્ટેમ્બર ૧૯૪રથી જાન્યુઆરી ૧૯૪૩ દરમિયાન અત્યંત સક્રિય રહી હતી. બોમ્બ ફેંકવાથી નારણભાઈ પટેલ અને નાનજીભાઈ કાળીદાસ મરણ પામ્યા હતા. રાયપુર, પીપરડીની પોળમાં રાસાયણિક બોમ્બ બનાવતાં ધડાકો થવાથી નંદલાલ જોષી અને નરહરી રાવળ મરણ પામ્યા હતા. જમાલપુર, લાંબીશેરીમાં રાસાયણિક બોમ્બના ધડાકાથી પિયુષકાન્ત ચૌધરી અને શાંતિલાલ પટેલ સખત ઘવાયા હતા. રામપ્રસાદ વાડીલાલ શાહ, મનહરલાલ રાવળ, બાલમુકુન્દ આચાર્ય, નાનુભાઈ નિત્યાનંદ અને તેમના સાથીઓએ જાતે બૉમ્બ બનાવી વીજળીનાં પાંચ સબસ્ટેશનોમાં ૧૬ બૉમ્બ મૂક્યા હતા. તેમાંના ૧૪ બોમ્બના ધડાકા થતાં આખા શહેરમાં અંધકાર છવાઈ ગયો હતો. પરિણામે વીજળી કંપનીને રૂ. ૩૪૫૧નું નુક્સાન થયું હતું. આમ ૧૯૪૨ની લડત અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં સક્રિયપણે ચાલી હતી. પાદટીપ ૧. પંડ્યા, વિષ્ણુ, વિપ્લવમાં ગુજરાત, પ્ર. ડૉ. આરતી પંડ્યા, સમાન્તર મુદ્રણાલય, અખબારનગર પાસે, નવા વાડજ, અમદાવાદ-૧૨, પૃ. ૪,૫ ૨. એજન, પૃ. ૭ ૩. ગુજરાત, પ્ર.ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ-૯, ૧૯૯૫, પૃ. ૨૨ પથિક કરૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૨ * ૧૯ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪. ૫. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્મા, જયકૃષ્ણ નાગરદાસ (અનુવાદક), હિન્દી રાષ્ટ્રીય કૉંગ્રેસનો ઇતિહાસ, વડોદરા, ડિસેમ્બર, ૧૯૨૧, પૃ. ૨૦૩, ૨૦૪ દલાલ, ચંદુલાલ (સંપાદક), ગાંધીજીની દિનવારી, પ્ર, ગુજરાત રાજ્ય મહાત્મા ગાંધી જન્મ-શતાબ્દી ઉજવણી સમિતિ, અમદાવાદ, માર્ચ ૧૯૭૦ F . એજન, પૃ. ૬૩ ૭. ગાંધીજીનો અક્ષરદેહ - ૧૪, નવજીવન પ્રકાશન, અમદાવાદ-૧૪, ૧૯૬૯, પૃ. ૨૧૮ ૮. દેસાઈ, નીરૂભાઈ, વાસરિકાનાં વહેતાં વારિ, પ્ર. નીરૂભાઈ દેસાઈ સ્મારક ફાઉન્ડેશન, અમદાવાદ, એપ્રિલ૧૯૯૬, પૃ. ૬૨-૬૩ ૯. આ જ દિવસે અમૃતસરમાં જલિયાનવાલા બાગનો હત્યાકાંડ સર્જાયો. ૧૦. સપ્ટેમ્બર ૧૯૧૭માં આશ્રમ કોચરબમાંથી સાબરમતી લઈ જવામાં આવ્યો હતો. ૧૧. માવળંકર, ગણેશ વાસુદેવ અને દલાલ, ચંદુલાલ ભગુભાઈ, રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો, પ્ર. અમદાવાદ મ્યુનિસિપલ કોરપોરેશન, અમદાવાદ, ૧૯૬૨, પૃ. ૮૯ ૧૨. યાજ્ઞિક, ઇન્દુલાલ, આત્મકથા ભાગ-૨, પૃ.૨૬૮, ૨૬૯ ૧૩. પરીખ, રામલાલ (સંપાદક), ગુજરાત એક પરિચય, ભારતીય રાષ્ટ્રીય કેંગ્રેસ ૬૬મું અધિવેશન, સ્વાગત સમિતિ, અમદાવાદ, ૧૯૬૧, પૃ. ૬૫૦ ૧૪. જોષી, છગનલાલ (સંપાદક), બાપુના પત્રો-૭, શ્રી છગનલાલ જોષીને, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ૧૪, એપ્રિલ ૧૯૬૨, પૃ. ૧૨૪ ૧૫. ગાંધીજીનો અક્ષરદેહ-૪૩, પૃ. ૫૪ ૧૯. એજન, પૃ. ૭૨ ૨૦. ગાંધીજીનો અક્ષરદેહ-૪૩, પૃ. ૭૯ ૧૬. એજન, પૃ. ૬૮ ૧૭. એજન, પૃ. ૬૯ ૧૮. મહેતા કલ્યાણજી અને દેસાઈ ઈશ્વરલાલ, દાંડીકૂચ, પ્ર. ગુજરાત રાજય મહાત્મા ગાંધી જન્મ-શતાબ્દી ઉજવણી સમિતિ, માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સચિવાલય, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૬૩ ૨૧. ગુજરાત, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, ૧૯૯૫, પૃ. ૫૮ ૨૨. માવળંકર, ગણેશ વાસુદેવ અને દલાલ, ચંદુલાલ ભગુભાઈ, રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો, પ્ર. અમદાવાદ મ્યુનિસિપલ કોરપોરેશન, અમદાવાદ, ૨૯૧-૯૨ ૨૩. (૧૭) એજન, પૃ. ૩૧૦ ૨૪. શાહ, કાંતિલાલ, ધોલેરા સત્યાગ્રહ, માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર, વિસ્તૃત માહિતી અર્થે જોવું. ૨૫. શાહ, કાંતિલાલ, વીરમગામ સત્યાગ્રહ, માહિતીખાતું, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર, વધુ માહિતી માટે જોવું. ૨૬. શુક્લ, ડૉ. જયકુમાર, બેતાળીસમાં અમદાવાદ, પ્ર. લેખક, મંગલમ્ મણિનગર, અમદાવાદ-૧૯૮૮ વધુ માહિતી માટે જોવું. પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૨૦ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેડછી આશ્રમનો રાષ્ટ્રીય આંદોલનમાં ફાળો* | દેવાઈ લા ડૉ. હિતેન્દ્રસિંહ વાય. ખરવાસિયા દેશમાં સ્વાતંત્ર્ય આંદોલન જયારે પૂરજોશમાં ચાલતું હતું ત્યારે વેડછી આશ્રમ પણ તેમાંથી અલિપ્ત રહી શક્યો ન હતો. વેડછી આશ્રમના પ્રયાસો થકી આ વિસ્તારની પ્રજા સ્વરાજય માટેની લડતમાં ઉત્સાહભેર જોડાવા લાગી હતી એવું જાણવા મળે છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (એ.આઈ.સી.સી.) એ ગાંધીજીના આગ્રહથી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ને દેશમાં અસહકાર આંદોલન શરૂ કરવા ભલામણ કરી. સપ્ટેમ્બર ૧૯૨૦માં કલકત્તા મુકામે લાલા લજપતરાયના અધ્યક્ષપદે કોંગ્રેસનું એક વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું, જેમાં ગાંધીજીના અસહયોગના ક્રાંતિકારી સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ હિંદના રાજકારણમાં ગાંધીજીનો સીધો પ્રવેશ થયો. ગાંધીજીના પ્રવેશથી માંડીને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધી અનેકવિધ આંદોલનો થયાં. બારડોલી સત્યાગ્રહ, , ધરાસણા સત્યાગ્રહ, હિંદ છોડો ચળવળ જેવાં અનેકવિધ આંદોલનોમાં વેડછી આશ્રમ કોઈ ને કોઈ રીતે સંકળાયો હતો એવું જાણવા મળે છે. વેડછી આશ્રમની સ્થાપના ૧૯૨૪ માં કરવામાં આવી હતી. આ આશ્રમ રાષ્ટ્રીય આંદોલનમાં કોઈ ને કોઈ રીતે સહભાગી થતો અને તેથી અંગ્રેજ સરકારની પણ તેના પર સતત નજર રહેતી અને આ આશ્રમને સૌપ્રથમ ઈ.સ. ૧૯૩૦, ઈ.સ. ૧૯૩૨ માં બીજી વખત અને ઈ.સ. ૧૯૪૨ માં ત્રીજી વખત જપ્ત કરવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૯૨૨ થી ઈ.સ.૧૯૨૭ સુધીના પાંચ વર્ષના ગાળા દરમ્યાન વેડછી પ્રદેશ અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો. મહાત્મા ગાંધીજીના રચનાત્મ વિચારોને આગળ ધરી રાનીપરજ પ્રજા આગળ વધી રહી હતી અને એ વિચારોના અમલીકરણને કારણે જ સ્વરાજની પર્વ રહ્યું હતું. એવા સમયે અંગ્રેજ સરકારે બારડોલી પ્રજા પર મહેસૂલ વધારે ઠોકી બેસાડ્યો. જેને પરિણામે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સરકાર સામે નાકરની લડત શરૂ કરવાનો નિર્ણય ૧૯૨૮ માં લેવામાં આવ્યો. આ અંગેના સમાચાર સાંભળતા જ સમગ્ર રાષ્ટ્રનું વાતાવરણ આંદોલનના રંગે રંગાઈ ગયું. બારડોલી ક્ષેત્ર તેમજ તેની આજુબાજુનો રાનીપરજ વિસ્તાર આંદોલનમાં સહભાગી થવા થનગની રહ્યો હતો એવું જાણવા મળે છે. આ સમયે વેડછી આશ્રમની નેતાગીરી ચુનીભાઈ મહેતા સંભાળી રહ્યા હતા. બારડોલીના નાકર સત્યાગ્રહને લઈને તાલુકામાં અનેક છાવણીઓ આકાર લઈ રહી હતી, એમાંની એક છાવણી વેડછી આશ્રમમાં પણ સ્થાપવામાં આવી. વેડછી આશ્રમનાં કાર્યકર ભાઈબહેનો પણ તાલુકામાં લડત માટે નીકળી પડ્યાં એટલું જ નહીં પરંતુ વેડછી ગામના પોલીસ પટેલ શ્રી દેવજીભાઈ જસીયાએ પટેલાઈમાંથી રાજીનામું આપી દીધું. વેડછી વિસ્તારમાં મહેસૂલ ન ભરવા અંગેની જાગૃતિ લોકોમાં કેળવાય તે માટે આશ્રમના વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં જોડાયા હતા અને મહેસૂલ ન ભરવાનું ગીત – ‘ભલે કાયાના કટકા થાય અમે લીધી પ્રતિજ્ઞા પાળીશું રે’ એ ગામેગામ ગુંજતું કર્યું હતું. લોકોમાં સત્યાગ્રહના સમાચાર ઝડપથી પહોંચી શકે તે માટે પત્રિકા બહાર પાડવા માટે વલ્લભભાઈ પટેલે જુગતરામભાઈ દવેને જવાબદારી સોંપતાં પત્રિકાઓ બહાર પાડવામાં આવતી * આ પત્રિકાને બારડોલી આશ્રમમાંથી લાવી વેડછી વિસ્તારમાં પહોંચતી કરવાની કામગીરીમાં આશ્રમના કાર્યકર્તાઓ અને સત્યાગ્રહીઓ જોડાયા હતા. રાત્રિના અંધકારનો લાભ લઈ લડતના કાર્યકરો આ વિસ્તારનાં વિવિધ ગામોમાં ઘણી વળતા અને નક્કી કરેલી જગ્યાએ જમીનમાં ખાડો ખોદી એક માટલી મૂકી તેમાં બારડોલી પત્રિકા મૂકી ફરીથી માટલીને માટી વડે ઢાંકી દેવામાં આવતી અને એ ગામના લોકોને પત્રિકામાં જણાવ્યા પ્રમાણેના નક્કી કરેલા કાર્યક્રમોની માહિતી મોકલતા. બારડોલી સત્યાગ્રહ આ વિસ્તારના * સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગર ખાતે તા. ૨૦-૨૧ ડિસેમ્બર, ૨૦૦૩ દરમ્યાન આયોજિત રાજયસ્તરીય પરિસંવાદ પ્રસંગે રજૂ કરેલ શોધપત્ર + અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઓલપાડ, જિ. સુરત, ૩૯૪૫૪૦ પથિક કે નૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ર૦૦૫ ૪ ૨૧ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક યુવાનોને પણ પ્રભાવિત કર્યા હતા. અનેક યુવાનોની સરકારે ધરપકડ કરી હતી ત્યારે લોકોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે વલ્લભભાઈ પટેલે વેડઢી આશ્રમમાં રાનીપરજનાં સ્ત્રી-પુરુષો સમક્ષ નાકરની લડતના અનુસંધાનમાં ભાષણ આપ્યું હતું.” વેડછી આશ્રમ અને આજુબાજુના રાનીપરજ લોકોમાં બારડોલી સત્યાગ્રહની સફળતાએ ઉત્સાહ પ્રેરવાનું કામ કર્યું હતું. કારણ કે બારડોલીની નાકરની લડત પછી જે જે આંદોલનો થયાં એમાં પણ વેડછી આશ્રમે સ્વરાજયપ્રાપ્તિની લડત માટે કાર્યકરો તૈયાર કરી પૂરા પાડવાની મહત્ત્વની જવાબદારી અદા કરી હતી. ભારતમાંથી બ્રિટિશ શાસનનો અંત લાવી સ્વરાજ્યની પ્રાપ્તિ માટે ગાંધીજીએ લોકોને સવિનય કાનૂન ભંગના આંદોલનમાં જોડાઈ જવા અનુરોધ કર્યો. લડતના મુખ્ય કાર્યક્રમોમાં સરકારના મીઠાને લગતા કાયદા તથા અન્ય ગેરવાજબી કાયદાઓનો ભંગ કરવો, સરકારને કર આપવાનો ઈન્કાર કરવો, સરકારનો શક્ય તેટલી કક્ષાએ બહિષ્કાર કરવો, સરકારી નોકરીઓ, ખિતાબો અને શિક્ષણનો ત્યાગ કરવો, વિદેશી કાપડની દુકાનો અને દારૂના પીઠાઓ પર પિકેટિંગ કરવું વગેરેનો સમાવેશ થતો હતો. સવિનય કાનૂન ભંગની લડતના ઉપક્રમે આયોજિત દાંડીકૂચ દરમ્યાન જ્યારે પદયાત્રીઓ સુરત જિલ્લામાં પ્રવેશે ત્યારે કૂચની વ્યવસ્થા કરવાની જવાબદારી વેડછી આશ્રમના જુગતરામભાઈ તથા કલ્યાણજીભાઈ જેવા કાર્યકરોને સોંપવામાં આવતી હતી. વેડછી આશ્રમના સર્વ કાર્યકર્તાઓ, મોટી ઉંમરની બહેનો તથા વિદ્યાર્થીઓ પણ સ્વરાજ સંગ્રામની આ લડતમાં ઝુકાવવા તૈયાર થઈ ગયા હતા. બાપુની ટુકડી સુરત જિલ્લામાં પ્રવેશ કરે તે પહેલાં વેડછી આશ્રમની ટુકડી જિલ્લાના તે પ્રવેશદ્વાર પર પહોંચી ગઈ અને સત્યાગ્રહી ટુકડી માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં ગામલોકોને મદદરૂપ બની હતી." મીઠા સત્યાગ્રહમાં વેડછીની ટુકડી પણ બીજા હજારો સત્યાગ્રહીઓ સાથે ભળી ગઈ. પાછળથી તેમના કાર્યકર્તાઓ ભીમરાડ, બૂડીયા (તા. ચોર્યાસી) જેવા ખાડી કાંઠા ઉપર જામેલું મીઠું ઉપાડતા, લોકોને રેટિયો, તકલી શીખવતા તથા ગ્રામસફાઈ પણ કરતા. એ જ ભીમરાડમાંથી તા.૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. એમાંના એક વેડછી આશ્રમના શ્રી ચીમનલાલ ભટ્ટ પણ હતા અને ભારતભરમાં આ ધરપકડ સૌથી પહેલી હતી. સત્યાગ્રહ દરમ્યાન દાંડીથી કરાડી આવી ગાંધીજીએ ત્યાં મુકામ કર્યો. તેમણે આજ વખતે દેશની બહેનોને દારૂના પીઠાં અને વિલાયતી કાપડની દુકાનો પર પિકેટિંગ કરવાનો કાર્યક્રમ આપ્યો તે દરમ્યાન વેડછીમાંથી ચુનીભાઈનાં પત્ની સુરજબહેન જોડે બહેનોની ટુકડી મીઠુબહેન પિટિટની આગેવાનીવાળી ટોળીમાં ભળી ગઈ. એ ટુકડીને મદદ કરવા વેડછી આશ્રમના નિષ્ઠાવાન સેવક ગોરધનબાબાની બહેનોએ પસંદગી કરી. આ ટુકડી પ્રથમ બારડોલી તાલુકાના ગામોમાં ફરીને સ્વયંસેવિકાઓની ભરતી કરવાનું કામ કરતી અને તે પૂર્ણ થતાં સુરતની મુખ્ય છાવણીમાં જઈ શહેરનાં જુદાં જુદાં પીઠાઓ ઉપર પિકેટિંગનું કામ કરતી હતી. વેડછીની બહેનો પણ આ કામમાં ઉત્સાહભેર જોડાઈ. દશરીબહેન ચૌધરી અને બીજી કેટલીક બહેનો ભેગી થઈ વાલોડના પીઠા ઉપર પિકેટિંગની કામગીરી બજાવી રહ્યાં હતાં ત્યારે એક પારસીએ તેમને ધક્કા મારી કાઢી મૂક્યાં. આથી બહેનો અને ગ્રામજનો હથિયારો લઈને આવ્યા અને આખા ગામના તથા આજુબાજુના વિસ્તારમાં જઈ પારસીનાં ખજૂરીનાં ઝાડ કાપી નાખ્યાં જેને પરિણામે પીઠાં બંધ પડી ગયાં. આ ઉપરાંત સ્વદેશી અને ખાદી પ્રચારના કાર્યમાં પણ વેડછી આશ્રમની બહેનો જોડાઈ હતી. ૨૫ જાન્યુઆરી, ૧૯૩૩ ના રોજ સૂરજબહેન ચૂનીલાલ મહેતા, દશરીબહેન રૂમશીભાઈ ચૌધરી, ગેનાબેન ભૂરિયાભાઈ ચૌધરી, દંડાબેન ભુરજીભાઈ ચૌધરી, લલિતાબેન હાંસજીભાઈ પટેલ, દેવીબેન માધવભાઈ પટેલ એમ છ બહેનોની એક ટુકડી બનાવવામાં આવી હતી. આ ટુકડી રંગીન કપડાં પહેરી સ્વદેશી અપનાવોનાં બોર્ડ ગળામાં લટકાવી સુરતમાં મોટી ભાગળ આગળ આવી પહોંચી અને ત્યાં વિદેશી કાપડ વેચનારી દુકાન પર પિકેટિંગ કરી ગ્રાહકોને દુકાનમાંથી ખરીદી કરતા અટકાવતી અને વિદેશી કાપડની દુકાન આગળ સ્વદેશી વેચો એવો નાદ આ ટુકડી કરતી. પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી.૧૫ સુરતની જેલમાં પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૨૨ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ્યા ન હોવાથી વેડછી આશ્રમની આ છ બહેનોની ટુકડીને પૂનાની યરવડા જેલમાં મોકલી આપવામાં આવી, જ્યાં પહેલેથી જ કસ્તુરબા, સરોજિની નાયડુ તથા બીજી કેટલીક બહેનો હતી જ. ગુજરાતની બહેનો પણ આ જેલમાં આવી છે એવા સમાચાર જયારે કસ્તુરબાને મળ્યા ત્યારે તેઓ વેડછી આશ્રમની બહેનોને સામેથી આવીને મળ્યાં. આ સમય દરમ્યાન એક મહત્ત્વનો પ્રસંગ બન્યો હતો અને તે વેડછી જેવા રાનીપરજ વિસ્તારની ચૌદ પંદર વર્ષની આદિવાસી કન્યાએ કસ્તુરબાને વાંચતાં-લખતાં શીખવ્યું હતું. તે પ્રસંગ ખુદ દશરીબહેન ચૌધરીના શબ્દોમાં કહીએ તો – “થોડા દિવસ વિત્યા બાદ કસ્તુરબા મારી પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં, દિકરા, તું મને લખતાં-વાંચતાં શીખવીશ? ત્યારે મે કહ્યું, ના બા, તમે ક્યાં અને હું ક્યાં ? મારાથી તમને કઈ રીતે શીખવી શકાય ?” કસ્તુરબાના આગ્રહથી દશરીબહેને તેમને ત્રણ જ મહિનામાં લખતાં-વાંચતાં શીખવી દીધાં. આ અગાઉ કસ્તુરબા જયારે ગાંધીજીને પત્ર લખતાં ત્યારે તેમને અન્યનો સહારો લેવો પડતો, પરંતુ ત્યારથી તેઓ જાતે જ પત્ર લખતાં થઈ ગયાં ? ધરાસણા સત્યાગ્રહમાં પણ આશ્રમની ટુકડી સહભાગી થઈ હતી. ધરાસણા સત્યાગ્રહમાં જયારે ગુજરાત અને આખા દેશના ખૂણે ખૂણેથી અનેક સત્યાગ્રહીઓના જથ્થા ધરાસણા પહોંચતા હતા ત્યારે વેડછી આશ્રમની ટુકડી પણ એમાં જોડાઈ હતી. ત્યાં ટુકડીના સભ્યોને માર સહન કરવો પડતો હતો એટલું જ નહીં આ ટુકડીની ધરપકડ પણ કરવામાં આવી. આ ટુકડી પર કામ ચલાવવા માટે અધિકારીઓ પાસે સમય ન હોવાથી આ ટુકડીને વાડામાં અટકાવી રાખવામાં આવી હતી, જ્યાં તેમને આઠ દસ દિવસ સુધી ખાવા-પીવાની ઘણી મુશ્કેલી પડી હતી. બાજુની વસ્તીમાં આ અંગેની જાણ થતાં બહેનો પાણીના ઘડા અને રોટલા ગુપ્ત રીતે આ ટુકડીને પહોંચતા કરતી. થોડા દિવસ પછી વેડછીની ટુકડીને એક એક માસની સજા કરી વરલી જેલમાં મોકલી આપવામાં આવી હતી.19 ગાંધીજીએ જ્યારે વ્યક્તિગત સત્યાગ્રહનો આદેશ આપ્યો ત્યારે પણ વેડછી આશ્રમમાંથી ગોરધનબાબાની સત્યાગ્રહી તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે વેડછી ગામમાં જાહેર સભા ભરી સત્યાગ્રહ કર્યો. સમગ્ર ગુજરાતમાં આ પહેલો પ્રસંગ હતો.૮ ઓગસ્ટ ૭, ૮ ૧૯૪૨ ના રોજ મહાસભામાં ક્વીટ ઇન્ડિયા 'હિંદ છો જાવનો ઠરાવ પસાર થયો વેડછી આશ્રમ તો તે પહેલાં જ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. આ સમયે આશ્રમના ગૃહપતિ નાનુભાઈ પટેલ, ભગવતીભાઈ હરિપ્રસાદ દવે તથા અન્ય વિદ્યાર્થીઓને આશ્રમની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેઓ નજીકના ખાનપુર ગામના જુવારના ખેતરમાં એક અઠવાડિયા સુધી સંતાઈ રહ્યા હતા. નજીકના અંબાચ ગામના એક ચૌધરી કુટુંબને એની જાણ થતાં રોજ તેમને જમવા માટે બોલાવતા. એ દરમ્યાન સત્યાગ્રહ કરી જેલમાં પહોંચવાનો સંદેશો તેમને મળતાં તેઓ સંતા સંતાતા બોરડોલી પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં નિશાન ચૂકવી “મહાત્મા ગાંધી કી જય”, “ભારત છોડો', ‘વંદે માતરમનો પોકાર જોરજોરથી કરતાં તેમની ધરપકડ કરવામાં આવી. વેડછી આશ્રમ જપ્ત થયેલો હોવા છતાં આ વિસ્તારમાં સ્વરાજપ્રાપ્તિનો ઉત્સાહ જરા પણ મંદ પડ્યો હોય એવું જાણવા મળતું ન હતું. લડત દરમ્યાન વેડછી આશ્રમને ત્રણ વખત જપ્ત કરવામાં આવ્યો હતો. જતી દરમ્યાન આશ્રમની ભારે દુર્દશા થતી. સિપાહીઓ તેમાં નિવાસ કરતા, અખાદ્ય ખોરાક રાંધીને ખાતા, જરૂર પડે ત્યારે આશ્રમના મકાનોમાંથી બારી-બારણાં તોડી લાવી તેનું ઈંધણ કરતા, ગામમાં કોઈ રાષ્ટ્રીય પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તેની નજર રાખતા અને અવારનવાર આસપાસનાં આદિવાસી કુટુંબોને રંજાડતા.૨૦ આવા સમયે વેડછી આશ્રમને જામીમાંથી છોડાવવા રાનીપરજ કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને વણકરોની ટોળી વેડછી આશ્રમ પર પહોંચી જતી, જયાં પોલીસ તેમને દંડા મારી હાંકી કાઢતી. માર ખાઈને આ સત્યાગ્રહી સૈનિકો ગાયકવાડી આશ્રયસ્થાનોમાં જેમ તેમ પહોંચતા. આ રાનીપરજ અને ખાદીધારી યુવકોને પોતપોતાના ઘરે જવાનું જયારે સમજાવવામાં આવતું ત્યારે તેઓ કહેતા - અમે ઘેરથી ચાંલ્લા કરાવીને લડતમાં નીકળ્યા છીએ. તે હવે શું મોં લઈને પાછા ઘેર જઈએ? હવે તો જેલ મળે પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૩ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ky Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં સુધી લડત આપતા જ રહેવાના.” તેમનો આ પ્રકારનો ઉત્સાહ છેલ્લે સુધી ટકી રહ્યો હતો. આમ રાનીપરજ વિસ્તારમાં રાષ્ટ્રીય આંદોલનને લગતા અનેકવિધ કાર્યક્રમો થયા તેમાં વેડછી આશ્રમની ભૂમિકા મહત્ત્વની રહેવા પામી હતી એવું ઉપરોક્ત ચર્ચા દ્વારા જાણી શકાય છે. આશ્રમ દ્વારા રચનાત્મક કામો અને રાજકીય લડતનાં કામોને ક્યારેય પણ અલગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જયારે રાજકીય લડત થોડા સમય માટે શાંત રહેતી ત્યારે આશ્રમ રચનાત્મક પ્રવૃત્તિ કરવા લાગતો હતો અને જ્યારે જ્યારે રાજકીય લડત માટે રાષ્ટ્રભક્તોની જરૂર પડતી તો તે પૂરી પાડવાની મહત્ત્વની જવાબદારી પણ વેડછી આશ્રમે ઉપાડી લીધી હતી. ગાંધીયુગના ઋષિ જુગતરામ દવે, ખાદીભક્ત ચૂનીભાઈ મહેતા તથા ચીમનભાઈ ભટ્ટની ત્રિમૂર્તિની ભેટ આ વિસ્તાર તથા રાષ્ટ્રને મળી તેનો યશ સ્વરાજ આશ્રમ વેડછીને ફાળે જાય છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ ગણાશે નહિ. પાદટીપ ૧. પટેલ મંગુભાઈ રા, ‘ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેના ઘડવૈયાઓ’, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૯૪, પૃષ્ઠ ૨૭૦ ૨. “સ્વરાજ આશ્રમ વેડછીની સર્જક ત્રિમૂર્તિ”, સ્વ. જુગતરામ દવે જન્મશતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રકાશિત પત્રિકા, સ્વરાજ આશ્રમ, વેડછી, જિ. સુરત ૩. ધારૈયા રમણલાલ કે. “આધુનિક ભારતનો ઇતિહાસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો", ખંડ-૨, (૧૯૨૦ થી ૧૯૪૭), યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૯૪, પૃષ્ઠ ૭૪ ૪. દેસાઈ ઈશ્વરલાલ ઈ. (સંપાદક) “રાનીપરજમાં જાગૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામ સાહિત્યમાળા, પુસ્તક-૩, સ્વાતંત્ર્ય ઈતિહાસ સમિતિ, જિલ્લા પંચાયત, સુરત, ૧૯૭૧, પૃષ્ઠ ૫૬ ૫. ચૌધરી દશરબેન કાનજીભાઈ (જન્મ તારીખ ૩-૧૦-૧૯૧૮) વેડછી ગામનાં વતની તથા સ્વાતંત્ર્ય સેનાની અને નિવૃત્ત શિક્ષિકાની તા. ૨૮ અને ૨૯ નવેમ્બર ૨૦૦૩ ના રોજ લીધેલ રૂબરૂ મુલાકાત. चौधरी माधुभाई धु., भांभोर मनसुखभाई सी., व्यास भीखुभाई, 'स्वराज आश्रम वडेली' गुजरात की नई तालीम की संस्थाओं की परिचयमाला पु. १६, वर्मा अशोक (अनुवाद), गुजरात नई तालीम संघ, गूजरात विद्यापीठ, અમાવાવ, પૃ. ૬ ૭. ચૌધરી દશરીબેન કાનજીભાઈ, પૂર્વોક્ત. ૮. દેસાઈ ઈશ્વરલાલ ઈ. (સંપાદક) “સ્વાતંત્ર્ય સંગ્રામ', સ્વાતંત્ર્ય સંગ્રામ સાહિત્યમાળા, પુસ્તક-૫, સ્વાતંત્ર્ય ઇતિહાસ સમિતિ, જિલ્લા પંચાયત, સુરત, ૧૯૭૫, પૃષ્ઠ ૩૮૨ . ૯. ધારૈયા રમણલાલ કે., પૂર્વોક્ત પૃષ્ઠ ૮૧ ૧૦. દેસાઈ નારાયણ (સંપાદક) “વેડછીનો વડલો', ગ્રામ સેવા સમાજ, વ્યારા, ૧૯૮૪, પૃષ્ઠ ૧૪૭ ૧૧. એજન ૧૨. દેસાઈ ઈશ્વરલાલ ઈ. (સંપાદક), પૂર્વોક્ત પૃષ્ઠ ૫૭ ૧૩. દેસાઈ નારાયણ (સંપાદક), પૂર્વોક્ત પૃષ્ઠ ૧૪૯ ૧૪. ચૌધરી દશરબેન કાનજીભાઈ, પૂર્વોક્ત ૧૫. એજન ૧૬. એજન ૧૭. દેસાઈ નારાયણ (સંપાદક), પૂર્વોક્ત પૃષ્ઠ ૧૫૦ ૧૮. દવે જુગતરામ, 'મારી જીવનકથા', નવજીવન પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૫, પૃષ્ઠ ૧૭૦ ૧૯. દવે ભગવતભાઈ હરિપ્રસાદ, અમદાવાદ જિલ્લામાં આવેલ બાવળા ગામના મૂળવતની તથા ૧૯૩૯ થી ખાદી કુટિર, વેડછીમાં રહેતા અને સ્વાતંત્ર્ય સેનાનીની તા. ૨૯-૧૧-૨૦૦૩ શનિવારના રોજ લીધેલ રૂબરૂ મુલાકાત. ૨૦. દેસાઈ નારાયણ (સંપાદક), પૂર્વોક્ત પૃષ્ઠ ૧૫૧ ૨૧. દવે જુગતરામ, ખાદી ભક્ત ચૂનીભાઈ', નવજીવન પ્રકાશન, અમદાવાદ, ૧૯૬૬, પૃષ્ઠ ૧૧૪-૧૧૫ પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૪ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વરાજ્ય-સંગ્રામ પત્રિકા : આઝાદીના ઇતિહાસનું એક મહત્ત્વનું સાધન ચૌધરી દિલીપકુમાર સી.* કોઈપણ દેશની આઝાદીની લડતમાં સફળતા મેળવવા માટે લોકજાગૃતિ એક મહત્ત્વનું પરિબળ હોય છે. આપણા દેશમાં પણ આઝાદીની વિભિન્ન લડતો દરમ્યાન લોકજાગૃતિ કેળવવા માટે વિવિધ ઉપાયો યોજવામાં આવેલા જોવા મળે છે. સભા સરઘસો અને પ્રભાતફેરીનું આયોજન, લોકસંપર્ક, દૈનિકો સામયિકો કે પુસ્તકોનું પ્રકાશન, તેમજ પત્રિકા-પ્રવૃત્તિ દ્વારા આપણે ત્યાં લોકજાગૃતિ કેળવવામાં આવતી હતી. આઝાદીની લડતો જ્યારે અંગ્રેજ સરકારના નિયંત્રણમાં ન રહેતી ત્યારે તે સ્વાભાવિક રીતે જ દમનનો કોરડો વીંઝતી. સભા સરઘસ પર પ્રતિબંધ, સંવેદનશીલ સાહિત્યની જપ્તી, તેમજ વાંધાજનક સંસ્થાઓ પર પ્રતિબંધ લાદવામાં આવતો. આવા સંજોગોમાં લોકસંપર્ક માટે, લોકજાગૃતિ માટે, તેમજ લડતના પ્રચાર-પ્રસાર માટે પ્રજાને ભૂગર્ભમાં રહી પત્રિકાપ્રવૃત્તિ ચલાવવી પડતી હતી. આમ સરકારે લડતને પ્રોત્સાહન આપતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હોય ત્યારે આવી ભૂગર્ભ પત્રિકા-પ્રવૃત્તિ ઘણી મહત્ત્વની પ્રવૃત્તિ બની રહેતી. પત્રિકા-પ્રવૃત્તિ : સરકારી પ્રતિબંધને કારણે લડતના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા સારુ, લોકોને સમયે સમયે લડતની વાકેફ કરવા સારું, લડતના આયોજન અને કાર્યક્રમની લોકોને જાણ કરવા સારુ, લડત પ્રત્યે લોકોનો ઉત્સાહ ટકાવી રાખવા સારુ, તેમજ લોકોને લડત પ્રત્યે જાગૃત કરવા સારુ, પત્રિકાનું પ્રકાશન થતું. આઝાદીની લડતો દરમ્યાન ગુજરાતમાં પણ વિભિન્ન પત્રિકાઓ બહાર પડેલી જોવા મળે છે, જેમાં ‘સ્વરાજ સંગ્રામ પત્રિકા’, ‘ભારત સંગ્રામ પત્રિકા’, ‘ગુજરાત સત્યાગ્રહ સમાચાર પત્રિકા', ‘બારડોલી સત્યાગ્રહ પત્રિકા’, ‘ખેડા સત્યાગ્રહ પત્રિકા’, ‘બોરસદ સત્યાગ્રહ પત્રિકા, ‘માતર સત્યાગ્રહ પત્રિકા’, ‘ધર્મયુદ્ધ’, ‘પ્રજામત’, ‘ધોલેરા સત્યાગ્રહ પત્રિકા’, ‘કૅ ંગ્રેસ પત્રિકા’, ‘ચિનગારી’, ‘તણખા', ‘વિદ્યાર્થી પત્રિકા', ‘ઇન્કિલાબ’, ‘નરહરિભાઈની પત્રિકા’, ‘સોસાયટી સમાચાર પત્રિકા’, ‘આઝાદ ફોજ', ‘રાજદ્રોહ', ‘સાબરકાંઠા સમાચાર', ‘પડધમ’, ‘મહીકાંઠા’, ‘મ્યુનિસિપલ સમાચાર પત્રિકા', ઇત્યાદિ પત્રિકાઓનો સમાવેશ થાય છે. ગુજરાતની વિભિન્ન સ્વાતંત્ર્ય લડતો અંગે ઘણી મહત્ત્વપૂર્ણ વિગતો આ પત્રિકાઓમાં પડેલી જોવા મળે છે. આમ ભૂગર્ભ પત્રિકાઓ આપણા આઝાદીના ઇતિહાસનું આલેખન કરવા માટે એક મહત્ત્વનું સાધન બની રહે છે. નવી દિલ્હીમાં આવેલા આપણા રાષ્ટ્રીય અભિલેખાગારમાં, બૉમ્બે આર્કાઇવ્ઝમાં તેમજ ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતાની વિભિન્ન કચેરીઓમાં વી-ઓછી સંખ્યામાં "આવી ભૂગર્ભ પત્રિકાઓ સંગૃહીત થયેલી છે. ગુજરાત વિદ્યાપીઠના દફતર સંરક્ષણ એકમમાં આશરે ૨૦૦૦ જેટલી ભૂગર્ભ પત્રિકાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વિભિન્ન કારણોસર આપણે આ પત્રિકા-સાહિત્યને બચાવી શક્યા નથી, ત્યારે જે કંઈ પત્રિકાઓ આજે વેરવિખેર હાલતમાં ગુજરાતમાં પડેલી છે તે આવી સંસ્થાઓમાં સંગ્રહિત થઈ સંશોધકોને ઉપયોગી થાય તે અત્યંત જરૂરી છે. પત્રિકા માટેના સમાચાર કાર્યકરો દ્વારા, અખબારોની કચેરીઓ મારફતે અથવા અવર-જવર કરતા સંદેશવાહકો દ્વારા મેળવવામાં આવતા. પત્રિકાઓ લખવાની માહિતી મેળવવાની, છાપકામ કરવાની, તેનું વિતરણ કરવાની કામગીરી જે તે વ્યક્તિને સોંપી દેવામાં આવતી. છાપકામનાં યંત્રો જુદા જુદા ઠેકાણે રાખી રાત્રીના સમયે છાપકામ કરવામાં આવતું. યુવકો અને યુવતીઓ વહેલી સવારે તેને વહેંચી દેતાં આ બધી પ્રવૃત્તિઓ સરકારની ઇચ્છા વિરુદ્ધ થતી હોવાથી તેમાં ગુપ્તતા જાળવવી અત્યંત જરૂરી હતું અને તેથી જ તે ખૂબ જોખમી પ્રવૃત્તિ હતી. * અનુસ્નાતક ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૨૫ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં આઝાદીની લડતો દરમ્યાન જોવા મળતી પત્રિકા-પ્રવૃત્તિ વિભિન્ન વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા થયેલી જોવા મળે છે. આ પ્રવૃત્તિ કોઈ ખાસ લડતના સંદર્ભમાં (દા.ત. બારડોલી સત્યાગ્રહ પત્રિકા), કોઈ ખાસ વર્ગના સંદર્ભમાં (દા.ત. વિદ્યાર્થી પત્રિકા) કે કોઈ ખાસ દિવસ કે ઘટનાના સંદર્ભમાં પ્રગટ થયેલી જોવા મળે છે. પત્રિકા હસ્તલિખિત, સાઇક્લોસ્ટાઇલ્ડ કે મુદ્રિત સ્વરૂપે તૈયાર થતી. કેટલીક પત્રિકા દૈનિક, સાપ્તાહિક કે અનિયતકાલીન હતી. કેટલીક પત્રિકાનું મૂલ્ય નિશ્ચિત હતું. જયારે કેટલીક વિનામૂલ્ય પ્રજા સુધી પહોંચાડવામાં આવતી. કેટલીક પત્રિકા પર તેને પ્રગટ કરનાર વ્યક્તિ કે સંસ્થાનું સાચું કે ખોટું નામ જોવા મળે છે, જયારે કેટલીક પત્રિકામાં પ્રકાશકનું નામ આપવામાં આવતું ન હતું. સ્વરાજ્ય-સંગ્રામ પત્રિકા : પરિચય અમદાવાદ શહેરમાંથી ‘હિંદ છોડો' લડતના સંદર્ભમાં ૧૯૪૨ થી ૧૯૪૪ દરમ્યાન “સ્વરાજય-સંગ્રામ નામની પત્રિકા બહાર પાડવામાં આવતી હતી. સ્વરાજ્ય સંગ્રામ પત્રિકા અઠવાડિક સમાચાર-સંગ્રહના સ્વરૂપે ગુજરાત પ્રાંતિક સંગ્રામ સમિતિ તરફથી પ્રગટ કરવામાં આવતી હતી, તા. ૨-૧૦-૧૯૪૨ ના રોજ તેનો પ્રથમ અંક પ્રગટ થયો હતો, જ્યારે તેનો છેલ્લો અંક તા. ૧૩-૫-૧૯૪૪ ના રોજ પ્રગટ થયો હતો. આ પત્રિકાના મથાળે મોટા અક્ષરે “સ્વરાજય-સંગ્રામ” એવું પત્રિકાનું નામ લખેલું જોવા મળે છે. તેની નીચે દેવનાગરી લિપિમાં નાના અક્ષરે પત્રિકાનો ધ્યાનમંત્ર-સત્ય-સ્વાતંત્ર લખવામાં આવતો. ત્યારબાદ પત્રિકા પ્રગટ કર્યાની તારીખ, અંક - નંબર તેમજ પૃષ્ઠસંખ્યા આપવામાં આવતાં. પત્રિકાના દરેક અંકમાં પ્રારંભમાં ગાંધીજીનું નિમ્નલિખિત વિધાન મૂકવામાં આવતું હતું. “મેં મહાસભાને હોડમાં મૂકી છે, અને મહાસભા માટે તો એટલું જ રહે છે : “કરેંગે યા મરેંગે.” -‘ગાંધીજી, (તેમની ‘આખરી હાકલમાં) પત્રિકાના દરેક અંકમાં અંતે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ્' એવું લખેલું જોવા મળે છે. બધી પત્રિકાઓ ફુલસ્કેપ માપના હાથ બનાવટના કાગળ પર મુદ્રિત સ્વરૂપે તૈયાર થયેલી જોવા મળે છે. મોટા ભાગની પત્રિકાઓ સફેદ કાગળ પર, જયારે કેટલીક રંગીન કાગળ પર પણ છપાયેલી જોવા મળે છે. વિભિન્ન અંકોમાં પૃષ્ઠસંખ્યા સમાચારોની માત્રાને કારણે બદલાતી રહેલી જોવા મળે છે. આ પત્રિકાનું વિનામૂલ્ય વિતરણ થતું હતું. - “સ્વરાજય -સંગ્રામ” પત્રિકામાં અખિલ ગુજરાતના જિલ્લાવાર સમાચારો દર અઠવાડિયે પ્રગટ કરવામાં આવતા હતા. પત્રિકાનું છાપકામ બે કોલમમાં થયેલું જોવા મળે છે. આમ ‘હિંદ છોડો'ની લડતના સંદર્ભમાં સમગ્ર ગુજરાતની માહિતી આપતી આ એકમાત્ર પત્રિકા હોવાથી તેનું ઐતિહાસિક મહત્ત્વ સ્વાભાવિક રીતે જ ઘણું છે. વળી તેમાં લડતના સમાચારો જિલ્લાવાર આપેલા હોવાથી સંશોધકોને માહિતી શોધવામાં સરળતા રહે છે. સ્વરાજય-સંગ્રામ' પત્રિકાનું અધ્યયન કરતાં તે વાત સ્પષ્ટ રીતે સમજાય છે કે આ પત્રિકાનું પ્રકાશન અનુભવી વ્યક્તિઓ દ્વારા થયું હશે. પત્રિકાના પ્રારંભે તેના પ્રથમ અંકમાં પત્રિકા પ્રગટ કરવાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે : પહેલાની સત્યાગ્રહ-લડતોની જેમ ગુજરાત આ છેલ્લા આઝાદીના જંગમાં પણ પોતાનો યશસ્વી ફાળો આપતું હિંદના અન્ય પ્રાંતોની હરોળમાં ઊભું છે, તથા કેટલીક અગત્યની બાબતોમાં તો સૌની મોખરે પણ છે. ગુજરાતની એ યશસ્વી લડતનું જિલ્લાવાર અથવા વિભાગવાર અઠવાડિક તારણ આપવાનો અને સંઘરવાનો આ પત્રિકાનો ઇરાદો છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આઝાદીના જંગનો શો વગ છે અને શું સ્વરૂપ છે, તે આ ઉપરથી દર અઠવાડિયે સૌને જાણવા મળશે. ઉપરાંત ગુજરાતની લડતનાં જે કેટલાક ખાસ સ્વરૂપો છે તે બીજા પ્રાંતોને પ્રામાણિક રીતે જાણવા મળવાથી તેમને અનેક રીતે ઉપયોગી થઈ પડશે. આ અંક તો ગાંધીજીના જન્મદિને શુભ શરૂઆત થાય એટલા માટે જ પ્રસિદ્ધ કર્યો છે અને તેને છૂટી-છવાઈ પણ પ્રમાણભૂત માહિતીઓથી પૂર્યો છે. પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૨૬ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવેથી તા. ૨-૧૦-૪૨ થી અઠવાડિયું શરૂ કરી, દરેક જિલ્લાવાર માહિતી આપવાનો ઇરાદો છે. (સ્વરાજય-સંગ્રામ પત્રિકા, ૨-૧૦-૧૯૪૨) જયારે પત્રિકાના છેલ્લા અંકમાં તેનું પ્રકાશન બંધ કરતાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે : (૧) વિદાય : બાપુજીના ગઈ છઠ્ઠી મે એ થયેલા છુટકારાની સાથે ૯ મી ઑગસ્ટ ૧૯૪૨ ના દિવસથી શરૂ થયેલી “ક્વીટ ઇન્ડિયા”ની લડતનો પહેલો તબક્કો પૂરો થાય છે. એમ કહેવું જોઈએ તેનો બીજો તબક્કો ક્યારે અને કેવી રીતે શરૂ થશે એની કલ્પના કરવાની આજે કોઈને જરૂર નથી. જ્યારે કદી પણ તે તબક્કો શરૂ થશે ત્યારે તે લડતના વિધાતા પૂ. ગાંધીજીની સીધી દેખરેખ અને સીધી દોરવણી હેઠળ જ શરૂ થશે, એમ અત્યારે કદાચ કહી શકાય. પરંતુ તે બીજો તબક્કો શરૂ થાય ત્યાર પહેલાં, પહેલાં તબક્કાની રુએ ચાલતી બધી પ્રવૃત્તિઓ આપો આપ અટકે એ અનેક રીતે ઇષ્ટ છે, જેથી નવા તબક્કાનું પહલું બાપુજી પોતાને ઠીક લાગે ત્યારે અને ઠીક લાગે તેવી રીતે ભરી શકે એ રીતે વિસ્તારમાં પહેલા તબક્કાના સમાચાર સંગ્રહ રૂપે શરૂ કરવામાં આવેલી આ પત્રિકા, આ અંકથી વાચકની વિદાય લે એ યોગ્ય લાગે છે. અમને પોતાને વૈયક્તિક રીતે એ વિદાય કંઈક વસમી લાગે છે. કારણ કે એ વિદાય કટોકટીના કપરા સંજોગો દરમ્યાન અઢાર મહિના નિરંતર સાથે રહેલા સાથીદારો, સહાયકો અને સહૃદથી વાચકોથી છૂટા પડવાની વિદાય છે. અમારા સૌ ગુણદોષને અને ઊણપોને ઉદારતાથી સહી લઈને એ સૌ વર્ગોએ અમને ભારે સહકાર અને ઉત્તેજના અર્ધાં છે. એ સૌ વર્ગો હરહંમેશ અમારી સર્વ પ્રવૃત્તિ વખતે અમારી નજર સામે મોજૂદ રહેલા હોવાથી તેમનાથી છૂટા પડતાં આજે અમે ખરેખર બે હૃદયો વિખૂટાં પડતાં હોય તેવી વેદના અનુભવીએ છીએ. (૨) આ પત્રિકા : દરેક સામુદાયિક ચળવળની સાથે કોઈ ને કોઈ રૂપે તેનું પોતાનું સમાચાર-પત્ર હોય એ આવશ્યક છે. દેશભરને વ્યાપતી ચળવળ દરમ્યાન જુદા જુદા ભાગોમાં શું ચાલે છે તેના સત્તાવાર સમાચાર જાણવાની સૌ કેન્દ્રોને ઇંતેજારી રહે છે. એ સમાચાર એકબીજાને પ્રેરણાદાયી તથા માર્ગદર્શક થઈ પડે છે. એટલું જ નહીં પણ સાચી માહિતીને અભાવે જે ગેરસમજો અને ગપ્પાનું રાજ્ય શરૂ થાય છે તેનાથી થતા નુકસાનમાંથી તો જરૂર બચી જવાય છે. સરકાર પણ આ વસ્તુ બરાબર સમજતી હોવાથી જ દરેક સામુદાયિક ચળવળ વખતે કોઈ પ્રકારની સાચી કે પૂરતી માહિતી લોકોને ન મળે, તથા જુદા જુદા વિભાગોમાં ચાલતી લડત વિશે ખોટા કે અધૂરા સમાચારોથી જ લોકોનો જુસ્સો તોડી પાડવાનું ફાવે, તે માટે છાપાને મોંએ ડૂચા લગાવી દે છે. આવા આવા કંઈક વિચારોથી લડતના શરૂઆતના વખતમાં જ જુદા જુદા જિલ્લાના કાર્યકર્તાઓએ એકઠા મળી આ પત્રિકાની સ્થાપના કરાવી. (૩) કેટલાક અનુભવો : એટલું કંઈ ભૂલવું ન જોઈએ કે આ જાતની સમાચાર-પત્રિકાની પ્રવૃત્તિને સત્યાગ્રહ જેવી ખુલ્લી રીતે ચાલતી લડતના અંગ રૂપ કે પ્રકાર રૂપ ન જ ગણવી જોઈએ. તેની ઉપયોગિતા અને તેના હેતુ લડતથી જુદા પ્રકારના છે, એટલે તેનું તંત્ર પણ લડતમાં સામેલ થનારાઓથી સ્વતંત્ર એવા લોકો વડે જ રચાવું જોઈએ. તાલુકે-તાલુકે અમુક ખાસ લોકોને પ્રમાણ પૂરતા સમાચારો લડતનાં કેન્દ્રોમાંથી કે કેન્દ્રોના સંચાલકો પાસેથી એકઠા કરી પત્રિકાના કેન્દ્રે પહોંચતા કરવા માટે અલગ જ રાખવા જોઈએ. તો જ આ જાતની પત્રિકા પૂરેપૂરી ઉપયોગી થઈ પડે. પરંતુ આવું કંઈક તંત્ર રચવાની વાત વિચારવાની આવે છે ત્યારે અમારો અનુભવ છે કે કેટલાક કાર્યકર્તાઓના મનમાં આ જાતની પ્રવૃત્તિ સત્યાગ્રહની લડતના સિદ્ધાંત અનુસાર ગણાય કે નહી, તેની ચર્ચા જ છેવટ સુધી પૂરી થતી નથી અને પરિણામે તેઓ કોઈ પણ જાતની મદદ છેવટ સુધી કરતા નથી, ત્યારે બીજા કેટલાક પોતાને લડતને લગતાં હાથ ઉપરનાં કામોમાં જ એટલા બધા પરોવાઈ ગયેલા માને છે કે, તેઓ આ જાતની વ્યવસ્થા માટે પથિક ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૭ For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂરતો વિચાર કે ફુરસદ ફાજલ પાડતા નથી, અને એમજ કહ્યા કરે છે કે “સ્વરાજય કંઈ આ પત્રિકા વગર અટકી નથી રહેવાનું'. બીજા કેટલાકને કોઈ પ્રવૃત્તિ પોતાની દેખરેખ હેઠળ કે પોતાને હાથે શરૂ નથી થઈ હતી તેથી તેના યોગ્ય સંચાલન બાબત છેવટ સુધી અંદેશો જ રહ્યા કરે છે અને તેથી તેઓ તે પ્રવૃત્તિનું મોત જ ઇચ્છયા કરે છે. બીજા કેટલાક તો પ્રવૃત્તિ શરૂ થયા પછી તેને લગતા કોઈ નાના મુદાની બાબતમાં તેમને મતભેદ પડે છે, કે કંઈક ખામી જણાય છે, તો તેને પોતાના વધુ સહકારથી કે સલાહ-સૂચનાથી ઠીક કરી લેવાનો પ્રયત્ન કરવાને બદલે પોતાનો સહકાર પાછો ખેંચી લઈ તે પ્રવૃત્તિને સુવાડી દેવાનું જ વધુ પસંદ કરે છે. આ જાતની મુશ્કેલીઓ આપણી બધી સામુદાયિક પ્રવૃત્તિઓને હજુ નડ્યા જ કરવાની આવી બાબતોનો વારંવાર અનુભવ જ છેવટે સૌ કોઈને વધુ શાણા તથા વધુ નમ્ર બનાવે છે. (૪) એક સૂચના : એક વાત આજે અનુભવને અંતે અમને ભવિષ્યને માટે નોંધતા જવાનું મન થાય છે અને તે એ કે, આ જાતની પત્રિકાએ હમેશાં સમાચાર પત્રિકા જ રહેવું અને લડતના છેવટના ભાગમાં સમાચારને અભાવે બીજી બાબતોથી જગ્યા પૂરવી પડે તો લડતને માર્ગદર્શન આપવાનો કે લોકોને હાકલો કર્યા કરવાનો મિથ્યા પ્રયત્ન કરીને અથવા બીજા મંડળો કે કાર્યકર્તાઓની રીતિનીતિની સસ્તી ટીકા કે ચર્ચા કરીને તે જગ્યા ભરવાને બદલે બીજી યોગ્ય રીતે જરૂરી માહિતીથી જ તે જગા ભરવી. એમ કરવાથી ઘણાં ઘર્ષણો અને ઘણી નિરર્થક આપદાઓથી બચી જવાશે અને પોતાની ઉપયોગિતા છેવટ સુધી જાળવી શકાશે. (૫) ભારે હૈયે : અંતમાં ફરીથી અમે સૌ વાચકો અને સાથીઓની ભારેયે વિદાય લઈએ છીએ. આગળ થોડા મહિના દુનિયાભરની પ્રજાઓ માટે ભારે કટોકટી નીવડવાની છે, એમ અમે જોઈ રહ્યા છીએ. પ્રબળ શાહીવાદી લોલુપ પરદેશી સત્તાઓની એ વિરાટ અથડામણો ઉપર જ આપણા દેશના ભાવિનો પ્રશ્ન હમેશાં ટલ્લા ખાયા કરે, એ વિચાર મનમાં આવતાં જ કંપી ઉઠાય છે, મહાત્મા ગાંધીજીના જીવનકાળ દરમ્યાન હિંદી પ્રજા આખરી પ્રયત્ન કરીને પોતાની માતૃભૂમિને પરદેશી રાજકારણોનાં વમળોમાંથી મુક્ત કરી લેશે ખરી ? વંદે માતરમ્ (સ્વરાજય-સંગ્રામ પત્રિકા, ૧૩-૫-૧૯૪૪) નિષ્કર્ષ : આમ “સ્વરાજ્ય-સંગ્રામ” પત્રિકા એ ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસનું એક મહત્ત્વનું સાધન છે. ‘હિંદ છોડો'ની લડતમાં ગુજરાતના પ્રદાન અંગે જાણવું હોય તો આ પત્રિકાઓ ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે. આનંદની બાબત એ છે કે આ પત્રિકાના એક બે અંકોને બાદ કરતાં બાકીના બધા જ અંકો ગુજરાત વિદ્યાપીઠના દફતર સંરક્ષણ એકમમાં સચવાયેલા છે. આ સંગ્રહના ખૂટતા અંકો પણ જો મળી આવે તો સ્વરાજ્ય-સંગ્રામ પત્રિકાનો સળંગ સંગ્રહ સંશોધકો માટે ઉપલબ્ધ થઈ શકે તેમ છે. કમનસીબે આવી પત્રિકાઓ સળંગ શ્રેણીના સ્વરૂપે ક્યાંય સચવાયેલી નથી, તેથી જૈમની પાસે આવી પત્રિકાઓ હોય તેમણે કાયમી સંગ્રહ અને સંશોધન અર્થે આવી સંસ્થાઓને ભેટ આપવી જોઈએ, જેથી કરીને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનો આ અમૂલ્ય વારસો સૌને સારુ સુલભ બને. સંદર્ભ : ૧. ‘સ્વરાજય-સંગ્રામ' પત્રિકા, તા. ૨-૧૦-૧૯૪૨ થી તા. ૧૩-૫-૧૯૪૪ ૨. શુક્લ, જયકુમાર, ‘બેતાલીસમાં અમદાવાદ', પ્રથમ આવૃત્તિ, મંગલમ્ ૩૨ પંચવટી, મણીનગર, અમદાવાદ-૮, ૧૯૮૮ ૩. જમીનદાર, રસેશ, “સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત', પ્રથમ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯ પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૮ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાષ્ટ્રની આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાની સ્વ. શ્રી રતુભાઈ અદાણીનું પ્રદાન – એક ઐતિહાસિક અધ્યયન - સુભાષ લક્ષ્મણ મારુ દરેક જીવ માત્ર સ્વતંત્ર રહેવા ઇચ્છે છે અને તે ગમે તે ભોગે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પ્રયત્નો કરતો હોય છે. એ સ્વતંત્રતા વ્યક્તિગત, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વની પણ હોઈ શકે. તેનો ઉદ્દેશ માત્ર સ્વતંત્રતાની પ્રાપ્તિ છે. આપણો દેશ પણ બ્રિટિશ તંત્રની ચુંગાલ નીચે ગુલામી ભોગવી રહ્યો હતો ત્યારે અનેક સ્વાતંત્ર્યવીરોએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ અર્પણ કરી દીધા. આથી જ આપણી આઝાદીનો ઇતિહાસ ગૌરવવંતો અને વંદનીય છે. સ્વતંત્રતા માટેનો આ સંદર્ભ સદીઓ સુધી ભાવિ પ્રજાને માથું ઊંચુ કરી જીવવાનો અધિકાર અને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડનાર છે. સ્વતંત્રતાની હવામાં જીવતી દરેકે દરેક વ્યક્તિને આ બાબતનો અહેસાસ કરાવવો જરૂરી છે, કેમકે જે અધિકારો આપણે આજે સહજ રીતે પામી શક્યા છીએ તે મેળવવા કેટલાયનું લોહી રેડાયું છે, અનેક સ્વાતંત્ર્ય સૈનિકોએ અસહ્ય યાતનાઓ વેઠી છે. તેમના બલિદાનની યાતનાઓથી પ્રજા અજાણ હશે તો તેમને સ્વતંત્રતાની કિંમત સમજાશે નહીં. આથી સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનમાંથી આપણને પ્રેરણા મળે એ ઉદ્દેશથી સ્વાતંત્ર્ય સેનાની સ્વ. શ્રી. રતુભાઈ અદાણીનાં જીવનકાર્યોને એક શોધ નિબંધના સ્વરૂપમાં રજૂ કર્યો છે. તેઓનું જીવન આપણા જીવન ઘડતરમાં પથદર્શક બની રહેશે એ અભિલાષા છે. શ્રી રતુભાઈ અદાણીનું પ્રારંભિક જીવન : સૌરાષ્ટ્રના જસદણ પાસેના આટકોટના મૂળ વતની અને ભાણવડમાં તલાટી-મંત્રીની નોકરી કરતા પિતા શ્રી મૂળશંકરભાઈ અદાણી અને માતા જડાવબા અદાણીની કૂખે તા. ૧૩-૪-૧૯૧૪ ના શ્રી રતુભાઈ અદાણીનો જન્મ થયો હતો. બાળપણથી જ નિર્ભય અને અન્યાયનો સામનો કરવાનો સ્વભાવ ધરાવતા હતા. પ્રાથમિક શિક્ષણ-આટકોટ, મુંબઈ, ચાલીસગાંવ, ધૂળિયા અને બિલીયામાં મેળવ્યું. અમરેલીમાં હાઈસ્કૂલનું શિક્ષણ શરૂ કર્યું. અમરેલીમાં ડૉ. જીવરાજભાઈ મહેતાના ભત્રીજા ભગવાનજીભાઈ ‘સમર્થ વ્યાયામ મંદિર' ચલાવતા હતા. આ વ્યાયામ મંદિરમાં રતુભાઈ અદાણીએ વ્યાયામની તાલીમ લીધી. વ્યાયામ મંદિરમાં ભગવાનજીભાઈનાં રાષ્ટ્રીય ભાવનાના વિચારોએ તેઓને લડતમાં જોડાવા પ્રેર્યા. “સૌરાષ્ટ્ર” સાપ્તાહિકના લેખોએ રાષ્ટ્રીય ભાવનાને પોષી. પરિણામસ્વરૂપે તેઓને આઝાદીની લડતમાં જોડાવા વિચાર આવ્યો અને તેઓ આઝાદીની લડતમાં જોડાયા. આઝાદીની લડતમાં યોગદાન : ૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૩૦ માં શરૂ થયેલ મીઠા સત્યાગ્રહમાં તેઓની ઉંમર નાની હોવાથી જોડાઈ શક્યા નહિ. પરંતુ ૧૩ એપ્રિલ ૧૯૩૦ માં બળવંતભાઈના નેતૃત્વ નીચે યોજાયેલ ધોલેરા સત્યાગ્રહથી આઝાદીની લડતમાં જોડાયા હતા. ધોલેરા, મીંગળપૂર, બરવાળા, બોટાદ, ધોળકા, ચલોડા, ધ્રાંગધ્રા, રાણપુરમાં થયેલા સત્યાગ્રહોમાં બિનજકાતી મીઠું વેચવાનું વિદેશી કાપડનું પિકેટિંગ-કામ, સભા, સરઘસ, પ્રભાતફેરી, કર ન ભરવા પ્રજાને જાગૃત કરવા જેવી પ્રવૃત્તિઓ સત્યાગ્રહ દરમ્યાન કરી હતી. લોકજાગૃતિનાં કાર્યો માટે ગામે-ગામે ફરી અને આઝાદીની લડત માટે યુવાનોને તૈયાર કરવાનું કામ અને ક્રાંતિ પત્રિકા” છાપી તેનું વિતરણનું કામ કર્યું હતું. સત્યાગ્રહ સંગ્રામ દરમ્યાન લાઠીમાર, ઘોડાદોડનો માર, ગોળીબાર જેવી યાતનાઓ વેઠી હતી. પોલીસો સાથે થયેલા સંઘર્ષમાં અસહ્ય માર પડ્યો અને ધરપકડો વહોરી ધંધુકાની કાચી જેલ, સાબરમતી જેલ (ત્રણવાર), નાસિક જેલમાં દંડાબેડી, ગુણીપાટ, ફટકા, વાઇટ હેન્ડ કેફ, કાંજીની સજાઓ ભોગવી હતી. જેલમાં સૂતરના દડા બનાવવાનું, મુંજ કટવા જેવાં કાર્યો કરતા હતા. જેલમાં સ્વામી આનંદ, રવિશંકર મહારાજ, છોટુભાઈ પુરાણી જેવા મહાનુભાવોના જ્ઞાનનો પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૯ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાભ મળતાં જેલ એ યાતનાધામ ન રહેતાં વિદ્યાધામ બની ગયું હતું. ૧૯૪૨ની “હિંદ છોડો” લડત એ લોકક્રાંતિ ગણાય છે, કારણ કે ૮મી ઓગસ્ટ, ૧૯૪૨ની રાત્રીએ મોટા ભાગના નેતાઓની ધરપકડ થઈ ગયેલ. આથી નેતૃત્વ કરનાર કોઈ રહ્યું નહિ. આથી લોકોએ સ્વયં નેતૃત્વ સંભાળી લડત ચલાવી હતી. આ લડતોમાં લોકોનો ઉત્સાહ જુસ્સો અનેરો હતો. રતુભાઈ અદાણી અને તેમના “કાઠિયાવાડ ક્રાંતિદળના સાથીઓ આઝાદીના આખરી સંગ્રામમાં જોડાયા હતા. તેઓએ સરકારી તંત્રને સ્થગિત કરવા પિકેટિંગ, બહિષ્કાર જેવા કાર્યક્રમો ઉપરાંત સરકારના સંદેશાવ્યવહારનાં સાધનો રેલ્વે, લશ્કરી સામગ્રીનું ઉત્પાદન રોકવા ભાંગફોડની પ્રવૃત્તિ સ્વીકારી. ધોળા, શિહોર, થાન, વાંકાનેર, ભાવનગર વગેરે સ્થળોએ રેલ્વેના તાર-થાંભલા તોડી નાખવા, પાટા ઉખેડી નાખવા જેવી ભાંગફોડની પ્રવૃત્તિઓ શરૂ કરતાં બ્રિટિશ તંત્ર ચોકી ઊઠ્યું અને બધા રેલ્વેના પાટા પર સખત પોલીસનો પહેરો ગોઠવી દીધો. છતાં તેઓએ અને સાથીઓએ વાંકાનેર-ભોગાવાના પુલોને બોંબ-ટોટાથી ઉડાવી દેવા યોજના બનાવી પરંતુ સફળતા મળી ન હતી. તેઓની આ પ્રવૃત્તિથી બ્રિટિશ તંત્ર વધારે પાંગળું બની ગયું હતું. આવી ભાંગફોડની પ્રવૃત્તિ દેશભરમાં ચાલતી હતી. આથી બ્રિટિશ તંત્ર અંતે થાક્યું અને વહેલી તકે ભારતને સ્વતંત્રતા આપવા નિર્ણય લીધો અને ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના આપણે આઝાદ થયા. કાઠિયાવાડના કાળજા સમા જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવી દેવા જૂનાગઢના નવાબે નિર્ણય લીધો. આથી જૂનાગઢને પાકિસ્તાનમાં જતું અટકાવવા રતુભાઈ અદાણીએ શામળદાસ ગાંધીના વડપણ નીચે “આઝાદ જૂનાગઢ ફોજની રચના કરી જેને આરઝી હકૂમત તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તેના સરસેનાપતિપદે રતુભાઈ અદાણીની પસંદગી થઈ હતી. તેઓએ જૂનાગઢને મેળવવા પાકિસ્તાન સામે ધર્મયુદ્ધની ઘોષણા કરી. સશસ્ત્ર સૈનિકોનું સંગઠન રચી શસ્ત્ર તાલીમ શિબિરો વલભીપુર, પ્રોળમાં શરૂ કરી, જેમાં કેપ્ટન બાલમસિંહની સેવા પ્રાપ્ત થઈ હતી. આરઝી હકૂમતના સૈનિકોની વીરતા, પરાક્રમ અને રાષ્ટ્રભાવના અને રતુભાઈ અદાણીનું નેતૃત્વ અને સરદારની કુનેહભરી નીતિએ જૂનાગઢને ભારતનું એક અગ્રિમ અંગ રૂપે પ્રસ્થાપિત કર્યું હતું. રચનાત્મક પ્રવૃત્તિઓ : શ્રી. રતુભાઈ અદાણીનું રચનાત્મક ક્ષેત્રે વિશાળ યોગદાન રહેલું છે. ખાદી, ગ્રામોદ્યોગ, ચર્મોઘોગ, ખેતી, સંવર્ધન, કાગળ ઉધોગ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓને સમાજમાં પ્રતિષ્ઠા અપાવવા તરવડામાં “સર્વોદય મંદિર” (૧૯૩૪)માં સ્થપાયું. એ સાથે સર્વોદય ચર્માલયનો વિકાસ થયો. તેઓની આ પ્રવૃત્તિ તરફ લોકો આકર્ષાયા હતા. રચનાત્મક પ્રવૃત્તિને વેગવાન બનાવવા ૧૯૪૭માં “સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ-રાજકોટ”ની રચના આગેવાન સભ્યો સાથે મળી કરી. શાહપુરમાં પણ “સર્વોદય આશ્રમ“ ની સ્થાપના રચનાત્મક પ્રવૃત્તિના વિકાસ માટે કરી હતી. આમ રચનાત્મક પ્રવૃત્તિના વિકાસ માટે આજીવન કાર્યરત રહ્યા હતા. પ્રજામાં સામાજિક રાજકીય જાગૃતિ લાવવા તેઓએ “કાઠિયાવાડ કાર્યકર સંઘ”ની રચના કરી હતી. પ્રજાને ભૂપત અને વીસા માંજરિયા જેવા બહારવટિયાના ત્રાસથી મુક્ત કરવા અમરેલી, ઢસા, સાવરકુંડલા, પાલિતાણામાં સશસ્ત્ર તાલીમ શિબિરો શરૂ કરી અને સ્વયં માનદ પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી સંભાળીને બહારવટીયાઓના ત્રાસથી સૌરાષ્ટ્ર પંથકની પ્રજાને મુક્ત કરી હતી. - શિક્ષણનો સમાજમાં વ્યાપ વધારવા “સોરઠ શિક્ષણ સંસ્કૃતિ સંધ” (૧૯૬૩), “સોરઠ મહિલા કેળવણી મંડળ” (૧૯૬૩), અમરેલી વિદ્યાસભા જેવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી અને તેના સંચાલકપદે રહી શિક્ષણ માટે ઉત્તમ કામગીરી કરી હતી. રૂપાયતન સંસ્થાની જવાબદારી સંભાળી ત્યાં શિક્ષણ શાળા સ્થાપી અને તેનો વિકાસ કરવામાં તેઓનો બહુ મોટો ફાળો હતો. જેમ સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મસ્તિષ્કનું નિર્માણ થાય છે તેમ સ્વસ્થ નાગરિકોથી જ રાષ્ટ્રની ઉન્નતિ શક્ય પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ x ૩૦ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આરોગ્યક્ષેત્રે બહુ મૂલ્યવાન કામગીરી તેઓની હતી, જેમાં નોંધીએ તો સોરઠ ક્ષય નિવારણ સમિતિની રચના, અક્ષયગઢમાં કરી અને તેના દ્વારા અક્ષયગઢ, બાબડા, ઉના, ચાવડા વગેરે જગ્યાએ ટી.બી. હોસ્પિટલોની સ્થાપના કરી. ડૉ. જીવરાજ મહેતા મારક ટ્રસ્ટ – અમરેલીની ૧૯૭૯ માં સ્થાપના થઈ અને તેના આદ્ય સ્થાપક અને આજીવન પ્રમુખ રહ્યા હતા. ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદમાં ચાલે છે. આમ આરોગ્ય ક્ષેત્રે અગ્રણ્ય અને મૂલ્યવાન ફાળો રહેલો છે. રાજકીય ક્ષેત્રે તેઓનું અનન્ય પ્રદાન રહેલું છે. ગ્રામપંચાયતથી રાષ્ટ્રીય કેંગ્રેસની રચના સુધી તેઓની એક વિશિષ્ટ આભા હતી. સૌરાષ્ટ્ર બંધારણ સભાના સભ્યપદે બિનહરિફ ચૂંટાઈ આવેલા. સૌરાષ્ટ્ર વિધાનસભામાં મંત્રીપદે રહ્યા હતા. દ્વિભાષી મુંબઈ રાજ્યમાં એક મંત્રીપદે રહી નશાબંધી મંડળની રચના કરી હતી. ગુજરાત રાજયની સ્થાપના ૧ મે ૧૯૬૦ ના થઈ ત્યારથી ૧૯૮૦ સુધીના સમયગાળા દરમ્યાન જુદા જુદા નેતૃત્વવાળા પ્રધાનોના મંત્રીમંડળમાં મહત્ત્વના મંત્રી તરીકે રહ્યા હતા જેમાં ડૉ. જીવરાજ મહેતાના નેતૃત્વ નીચે (૧૯૬૧-૬૩), ઘનશ્યામભાઈ ઓઝા (૧૯૭૧-૭૨), ચીમનભાઈ પટેલ (૧૯૭૩-૭૪)ના નેતૃત્વવાળી, સરકારમાં ખાદી, ગ્રામોદ્યોગ, સર્વોદય, સહકાર, પંચાયત, નશાબંધી, મકાન-માર્ગ, બંદર, સિચાઈ જેવાં મહત્ત્વનાં ખાતાંઓની જવાબદારી સંભાળી હતી. ઉપરાંત સૌરાષ્ટ્ર કેંગ્રેસ પ્રમુખપદે (૧૯૪૭-૫૧), ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ-આર (૧૯૬૯), કેંગ્રેસઈ (૧૯૭૭) માં ગુજરાત પ્રદેશ કેંગ્રેસના પ્રમુખ સ્થાને રહી રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના, નિષ્ઠાવાન, લોકકલ્યાણની ભાવના, તટસ્થતા પણ દાખવી નોંધનીય કામગીરી બજાવી હતી. ૧૯૮૦માં ઇન્દિરા ગાંધીની કેંગ્રેસ-ઈ માંથી છૂટા પડ્યા પછી કેટલાક મિત્રોના આગ્રહ અને સહકારથી “રાષ્ટ્રીય કોંગ્રેસ”ની રચના કરી હતી, સફળતા ન મળતાં રાજકારણમાંથી તેઓએ નિવૃત્તિ લીધી. રતુભાઈ અદાણી એક સાહિત્યના પ્રેમી અને સાહિત્યના સર્જક પણ હતા. તેઓનું સાહિત્ય ઇતિહાસલેખન માટે ખૂબ ઉપયોગી થાય એવું છે. તેઓના સાહિત્યનો રસાસ્વાદ તેમની કૃતિમાં જોઈ શકાય છે. એક સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્યકાર, ઇતિહાસકાર અને સમાજની સેવાના ભેખધારી અને ગાંધી વિચારસરણીના અમૂલ્ય વારસદાર વિરલ વિભૂતિ શ્રી રતુભાઈ અદાણીને આપણે તા. પ-૯-૧૯૯૭ના ગુમાવ્યા. પરંતુ તેઓની જીવનશૈલી માનવસમાજને સિદ્ધિઓના શિખર સર કરવા પ્રેરણા રૂપ બની રહેશે. રતુભાઈ અદાણીનું સાહિત્ય સર્જન : ૧. દીઠું મેં ગામડું જ્યાં', ભારતીય સાહિત્યસંઘ લિ. અમદાવાદ ૧૯૪૬ ૨. ગંગાવતરણ' ભાગ ૧-૨, ગુજરાત સમાજ શિક્ષણ સમિતિ સુરત - ૧૯૬૮ ૩. “સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ' ભાગ ૧, ૨ - નવરંગ પ્રકાશન, રાજકોટ - ૧૯૮૪ ૪. ‘વિરલ વિભૂતિ રવિશંકર મહારાજ', રવિશંકર મહારાજ સેવા ટ્રસ્ટ, અમદાવાદ-૧૯૮૮ ૫. “સત્યાગ્રહના સમરાંગણમાં', ભાગ ૧, ૨ – ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, અમરેલી ૧૯૮૯ આઝાદીના આખરી સંગ્રામમાં', ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ અમરેલી, ૧૯૮૯ છે. સ્વાતંત્ર્ય સંગ્રામનાં મારાં સંસ્મરણો', ઘેલાણી કેળવણી ટ્રસ્ટ, સાવરકુંડલા – ૧૯૯૩ ૮. જમાનો બદલાઈ ગયો ૯. “ફુલછાબ' દૈનિકમાં ૧૯૯૪, ૧૯૯૫, ૧૯૯૬ માં “કાઠિયાવાડના જાહેર જીવનની તવારીખની આરસી”, ૧૯૯૭ માં “પ્રામજીવનના તાણાવાણા”, લેખમાળા દર રવિવારે સૌરભ પૂર્તિમાં પ્રગટ થતી હતી. ૧૦. “ઊર્મિનવરચના” માસિકમાં “સ્વાતંત્ર્ય સંગ્રામના સાથીદારનાં સંભારણાં', સત્યાગ્રહનાં સંસ્મરણોની પથિક નૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૩ * ૩૧ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખમાળા, ૪ર નો આખરી સંગ્રામ અને કાઠિયાવાડના જાહેર જીવન માં લેખમાળાઓ પ્રસિદ્ધ થઈ હતી. સંદર્ભ ગ્રંથો ૧. શશીભાઈ ભટ્ટ, ઉષાબહેન પાઠક, ‘સમર્પિત જીવનની ઝાંખી', પ્રકાશન - સોરઠ ક્ષય-નિવારણ સમિતિ, અક્ષયગઢ ૨. રતુભાઈ અદાણી, “આઝાદીના આખરી સંગ્રામમાં', પ્રકાશન – ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, અમરેલી ૩. રતુભાઈ અદાણી, “સત્યાગ્રહના સમરાંગણમાં ભાગ ૧-૨, પ્રકાશન – ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, અમરેલી ૪. રતુભાઈ અદાણી, “સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ' - પ્રકાશન-નવરંગ પ્રકાશન-રાજકોટ ૫. રતુભાઈ કોઠારી, જૂનાગઢની લોકક્રાંતિ', પ્રકાશન – વોરા એન્ડ કંપની લિમિટેડ-મુંબઈ દ, જયાબહેન શાહ, “સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો', પ્રકાશન - સૌરાષ્ટ્ર રતનાત્મક સમિતિ ૭. જયકુમાર શુક્લ, “બેતાલીસમાં ગુજરાત’, પ્રકાશન - ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ ૮. રતુભાઈ અદાણી, ઊર્મિ નવરચના માસિક અંક, પ્રકાશન - નવરંગ પ્રકાશન-રાજકોટ પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩૨ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજ-સુધારક અને સ્વાતંત્ર્ય-સેનાની – લક્ષ્મીદાસ રવજી તેરસી ડૉ. જયકુમાર ર. શુક્લ* કચ્છના લોકો પ્રાચીન સમયથી ઈરાની અખાતના દેશો, અરબસ્તાન, શ્રીલંકા, જાવા, સુમાત્રા, ચીન, કંબોજ વગેરે દેશો સાથેનો વેપાર ખેડતા આવ્યા છે. આવી કારકિર્દી અગાઉના યુગમાં અતિ કઠિન હતી, છતાં તેઓ સાહસ ખેડીને દૂર દૂરના દેશો અને પ્રદેશોમાં જતા હતા. એવી રીતે કચ્છથી મુંબઈ જઈ વસેલા અને પોતાનાં પરિશ્રમ, બુદ્ધિ અને સાહસથી નામાંકિત થયેલા મોનજી ભાણજી, જીવરાજ બાલુ, રામજી ચતુર, ગોકળદાસના પિતા તેજપાળ, રામદાસ ભાણજી વગેરે મુખ્ય હતા, એવી રીતે લક્ષ્મીદાસ તેરસીના પૂર્વજો કચ્છથી જઈને વસ્યા હતા. મુંબઈમાં લક્ષ્મીદાસ રવજી તેરસી શ્રીમંત વેપારી ઉપરાંત સમાજ-સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. લક્ષ્મીદાસનો જન્મ ૨૩ મી ઑક્ટોબર૧૮૭૬ના રોજ કચ્છી ભાટિયા હિંદુ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ ધારસી ઠાકરસી હેમરાજ હતું. તેમના માસા રવજી તરસી ધનવાન પરિવારના હતા. મુંબઈમાં તેમનો વેપાર ઘણો સારો ચાલતો હતો, પરંતુ તેમને સંતાન નહોતું. તેથી તેમણે આ બાળકની હોશિયારી જોઈને તેમને દત્તક લીધા અને તે લક્ષ્મીદાસ રવજી તેરસી બન્યા, માસા પાસે અઢળક સંપત્તિ હોવાથી લક્ષ્મીદાસનો ઉછેર વૈભવ અને મોજશોખથી થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈ.સ. ૧૮૯૯ માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે સમયે આટલો અભ્યાસ કરનારની સંખ્યા ઘણી ઓછી હતી. લક્ષ્મીદાસે એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો.અભ્યાસનાં બે વર્ષ પૂરાં કર્યો. પરંતુ પોતે માંદા પડ્યા અને પરીક્ષા આપી શક્યા નહિ. તેમણે અભ્યાસ છોડી દીધો. પરન્તુ આજીવન અભ્યાસની ટેવ જાળવી રાખી. તેઓ ફ્રેન્ચ સાહિત્ય સહિત વિવિધ વિષયોનું વાચન કરતા હતા. તે સમયના પ્રસિદ્ધ લેખકો સહિત વૉલ્ટેર અને રૂસોનાં પુસ્તકો તેમણે વાંચ્યાં હતાં. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં આ બંને લોકપ્રિય લેખકોના વિચારોનો યુરોપના શિષ્ટ સમાજ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તત્કાલીન સમાજના કુરિવાજો તથા ધાર્મિક બાબતોમાં આચરવામાં આવતી ગેરરીતિઓની ઝાટકણી કાઢતાં વોલ્ટરનાં કટાક્ષમય લખાણોનો ઊંડો પ્રભાવ લક્ષ્મીદાસ પર પડ્યો હતો. ગુજરાતમાં દુર્ગારામ મહેતાજી, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ, કવિ નર્મદાશંકર, જેવા સમાજસુધારકોની પ્રવૃત્તિઓથી ગુજરાતીઓનો સમાજ સારી પેઠે જાગૃત થવા લાગ્યો હતો. લક્ષ્મીદાસ પણ સુધારાવાદી બન્યા હતા. પોતાની જ્ઞાતિના સુધારકો અને પ્રગતિશીલોની સંસ્થા ‘ભાટિયા મિત્રમંડળ'માં લક્ષ્મીદાસ જોડાયા. તેમણે આ સંસ્થા તરફથી ‘પોલ પત્રિકા' પ્રગટ કરવા માંડી, તેમાં જ્ઞાતિના લોકો દ્વારા આચરવામાં આવતા કુરિવાજો, દંભ, દુરાચાર, અનિષ્ટો તથા છેતરપિંડી જાહેર કરી દીધાં. તેમની કલમની કઠોરતા તથા કટાક્ષમય અને કડક આલોચનાયુક્ત શૈલીથી જ્ઞાતિના નેતાઓ ક્રોધે ભરાયા અને આ યુવાન સુધારકની વાંધાજનક પ્રવૃત્તિઓ આગળ વધતી રોકી દેવા તત્પર થયા. “પોલપત્રિકા' વિરુદ્ધ અદાલતમાં મુકદમો દાખલ કરવામાં આવ્યો પરંતુ તેનાથી કંઈ ફેર પડ્યો નહિ. છેવટે લક્ષ્મીદાસે પોતાની રૂપિયા પાંચ લાખની મિલકતના દસ્તાવેજો જામીનર્ગીરી માટે આપ્યા, છતાં જ્ઞાતિના નેતાઓ સામેના આક્ષેપો કરવાના બંધ કર્યા નહિ. એક માણસ બીજાને હલકો માનીને તેની સાથે અસ્પૃશ્યતા પાળે તે તેમને પસંદ નહોતું. નરસિંહ મહેતા અને દયાનંદ સરસ્વતી અસ્પૃશ્યતાના વિરોધી હતા. એ મુજબ મુંબઈમાં સરે નારાયણ ચંદાવરકર તથા વિઠ્ઠલ રામજી શિંદેએ અસ્પૃશ્યતા નિવારણ માટે અભિયાન આરંભ્ય ત્યારે સુધારક વલણના લક્ષ્મીદાસ તેમાં જોડાઈ ગયા. તેના ફલસ્વરૂપે ભાટિયા જ્ઞાતિના રૂઢિચુસ્ત આગેવાનો તેમના ઉપર ચિઢાયા. તેમને જ્ઞાતિમાંથી દૂર કરવાની નોટિસ આપવામાં આવી. તેનું અસરકારક પરિણામ ન આવવાથી જ્ઞાતિએ ઠરાવ કરીને તેમની સાથેના સર્વે સંબંધો કાપી ૫, રન્નાપાર્ક, વિભાગ-૩, અમદાવાદ-૬૧ પથિક # વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩૩ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau Acharya Shri Kailassagarsuri Gyanmandir નાખીને સામાજિક બહિષ્કાર કર્યો. અનેક કષ્ટો સહન કરીને બળવાખોર મિજાજના લક્ષ્મીદાસ પહાડની જેમ અચળ રહ્યા. આવા મક્કમ મનોબળના પરિણામે તેમની પ્રતિષ્ઠા વધી, જ્ઞાતિજનોને પ્રોત્સાહન આપનાર ધર્માચાર્યો નરમ પડ્યા. ભાટિયા મહાજન મંડળની તેરસી વિરુદ્ધની પ્રવૃત્તિઓ ક્રમશઃ બંધ પડી ગઈ. એક અદાલતમાં પોતાના વિચારો પ્રગટ કરતાં તેમણે કહ્યું હતું કે, “હું કોઈ જ્ઞાતિ કે સંપ્રદાયમાં માનતો નથી. મારે કોઈ ધર્મ કે ભગવાન નથી. હું ફક્ત હિંદુ છું.” લોકમાન્ય બાળ ગંગાધર ટિળક અને શ્રીમતી એની બેસન્ટે અનુક્રમે પૂણે અને ચેન્નાઈ (મદ્રાસ)માં અલગ અલગ હોમરૂલ લીગની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ મેળવવાનો હતો. તેરસી આ ચળવળમાં જોડાયા અને તેમાં મહત્ત્વનો ભાગ લીધો. મુંબઈમાં જમનાદાસ દ્વારકાદાસ, ઉંમર સોબાની, શંકરલાલ બેંકર વગેરે સાથે તેરસીએ હોમરૂલ આંદોલનનું સંગઠન સાધવામાં તથા સભાઓ યોજી લોકોને સ્વરાજની જરૂરિયાત સમજાવવામાં નોંધપાત્ર કાર્ય કર્યું. તેરસી મુંબઈની શાખાના ખજાનચી બન્યા અને લીંગની પ્રવૃત્તિઓ માટે અનેક ગુજરાતી શ્રીમંતો પાસેથી મોટી રકમનો ફાળો ઉઘરાવી આપ્યો હતો. ઈ.સ. ૧૯૧૮માં મુંબઈમાં ઇન્ફલ્યુએન્ઝાનો રોગ ફાટી નીકળ્યો. દવાઓ અને ડૉકટરો તેના ફેલાવાને રોકવામાં અશક્તિમાન પુરવાર થયાં. રોજના સેંકડો માણસો મૃત્યુ પામતા હતા. રોજનાં આઠસો જેટલાં શબ સ્મશાને અગ્નિસંસ્કાર કરવા લઈ જવામાં આવતાં હતાં. લોકોને દવાઓ વહેંચવાની વ્યવસ્થા કરવા ઉપરાંત, તેરસી સ્મશાનમાં હાજર રહીને, યોગ્ય રીતે અગ્નિસંસ્કાર થાય તેની પૂરતી કાળજી રાખવા લાગ્યા. ત્યાં તેઓ બધા લોકોને શક્ય એટલી વધુ મદદ કરતા હતા. બળતણનાં લાકડાંની વધી ગયેલી માગને ધ્યાનમાં રાખીને લાકડાંના કેટલાક અન્ય ધર્મના વેપારીઓએ ભાવો ખૂબ વધારી દીધા. તેમણે લાકડાંની કૃત્રિમ તંગી સર્જી. લક્ષ્મીદાસ સંજોગોના દાસ થવામાં માનતા નહોતા. તેમનો સેવાભાવી આત્મા ખળભળી ઊઠ્યો. તેમણે વેપારીઓની ઇજારાશાહી તોડવા અને સામાન્ય લોકોની સેવા કરવા બળતણના લાકડાની દુકાન ખોલીને ઘણા ઓછા ભાવે લાકડાં વેચવા માંડ્યાં. વળી સાધારણ સ્થિતિના લોકોને વિનામુલ્ય લાકડાં આપવાં માંડ્યાં ભારતના જાણીતા રાષ્ટ્રવાદી અંગ્રેજી દૈનિક “ધ બોમ્બ ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હોર્નિમેનને બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં લેખો પ્રગટ કરવાને કારણે ૧૯૧૯માં સરકારે દેશનિકાલ કર્યા. ત્યારે એક દેશભક્ત અંગ્રેજને આર્થિક સહાય કરવા તેરસીએ વીસ હજાર રૂપિયાનો ફાળો ભેગો કરી હોનિમેનને મોકલી આપ્યો. આ ઉપરાંત તેઓ આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ, દર્દીઓ, ગરીબો, અનાથો વગેરેને ગુપ્તદાન કરતા. દાન આપીને નામના મેળવવાની તેમણે કદાપિ ઈચ્છા રાખી નહોતી. લક્ષ્મીદાસ શિખામણ આપવાને બદલે તેનો અમલ કરવામાં માનતા હતા. ઈ.સ. ૧૯૨૦માં ભારતીય રાષ્ટ્રીય કંગ્રેસનું વાર્ષિક અધિવેશન નાગપુરમાં મળ્યું. તેમાં ગાંધીજીએ અસહકારનો ઐતિહાસિક ઠરાવ રજૂ કરીને તેના ઉપર ભાષણ આપ્યું. ગાંધીજીની હૃદયભેદક વાણી સાંભળીને તેમના વિરોધીઓ પણ ટેકેદારો બની ગયા. ઠરાવના કાર્યક્રમ મુજબ તેરસીએ વિદેશી માલનો બહિષ્કાર કરવા, ધરખમ આવક આપતો વિદેશી માલની દલાલીનો ધંધો બંધ કરીને રાષ્ટ્રભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું. બીજા વેપારીઓ ઇંગ્લેંડના માલને બદલે જપાનનો માલ મંગાવવા લાગ્યા. પરંતુ તેરસી ભારત સિવાય અન્ય કોઈ દેશનો માલ વેચવા તૈયાર નહોતા, જે તેમની ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ દર્શાવે છે. તેરસીનો વેપાર ચાલુ હતો તે દરમિયાન ધંધાના એક સોદાની ચર્ચામાં એક વિદેશી વેપારીએ તેમની સમક્ષ બડાશ મારી કે “તમે જાણો છો મારા નામનો અર્થ સિંહ થાય છે?” લક્ષ્મીદાસે તે જ ક્ષણે જવાબ આપ્યો કે, “તમારા નામનો અર્થ એક સિંહ થાય છે, પણ મારા નામનો અર્થ તો ‘તેર સિંહ' (thirteen lions) થાય છે.” એમ કહીને પથિક કે નૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩૪ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખડખડાટ હસી પડ્યા. આમ તેઓ વિદેશીઓની શેહમાં તણાઈ જાય એવા નહોતા. તેરસી હંમેશાં અન્યાયનો વિરોધ કરતા અને કામદારોની તરફેણ કરતા. જી.આઈ.પી રેલવે (ગ્રેટ ઇન્ડિયન પેનિસ્યુલર રેલવે), ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તથા ટ્રામના મજૂરોના પ્રશ્નો ઊભા થયા ત્યારે લક્ષ્મીદાસને લવાદ નીમવામાં આવ્યા. તેમણે બંને પક્ષોને સંતોષ થાય એ રીતનું સમાધાન કરાવી આપ્યું હતું. એસ.એ.ડાંગે તથા એમ.એન.રોય જેવા ડાબેરી કામદાર નેતાઓ પણ તેમનામાં વિશ્વાસ મૂકીને તેમની સલાહ સૂચના સ્વીકારતા હતા. તેરસી મુંબઈની નગરપાલિકાના સભ્ય તરીકે ઈ.સ. ૧૯૨૩માં ચૂંટાઈ આવ્યા. ત્યાં પણ તેમણે સ્વદેશીના વિચારોનો અમલ કર્યો. તેમના સૂચનનો સ્વીકાર કરીને મ્યુનિસિપલ વીમા ફાળાની યોજના અમલમાં મૂકવામાં આવી. તેમણે નગરપાલિકાની સમિતિમાં બ્રિટિશ માલનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ મંજૂર કરાવ્યો. ઇંગ્લેંડનાં વર્તમાન પત્રો તથા રાજકીય નેતાઓએ તેની ગંભીરતાથી નોંધ લીધી અને તેનાં પરિણામો અંગે ચર્ચાઓનું આયોજન કર્યું. જૂન ૧૯૩૭ સુધી મુંબઈ નગરપાલિકાની સ્થાયી સમિતિ, ઇમ્યુવમેન્ટ ટ્રસ્ટ તથા ધ બોમ્બે પોર્ટ ટ્રસ્ટની સમિતિના તેઓ સભ્ય હતા. પોર્ટ ટ્રસ્ટના સભ્ય તરીકે તેમણે ઇટાલિયન અથવા જાપાનીઝ સિમેન્ટ વાપરવાને બદલે ભારતીય સિમેન્ટ વાપરવાનો આગ્રહ કરીને સ્વદેશીની વધુ એક વાર હિમાયત કરી. ' ઈ.સ. ૧૯૨૮માં મુંબઈમાં કોમી તોફાનો થયાં ત્યારે તેમણે રમખાણોનો ભોગ બનનાર લોકો માટે રાહતકાર્યો શરૂ કરાવી તેની વ્યવસ્થા પર દેખરેખ રાખી અને હિંદુ સંરક્ષક મંડળ સ્થાપીને અનેક લોકોને જુદા જુદા પ્રકારની સહાય કરી. લહમીદાસ ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના મહત્ત્વના આગેવાન હતા. તેમણે આ સંસ્થાની પ્રગતિમાં અગત્યનો ફાળો આપીને તેની પ્રતિષ્ઠા વધારી હતી. તેથી આ સંસ્થાના પ્રતિનિધિ તરીકે તેમને લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન, લેજિસ્લેટિવ કાઉન્સિલ કે પ્રાંતિક કેંગ્રેસ સમિતિની સભાઓમાં પોતાને જે સાચું લાગે તે જણાવી દેવાનો તેમનો સ્વભાવ હતો. તેથી તેમના પ્રવચનો વધારે મહત્ત્વનાં ગણવામાં આવતાં હતાં. એક વાર કાઉન્સિલના નાણાં ખાતાંના મંત્રીએ તેરસીનું પ્રવચન સાંભળવા માટે પોતાનો અન્ય કાર્યક્રમ રદ કર્યો હતો, લક્ષ્મીદાસ મુંબઈ પ્રાંતિક કેંગ્રેસ સમિતિના સ્થાપક, સભ્ય અને તેના કોષાધ્યક્ષ હતા. તેઓ તેની બધી મીટિંગમાં હાજરી આપતા હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્રણી તથા વગદાર સભ્યના નાતે કોર્પોરેશન દ્વારા ગાંધીજીનું સમ્માન કરાવવામાં તેમણે સફળતા મેળવી હતી. પરંતુ સમય જતાં કેંગ્રેસે ગાંધીજીના કાર્યક્રમો અપનાવીને અમલમાં મૂક્યા તથા તેરસી (સુરેન્દ્રનાથ બેનરજીની માફક) ગાંધીજીના વિચારો તથા કાર્યક્રમ સ્વીકારી શક્યા નહિ ત્યારે કોંગ્રેસ છોડીને નવી પેઢી માટે જગા કરી આપવાનું તેમણે યોગ્ય માન્યું. તેરસીએ મુંબઈમાં ૧૯૨૬માં કચ્છ પ્રજાકીય પરિષદની સ્થાપના કરી અને તેઓ તેના મંત્રી બન્યા. આ પરિષદ ખાસ કરીને કચ્છમાં તેનાં અધિવેશનો ભરતી. ૨૮ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૩૦ ના રોજ માંડવી મુકામે ભરવામાં આવેલ અધિવેશનના તેઓ પ્રમુખ હતા. પેસન્જર્સ ટ્રાફિક રીલિફ એસોસિએશનની સ્થાપનામાં પણ તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. ઑલ ઇન્ડિયા રાજસ્થાન પ્રજાપરિષદની કાર્યવાહક સમિતિના તેઓ સભ્ય હતા અને તેમાં આજીવન સેવાઓ આપી હતી. વિધવા પુનર્લગ્ન કરવાના તેઓ હિમાયતી હતા અને તે માટે સ્ત્રીઓને પ્રોત્સાહિત કરતા હતા. વિધવા પુનર્લગ્ન કરનારને પાંચસો રૂપિયાનું પારિતોષિક આપવાની તેમણે શરૂઆત કરી અને તે માટે અલગ ફાળો એકઠો કર્યો હતો. વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે આર્થિક મદદ કરવા માટેના સોનાવાલા ટ્રસ્ટના તેઓ મહત્ત્વના ટ્રસ્ટી હતા. આ પ્રવૃત્તિમાં તેમને એટલો બધો રસ હતો કે આ ટ્રસ્ટની એક સભા તેમની મરણપથારી પાસે મળી હતી. પથિક * વૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૩ * ૩૫ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau. Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મીદાસ મુંબઈમાં કેનેડી સીફેસ ઉપર આવેલા પી.જે. હિન્દુ જિમખાનાના એક અગ્રણી હતા. આ સંસ્થાને તેમણે આપેલી સેવાઓ તેમની જાહેર સેવાઓની મહાન સિદ્ધિ હતી. ક્રિકેટ સ્ટેડિયમમાં હિન્દુ જિમખાના માટે તેમણે કેટલીક બેઠકો અનામત રખાવી અને તે માટે તેમણે લડત આપવી પડી હતી. જિમખાનાની જમીન કબજે લેવાનો સરકારનો હુકમ તેમણે રદ કરાવ્યો હતો. આ જિમખાનામાં સ્વીમિંગ બાથ બાંધવા માટે તેમણે રૂપિયા પચાસ હજારનો ફાળો ઉઘરાવી આપ્યો હતો. તેરસીનું જીવન શુદ્ધ અને નીતિમાન હતું. તેઓ દંભ અને કુરિવાજોના વિરોધી, સમાજ-સુધારક, સ્વાતંત્ર્યસેનાની અને સ્પષ્ટ વક્તા હતા. મુંબઈના જાહેર જીવનમાં તેમનું સ્થાન અદ્વિતીય હતું. સામાજિક અને રાજકીય અન્યાય સામે ઝૂઝવાની તેઓ પોતાની ફરજ સમજતા હતા. રાજકારણમાં તેઓ મવાળવાદી હોવાથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ કામ કરતી કેંગ્રેસના ચળવળના કાર્યક્રમો તેઓ સ્વીકારી શક્યા નહિ. તેથી ત્રીસીના દાયકામાં જાહેર જીવનમાં તેમનું સ્થાન ગૌણ બની ગયું. ૩૦ મી ઑગસ્ટ, ૧૯૩૯ના રોજ તેમનું અવસાન થયું. સંદર્ભસૂચિ ૧. સ્વામી આનંદ, કુળ કથાઓ ૨. કચ્છના સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મીદાસ રવજી તેરસી', “નવનીત-સમર્પણ', સપ્ટેમ્બર, ૧૯૮૫ ૩. પ્રબુદ્ધ જીવન', ગુજરાતી પખવાડિક, ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ ૪. અશોક હર્ષ, “લખમીદાસ રવજી તેરસી', “કુમાર” માસિક, ઓક્ટોબર, ૧૯૩૯ ૫. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૩૧ ઑગસ્ટ, ૧૯૩૯ ૬ , જન્મભૂમિ, ગુજરાતી દૈનિક, ૩૧ ઑગસ્ટ, ૧૯૩૯ પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦પ * ૩૬ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતની આઝાદીની ચળવળમાં હરિજન સુધારણા પ્રવૃત્તિના પ્રેરક અને ૧૯૪૨ની ચળવળના સ્વાતંત્ર્ય-સેનાની શ્રી નાગરદાસ શ્રીમાળીનું પ્રદાન પ્રા.એમ. જે. પરમાર* ગાંધીવાદી વિચારધારાના પ્રખર હિમાયતી સામાજિક ઉત્થાન માટેના પાયાના કાર્યકર શ્રી નાગરદાસના વિચારો એવા હતા કે – શિક્ષણથી જ આર્થિક પ્રગતિ, સામાજિક પરિવર્તન આવે છે, તેથી વ્યક્તિ અને સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ એ મહત્ત્વનું સાધન છે. ગુજરાતના ચુંવાળ પરગણા વીરમગામ તાલુકા છનિયાર ગામના ગરીબ ગરો બ્રાહ્મણ જાતિમાં તેમનો જન્મ થયો હતો. તેઓએ ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનમાં સક્રિય રૂપથી પાટડી, બજાણા વિસ્તારમાં પ્રભાતફેરી, ચર્ચા-સભા, ભીંતપત્રો દ્વારા ગામડાંઓના અશિક્ષિત લોકોને માટે અંગ્રેજો વિરૂદ્ધ કામગીરી હાથ ધરી હતી, તેમના ગુરુ સ્વ. શ્રી ભવસુખરાય ખારોડના નેતૃત્વ તળે તેમની જન્મભૂમિ અને તેમની જાતિ માટે હરિજનસેવાનાં શ્રી ગણેશ કર્યા હતા. હરિજન સેવા સમાજના તેઓ સક્રિય કાર્યકર હતા. ભારતના આઝાદીના ઇતિહાસમાં ૧૯૪૨ની લડત મુખ્ય અને મહત્ત્વની છે. આઝાદી માટેના રાષ્ટ્રીય સેવકોએ આત્મનિષ્ઠ સેવકોનું દળ રચ્યું હતું. આવા સેવકો દૂર દૂરનાં ગામડાંઓમાં આશ્રમો બાંધીને, છાત્રાલયો ખોલીને રાષ્ટ્રીય રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને સ્વરાજ માટે તૈયાર કરતા હતા. ૧૯૨૨ પછી રચનાત્મક કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો. આથી ભારતમાં ‘અખિલ હરિજન સેવક સંઘ' ગુજરાતમાં હિરજન સેવક સંઘ અને સૌરાષ્ટ્રમાં હરિજન સેવક સંઘ દ્વારા હરિજનોની સ્થિતિ સુધારવા કામે લાગ્યા. દેશની વ્યાપક સેવાને માટે અને દેશમાં સ્વરાજ્ય જન્માવવાને માટે ગાંધીજીએ બનાવેલો કાર્યક્રમ આગળ ધપાવ્યો. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો ૧૩ હતા. કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, મદ્યપાન નિષેધ, ખાદી, ગ્રામઉદ્યોગ, ગ્રામ સફાઈ વગેરે હતા. રાજકીય પ્રવૃત્તિઓમાં સ્વાધીનતા માટેના પ્રયાસોને તેટલું જ મહત્ત્વ આપતા. ગુજરાતમાં અસ્પૃશ્યતા દૂર કરવા માટે પ્રયાસો થયા. તેમના થકી સંનિષ્ઠ સેવકગણ, સેવાભાવી સંસ્થાઓ ઊભી થઈ. હિરજન યુવા પેઢી ગાંધીજીના નેતૃત્વ તળે તૈયાર થઈ. હરિજન સેવક સંસ્થા દ્વારા ઘણાં છાત્રાલયો ખોલવામાં આવ્યાં. તેમાંથી ભારતની આઝાદીના સંગ્રામમાં ઘણા એવા સ્વાતંત્ર્ય સેનાની છે કે જેમનાં નામોનો ઉલ્લેખ સુધ્ધાં થયો નથી. ઘણા બધા સત્યાગ્રહીઓ માટેની સાધનસામગ્રી પ્રાપ્ત થતી નથી. કારણ કે તેઓ પાયાનાં ગામડાંના નાના કાર્યકરો હતા. તેમણે ગ્રામીણ પ્રજાને માતૃભૂમિની સ્વતંત્રતા માટે જાગૃત કરી. રેલીઓ, સભા, સરઘસ, પિકેટિંગ, પ્રભાતફેરી જેવી પાયાની કામગીરી તેઓ કરતા હતા. તેથી અહીંયાં નાગરદાસ શ્રીમાળી પણ આવા જ પાયાના કાર્યકર હતા. અમદાવાદ જિલ્લામાં વિરમગામના ચુંવાળ પરગણા, માંડલ વિસ્તાર, નળકાંઠા વિસ્તાર કે જેમાં હરિજનોની સંખ્યા વધારે હતી, તેમની સ્થિતિ અપમાનજનક અને શિક્ષણ નહિવત્ હતું તેથી જ અસ્પૃશ્યતા નિવારણ, હરિજન સેવા અને પૂ. બાપૂના આશીર્વાદ સાથે વિરમગામમાં ભવસુખરાય ખારોડે હરિજન ઉદ્ધારનું કામ ઉપાડ્યું. ઈ.સ. ૧૯૩૫માં ભરવાડી દરવાજા (વિરમગામ) પાસે શ્રી નરહરિભાઈ પરીખના હસ્તે વિરમગામ હરિજન છાત્રાલય' ઊભું કર્યું. તેમાં ૧૯૩૬-૩૭માં શ્રી નાગરદાસે વિધાર્થી તરીકે પ્રવેશ લીધો. કોંગ્રેસની દરેક પ્રવૃત્તિઓમાં છાત્રાલયનો ફાળો વિશેષ રહેતો. દાદાસાહેબ માવળંકર, પરીક્ષિતલાલ છગનલાલ જોષી, ફૂલચંદભાઈ શાહ જેવા નેતાઓ છાત્રાલયની મુલાકાત લેતા હતા. ઈ.સ. ૧૯૨૨માં નાગરદાસનો જન્મ છનિયાર ગામમાં થયો. પ્રાથમિક શિક્ષણ તેમના ગામમાં લીધું. ઈ.સ. ૧૯૩૯માં વર્નાક્યુલરની ફાઈનલ પરીક્ષા પાસ કરી. તેમાં પ્રથમ નંબર આવવાથી શ્રી નરહરિ પરીખે * ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર (ગુજરાત) પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩૭ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘નાગરદાસનું સમ્માન કર્યું. ઈ.સ. ૧૯૪૦ થી ૧૯૪૨ સુધી તેઓએ પાટડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. ઈ.સ. ૧૯૩૯માં વિરમગામના રેલ્વે સ્ટેશન પર ગાંધીજીનાં દર્શન થયાં. શ્રી નાગરદાસ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે ૧૯૩૯માં સુરત જિલ્લાના હરિપુરા મુકામે કૅૉંગ્રેસના અધિવેશનમાં સેવા કરવા છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે ગયા હતા. ત્યાં અમૃતલાલ ઠક્કર, બળવંતરાય મહેતા, સરદાર, મોરારજી દેસાઈ, મૌલાના વગેરેની સેવાનો લાભ મળ્યો. ત્યારથી તેઓએ આજીવન ખાદી પહેરવાનું, સત્ય બોલવાનું વ્રત લીધું, આજે પણ તેનો અમલ કરે છે. ૧૯૪૨ની લડત વખતની કામગીરી : અંગ્રેજોને હાંકી કાઢવા મહાસભા અને ગાંધીજીએ ૮મી ઑગસ્ટ ૧૯૪૨માં છેલ્લો પડકાર ફેંક્યો. બીજા દિવસે ગાંધીજી સહિત અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. આથી દરેક નાના કાર્યકર્તા માથે મોટી જવાબદારી આવી. દેશના ખૂણે ખૂણે લડત ફેલાઈ અને લોકલડતનાં મંડાણ થયાં. નાગરદાસ પાટડીમાં શિક્ષક હતા ત્યાં હરિજનવાસમાં નાનાં બાળકોને રોજ પ્રાર્થના કરાવતા, પ્રભાતફેરી કાઢતા, જેમાં થાળીઓ વગાડીને લોકોને જાગૃત કરતા, પ્રભાતફેરી, રાત્રિશાળા, રમતગમત, સ્વચ્છતાની પ્રવૃત્તિ કરતી. સભાઓ ભરી બ્રિટિશની નીતિ સામે લોકોને જાગૃત કરતા, પત્ર-પત્રિકાઓ વહેંચતા, હાથે લખેલાં ભીંતપત્રો વહેલા ઊઠીને મકાનોની દીવાલમાં ચોટાંડતાં, ૧૭મી ઑગસ્ટના દિવસથી તેઓ સક્રિય રીતે રાષ્ટ્રીય લડતમાં જોડાયા. નોકરીમાંથી રાજીનામું આપ્યું. પાટડીના એક વૃદ્ધ ઉપર પોલીસોએ લાઠીમાર કર્યો, તેથી વૃદ્ધ મરણ પામ્યો. આથી પોલીસ વિરુદ્ધ લોકોને તેનો સામનો કરવા અર્થે તા. ૧૧મી સપ્ટેમ્બરના દિવસે પાટડીમાં જાહેરસભા દરબાર ચોકમાં રાખી, ત્યારે આ સભાને સંબોધતા હતા ત્યારે પાટડીના ફોજદારે તેમની ધરપકડ કરી. તા. ૧૮મી સપ્ટેમ્બર પાટડી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા. તે પછી તેમને વિરમગામ મામલતદાર સમક્ષ ઉપસ્થિત કર્યા. તેમને ત્રણ મહિનાની સજા અને રૂ. ૫૦ દંડ ફટકાર્યો. જો દંડ ન ભરે તો વધુ બે મહિનાની સજા કરી. તેમને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા. સાબરમતી જેલમાં તેઓએ પાંચ મહિના જેલવાસ ભોગવ્યો, તેમનો નંબર ૭૯૪૨ હતો. તેમને છોટે ચક્કરમાં રાખ્યા હતા. જેલવાસ દરમ્યાન તેમના ગુરુ ભવસુખરાય, વાસુદેવ ભટ્ટ, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, દાદા સાહેબ માવલંકર, જુગતરામ દવે, શ્રી રાવજીભાઈ પટેલ, મોહનભાઈ કામેશ્વર પંડ્યા તેમના સહઅભ્યાસી હરિજન મોતીલાલ વાઘેલા, દીપાભાઈ શ્રીમાળી અને જગદીશભાઈ પરમાર જેલમાં મળ્યા હતા. જેલમાં રેંટિયો સાથે હતો, ગીતા અધ્યયન, શ્રી નાગરદાસ ભાઈએ જેલમાં બેઠાં બેઠાં ગીતોની પંક્તિઓની રચના કરી. રોતો......રોતો..રે આવ્યો આ દેશમાં, આશરો આપ્યો...જાણીને કંગાલ વિલાયતના ગોરા, આવારે તને અમે નહતો જાણ્યો...હો...વિલાયતના ગોરા. શ્રી નાગરદાસને તા. ૨૪-૪-૧૯૪૩ના રોજ જેલમાંથી મુક્ત કર્યા. તેમના જીવનઘડતરમાં આ પાંચ મહિના હવે પાંચ દાયકાથી વધુ તર્પણ કર્યું હતું. હરિજન સુધારણા પ્રવૃત્તિઓ : શ્રીમાળી પછાત જ્ઞાતિમાં જન્મેલા હોવાથી પછાતોનો ઉત્કર્ષ તેમનું મુખ્ય ધ્યેય ‘હરિજનોની સ્થિતિ સુધારવા પાયાના કામની જવાબદારી સંભાળી. હરિજનોમાં શિક્ષણનો વિકાસ થાય તે માટે જરૂરી છાત્રાલય હતું, તેથી તેમણે છાત્રાલય પ્રવૃત્તિનો વિકાસ કર્યો. હરિજન વિદ્યાર્થીની મુશ્કેલી દૂર કરી, પરીક્ષિતલાલ મજુમદારના વિચારો પ્રમાણે હરિજનો શિક્ષણ લઈ સંસ્કારી, સ્વચ્છ અને આર્થિક રીતે પગભર બને તેવા પ્રયત્ન કર્યા. પિતાજીના અવસાન પછી ઘરની જવાબદારી તેમના માથે આવી પડી. તેથી નોકરી છૂટી ગઈ હોવાથી તેઓ અમદાવાદમાં પથિક * ત્રૈમાસિક ~ જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૩૮ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરીક્ષિતલાલને મળ્યા. તેઓએ હરિજન સેવકસંધ દ્વારા ચાલતી અંત્યજ શાળામાં નાની દેવતી, તા. આણંદ ગામે શિક્ષકની ફરી નોકરી શરૂ કરી. ૧૯૪૪માં અમદાવાદ આવ્યા. મજૂર મહાજન સંધ મારફત ચાલતા બાલમંદિરની જવાબદારી ઉપાડી લીધી. એક વરસના અમદાવાદના રોકાણ દરમ્યાન અમદાવાદની ચાલીઓમાં રહેતા હિરજન ‘વણકર’ કુટુંબોમાં, ભંગી કુટુંબોમાં સ્વચ્છતા, શિક્ષણ, વ્યસન મુક્તિ, સ્વરોજગારી, મીલમજૂરોના પ્રશ્નો હલ કરવાની કામગીરી કરી હતી, ચાલીઓમાં તેઓએ રાત્રિશાળાઓ પણ શરૂ કરાવી હતી, તે પછીથી સરકારે તેમને આગળની નોકરીએ બ્રેક સર્વિસ ગણીને ફરીથી રાખ્યા અને વિરમગામ બ્રાન્ચ શાળા નં. ૧ માં ફરી શિક્ષકની જવાબદારી તેમણે અદા કરી. ૧૯૪૫માં તેઓએ વિરમગામમાં હરિજન છાત્રાલય ઊભું કર્યું. તેનું નામ ઠક્કરબાપા છાત્રાલય રાખવામાં આવ્યું. ૧૯૪૮માં હિરજન સેવકસંઘના મંત્રી શ્રી પરીક્ષિતભાઈ, ડૉ. જીવરાજ મહેતા, સૌરાષ્ટ્રના મંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર તથા બળવંતરાય મહેતાની મુલાકાત લઈ, હરિજનોના પ્રશ્નોની છણાવટ કરી તેમની પાયાની મુશ્કેલીઓ, પાણીનો પ્રશ્ન, કામ કરવાનો પ્રશ્ન, આભડછેડનો પ્રશ્ન વગેરે કામ કર્યાં. હરિજનો માટે પીવાના પાણીના કૂવા બંધાવી આપવાની સરકાર પાસેથી બાંહેધરી લીધી; હિરજન ખેડૂતો માટે હરિજન ખેડૂત સહકારી મંડળીઓ ઊભી કરી. ઈ.સ. ૧૯૫૮ માં વિનોબાભાવે બાવળા પધાર્યા ત્યારે તેમની મુલાકાત લીધી. શ્રી નાગરદાસ ભાઈને ઈ.સ. ૧૯૬૭માં અમદાવાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ પ્રાપ્ત થયો. ૧૯૭૫માં વિરમગામ તાલુકાના ઇરિજનો માટે સરકારી પડતર જમીનો મંજૂર કરાવી, ખેતી માટે કઢાવી આપી. ઈ.સ. ૧૯૮૦ માં નોકરીમાંથી નિવૃત્તિ મળતાં ઠક્કર બાપા છાત્રાલયમાં વિના વેતને ગૃહપતિની જવાબદારી સંભાળી. ૧૯૮૫માં કન્યા કેળવણી માટે તેમણે કન્યા છાત્રાલય ઊભું કર્યું. હરિજનોના વહેમો, અંધશ્રદ્ધા, નાતરાના રિવાજો, લગ્નની વયમર્યાદા, માંસ ન ખાવું, દારૂ નહીં પીવો, દેવદેવીઓની અંધશ્રદ્ધા દૂર કરવા પણ પ્રયત્ન કર્યા. ટૂંકમાં નાગરદાસ આજીવન હિરજન પ્રવૃત્તિના ભેખધારી છે. તેમને આજે ભારત સરકાર તરફથી પેન્શન ફાઈલ નંબર ૬૭૭૪ તા. ૧-૮-૧૯૮૦ થી રૂ. ૧૫૦૦/-નું પ્રાપ્ત થાય છે. તેઓ તેનો સ્વીકાર કરે છે, પણ બધી રકમ ભેગી કરી ગરીબ, દીનદુખિયાને દાનમાં આપે છે. તે પૈસાનો પોતાના જીવન માટે તેઓ ઉપયોગ કરતા નથી. તેથી ખાદીના વ્રતધારી, મિતભાષી, શુદ્ધ શાકાહારી, સાચા બુનિયાદી શિક્ષણાચાર્ય, ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના છડીધર અને હરિજનોના સાચા સેવક નાગરદાસ એ શિક્ષણ સંસ્કાર સેવાનો ઉત્તમ નમૂનો છે. આજે તેઓ વિરમગામમાં ઠક્કરબાપા છાત્રાલયની સેવા કરે છે. ગૌસેવા, વૃક્ષ, બાગ-બગીચાની દેખરેખ રાખતા ઊભેલા કામ કરતા નજરે પડે છે. જો તમે જોવા જાવ તો..... સંદર્ભ ગ્રંથો ૧. ડૉ. જયકુમાર શુક્લ, ‘બેતાલીસમાં ગુજરાત’, અમદાવાદ, ૧૯૯૨ ૨. રતુભાઈ અદાણી, ‘આઝાદીના આખરી સંગ્રામમાં', રાજકોટ, ૧૯૮૮ ૩. ‘ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો', બાલુ પારેખ-શિક્ષણ સાહિત્ય, અંક ૨, વર્ષ ૩, નવેમ્બર ૧૯૪૧માંથી. ૪. ‘રૂબરૂ મુલાકાતો’, શ્રીનાગરદાસ દે. શ્રીમાળી, તા. ૧૪-૨-૯૮ ૫. ‘પ્રથમ વર્ગના નિવાસી મામલતદારની કૉર્ટના કેસ નં. ૯૧૧, ૧૯૪૨ નો ચુકાદો', તા. ૨૬-૧૧-૧૯૪૨ ૬. ‘સ્મરણિકા : સુવર્ણજયંતિ મહોત્સવ (૧૯૩૫-૧૯૮૯)', વિરમગામ ૭. ‘સ્મરણિકા : કન્યા છાત્રાલય', શ્રી પરીક્ષિતલાલ મજુમદાર, વિરમગામ ૧૯૯૭ ૮. ‘ષષ્ટિપૂર્તિ સ્મૃતિગ્રંથ’ - શ્રી નાગરદાસ દેવાભાઈ શ્રીમાળી, વિરમગામ ૧૯૮૩ પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૩૯ - For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાગુજરાતનું આંદોલન : એક વિહંગાવલોકન કાશમીરા ભોજક ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં રાજાશાહી રાજયના વિલીનીકરણ અને એકીકરણની ઘટના, સરદારશ્રીની કુનેહ, માઉન્ટ બેટનના સૌજન્ય અને વી.પી. મેનનની કર્મઠતાને આભારી હતી, જેના ફળ સ્વરૂપે આજના ભવ્ય ભારતની રચના શક્ય બની." આ એકીકરણ અને વિલીનીકરણની પ્રક્રિયામાં ગુજરાતનાં દેશી રાજયોનું મહત્ત્વનું યોગદાન હતું. ઈ.સ. ૧૯૫૬ માં જ્યાં સુધી મુંબઈ રાજયની રચના ન થઈ, ત્યાં સુધી પરસ્પરમાં વિલીન કરાયેલાં દેશી રાજ્યો સ્વતંત્ર એકમ તરીકે રહ્યાં. પરંતુ એમ કહી શકાય કે આ સમય દરમિયાન ગુજરાતી ભાષી વિસ્તારોને એક વહીવટી તંત્રમાં મૂકવા માટેની ભૂમિકા તૈયાર થઈ.૧ આ મુજબની ભાષાવાર પ્રાંત-રચનાની શક્યતા તપાસવા ૧૭ જૂન, ૧૯૪૮ ના રોજ ધાર કમિશનની રચના થઈ. આ કમિશને ખાસ કરીને દક્ષિણનાં રાજયો અંગે જ રિપોર્ટ કરવાનો હતો. ત્યારબાદ જાન્યુઆરી, ૧૯૪૯ માં જે.વી.પી. સમિતિની રચના થઈ. આ સમિતિના રિપોર્ટમાં મદ્રાસ શહેર સિવાયના અવિભાજિત મદ્રાસ રાજયના તેલુગુ ભાષી વિસ્તારોનું રાજય રચવાની ભલામણ કરવામાં આવી. ૧૯ ડિસેમ્બર, ૧૯૫૩ ના રોજ ભારત સરકારે રાજય પુનર્રચના પંચની નિમણૂકની જાહેરાત કરી. આ પંચે જે ભલામણો કરી તેમાં બૃહદ મુંબઈ રાજયની ભલામણ હતી. છેવટે દ્વિભાષી રાજય રચનાનાં ચક્રો ગતિમાન થયાં. ગુજરાતનું યુવાન લોહી થીજી ગયું નહતું. મહાગુજરાતની રચનાનું સ્વપ્ન રોળાતું જોઈ સૌપ્રથમ અમદાવાદના વિદ્યાર્થીઓ ગુજરાત કેંગ્રેસ સમક્ષ જવાબ માગવા ઊતરી પડ્યા. ગાંધીજીના અહિંસક ગુજરાતમાં નિર્દોષ વિઘાર્થીઓને જવાબમાં ગોળીબાર મળ્યો. આ બનાવ આઠમી ઑગસ્ટ ૧પ૬ ના રોજ અમદાવાદ ના કોંગ્રેસ ભવનના પ્રાંગણમાં બન્યો હતો, જેણે મહાગુજરાત આંદોલન માટે અગ્નિને હવા આપવાનું કામ કર્યું હતું. આ ગોળીબારમાં તે સમયે ચાર નિર્દોષ યુવાનો શહીદ થયા હતા. ગોળીબારને કારણે ચોપાસ હાહાકાર થઈ ગયો હતો. ગાંધીજીએ આપેલી શિસ્ત અને અહિંસાની તાલીમનાં દર્શન મહાગુજરાત આંદોલનમાં જનતાએ ‘જનતા કર્યુ'માં કરાવ્યાં જે અમદાવાદમાં મોરારજીભાઈની સભાના દિવસે પાળવામાં આવ્યો હતો. મહાગુજરાતની લડતને વ્યવસ્થિત માર્ગદર્શન આપવા માટે સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રમુખ પદે “જનતા પરિષદ'ની રચના કરવામાં આવી હતી. તા. ૨-૧૦-૫૬ ના રોજ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેર અમદાવાદની મુલાકાતે અમદાવાદ આવવાના હતા ત્યારે જનતા પરિષદે સમાંતર સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.' ૮મી ઑગસ્ટ, ૧૯૫૬ ના રોજ ગોળીબારમાં જે ચાર યુવાનો-પુનમચંદ, કૌશિક, સુરેશ, અબ્દુલભાઈ શહીદ થયા હતા તેમનાં સ્મારક રચવાની કોશિશ જનતા પરિષદે કરી. સરકારે તે અટકાવતાં અમદાવાદ અને અન્ય સ્થળોએ તોફાનો ફાટી નીકળ્યાં. શહીદોની શહીદીના કારણે ઉગ્ર બનેલું મહાગુજરાત આંદોલન લાંબું ચાલ્યું, પરંતુ લાંબા સમયે તે ધીમું પડ્યું હતું, પરંતુ સ્મારક સત્યાગ્રહે તેનામાં તેજી આણી. મહાગુજરાત આંદોલન ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરે સ્થળોએ પ્રસર્યું હતું. જો કે દક્ષિણ ગુજરાતમાં તેનો વ્યાપ પ્રમાણમાં ઓછો હતો. દ્વિભાષી રાજય રચનાના પ્રયાસો ચાલતા હતા પરંતુ ગુજરાતને જેમ ગુજરાત રાજ્ય જોઈતું હતું તેમ * ૭, હરિહર સોસા. કડી, જિ. મહેસાણા પથિક કે વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૪૦ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાષ્ટ્રને મુંબઈ સહીતના મહારાષ્ટ્રની રચનાની ઇચ્છા હતી. આથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સધાઈ ન હતી. કોંગ્રેસના આગેવાનો સમજી ગયા હતા કે આ દ્વિભાષી રાજય લાંબું ટકવાનું નથી. આ સંજોગોમાં તા. ૨૭-૮-૫૯ ના રોજ મુંબઈના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણે જણાવ્યું કે દ્વિભાષી રાજયનું વિભાજન કરવા તેમણે પોતે કોંગ્રેસ મોવડી મંડળને સંમતિ આપી છે. જો કે, મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થાય તે સમયે વિભાજનના કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા જે વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવ્યા હતા અંતે મહાગુજરાતના માળખા વિશે વિચારવામાં આવ્યું. ગુજરાતના ભાવિ મુખ્ય પ્રધાન તરીકે ડૉ. જીવરાજ મહેતાની વરણી થઈ. મુંબઈથી ૨૦ ઉચ્ચ અધિકારીઓની ટુકડી અમદાવાદ આવી અને સૂચિત સચિવાલય, ધારાસભાગૃહ અને કોર્ટ માટે શાહીબાગ તેમજ કેમ્પ વિસ્તારમાં કલેકટર અને અન્ય સરકારી અધિકારીઓના બંગલામાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું. નવી દિલ્હીમાં મોરારજીભાઈ દેસાઈએ તા. ૨૪-૨-૬૦ ના રોજ જાહેર કર્યું કે ગુજરાત રાજયનું ઉદ્દઘાટન ૧ લી મે, ૧૯૬૦ ના રોજ થશે, અંતે આ દિવસે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજયની સ્થાપના થઈ. | ગુજરાતમાં સ્વાતંત્ર્યનાં ત્રણ મુખ્ય આંદોલનો થયાં- ૧૯૫૬માં મહાગુજરાત, ૧૯૭૪માં નવનિર્માણ ૧૯૮૫માં અનામત. આ ત્રણ મુખ્ય આંદોલનમાં મહાગુજરાતનું આંદોલન અનોખું હતું. એ આંદોલન જય જય ગરવી ગુજરાતના નર્મદના સ્વપ્નમાંથી દેહ પામતું હતું. ગુજરાત તો ૧૯૫૬ પહેલાં પણ હતું પણ ગુજરાતની સઘળી પ્રજા એક રાજયમાં ન હતી. આ આંદોલન સરવાળે થોડાં વર્ષ પછી ફલિત થયું કારણ કે ગુજરાતનાં ત્રણ બીલીપત્રોગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનાં ત્રણ પત્રો-ગુજરાત રૂપી ડાંખળીમાં ભળ્યાં. ત્રિવેણી સંગમની ત્રણે સરિતાનાં નીર ગુજરાતમાં ભળ્યાં. પાદટીપ ૧. જમીનદાર રસેશ, “સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત', પૃ. ૯૪ ૨. રાજગોર, શિવપ્રસાદ, ‘અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, પ્રકા, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, પૃ. ૨૭૯ ૩. ભટ્ટ, બ્રહ્મકુમાર, ‘લે કે રહેંગે મહાગુજરાત', પ્રકા. દશરથ ગાંધી, અમદાવાદ, પૃ. ૩-૪ ૪. પેટલીકર, ઈશ્વર, મહાગુજરાતના નીર’, ક્ષીર, પૃ. ૭૯ ૫. ભટ્ટ, બ્રહ્મકુમાર, ‘લે કે રહેંગે મહાગુજરાત', પ્રકા. દશરથ ગાંધી, અમદાવાદ, પૃ. ૫૪-૫૭ ૬. એજન, પૃ. ૭૯-૮૦ ૭. પરીખ, રામલાલ (સંપાદક), ‘ગુજરાત એક પરિચય', પ્રકા. ઠાકોરભાઈ દેસાઈ, પૃ. ૬દર ૮. ભટ્ટ, બ્રહ્મકુમાર, “લે કે રહેંગે મહાગુજરાત', પ્રકા. દશરથ ગાંધી, અમદાવાદ, પૃ. ૧૯૯ ૯. પરીખ, રામલાલ (સંપાદક), ‘ગુજરાત એક પરિચય', પ્રકા. ઠાકોરભાઈ દેસાઈ, પૃ. દ૬૩ ૧૦. ભટ્ટ, બ્રહ્મકુમાર, ‘લે કે રહેંગે મહાગુજરાત', પ્ર. દશરથ ગાંધી, અમદાવાદ, પૃ. ૨૦૨-૨૦૩ પથિક જ વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૪૧ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કડવા પાટીદાર સુધારક જોરાવરસિંહજી ડૉ. હર્ષદકુમાર એમ. બ્રહ્મભટ્ટ* ૧૯મી સદીનો ઇતિહાસ એટલે કે સમાજ સુધારણાનો ઇતિહાસ કહી શકાય. જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના પ્રારંભથી ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થતાં ભારતમાં નવો કેળવાયેલો વર્ગ અસ્તિત્વમાં આવ્યો, જેને કારણે ભારતની સામાજિક પરંપરાઓને જડમૂડથી ઉખેડી નાખવાની શરૂઆત થઈ. ઈ.સ. ૧૮૧૮ માં અંગ્રેજોના સામ્રાજ્યની શરૂઆતને કારણે રેલ્વે, તાર-ટપાલ, છાપખાનાં જેવાં ભૌતિક ઉપકરણો દ્વારા બિનસાંપ્રદાયિતા અને ઉદારમતવાદનો ઉદય થયો હતો. આથી ૧૯મી સદીમાં અંગ્રેજી કેળવણીથી પ્રભાવિત થયેલા બુદ્ધિજીવી વર્ગે સામાજિક અનિષ્ટો દૂર કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા. તેમણે સમાજને જાગૃત કરવા માટે લોકોને સમજ આપી કે નીતિમત્તાની દૃષ્ટિએ જે ખોટું છે તે સામાજિક અને ધાર્મિક કદી સાચું હોઈ શકે નહીં. તેમણે સમજાવ્યું કે સમાજના સળગતા પ્રશ્નોનો ઉકેલ ધર્મશાસ્ત્રો કે જ્ઞાતિપંથો દ્વારા નહીં, પણ તર્કયુક્ત વિચાર દ્વારા જ આવી શકે. અંગ્રેજોની માનવતાવાદી વિચારસરણીની અસર અનેક જ્ઞાતિઓ ઉ૫૨ થઈ હતી અને જ્ઞાતિઓમાં સમાજ-સુધારણાનાં આંદોલનો થયાં. તેમાં કડવા પાટીદાર જ્ઞાતિ સમાજ-સુધારણાની અસરથી મુક્ત રહી શકી નથી. આ જ્ઞાતિમાં સમાજસુધારણાનો જો કોઈને યશ મળે તો તે પાટડીના રાજવી જોરાવરસિંહજી કુબેરસિંહજીના ફાળે જાય છે. જોરાવરસિંહજીના પૂર્વજોની વિકાસ ગાથા : પાટડીના રાજવી કણબી જ્ઞાતિના પાટીદાર હતા. તેઓના પૂર્વજાની વિકાસગાથા ખૂબ લાંબી છે. મૂળ તેમના પૂર્વજો પ્રાચીન સમયમાં પંથમાંથી નીકળીને કુશાવતી આવીને વસ્યા હતા અને કુશાવતી મગધ પ્રાંતમાં કેટલાંક વર્ષો સુધી પોતાનું પરાક્રમ બતાવ્યું. ત્યારબાદ તેમનામાં દલભેદજી થઈ ગયા, જેમણે માઘાવતીમાં જાગીર પ્રાપ્ત કરી ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તેમાં કેટલાક વીર પુરુષો થયા પણ તે પરાક્રમી પુરુષોમાં કેટલાક ગ્રીક, હુણ અને શક સાથે અવાર નવાર લડ્યા હતા. આ જ અરસામાં તેમનામાં વ્રજપાલજી થઈ ગયા. તેમને મંહેત દેશના રાજા ચંદ્રસેન સાથે લડાઈ થઈ. તેમાં પરાજિત થતાં તેમણે ત્યાંથી ઉમાપુર એટલે કે આજના ઊંઝામાં આવીને પોતાનું રાજય સ્થાપ્યું અને ઈ.સ. ૭૪૬માં વનરાજ ચાવડાએ પોતાની સ્વતંત્ર સત્તા જમાવતાં તેઓએ ઊંઝા છોડી ઈડર નજીક કાવર નામે ગામ વસાવી રાજય સ્થાપ્યું. ત્યાં પણ પોતાનાં પરાક્રમો બતાવી તેઓ ઈડરમાં જઈને વસ્યા. તેમાં અનેક પુરુષો અનુક્રમે થઈ ગયા. છેલ્લા પુરુષ અજમલજીને ઈડરના રાજાના દીવાન સાથે ખટપટ થતાં તેઓ ત્યાંથી ચાંપાનેર આવીને વસ્યા અને ચાંપાનેર રાજ્યના વિસ્તારમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં એક પછી એક પરાક્રમી પુરુષો થયા અને સ્વતંત્ર જાગીર સ્થાપી અને ચાંપાનેર રાજ્યની સરદારીનું કામ કર્યું. તેઓએ ચાંપાનેરને આક્રમણખોરોથી બચાવ્યું અને સુરક્ષિત રાખ્યું. તેમાં અનેક વીર પુરુષો થયા, જેમાં છેલ્લા પુરુષ વૈરીસિંહજી હતા. તેમના હાથમાં સરદારી હતી. તે સમયે ચાંપાનેર રાજય ઉપર અમદાવાદના સુલતાન મહમૂદ બેગડો સવારી કરી ચડી આવ્યો ત્યારે મરણિયા બની લડ્યા પણ મહમૂદ બેગડાએ પરાક્રમથી નહીં પણ કપટથી ચાંપાનેરનો કિલ્લો છેવટે પ્રાપ્ત કર્યો. એણે કણબી સરદાર વૈરીસિંહજી ને કેદી તરીકે રાખ્યો. આજ અરસામાં મહંમદ બેગડાની પત્ની વિરમગામના વિરમદેવની કેદમાં હતી તેને છોડાવી લાવવાનું સાહસ ભર્યું કામ વૈરીસિંહજીએ પૂરું પડ્યું. તેથી બેગમની ઇચ્છા અનુસાર વૈરીસિંહજીને ત્યારબાદ વિરમગામની જાગીર બક્ષિશ તરીકે મળી અને વૈરીસિંહજીએ વિરમગામમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. આમ વિરમગામ આવ્યું. પછી કાઠિયાવાડ અને વિરમગામની આજુબાજુના પ્રદેશમાં મુલકી ઉધરાવતા *એસ. એલ. યુ. આર્ટ્સ કૉલેજ ઍન્ડ કૉમર્સ કૉલેજ ફૉર વિમેન્સ, અમદાવાદ પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૪૨ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતા. તેમનામાં વેણીદાસના સમયમાં ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો અંત આવ્યો અને ગુજરાત પર મુધલોનું સામ્રાજય સ્થપાયું હતું. ઈ.સ. ૧૬૧૭માં મુઘલ શહેનશાહ જહાંગીરે વેણીદાસને કાઠિયાવાડની ખંડણી વસૂલ કરવા માટે સાડા સાત ટકાનું વેતન બાંધી આપીને દેસાઈશ્રીનો હોદ્દો આપ્યો હતો. આથી આ કણબી પાટીદારો દેસાઈ તરીકે ઓળખાયા. આમ, વિરમગામમાં તેઓ દેસાઈગીરી કરતા અને ધંધુકા, રાણપુર અને આસપાસના મુલકમાંથી ટોલ તથા રાહદારી જકાત લેવાની સત્તા તેમની પાસે હતી. આ, વિરમગામના દેસાઈઓમાં એક પછી એક પરાક્રમી પુરુષો થયા જેમના સમયમાં વિરમગામની આબાદી વધતી ગઈ. આ અરસામાં મુઘલોના સામ્રાજ્ય સામે મરાઠાઓ લડ્યા અને છેવટે મુધલ સામ્રાજ્યનું પતન થતાં ગુજરાત પર મરાઠી સામ્રાજ્યનું શાસન આવ્યું. તેની સાથે દેસાઈઓ પણ અવાર નવાર સંઘર્ષમાં આવતા. છેવટે આ સૌરાષ્ટ્ર અને ગુજરાતના બારાનો પ્રદેશ વિરમગામ મરાઠા સરદાર રંગોજીએ પ્રાપ્ત કરવા ઈ.સ. ૧૭૪૧માં વિરમગામના દેસાઈ ભાવસિંહજી સામે યુદ્ધ કરીને વિરમગામનો પ્રદેશ પ્રાપ્ત કર્યો અને સંધિ પણ કરી, જેમાં પાટડીનું પરગણું અને ૨૦ ગામો તથા ખારાઘોડાના મીઠાના અગરની આવક દેસાઈશ્રીને મળે. એ કોલકરારને આધારે ભાવસિંહજીએ વિરમગામથી પાટડીમાં જઈને પોતાની રાજગાદી સ્થાપી હતી. પાટડીમાં આવીને તેમણે રાજ્યને સમૃદ્ધ કરવા માટે પ્રયત્નો કર્યા. તેમના વંશજોમાં ત્યારપછી નાથુસિંહજી, વખતસિંહજી, હરીસિંહજી અને કુબેરસિંહજી જેવા પરાક્રમી રાજવીઓ થઈ ગયા. તેમના સમયમાં ગાયકવાડી તથા અંગ્રેજ સરકાર સામે યુદ્ધો તેમજ સંધિઓ દ્વારા પાટડીની રાજગાદી દેસાઈઓએ ટકાવી રાખી હતી. આ સમયે મરાઠી સામ્રાજ્યનો અસ્ત થયો અને અંગ્રેજી શાસન સમગ્ર હિંદુસ્તાનમાં ફેલાઈ ગયું હતું. આ અંગ્રેજી શાસનની નીતિ અને રીતિઓનો ગુજરાતના અનેક રાજવીઓ તથા પ્રજા ઉપર પ્રભાવ હતો અને તેમાંય અંગ્રેજી કેળવણીથી પ્રભાવિત અને સમાજની સુધારાવાદી પ્રવૃત્તિઓમાં રંગાઈ ગયા હતા. આવા જ સમાજ સુધારણાની તરફ દોરી જતા પાટડીના રાજવી જોરાવરસિંહજી પણ એક હતા. પાટડીના રાજવી જોરાવરસિંહજી ભક્તિ પરાયણ, કેળવણી પ્રિય અને સમાજ સેવાને વરેલા રાજવી હતા. તેમના રાજ્ય અમલમાં આબાદીમાં ઘણો વધારો થયો હતો. આ સમયમાં પાટડી “પાટડી સોનાની હાટડી” તરીકે ઓળખાતી હતી. તેમના રાજ્યને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા પાટડીની જાગીરમાં જોરાવરપુરા, દેસાઈપુરા અને હિંમતપુરા જેવાં ગામો વસાવ્યાં હતાં. જોરાવરસિંહજીની સુધારક પ્રવૃત્તિની શરૂઆત : પાટડીના રાજવી જોરાવરસિંહજી વીર નર્મદના સમકાલીન હોઈ તે સમયનાં સમાજ સુધારાનાં આંદોલનોની અસરો તેમના માનસપટ પર વિશેષ જોવા મળે છે. પરંતુ આ ઉપરાંત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારણે અંગ્રેજ અફસરોએ ભારતના સામાજિક કુરિવાજો નાબૂદ કરવા માટે પ્રયત્નો કર્યા. તેમાં તેમણે સામાજિક સમાજ સુધારકોનો સાથ લઈને આ પ્રકારના કુધારા નાબૂદ કર્યા. જેમાં દૂધ પીતીના ચાલ વિશે સને ૧૮૩૯માં જુડીશિયલ કમિશ્નર સિવિલ સરવન્ટ મે. હંટ સાહેબને જાણવા મળ્યું કે બાળકીઓની હત્યા થાય છે. તે અટકાવવાના પગલા રૂપે તેમણે અમદાવાદના કલેકટર મે. કોસંટને તપાસ કરવાનું કહ્યું. મે. કોસંટે તે સમયના મેજિસ્ટેટ મે. ઠાકરસી પુજાભાઈની નિમણૂક કરીને આ તપાસનો રિપૉર્ટ આપવાનું કહ્યું. તેને આધારે કન્યા વિક્રય તથા લગ્ન પ્રસંગે થતા ખર્ચ તથા દૂધ પીતીના ચાલ વિશે તેમણે તપાસ કરીને સમગ્ર અમદાવાદની આસપાસના હરકોઈ ભાગનાં ગામો તથા અમદાવાદ શહેરના પોતાના આગેવાનોની જુબાની લઈ રિપૉર્ટ તેમણે કલેકટર કોસંટ સાહેબને મોકલ્યો હતો. પરંતુ તે રિપૉર્ટને આધારે ખરી જે દૂધ પીતીનો ચાલ તથા લગ્ન પ્રસંગે થતા ખર્ચાઓ જે કબૂલ્યા હતા તે પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૪૩ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરેખર સત્ય ન હતા, કારણ કે તે સમયના અમદાવાદના રેવન્યુ કમિશ્નર મિસ્ટર બેન્કે એ જણાવ્યું હતું કે આ જે માહિતી આપવામાં આવી છે અસત્ય છે. પણ અહીંના લોકો આ અંગેની માહિતી આપતાં ડરે છે. કારણ કે તેમને ક્રિમિનલ કેસ થવાની બીક છે. આ ઉપરાંત ૧૮૩૯ માં ખેડા જિલ્લાની વસ્તી ગણતરી સમયે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી આથી જાણવા મળ્યું કે હજુ પણ પાટીદાર કોમમાં સ્રી-હત્યાનું પ્રમાણ જોવા મળે છે. આથી અંગ્રેજ સરકારે તે પ્રથાને નાબૂદ કરવા કાયદાનો સહારો લીધો હતો. આ પહેલાં ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદી, ૧૮૫૦ માં ગુલામી નાબૂદી, ૧૮૫૬માં વિધવા પુનઃલગ્નનો કાયદો તેમજ આર્થિક મૂંઝવણો વધતાં લગ્નના ખૂબ ખર્ચાઓ પણ કુરિવાજ બન્યા હતા. તેને અટકાવવા પાટીદાર જ્ઞાતિનાં તમામ જૂથો એકઠાં કરવાનો પ્રયત્ન ખેડા જિલ્લાના માજી કલેકટર મે. શેફર્ડ સાહેબ તથા પાટડી દરબારશ્રી જોરાવરસિંહજી તથા રા.બ. બેચરદાસે કર્યો હતો. સમાજ-સુધારા પરિષદનું આયોજન આ સમયે પાટડીના દરબારશ્રી જોરાવરસિંહજીની જ્ઞાતિમાં ઠેરઠેર ગોળ બંધાઈ ગયા હતા. વર-વિક્રય અને કન્યા-વિક્રય વધી પડ્યા હતા. આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હોવા છતાં દીકરીનાં મા-બાપને લગ્ન-પ્રસંગે ગજા ઉપરાંતના કરિયાવર સામાજિક દબાણ હેઠળ કરવા પડતા. દીકરા-દીકરી વચ્ચે મા-બાપનું વલણ ભેદભાવ ભર્યું રહેતું. લગ્નના ખર્ચને કારણે દીકરી ભાર રૂપ ગણાતી હતી. દીકરીનો જન્મ થતાં જ લોકો “પથરો જન્મ્યો” એવું કહેતા થઈ ગયા હતા. દીકરીને “દૂધ પીતી” કરી દેવાના ઘાતકી બનાવો પણ ગુજરાતના પાટીદારોમાં બનવા લાગ્યા હતા. કુલીનતાને કારણે સામાજિક અસમાનતા ઊભી થઈ હતી. આમ ચારેબાજુથી જ્ઞાતિમાં ભયંકર અવ્યવસ્થિત સ્થિતિ અને સામાજિક પરિસ્થિતિ અને ખાસ કરીને દીકરીઓ પ્રત્યેના સમાજના અન્યાયી વલણથી પાટડી દરબારશ્રી દેસાઈ જોરાવરસિંહજીનું દિલ હચમચી ઊઠયું હતું. પોતાના કડવા પાટીદાર સમાજને આ દુઃખદ પરિસ્થિતિમાંથી ઉગારી લેવાનો સમાજધર્મ સમજી ઈ.સ. ૧૮૬૯ ફેબ્રુઆરીમાં પોતાની રાજધાની પાટડીમાં એક વિરાટ સમાજ-સુધારા પરિષદનું જોરાવરસિંહજીએ આયોજન કર્યું હતું. આ પરિષદમાં દેશભરમાંથી જ્ઞાતિના ૪૦,૦૦૦ જેટલા પ્રતિનિધિઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. દેસાઈશ્રીએ આ સુધારા પરિષદ માટે રૂા. ૫૦,૦૦૦ જેટલું ખર્ચ તે સમયે કર્યું હતું. આ પરિષદમાં વર-પક્ષ તરફથી લેવાતા ચાંલ્લા (પરઠણ) પર મર્યાદા મૂકવાનો, દીકરીને અપાતા કરિયાવરમાં મર્યાદા મૂકવાનો, દીકરીઓ પ્રત્યે ન્યાયી અને સમાન વર્તાવ રાખવાનો, કન્યા વિક્રય, વર વિક્રય અને ગોળ-પ્રથા નાબૂદ કરવાનો, જ્ઞાતિમાંથી ઊંચ-નીચના ભેદભાવ દૂર કરવાનો, લગ્નના ખર્ચા, રીતરિવાજો, બંધ કરવાનો વગેરે ઠરાવો થયા હતા, જે ૧ લી ફેબ્રુઆરી, ૧૮૬૯ એ બે ચોપડીઓ રૂપે છપાયા હતા, જેમાં એકમાં નામદાર દરબાર સાહેબનું ભાષણ અને અમદાવાદ તરફની જ્ઞાતિએ કરેલા ઠરાવ અને બીજીમાં કાઠિયાવાડમાં કડવા પાટીદારોએ જ્ઞાતિ સમકક્ષ કરેલા ઠરાવો છપાવવામાં આવ્યા હતા. અહીં નીચે તેની મૂળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. કડવા કણબીની જ્ઞાતિમાં દીકરીઓના સરંક્ષણ સારુ નિયમમાં ભાષણ હમે પાટડી દરબાર શ્રી જોરાવરસિંહજી કુબેરસિંહજી સરવે આપણી મોટા જ્ઞાતિના ભાઈઓની આગના માગી નાત સમસ્ત પ્રત્યે ભાષણ નમનતાઈથી કહિએ છીએ. જે આપણી નાત રૂપી ગંગા તેડાવી તેનાં દરશન કરવાનો હમોને ઘણા દિવસથી મનોરથ હતો તે પરત કરવા આજરોજ તમો સરવે કિરપા કરી હમો ઘેર પધારી હમોને દર્શન આપી પાવન કરી તેથી હમો પાવન થયા તે સઘળાને વિનંતી કરું છું જે... પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૪૪ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. આપને સરવે ભાઈઓ એક સરખી પદવીના છીએ. નહાના મોટા કોઈ નથી. તેમ છતાં ઊંચા-નીચા કહેવામાં આવે છે. તેથી દીકરીઓનું સમરક્ષણ થતું નથી. તે ભારે ખરાબી થવાનાં કારણો મારી સમજ પ્રમાણે હું જાહેર કરું છું. તે વિશે સરવે ભાઈઓએ ધિયાન આપી થતી ખરાબીને બંધ કરવા ઇલાજ કરવો જોઈએ. તે ઊંચાનીચા પણું કાઢી નાખી સરવેએ એકસરખી રીતે વરતવું જોઈએ. ૨. પહેલું એ, જે આપણી નાતમાં ગોળ બંધાઈ માથા સાટે માથું કંના દેવી-એ ઘણું અધટિત. છે તે ચાલ બંધ થઈ, આપણા વડીલોની પરમપરા(થી) ચાલેલા ધારા પ્રમાણે ચાલવું જોઈએ. ૩. આપણી નાતમાં બીજે ઠેકાણે કંના વિકરે કરી એટલે કંનાના પૈસા લે છે એવું સાંભળવામાં છે એ મોટો અધરમ છે. તે ચાલ હાલ કાહાડી નાંખવો જોઈએ. ૪. આપણી નાતમાં વગર કારણે કંના છાંડે છે તેથી ઘણાં માઠાં પરિણામ નીપજે છે. તે ચાલ બંધ કરવો જોઈએ. ૫. આપણી નાતમાં નાતરા કરવાનો જે ચાલ તે પૂરવેથી ચાલતો આવ્યો છે. પરંતુ હાલમાં આપણા ધરમશાસ્ત્રની રીતનું ઉલ્લંધન કરી બિનઅપરાધે નાતરાં કરે છે. એ ખરાબીનું મૂળ છે તેનો સુધારો થવો જોઈએ. બાયડી વરસ ૨૫ સુધી ઉંમરની થયા છતાં તેને ફરજંદ ન થતું હોય કિંવા રોગ વગેરે કારણથી ગૃહસ્થાશ્રમ ચલાવવાને અશક્ત થઈ વગેરે પાકા કારણ વિના તેને છાંડી નાતરું કરવું ન જોઈએ, ને કારણસર કરવું પડે તો તે બાઈના ખોરાક પોશાક વગેરેનો બંદોબસ્ત તે જિલ્લાની નાતિના મુખીય માણસના અનુમત લઈ થવું જોઈએ. ૬. આપણી નાતમાં વરનો ચાંલ્લો કેટલેએક ઠેકાણે લેવાય છે. તે ચાંલ્લો ઓછો-વધતો લેવાથી નાતમાં ઊંચાનીચાપણું ઘણું થઈ પડે છે. તે દૂર કરવાનો એકસરખો વહીવટ ચલાવા ચાંલ્લા આપવા-લેવાનો એક નીમ થવો જોઈએ. ૭. આપણી નાતમાં વેવાઈ-વેવાણને તેડીને તેના સગાંવહાલાંને જોઈ રૂપૈયા આપવાનો જે ચાલ ફેલી ગયો છે તેમાં ઘણી તરેહના વાંધા આવી કંનાને સાસરે વાળવા-તેડવામાં નડતર થઈ ખરાબી થાય છે તેનો નીમ થવો જોઈએ. ૮. આપણી નાતમાં સગાઈ કરી રૂ. ૧ તથા સોપારી ૭ આપે છે. પછે વગર કારણે તે સગાઈ તોડે છે. તે ન થવાનો બંધોબસ્ત થવો જોઈએ, ૯. આપણી નાતમાં લગ્ન કિંવા નાતરું થાય તે કંના તથા પુરુષ આપણી સ્વજ્ઞાતિનાં છે. એવી ઠેકાણે ઠેકાણેના નાતના મુખીય માણસની વીરદમાન ખાતરી કરી લીધા વગર ન થવું જોઈએ. ૧૦. આપણી નાતમાં ફુલને દડે પરણાવાને કેટલેક ઠેકાણે હાલ વહીવટ થઈ પડ્યો છે તથા બાઈ વર કરે છે અને કુંવારી કંના રાખે એ ખરાબ ચાલ બંધ થવો જોઈએ. ૧૧. આપણી કુળદેવી ઉમિયા માતા છે તે સરવે લોકો પોતાના કલ્યાણને અર્થે તેની પ્રાર્થના કરવાનો એક દિવસ નક્કી ઠરાવી તે દિવસે દર વરસે માતાની ઉજાણી ઠેકાણે ઠેકાણે થવાને મુકરર થવું જોઈએ તથા એ દેવીના પૂજા વગેરે ખરચને સારુ કાંઈ ઊપજ થઈ એ રસતે ખરચ થવાનો બંદોબસ્ત થવો જોઈએ. મારા વિચારમાં દર વરસે મહાસુદ ૫ ના રોજ ઉજાણી થાય તેવા માનોરથ છે ને તે દિવસે ખેતી વગેરેનાં કામ ન થતાં બળદને ધોંસરી મૂકવી નહીં - તે બાબત વિચાર થવો જોઈએ. ઉપર પ્રમાણે મારી વિનંતી ઉપર સરવે ભાઈઓ ધિયાન આપે થી હું મોટો ઉપકાર માની લેઈશ એજ વિનંતી. પથિક * ત્રૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૪૫ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઈડવા કણબીના જ્ઞાતનો વધારો કઈડવા કણબીના જ્ઞાતનો ભારે સમુદાય છતાં કંનાઓની ભારે ખોટ થઈ પડી છે. અને પોશ તેરશ ને ૧૮૪૮ ની સાલમાં અમદાવાદ જિલ્લાના માજિસ્ટ્રેટ આજમ ફાસર સાહેબે ધારા બાંધી સરકારની મંજૂરી સાથે તા. ૭મી નવેમ્બર સન ૧૮૫૦ ના રોજ જાહેરનામા કહેલા તે પ્રમાણે કોઈ ચાલી નહી, તેથી પાટડીના દરબાર શ્રી જોરાવરસિંહજી કુબેરસિંહજી એ આપણી જ્ઞાતિનો મેળો સંવત ૧૯૨૫ ના મહા વદ ૫ ને રવૈહના રોજ કહી ભાષણ કરવા ઉપરથી સરવે માણસો કબૂલ થઈ નીચે લખેલા પ્રમાણે સુધારો કરવાનું નક્કી ઠરાવ્યું છે. ૧. કલમ પહેલી-જ્ઞાતિના લોકોએ ગોળ બાંધી પોતાના જ ગોળમાં કન્યાઓ લેવા-દેવાનો વહીવટ પાડ્યો છે તે બંધાયેલા ગોળ આજરોજ તોડી નાંખ્યા છે. માટે પોતપોતાની ખુશી પ્રમાણે કંનાઓ લેવી-દેવી તેમાં કોઈ માણસે હરકત-ઇજા કરવી અગર કરાવવી નહીં. ૨. બીજી કલમ-કોઈ માણસે માથા માટે માથું એટલે સાંટાપેટા તથા તરખેલા કરવા નહીં. તથા બાંયવર કરવી નહીં તથા દિવસ ૪૫ ની વયની દીકરી કુંવારી રાખવી નહીં. અને નીચે લખેલા કારણ સિવાય કોઈ કનાને ફૂલની દડે પરણાવવી નહી. (૧) કોઈ દીકરી લૂલી, લંગડી, અગર બીજી મુખીય હરકત ભરેલા કારણની તે દીકરીને પરણાવવાનો ઇલાજ ચાલે તેમ નહીં હશે તો ઠેકાણા ઠેકાણાના મુખીય માણસોની રજા લઈને દીકરીની લગ્નકીરીયા ફૂલને દડે કરવાની પરવાનગી છે. (૨) કોઈ દીકરી અથવા દીકરો દિવસ ૪૫ની અંદરની ઉંમરનો હશે તો તેને પરણાવવો નહીં. એટલે આપણા શાસ્ત્રની હરકત દૂર થશે. ૩. ત્રીજી કલમ-કોઈ માણસે કંના વિકરે એટલે કંના દેવા બદલ કોઈ રૂપિયા અગર કીમતી વસ્તુ લેવી નહી. ૪. ચોથી કલમ-કોઈ પરણેત અગર નાતરાની ઓરતને પાકા કારણ સિવાય તજવી નહીં તથા છાંડવી નહીં તેમજ ફારગતી આપી બીજે ઠેકાણે બેસવા જવાની પરવાંગી નહી પણ દેવું ઠરાવ્યું છે કે નીચે લખેલા કારણથી બીજી કોઈને કરવી પડે તો તે પ્રથમ સ્ત્રીને પાન કપડાં વિશે તે સ્ત્રી સ્વધરમથી વરતે તાં લગણ તે સ્ત્રીના ખાવિંદે બંદોબસ્ત કરી આપવો એટલે ક્રિમિનલ પ્રોસીજર બાબ ૨૧ ની હરકત દૂર થશે. (૧) કોઈ સ્ત્રી વરસ પચ્ચીશની ઉંમરની થઈ ગયા છતાં કાંઈ ફરજન નહીં થતું હશે તો તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે. (૨) કોઈ સ્ત્રી લૂલી, લંગડી, આંધળી વગેરે હરકત ભરેલા કારણવાળી હશે તો ઠેકાણે ઠેકાણેના મુખીયા માણસોની અનુમતથી પચ્ચીસ વરસના અંદરમાં પણ તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે. અને વિધવા સ્ત્રીને નાતરું કરવાની છૂટ છે. (૩) ત્રીજી કલમ - કોઈ માણસે કંનાવિક્રય એટલે ના દેવા બદલ કાંઈ રૂપિયા અગર કીમતી વસ્તુ લેવી નહીં, (૪) ચોથી કલમ - કોઈ પરણેત અગર નાતરાની ઓરતને પાકા કારણ સિવાય તજવી નહી અથવા છાંડવી નહીં તેમજ ફાગરતી આપી બીજે ઠેકાણે ઠામ બેસવા જવાની પરવાનગી નહી પણ દેવું ઠરાવ્યું છે કે નીચે લખેલા કારણથી બીજા કોઈની કરવી પડે તો તે પ્રથમ સ્ત્રીને પાન-કપડાં વિશે તે સ્ત્રી સ્વધરમથી વરતે તાં લગણ તે સ્ત્રીના ખાવિંદે બંદોબસ્ત કરી આપવો એટલે ક્રિમિનલ પ્રોસીજર બાબરા ની હરકત દૂર થશે. પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦પ * ૪૬ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) કોઈ સ્ત્રી વરસ ૨૫ ની ઉંમરની થઈ ગયા છતા કોઈ ફરજન નહીં થતું હશે તો તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે. (૨) કોઈ સ્ત્રી લૂલી, લંગડી, આંધળી વગેરે હરકત ભરેલા કારણવાળી હશે તો ઠેકાણે ઠેકાણેના મુખીય માણસોની અનુમતથી પચ્ચીસ વરસના અંદરમાં પણ તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે અને વિધવા સ્ત્રીને નાતરું કરવાની છૂટ છે. (૩) ત્રીજી કલમ કોઈ માણસે કંનાવિકટ એટલે કંના દેવા બદલ કાંઈ રૂપિયા અગર કીમતી વસ્તુ લેવી નહી. (૪)ચોથી કલમ કોઈ પરણિત અગર નાતરાની ઓરતને પાકા કારણ સિવાય તજવી નહી અથવા છાવણી નહી તેમજ ફાગરતી આપી બીજા ઠેકાણે ઠામ જવા ની પરવાનગી નહી પણ હેવું ઠરાવ્યું છે કે નીચે લખેલા કારણથી બીજા કોઈની કરવી પડે તો તે પ્રથમની સ્ત્રીને ધાન કપડા વિષે તે સ્ત્રી સ્વધરમથી વતેર્તા લગ્ન તે સ્ત્રીના ખાવી દે બંદોબસ્ત કરી આપવો એટલે ક્રિમિનલ પ્રોસીજર બાબરની હરકત દૂર થશે. ૧. કોઈ સ્ત્રી વરસ ર૫ ની ઉંમરની થઈ ગયા છતા કાંઈ ફરજણ નહી થતું હશે તો તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે. ૨. કોઈ સ્ત્રી લૂલી, લંગડી, આંધળી વગેરે હરકત ભરેલા કારણવાળી હશે તો તે ઠેકાણે ઠેકાણેના મુખીય માણસોની અનુમતથી વરસના અંદરમાં પણ તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાગની છે સ્ત્રીને નાતરું કરવાની છૂટ છે. (૫) પાંચમી કલમ - કોઈ માણસે સચડી એટલે સ્ત્રીનો ખાવિંદ હયાત છતાં તે સ્ત્રીને બીજો પુરુષ સ્ત્રી દાવે રાખવી નહી કે જેથી કરીને પિનલ કોડના બાબ ૨૦ ની હરકત દૂર થશે. (૬) છઠ્ઠી કલમ - લગ્ન કિંવા નાતરું કરતી વેળા વર અથવા વહુ આપણી સ્વજ્ઞાતિનાં છે તેવી સંપૂર્ણ ખાતરી કરવી. કેમ કે તેથી કરી પિનલ કોડની હરકત દૂર થતાં શાસ્ત્રની મર્યાદા બરાબર રહેશે. (૭) સાતમી કલમ - સગાઈ કરીને ચાંલ્લો કરતી વેળાએ ૧ રૂા. તથા સોપારી (૭) કેંના તરફથી વર તરફ આપવાં. તે કરતાં જાસતી આપવું અગર લેવું નહી. અને નીચે લખેલા કારણ સિવાય થયેલી સગાઈ તોડવી પણ નહીં. ૧. સગાઈ થયેલી દીકરી અથવા દીકરો લૂલુ, લંગડું અથવા આંધળું થાય તો ઠેકાણે ઠેકાણેના મુખીય માણસ રજા આપે તો સગાઈ તોડવાને હરકત નથી. (૮) આઠમી કલમ - કોઈ પુરુષ રોગ અથવા બીજા કારણથી ગૃહસ્થ ધરમ ચલાવવાને અશક્ત હશે તો તે પુરષે તથા તેની સ્ત્રીએ ઠેકાણે ઠેકાણેના મુખીય માણસોના અનમત પ્રમાણે વર્તવું. (૯) નવમી કલમ - જ્ઞાતિમાં વરનો ચાંલ્લો વગેરેનો નીમ સને ૧૮૪૮ ની સાલમાં ઠરી છે તે આધારે એક ઠરાવ કરવામાં આવે છે કે જેથી કરીને ઊંચ અને નીચપણાની શંકા દૂર થશે. ૧. લગ્નનો ચાંલ્લો રૂા.૧ (એક) થી રૂ. ૧૯૯ (એકસો નવાણું) સુધી કેના તરફથી વર તરફ આપવા અને તે મુજબ વર તરફ લેવા. તેમાં તકરાર કરવી નહીં ને સગાઈ થયા પછીથી તે લગન થતાં સુધી કેનાનાં સાસુ સસરા વગેરેને માટલી વગેરે હરેક બાબતના રૂપિયા આપવા પડે તે ચાંલ્લાની ઠરેલી રકમ પૈકીના જાણવા. તે સિવાય જાસતી લેવું અલગ દેવું નહીં. (૨) લગન થતી વખતે વરઘોડામાં નાળિયેર વગેરે જે ઠેકાણે અપાતું હશે તે ઠેકાણે રૂા. ૧ (એક) થી રૂ. ૧૦ (દસ) કંના તરફથી વર તરફ આપવા પણ એવું ઠરાવ્યું છે કે જે ઠેકાણે તે ચાલ નથી તે ઠેકાણે કાંઈ આપવું પથિક કે નૈમાસિક -- જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૪૭ For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહી, અગર રૂા. ૧૦ (દસની) અંદર ગમે તેટલી ઓછી રકમ જે ઠેકાણે અપાતી હશે તે ઠેકાણે તે જ પ્રમાણે આપવી. પણ ઓછી રકમ વાળાને હક રૂ. ૧૦ (દસ) સુધીનો આ કમલથી સમજવો નહીં. (૩) લગનનું મોસાળું કરવાનો જે ઠેકાણે ચાલ હોય તે ઠેકાણે રૂા. ૧ (એક) થી રૂા. ૧૦ (દસ) મોસાળું કરવું. તે ઉપરાંત રકમનું મોસાળું માગવાનો કોઈને હક નથી, પણ જે ઠેકાણે ઉપરની રકમ અંદર ગમે તેટલી ઓછી રકમનું મોસાળું કરવાનો ચાલ હશે તે ચાલ પ્રમાણે કરવું. વળી જે ઠેકાણે બિલકુલ મોસાળું કરવાનો ચાલ નથી તો તે ઠેકાણે આ કલમથી મોસાળું કરવાનો ચાલ થયો એમ સમજવું નહીં. (૪) લગન થતી વખતે છેડો પકડામણીનો રૂા. ૧ (એક) થી રૂા. ૧૦ (દસ) સુધી કેના તરફથી વર તરફ આપવા. પણ તે ઉપરાંત વધારે રકમ લેવાનો વરનો હક નથી. પણ એવો ઠરાવ છે કે ઠેકાણે ઉપરની રકમની અંદર ગમે તેટલી ઓછી રકમ લેવાનો ચાલ હશે તે ઠેકાણે ચાલ પ્રમાણે વરતવું અને જે ઠેકાણે બિલકુલ ચાલ નથી તે ઠેકાણે આ કલમથી ઠરાવ થયો એમ સમજવું નહીં. અને વર તરફથી કેના તરફ ઓઢણી આપવાનો જે ઠેકાણે ચાલ છે તે ઠેકાણે જેટલી રકમ આ કલમ મુજબ વર તરફ લીધેલી હશે તેટલી જ રકમ કેના તરફથી આપવી. (૫) મહી માટલાના કંનાના બાપે વરવાળાને દર સેંકડે કરેલા આંકડાના રૂા. ૫ (પાંચ) પ્રમાણે આપવા. (૬) પૂરતના કરી વરવાળાને વિદાયગીરીના કંનાના બાપ રૂા. ૧ (એક) થી ૫ (પાંચ) સુધી આપે. (૭) પગે પરણાના રૂા. ૧ (એક) થી રૂા. ૭ (સાત) સુધી કેના તરફથી વર તરફ આપવા. પણ જે ઠેકાણે તે હક લેવાનો ચાલ નથી તે ઠેકાણે આપવા નહીં. વળી ઉપર કહેલી રકમની અંદર ગમે તેટલી ઓછી રકમ લેવાનો જે ઠેકાણે ચાલ હશે તે ઠેકાણે તે ચાલ પ્રમાણે રકમ લેવી. (૮) સીમંત થયા પછી કેનાને બાળક અવતરે પછી ઝીળાયેડા આણે રૂપિયા ૧ (એક) થી રૂા. ૧૧ (અગ્યાર) સુધીની રકમ લૂગડાં મળી વિદાય કરે. તે બાબત જાસતી માંગવાનો વરવાળાને હક નથી. (૯) કોઈ સ્ત્રીને સાસરે વળાવ્યા પછી તે સ્ત્રી મરણ પામે તો તેના બાપ તરફથી થયેલું ઘરેણું તથા લૂગડાં તે સ્ત્રીને કોઈ ફરજંદ ન હોય તો તે સ્ત્રીના બાપને આપવાં. (૧૦) દસમી કલમ - આપણી નાતમાં ઠેકાણે ઠેકાણે મુખીય પટેલિયા નાતભાઈઓએ ઠરાવી તેના નામની ઈયાદિ દેસાઈશ્રી પાસે મોકલવી કે તે મંજૂર કરશે અને જયારે કોઈ પટેલનું નામ ફેરફાર કરવાની જરૂર પડે ત્યારે પણ દેસાઈની મંજૂરી લઈ કરવું. (૧૧) અગિયારમી કલમ - આ ઠરાવથી જે માણસો ઊલટી રીતે ચાલશે તે દરેક માણસને વરસ પાંચની મુદત સુધી નાત બહાર મૂકવા તથા પંચની નજરમાં આવે તે ગુનેગારો લેવા અથવા એ બેમાંથી ગમે તે ઠરાવ કરવાને ઠેકાણે ઠેકાણેના મુખીય પટેલિયા મુખતિયાર છે. પણ તે ઉપર બેરાજી થઈ દરબારશ્રીને જાહેર કરેથી ઠરાવમાં કામ જાતે કરવાને તથા ફેરફાર કરવાને તથા રદ કરવાને પાટડી દરબારશ્રીને અધિકાર છે. અને આવી બાબતમાં જે રકમ લેણી થાય તે વસૂલ કરવા સારુ ઠેકાણે ઠેકાણેના મુખીય પટેલિયા તથા પાટડી દરબારશ્રીનો સરકારમાં ફરિયાદ કરી અગર હરેક રીતે વસૂલ કરવાનો હક છે. (૧૨) બારમી કલમ - અગિયારમી કલમમાં બતાવેલ રકમ વસૂલ થયેલી તે રકમના ચોથા હિસ્સાના રૂપિયા કુળદેવી માતા ઉમિયાજીના મંદિરમાં ધરમાદા વગેરેમાં વાપરવા પાટડી દરબારશ્રી તરફ મોકલવા અને બાપના રૂપિયા ઠેકાણે ઠેકાણેના મુખીયા પટેલિયાઓએ નાતના સુધારામાં વાપરવા પણ તેનો બરાબર હિસાબ રાખવો. (૧૩) તેરમી કલમ - આ ઠરાવ પ્રમાણે ઠેકાણે ઠેકાણેના મુખીય પટેલિયાઓએ કરેલા ઠરાવ ઉપર તકરાર અગર બીજા હરેક કારણથી પાટડી દરબારશ્રી ફેંસલો કરશે તે આખરનો સમજી એ ઉપર કોઈની તકરાર ચાલશે નહીં. પથિક જ વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૪૮ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ચોદમી કલમ - આ નાતના સુધારાના કામમાં આ ઠરાવ સરકારમાં નોંધાવી જે મદદ લેવાની જરૂર હોય તે પાટડી દરબારશ્રીએ લઈ સંપૂર્ણ બંદોબસ્ત કરે તથા હવે પછી નાતના સુધારા જે જે બાબત વાજબી અને જરૂર જણાય તે બાબત વધારવાને તથા ઓછી કરાવને પાટડી દરબારશ્રીને સ્વતંત્ર પરવાનગી આપી છે અને પાટડી દરબારશ્રી જે પ્રમાણે કરશે તે અમો કબૂલ કરી તેમના મોટા આભાર માનીશું. (૧૫) પંદરમી કલમ – મહાવદ ૫ વાર વરેફના રોજ નાતિના ભાઈઓની મુલાકાત પાટડી દરબાર શ્રીએ લીધે તે જ્ઞાતિના તમામ ભાઈઓએ નાતના સુધારાની ઇચ્છા બતાવી ઢાંપના કાગળો ઉપર સહી સાથે દસ્તાવેજ કરી આપી છે. માટે તે દિવસે માતાજી ઉમિયાની ઉજાણી જ્ઞાતિના તમામ માણસોએ કરી ખુશીમાં રહેવું અને ખેતી વગેરે ધંધા-રોજગારનું કામ બંધ રાખી ઈશ્વરનું ભજન કરવું. (૧૬) સોલી કલમ આ બાબતમાં નાતના સરવે ભાઈઓએ સ્ટોપના કાગળ ઉપર દસ્તાવેજ કરી આપેલો છે તેની નકલ સરવે લોકોમાં જાણ થવા સારુ છપાવી પરગટ કરવામાં આવી છે. (૧૭) સત્તરમી કલમ - ઊંઝામાં માતા ઉમિયાજીનું મંદિર બાંધવા માંડેલું અધૂરું છે. તે પૂરું થવા સારુ આપણા ભાઈઓએ મદદ આપવાનું ધ્યાનમાં લેવું જોઈએ. તેને સારુ આપણી નાતનાં લગન ઠરશે તે વખતેં ઘટતો વિચાર થશે. મિ. જે ઉમિયા માતાજી. દેસાઈશ્રી જોરાવરસિંહજી કુબેરસિંહજી સ્વસ્થા, જિલ્લે પાટડી જોગ, લખતંગ અમો નીચે સહી કરનારા પાટડી, વણોદ, દશાડા, બજાણા, લખતર, ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડી, મોરબી, કાઠિયાવાડ, મૂળી, તથા વાંકાનેર વગેરે પરગણાં તથા ગામોના કઈડવા કણબીની નાત જાડી પછેડીના પટેલિયા વગેરે નાત સમસ્તના જત અમોએ અમારી રાજીખુશી તથા અકલ હશિયારીથી આ દસ્તાવેજ લખી આપીએ છીએ. (૧) કલમ પહેલી – આપણી નાતમાં કોઈ કલમે નાતરું કરીને અગલ લગન કરીને બાઈડી લાવી હોય તો તે કંના પોતાની નાતની છે એવી પક્કી રીતે ખાતરી કરીને લાવવી અને ખાતરી વગર લાવે તો તે કંના બીજી નાતની માલૂમ પડે તો તેને નાત બહાર મૂકવો અને તેની કોઈ કલમ મદદ કરે તો તેને પણ નાત બહાર મૂકવો; પણ એવું ઠેરવ્યું છે જે પાટડી દરબાર શ્રીની નજરમાં આવે તો નજરાણા વગેરેના રૂપિયા લઈ નાતમાં ઠરાવ દરબારશ્રી કરે તો જબ તેને નાતમાં લેવો. (૨) કલમ બીજી – આપણી કઈડવા કણબીની જ્ઞાતમાં કોઈ શખસ નાતરું કરવા માગે તો નાતરું કરનાર શખસે રૂા. ૧ થી રૂ. ૩૦૦ સુધી ઓરતના બાપ તરફ આપવા, એ સિવાય જાસતી રૂપિયા યા કીમતી વસ્તુ આપવી નહીં. તેમ ઓરતના બાપ વગેરેએ ઉપર ઠરાવેલા આંકડા સિવાય કાંઈ રકમ અથવા વસ્તુ લેવી નહીં. આ મુજબ ચાલવામાં કોઈ કસૂર કરે તો તેને વરસ ૫ સુધી નાત બહાર રહેવું પડશે ને તે પછી રૂા. પ00 નાતને નજરાણાના આપશે તો તેને નાતમાં લેવામાં આવશે. (3) કલમ ત્રીજી - આપણી નાતમાં પરણેતર કંનાની સગાઈ બાબત કંના વિકરે એટલે સગાઈ કરવા સંબંધી વરવાળા તરફથી કાંઈ રૂપિયા અગર કીમતી વસ્તુ લેવી નહીં. અગર આપવી નહીં એ પ્રમાણે કરવામાં કોઈ કસૂર કરશે તો તેને રે વરસ સુધી નાત બહાર રહેવું પડશે ને પછી રૂા. ૨૦) નાતમાં નજરાણાના આપેથી તેને | નાતમાં લેવામાં આવશે. (૪) કલમ ચોથી - આપણી નાતમાં કોઈ નાનું સગપણ થયા પછી તે કંના અગર વર રોગથી લૂલા, પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૪૯ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંગડા વગેરે થઈ પડે તો તેને નિકાલ કરવા પાંચ પટેલિયાના વિદમાન નિકાલ કરવો ને તે પટેલિયા જે પ્રમાણે ઠરાવ કરે તે મુજબ ચાલવું. તે બાબતમાં શખસ કસૂર કરશે તો માણસને ૨૫૦ નાતમાં નજરાણાના આપતા સુધી નાત બહાર રહેવું પડશે. (૫) કલમ પાંચમી – હમો કઈડવા કણબીની નાતમાં આજની તારીખ અવલ કોઈ માણસે કંના અગર વરને સારુ સાટાં-પટાં કરાં હશે ને તે બાબતના દસ્તાવેજ લખેલા હશે તો તે મુજબ લેવા-દેવા. પણ લખા સિવાયનાં હશે તો તે લેવા-દેવા નહીં. તે હવે પછી કોઈએ સાટાં-પેટા કરવા-કરાવવાં નહીં ને એ કામમાં કોઈ મદદ પણ કરવી નહી. એ પરમાણે ચાલવામાં કોઈ માણસ કસૂર કરે તો તેને નાત નજરાણાના ૨, ૨૦૦ આપતા સુધી નાત બહાર રહેવું પડશે. (૬) કલમ છઠ્ઠી – જાણે આપણી નાતમાં કેનાને પરણતી વેળા અથવા સગાઈ કરતી વેળા રૂપાની હાંસડી તથા કલ્લા તથા સાંકળીના રૂ. ૮નું ઘરેણું વહુને કરવું. એથી વધારે ઘરેણું કરવું નહીં. એથી ઊલટો ચાલશે તેને નાતના મુખી ઠરાવે તેટલી રકમ નાતને નજરાણું આપતા સુધી નાત બહાર રહેવું પડશે. (૭) કલમ સાતમી – આપણી નાતમાં આ ઠરાવ થયાં અવલ પરણેતાની જે કેનાને કાંબીઓ તથા સાંકળાં તથા પોલારિયાં એ ઘરેણું કરેલું છે તે વર તરફ સોંપી દેવું. એ પ્રમાણે ચાલવામાં જે માણસ આળસાઈ યા કસૂર કરશે તો તેને ત્રણ મહિના સુધી નાત બહાર રહેવું પડશે. ત્યાર પછી રૂ. ૫૦ નાતને નજરાણાના આપે ત્યારે નાતમાં લેવામાં આવશે. (૮) કલમ આઠમી - આપણી નાતમાં કોઈ ઓરતનાં લગ્ન થાય તે વખતે અથવા તે પહેલાં કેનાને ઘાઘરો તથા કાપડું તથા સૂતર, ચૂંદડી પાકા રંગની – એ રીતે ત્રણ લૂગડાં વરવાળા તરફથી નાવાળાને આપવાં, અગર તેના અવેજમાં રૂા. રૂ. ૧૦ વરવાળો આપે. એટલે એ રીતે ચાલવામાં કોઈ કસૂર કરે તો તે માણસને નાતને રૂા. પ૦ નજરાણાના આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. (૯) કલમ નવમી – આપણી નાતમાં વહુ દૂખાવાની વખતે, એટલે પહેલા આણાના વખતે રૂા. ૧૬ સાલ્લાના તથા રૂા. ૪ ગોરના તથા રૂા. ૧ ઝવાટનો તથા રૂા. ૧ ચૂંદડીનો. એ રીતે રૂા. ૨૨ વરવાળા કેનાને આપે. તે સિવાય કાંઈ રૂપિયા યા કીમતી વસ્તુ લેવી નહીં. એ પ્રમાણે ચાલવામાં જે કસૂર કરશે તેને રૂા. પ૦ નાતમાં નજરાણાના આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. (૧૦) કલમ દસમી - આપણી નાતમાં કેનાનું સગપણ થતી વખતે વર તરફથી રૂા. ૧ રોકડો તથા સાકાર શેર ૨૧ ના કંનાને આપવી. એ સિવાય જાસ્તી આપવું-લેવું નહીં. આ પરમાણે ન ચાલે તેને રૂા. ૧૦૦ નાતમાં નજરાણાં આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. (૧૧) કલમ અગિયારમી – આપણી નાતમાં કોઈએ સવેલી કંના (ધણી હયાત હોય તેવી) તથા દેવી નહી. એ રીતે ચાલવામાં જે કસૂર કરશે તેને દસ વરસ સુધી નાત બહાર રહેવું પડશે. તે વાર પછી રૂા. ૧૦૦૦ નાતમાં નજરાણાના આપેથી નાતમાં લેવામાં આવશે. (૧૨) કલમ બારમી – આપણી નાતમાં વર અગર વહુની હયાતીમાં ફરીથી લગ્ન યા નાતરું કરવું નહીં. પરંતુ ફરજંદ થતું ન હોય એવા એવા કાંઈ જરૂરના કારણથી ફરી લગ્ન અથવા નાતરું કરવું પડે તો પોતાની નાતના મુખ્ય માણસ રજા આપે તો ફરી લગ્ન અથવા નાતરું કરવું. પણ પરથમની બાઈડીને ધાન-કપડાંનો બંદોબસ્ત કરી લીધા વગર પરગણાના પટેલિયાઓએ બીજી બાઈડી કરવાની રજા આપવી નહીં, તેમજ ધણીની ફારગતી લીધા વગર બાઈડીએ સચૂડી નાતરે જવું નહી, ને કોઈએ લઈ જવી નહીં. એ રીતે કરવામાં જે કસૂર કરે તેને રે વરસ સુધી નાત બહાર રહેવું પડશે. ને ત્યાર પછી રૂા. પ0 નાતને નજરાણું આપેથી નાતમાં લેવામાં આવશે. (૧૩) કલમ તેરમી – આપણી નાતમાંના કોઈ માણસને બહારવટું એટલે કોઈકનું જલેલ એટલે નુકસાન કરવું-કરાવવું નહીં. એ રીતે ચાલવામાં જે માણસ કસૂર કરશે તેને વરસ સુધી નાત બહાર રહેવું પડશે. તે પછી પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૫૦ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂા. ૧૦૦ નાતને નજરાણું આપેથી નાતમાં તે લેવાશે. (૧૪) કલમ ચૌદમી - આપણી નાતમાં કોઈ માણસ પોતાના નાતીલા માણસ ઉપર અદાવરદ રાખી પોતાના દરબાર અગર કોઈ અમલદારને નજરાણું અથવા સાકરના રૂપિયા આપવા કરી ધર અગર ખેતર વગેરે જમીન નાતવાળાની લેવી નહી. તે દરબાર અગર અમલદાર કોઈ કણબીની જાતના માણસને ગામમાંથી કાઢી મૂકે તો માસ ૧૨ સુધી રાહ જોઈ પછી તેની સાંતની જમીન લેવાને હરકત નથી. પણ ઉપરવટ થઈ લેવી નહી. એ રીતે ચાલવામાં જે કસૂર કરે તેને રૂા. પ00 નાતને નજરાણું આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. (૧૫) કલમ પંદરમી – આપણે કડવા કણબીની નાતમાં નાત બાબતની હક કોઈ તકરાર હોય તેની ફરિયાદ પરગણાના નાતીલા પટેલો પાસે કરાવીને તેનો નિકાલ ન થાય તો પાટડી આવી દરબારશ્રી પાસે કરાવવી અને પાટડી દરબાર જે રીતના ઠરાવ કરે તે કબૂલ કરવું. તે બાબતમાં પોતાના દરબાર ઈ આ કા ઈ અમલદારને રૂબરૂ ફરિયાદ કરવી નહીં. એ જ રીતે શખસ ન ચાલે તો તે માણસે રૂા. ૧૦૦૦ નાતમાં નજરાણા આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. (૧૬) કલમ સોલમી - આપણે કડવા કણબીની નાતમાં આ સુધારાના ઠરાવ પરમાણે વહીવટ પોતપોતાના પરગણાના પટેલિયાઓએ ચલાવવો ને તેમનાથી કાંઈ નિકાલ નહી થઈ શકે અગર તેના કરેલા ઠરાવ ઉપર બેમાંથી એક તરફ તકરાર પડે તો પાટડી દરબારને જહીર કરી તે દરબારશ્રી જે ઠરાવ કરે તે પ્રમાણે ચાલવું. એમાં જે માણસ કસૂર કરે તેને વરસ ૨ નાત બહાર રહેવું પડશે તથા રૂા. પ00 નજરાણું નાતને આપશે ત્યારે નાતમાં લેશે. (૧૭) કલમ સત્તરમી - આપણી નાતમાં હવે પછી આ ઠરાવમાં સુધારો કરી ફેરફાર કરવા તથા કમીજાસ્તી. કરવા તથા વખતે વખતે ધરારત મુજબ ઠરાવ કરવા પાટડી દરબારશ્રી મુખતિયાર છે. દરબારશ્રીના ઠરાવ પ્રમાણો જે ન ચાલે તેણે દરબારશ્રી ઠરાવે તેટલી રકમ નાતને નજરાણું આપવાનું. તે આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. આમ ઉપરોક્ત પરિષદમાં અમદાવાદના મિલમાલિક રા.બ.બેચરદાસ લશ્કરીએ પણ આગેવાની ભર્યો ભાગ લીધો હતો અને પાછળથી તે ઠરાવોનો અમલ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાટડીના દરબારશ્રી દેસાઈ જોરાવરસિંહજી અને અમદાવાદના શેઠ શ્રી લશ્કરી જેવા બે સમકાલીન શ્રીમંત અગ્રેસરોએ સમાજસુધારણા આંદોલનની આગેવાની લીધી હતી, એ હકીકત જાણીને આજે પાટીદાર જ્ઞાતિ ગર્વ લે છે. આવા ગર્ભશ્રીમંતોને સમાજના સામાન્ય સ્થિતિના માનવીઓ પ્રત્યે કેટલી બધી લાગણી હતી તેનું આ ઉમદા દષ્ટાંત છે. દેસાઈ, જોરાવરસિંહજીના રાજકાળમાં ઈ.સ. ૧૮૭ર માં ખારાઘોડા-પાટડી થી મુંબઈ સુધીની સળંગ બ્રોડ ગેજ રેલ્વે શરૂ થઈ હતી. તેથી પાટડીનાં વિકાસ અને સમૃદ્ધિનો વિકાસ થયો હતો. આથી પાટડીની આસપાસ બહુચરાજી, હારીજ, રાધનપુર, ચાણસ્મા, વઢિયાર પ્રદેશ, ઝાલાવાડ તથા ચુંવાળના પ્રદેશ માટે પાટડી એક વેપારી મથક બન્યું હતું. તેને કારણે “પાટડી સોનાની હાટડી” એવી લોકવાયકા શરૂ થઈ હતી. પાટડીના દેસાઈ જોરાવરસિંહજીએ લોકસેવા માટે દાનનો પ્રવાહ વહેવડાવ્યો હતો. “વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” એ પંક્તિ અનુસાર જોરાવરસિંહજી સાચા અર્થમાં વેષ્ણવ જન હતા. તેઓ દુ:ખી લોકોને અને વસ્ત્રની ઘણી મદદ કરતા તેમજ ગરીબને ખોરડું ઊભું કરવામાં આર્થિક સહાય કરતા. તેમણે પાટડીમાં વૈષ્ણવ મંદિર બંધાવ્યું હતું. તેમાં શ્રી દ્વારકાનાથજીની મૂર્તિ પધરાવી હતી. તેમાં લગભગ ૫૦,૦૦૦ રૂા.નો ખર્ચ થયો હતો અને આ મંદિરના નિભાવ માટે દર વરસે રૂ. ૨૦૦૦ રાજય તરફથી ખર્ચ બાંધી આપ્યો હતો. તેમના આવા કાર્યમાં પ્રોત્સાહન આપવા તેમના ધર્મપત્ની સદ્ભાગી હતાં. જોરાવરાસિંહજીનાં ધર્મપત્ની જમુનાબાઈએ ઈ.સ. ૧૮૫૯ માં પાટડીમાં કાશી વિશ્વનાથ મહાદેવ નામે એક ધર્મશાળા બાંધી હતી. આવા જ્ઞાતિના સમાજસુધારક પવિત્ર, સાદા, ઈશ્વરપરાયણ, પ્રગતિશીલ અને કોઠાસૂઝવાળા રાજવી દરબારશ્રી દેસાઈ જોરાવરસિંહજી પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૫૧ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રજામાં પોતાની પવિત્રતા માટે પ્રાતઃસ્મરણીય રાજવી ગણાતા હતા. તેમના જ્ઞાતિ પ્રત્યેના ઋણને આજે પણ પાટીદાર પ્રજા ભૂલતી નથી. તેમના આવા કાર્યને કારણે પાટીદાર જ્ઞાતિમાં સમાજ-સુધારણાની ચળવળ ને વેગ મળ્યો તેમના બાદ તેમના પુત્રો અને પૌત્રોએ આ પ્રવૃત્તિને વેગેલી બનાવી હતી. સંદર્ભ પુસ્તકો ૩. ૪. ૧. પરીખ પુરુષોત્તમ લલ્લુભાઈ, ‘કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ', ઉમા પ્રકાશન, વિરમગામ, ૧૯૧૨ ડૉ. પટેલ મંગુભાઈ આર., ‘રા.બ. બેચરદાસ અંબાઈદાસ લશ્કરીનું જીવનવૃત્તાંત', ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૨. ૫. www.kobatirth.org ૬. ૭. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮૮. દેસાઈ પ્રભાતકુમાર મ., ‘પાટડી દર્શન’, પાટડી બંધુસમાજ, અમદાવાદ, ૧૯૮૬. ડૉ. બ્રહ્મભટ્ટ હર્ષદકુમાર એમ., વિરમગામ-પાટડીના રાજવીઓનું સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન. સંશોધન મહાનિબંધ. (અપ્રગટ) Gazetteer of the Bombay Presidency, Vol. 4, Bombay Government Central Press, Bombay, 1889. શાહ રતિલાલ મફાભાઈ, ‘મખવાણાનો ઇતિહાસ', ભાગ ૧ અને ૨, માંડલ ૧૯૬૮ ડૉ. મંગુભાઈ આર પટેલનો લેખ, ‘સામાજિક પ્રતિષ્ઠા આર્થિક પરબળોનો અભ્યાસ’, ગ્રંથ ૨૪, ‘‘ધી જર્નલ ઑફ ગુજરાત યુનિ.', ઑગસ્ટ ૧૯૮૧ ૧૧, દરબારશ્રી કિશનસિંહજીની મુલાકાત. ૧૨. દરબારશ્રી કિર્ણિકસિંહજીની મુલાકાત. ૮. અનામી-પાટડી જ્ઞાતિના રીત-રિવાજોનું એકીકરણ. ૯. દરબારશ્રી જોરાવરસિંહજી એ છપાવેલા - કઈડવા કણભી નાતમાં દીકરીઓના સમર્થન સારુ નિયમ- બે પુસ્તકો. ૧૦. પાટડી સંસ્થાઓના દસ્તાવેજો, પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૫૨ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદમાં કવયિત્રીઓ પ્રા. ડૉ. રશ્મિકાન્ત મહેતા ‘આપણી જાણીતી સમગ્ર વિશ્વની સભ્યતાઓનું એક સામાન્ય લક્ષણ એ રહ્યું છે કે આપણે જેમ પ્રાચીન સમયમાં જતાં રહીએ છીએ તેમ સ્ત્રીઓના દરો વધુને વધુ અસંતોષજનક રહ્યો છે. પરંતુ હિન્દુ સભ્યતા આ બાબતમાં આશ્ચર્યજનક અપવાદ છે. અહીં અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓનો દરજ્જો વધુને વધુ સંતોષજનક જણાતો રહ્યો છે.” ડો. એ.એસ.અલ્લેકરનો આ અભિપ્રાય તદ્દન યથાર્થ છે; એમ વેદકાલીન ભારતમાં સ્ત્રીનું સર્વોત્તમ સ્થાન જોતાં, જણાય છે. સ્વેદના મંત્રદ્રષ્ટા, કવિ અને ઋષિઓ છે; તેમાં મંત્રદર્શિનીઓ, કવયિત્રીઓ અને ઋષિઓનો પણ સમાવેશ છે. તેમની સૂચિ આ પ્રમાણે છે :- (૧) અદિતિ (૨) અદિતિ દાક્ષાયણી (૩) અગમ્ય સ્વસા (૪) અપાલા આત્રેયી (૫) દક્ષિણા પ્રાજાપત્યા (૬) ગૌરિવતિઃ શાકત્યઃ (૭) ઘોષા કાશીવતી (૮) ગોધા (૯) ઇન્દ્રમાતરઃ દેવનામયઃ (૧૦) ઇન્દ્રરનુષા વસુકપત્ની (૧૧) ઇન્દ્રાણી (૧૨) જુહુબ્રહ્મજાયા (૧૩) લોપામુદ્રા (૧૪) નઘઃ (૧૫) રાત્રિ ભારદ્વાજી (૧૬) રોમશા બ્રહ્મવાદિની (૧૭) શચી પૌલોમી (૧૮) સરમા દેવશૂની (૧૯) સર્પરાજ્ઞી (૨૦) સરસ્વતી આંગીરસી (૨૧) સિકતા નિવાવરી (૨૨) શ્રદ્ધા કામાયની (૨૩) સૂર્યા સાવિત્રી (૨૪) ઉર્વશી (૨૫) વાફ આખ્ખણી (૨૬) વિશ્વવારા આત્રેયી (૨૬) યમી વૈવસ્વતી સંભવ છે કે આમાંનાં કેટલાંક “પૌરાણિક પાત્રો' માત્ર હશે; પરંતુ આંતરિક પ્રમાણો પુરવાર કરે છે કે બાકીનાં નિશ્ચિત પણે “રક્ત અને માંસ સાથે ધબકતી’ જીવંત વ્યક્તિઓ છે. જેમકે :- (૧) અપાલા આત્રેયી - ઋગ્વદ ૮૯૧-૯૨ (૨) ગૌરિવીતિઃ શાત્ય - . પ/૨૯ (૩) ઘોષા કાક્ષીવતી- ૭, ૧૦૩૯, ૧૦૪૦, (૪) ગોધો- ૧૦૧૩૪ ૭ (૫) લોપામુદ્રા - ૧૧૭૯૧-૨ (૬) રાત્રિ ભારદ્વાજી - મૃ. ૧૦/૧૨૭ (૭) સિકતા નિવાવરી ઋ ૯૮૬/૧૧-૨૦,૩૧-૪૦ (૮) સૂર્યા સાવિત્રી – ઋ ૧૦૮૫ (૯) વાફ આમૃણી ઋ ૧૦/૧૨૫ (૧૦) વિશ્વવારા આત્રેયી - ૩ ૫૨૮ આમાંથી કેટલાંકની ચરિત્રાત્મક માહિતી વિવિધ સ્રોતમાંથી પ્રાપ્ત થઈ શકી છે. જેમકે (૧) અપાલા અત્રિની પુત્રી હતી. અધ્યાત્મવિદ્યા ધરાવતી હતી. પરંતુ તે કુષ્ટરોગથી ગ્રસ્ત બની, તેથી પતિથી તિરસ્કૃત બની. તેને જાણ થઈ કે સોમ ઇન્દ્રનું પ્રિય પેય છે. તેથી સીમ દ્વારા તેણે ઇન્દ્રને પ્રસન્ન કર્યો. ઇન્દ્ર એની એષણા પરિતૃપ્ત કરી અને એને કુષ્ટરોગથી મુક્ત કરી. (ર) ઘોષા કક્ષવાનની પુત્રી અને દઘટની પૌત્રી હતી. અનિષ્ટ રોગને કારણે એનો દેહ કદરૂપો થઈ ગયો. કોઈ તેને પરણવા તૈયાર થતું ન હતું. પિતૃગૃહે તેણે ૬૦ વર્ષ પસાર કરી નાખ્યા હવે તેણે સૌભાગ્ય અને સૌંદર્ય માટે અશ્વિન ને ઉપાસનાથી પ્રસન્ન કર્યા. તેઓએ તેના દેહને ચિરંજીવ, રોગમુક્ત અને સુંદર બનાવી દીધો. તેઓએ તેને પતિ અને સુહસ્ય નામે પુત્ર અપાવ્યો. (૩) ગૌરિવીતિ શક્તિની ઉપાસના કરતી હતી. (૪) વિશ્વવારા અત્રિના પરિવારમાંથી હતી. (૫) સૂર્યા સૂર્યની પુત્રી હતી. (૬) રાત્રિ, રાત્રિસમયનું નિર્ધારણ કરતી દેવી હતી. ઇન્દ્રાણીએ એકવાર તેની ઉપાસના કરી હતી. નિયામક, ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, એચ.કે. આર્ટ્સ કોલેજ કંપાઉન્ડ, અમદાવાદ ૩૮OOG પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૩ For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) વિદર્ભનાથ સંતાનપ્રાપ્તિ માટે તપસ્યા કરતો હતો. અગત્યએ સૃષ્ટિના જુદા જુદા જીવોનાં સુંદર અંશો સ્વીકારીને એક સૌંદર્યસંપન્ન નવજાત કન્યા તેને આપી. વિદર્ભનરેશે તેનો સુયોગ્ય ઉછેર કર્યો. તેને લોપામુદ્ર નામ આપ્યું હતું. અગત્યને પૂર્વજોના શ્રાદ્ધકલ્પ માટે પણ સંતાનપ્રાપ્તિ અર્થે લગ્ન કરવાની આવશ્યકતા જણાઈ તેણે વિદર્ભનરેશનો આ માટે સંપર્ક કર્યો, પ્રસ્તાવ મૂક્યો. રાજાને આનાકાની હતી. પરંતુ લોપામુદ્રા જાતે જ આ પ્રસ્તાવ સ્વીકારીને અગત્ય સાથે જવા તૈયાર થઈ ગઈ. આ કવયિત્રીઓની કેટલીક આકર્ષક ઋચાઓ આ પ્રમાણે છે :(૧) અપાલા ઇન્દ્રને પ્રાર્થે છે - असौ च या न उर्वरा दिमां तन्वं मम । થો તાત છિ: સવ તા પોશ ધિ . ૮-૧૨-૬ // ‘આપ અમારી આ જે ફળદ્રુપ ભૂમિ છે, મારું અંગ છે, અને પિતાનું મસ્તિષ્ક છે; તે બધું આનંદિત કરી (૨) ગૌરિવીતિ ઇન્દ્રનાં પરાક્રમ વર્ણવે છે - नव यदस्य नवति च भोगान्त्साकं वज्रेण मधवा विवृश्चत् । अर्चन्ती मरुतः सधस्थे त्रैष्टुभेन वर्च सा बाधत द्याम् ॥ ५-२९-६॥ ‘મહાન ઇન્દ્ર શત્રુના ૯૯ નગરોને ક્ષણમાં વજથી તોડી પાડ્યાં, ઘુ લોકને પકડીને) સ્થિર કર્યો. (ત્યારે) મરુતોએ સંગ્રામમાં ત્રિષ્ટભુવાળી ઋચાઓથી ઇન્દ્રની સ્તુતિ કરી.” (૨) ઘોષા અશ્વિની પાસે સરસ દામ્પત્યવિચાર મૂકે છે - जीवं रुदन्ति वि मयन्ते अध्वरे दीर्घानु प्रसितिं दीथियुर्नरः । वामं पितृभ्यो य इदं संमेरिरे मयः पतिभ्यो जनयः परिष्वजे ॥ १०-८०-१०॥ “જે માણસ પોતાની પત્નીની જીવનરક્ષા માટે રડે (એવો) સંવેદનશીલ છે, એને યજ્ઞાદિ સત્કાર્યોમાં જોડે છે, સંસ્કારો સાથે સંતાન જન્માવીને પિતૃયજ્ઞમાં જોડે છે એ (માણસ) ને સ્ત્રીઓ સુખ-સહયોગ આપે છે.” (૪) ગોધા સ્વધર્મ વર્ણવે છે - नकिर्देवा मिनीमसि न किरा योपयामसि मश्रुत्य चरामसि । पक्षेभिरपिकक्षेभिरत्राभि सं रंभामहे ॥१०-१३८-७॥ હે દેવો, અમે કોઈ ધર્મ વગરનાં કે મર્યાદા વગરનાં કર્મો કરતાં નથી. અમે કોઈને કશી હાનિ કરતા નથી. હાથમાં હવન સામગ્રી લઈને યજ્ઞાદિ શ્રેષ્ઠ કર્મો આચરીએ છીએ. (૫) સિકતા નિવાવરી સમસ્તુતિમાં સરસ ઉપમા આપે છેप्रो अयासीदिन्दुरिन्द्रस्य निष्कृतं सखा सख्युर्न प्र मिनाति सङ्गिरम् । मर्य इव युवतिभिः समर्षति सोमः कलशे शतयाम्ना पृथा ।। ७-८६-१६।। આ સોમ ઇન્દ્રના પેટમાં પહોંચીને, મિત્રનો જેમ, કોઈ જ પીડા આપતો નથી. યુવાન જે રીતે યુવતીઓ સાથે હળીમળીને રહે, તેમ સોમ પાણીની સાથે મળીને; યંત્રના સેંકડો છિદ્રોમાંથી બહાર નીકળીને કળશમાં પ્રવેશે પથિક કે વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૪ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૬) સૂર્યા સાવિત્રી વરવધૂને શુભેચ્છા કહે છે - इ॒हैव स्तं मा वि यौष्टुं विश्वमायु॒र्व्यश्नुतम् । क्रीय॑न्तौ पुत्रैर्नप्तृ॑भि॒र्मोद॑माना॒ स्वे गृहे ॥१०-८५-८२ ॥ ‘આપ બંને અહીં જ રહો. ક્યારેય એકબીજામાંથી અળગાં ન થાવ, સંપૂર્ણ આયુષ્ય વિશેષ રૂપે ભોગવો. પોતાના જ ઘરમાં પુત્ર-પૌત્રાદિ સાથે આનંદકિલ્લોલ સાથે જીવન વીતાવો.' (૭) વાક્ આશ્રૃણી પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે - अ॒हमे॒व स्व॒यमि॒दं व॑दामि॒ जुष्ट॑ दे॒वेभि॑रु॒त मानु॑षेभिः । य॑ क॒मये॒ त॑त॑मु॒ग्रं कृ॑णोमि॒ तं ब्र॒ह्माणं तमृषि॒ तं सु॑मे॒धाम् ॥ १०-१२५-५ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘દેવો મનુષ્યો શ્રદ્ધાપૂર્વક જેનું મનન કરે છે તેને હું પોતે જ એ પ્રમાણે (પ્રગટ કરું છું) બોલું છું. હું જેની જેની (કૃપાદૃષ્ટિથી) કામના કરું છું તેને તેને બળશાળી, સ્તોતા અથવા શ્રેષ્ઠ બુદ્ધિશાળી ઋષિ બનાવું છું. (૮) વિશ્વવારા આત્રેયી અગ્નિની સ્તુતિ કરે છે - अग्ने॒ शर्धो म॒ह॒ते सौभ॑गाय॒ तव॑ द्यु॒म्नान्यु॑त्त॒मानि॑ सन्तु॒ । सं जा॑स्पत्य॑ सु॒यम॒मा कृ॑ष्णुसु॒ष्व शत्रूय॒ताम॒भि ति॑ष्ठा महसि ॥ ५-२८-३ ॥ ‘હે અગ્નિ, (અમારા) ઉત્તમ સૌભાગ્ય માટે (આપ) શત્રુને હરાવો. આપનું તેજ ઉત્તમ હજો. આપ દામ્પત્યને સુખી અને સંયમી બનાવો. આપ શત્રુના તેજને દબાવી દો.' મંત્રદર્શિની અને કવયિત્રી એવી આ ઋષિકાઓનાં ઉપર્યુક્ત ઉદાહરણો વૈદિક સાહિત્યમાંનાં તેમનાં નોંધપ્રદ પ્રદાનની પ્રતીતિ કરાવે તેવાં છે. સુશીલ કુમાર છે એ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની કવયિત્રીઓ માટે લખ્યું છે,'કોઈ વિશેષ નોંધ લેવી પડે તેવું એમનું પ્રદાન નથી.' દેનો આ અભિપ્રાય નિશ્ચિતપણે વૈદિક સાહિત્યની કવિયત્રીઓને લાગૂ પાડી શકાય તેમ નથી. સંદર્ભસામગ્રી પં. સાતવનેશ્વર ૧. ऋग्वेदसंहिता ૨. Altekar (Dr.) A.S.Education in Ancient India. ૩. Dapade E.V. - History of Education in Ancient - India ૪. પથિક * ત્રૈમાસિક De S.K. - A History of Sanskrit Literature. ૫. Garg Ganga Ram-Encyclopcadia of Hindu world vol. 2 ૬ . Macdonell A.A. - Vedic Index, Vol. I, II 9. Margaret James Stutley-A Dictionary of Hinduism ૮. Rahurkar V.G.-The Seers of the Bgveda ૯. Roy Ashim Kumar-a Dictionary of Indology, Vol. 1o ૧૦. Sanatani (Dr.) Lila-Status of Women In Vedic times. ૧૧. Visva Bandhu - Indices to the Rgveda. - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૫ For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir લુણાવાડામાં ઔદિચ્યોનું આગમન ડૉ. મનીષા ઉપાધ્યાય* લુણાવાડામાં ઔદિચ્યોના આગમન સંબંધી સંપૂર્ણ માહિતી મળતી નથી. પણ ઔદિચ્યોનો ગુજરાતમાં વસવાટ થયા પછી, ક્ષાત્રવંશના તે પછીના રાજાઓના ત્રણસો વરસના રાજયકાળમાં આપણા પૂર્વજોનું વર્ચસ્વ અજોડ હતું. પણ સંવત ૧૩પ૩ ના અરસામાં દિલ્હીપતિ અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કરે ગુજરાત ઉપર આક્રમણ કર્યું. પાટણ જેવા સમૃદ્ધ રાજયને છિન્નભિન્ન કરી સિદ્ધક્ષેત્રમાં આવેલ “રુદ્રમાળ”ને ખંડિત કર્યો, અને હિન્દુ પ્રજા ઉપર ધમધ અત્યાચાર ગુજાર્યા. જે કારણે ઔદિચ્યોના કુળનાથોએ સુરક્ષિતતા ખાતર સ્થળાંતર કર્યું. બાદ ૧૪૧૧ માં પાટણ અને ખંભાતના વિનાશમાંથી (કર્ણાવતી) અમદાવાદની સ્થાપના થઈ. તેમ લગભગ સં. ૧૫૨૬ ના અરસામાં ઘણાંખરાં કુટુંબોએ અમદાવાદ આવી વસવાટ કર્યો. ત્યાંથી તેઓ સંવત ૧દ00 અને ૧૭૦૦ ની વચ્ચે લુણાવાડા આવવા લાગ્યા તે વખતે અમદાવાદમાં રાજયકર્તા તરીકે પેશ્વા અને ગાયકવાડ હતા. તેમના તરફથી જાગીરો મળી અને વ્યવસ્થિત ઠરી ઠામ થયા. લુણાવાડામાં આગમન : તે સંબંધી મૂળ ગંગાધર કાકા આવેલા તેમની ત્રીજી પેઢીએ કાકા શ્રીધર, સીદત્ત, હરિરામ, સદાશિવ અને મેઘજી તે પાંચ ભાઈઓને મહારાણા શ્રી વીરસિંહજીએ સંવત ૧૭૩૬ના અષાઢ સુદ ૧૩ ના રોજ કાકાના ભેસાવાડા ગામ આવેલું તેનો લેખ મળે છે. તે જોતાં આપણે ત્રીસ વર્ષની પેઢી ગણતાં ત્રણ પેઢી એટલે ૯૦ વર્ષ બાદ કરીએ તો ૧૬૪૬ આવે એટલે એવું અનુમાન થાય કે લગભગ આજથી ૩૮૦ વરસ પહેલાં સત્તરમા સૈકાની શરૂઆતમાં ગંગાધર કાકા લુણાવાડામાં આવેલા. તેઓ મૂળ સિદ્ધપુર પાસે પુષ્પાદરાના વતની હતા. ત્યાંથી અત્રે કેવી રીતે આવેલા તે હકીકત મળતી નથી પણ અનુમાન થાય છે કે ઉપર જણાવ્યા મુજબ મુસલમાનોના ત્રાસથી તેઓએ પોતાનું વતન છોડેલું. ત્યાર પછી બીજા લેખમાં સંવત ૧૭૬૩ના અષાઢ વદ ૩ ના દિવસે જોષીભાઈઓને મહારાણાશ્રી વીરસિંહજીએ જોષીઓના મુવાડાની જમીન આપેલી એટલે તે ભાઈઓ પણ સત્તરમા સૈકાના અંત ભાગમાં આવેલા હોય તેમ નક્કી થાય છે. સંવત ૧૭૮૦ની સાલમાં મહારાણા શ્રી નારસિંહજી કાશી સંઘ કાઢી જાત્રાએ ગયેલા તેમની સાથે દાનાધ્યક્ષ તરીકે દેવેશ્વર દવે હતા તેમની ત્રીજી પેઢી ગણનાથ દવે લુણાવાડામાં આવેલા. તેઓ પણ સત્તરમાં સૈકાના મધ્યભાગ પછી લુણાવાડામાં આવેલા ગણાય તેવી જ રીતે ૧૮૧૮ ના વૈશાખ સુદ ૩ મહારાણા દીપકસિંહજીના વખતનો રાવળ પ્રેમાનંદ સદાનંદના નામનો લેખ જોતાં અઢારમા સૈકાની શરૂઆતમાં અમદાવાદથી સદાનંદ રાવળ આવેલા જણાય છે. તેમ વિદ્યાધર રાવળના પુત્રો રાવળ કિરપારામ અને દયારામ સંવત ૧૭૮૦માં મહારાણા શ્રી નારસિંહજી કાશીએ ગયેલા તેમની સાથે તેઓ લુણાવાડામાં આવેલા, મૂળ વિદ્યાધર રાવળ અમદાવાદથી કાશી ગયેલા ત્યાં તેમનું અવસાન થતાં તેમના વિધવા સ્ત્રીએ પોતાના બન્ને પુત્રોને ત્યાં રહી ભણાવેલા તે અરસામાં રસ્તામાં લૂંટારાઓ અને ફાંસીખોરોના ભયને લીધે અમદાવાદ પાછા આવી શકેલા નહિ. જાની મંગળજી લવજી (લહજી) ના નામનો લેખ સંવત ૧૮૧૮ ના વૈશાખ વદ ૨ નો છે. તે જોતાં તેઓ એકાદ બે પેઢીથી લુણાવાડામાં આવ્યા હોય તેવું અનુમાન થાય છે. જાની લહજી પરસોત્તમ અને જાની બળભદ્ર પરસોત્તમ તે બંને ભાઈઓ થાય. * સંશોધન-સહાયક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ પથિક જ રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ પ૬ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાની મંગળજીભાઈની દસમી પેઢીએ જેઠારામ જાની મૂળ કનોડના વતની તેઓને ચાર દીકરા તેમાં એક મહાશંકર પ્રાંતિજ ગયા બીજા કશ્નારામ અમદાવાદ ગયા. ત્રીજા ભાનુશંકર કાશી ગયા અને ચોથાભાઈ સુખરામ ઘડા તા. ઈડર ગયા ત્યાંથી થાણા સાવલી થઈ લુણાવાડા આવેલા, થાણા સાવલીમાં ડોડીઆ વંશના રજપૂત રાજાઓ સિંધીઆના આશ્રિત તરીકે રાજય કરતા હતા. તે સિંધીઓ સરકારનું લશ્કરી થાણું હતું. તે મોટું શહેર હતું. તે તેના અવશેષો પર જણાય છે. તે મહી નદીના કિનારે આવેલું છે. આજે નદી કિનારાના અમુક ભાગોને “જાનીનો આરો” તરીકે ઓળખાય છે. ત્યાંથી જાની ભાઈઓ લુણાવાડામાં અઢારમા સૈકાની શરૂઆતમાં આવેલા, તેમના કુટુંબીઓ આજે પણ ઘડામાં છે. રામચંદ્ર દવે (ભાણેજનો સાથ) મૂળ તેઓ ક્યારે આવ્યા તે હકીકત મળતી નથી પણ તેઓ આવ્યા ત્યારે પહેલા લુણાવાડાની ઉત્તરે વેરી પાસે મઘવાસ જતાં સદુખાંના મુવાડામાં રહેલા. ત્યાંથી પછી લુણાવાડા આવેલા આજે પણ તેમની કુળદેવી સદુખાના મુવાડામાં છે. અને તેમના કુટુંબીજનો લગ્ન પછી ત્યાં દર્શન અર્થે જાય છે. આમ ૧૭મા સૈકાની શરૂઆતથી ઔદિચ્ય ભાઈઓનું લુણાવાડામાં આગમન થયું. શ્રી ગંગાધર કાકા અને જોગીભાઈઓ વગેરે માણસો ૧૫૦ કુટુંબો આવેલા, તેમાં ૫૦ કુટુંબો લુણાવાડા તળમાં અને ૧OO કુટુંબો આજુબાજુનાં ૧૭ ગામોમાં વસેલાં તે બધાં કુટુંબો ૧૫૦ ઘરનાં કુટુંબો તરીકે ઓળખાતાં અને હાલ પણ ઓળખાય છે. તેવી જ રીતે ગણનાથ દવે અને તેમના બોલાવ્યાથી અગર સ્વતંત્ર રીતે ૩૦૦ કુટુંબો આવેલા તેમાં ૨૦૦ કુટુંબો લુણાવાડા તળમાં ને ૧૦૦ કુટુંબો આજુબાજુના ગામોમાં વસેલા તે બધાં મળી ૩૦૦ ઘર થયેલાં જેથી તે ત્રણસો ઘર (શહેર-શેમાર) તરીકે ઓળખાય. હવે આ કુટુંબો જેમ આવતાં ગયાં તેમ તેની વ્યવસ્થા અંગે શહેર ત્રણસો ઘરના માણસોમાંથી શ્રી ગણનાથ દવેના પૌત્ર શ્રી દેવેશ્વર દવેએ તેમને વ્યવસ્થિત કરવા અને પોતાના જ અંગી ભૂતો છે તેમ નક્કી કરવા “સાથની” વ્યવસ્થા કરી જેમાં બેભાઈ અને એક કાકા હતા. કાકા ભુધરા દવે અને ભાઈ દેવેશ્વર તથા માહેશ્વર તે ત્રણ નામની ત્રણ સાથ. ૧. ભુધરા દવેનો, દેવેશ્વર દવેનો અને ખડકીવાળાનો. (માહેશ્વર દવેના મકાને ખડકી હતી તેથી) સાથ અને ચોથા પોતાના ભાણેજ રામચંદ્રને સાથ આપી ભાણેજોનો ચોથો સાથ બનાવ્યો આમ ચાર સાથે બનાવ્યા બાદ જે જે ભાઈઓ બહારથી આવતા ગયા તેઓનો સાથમાં સમાવેશ કર્યો. તેમાં જાની ભાઈઓએ કોઈપણ સાથમાં સમાવવા ના પાડી. જેથી તેમને જુદો સાથ : જાનીનો સાથ નામ આપી બનાવ્યો. આમ પાંચ સાથ અસ્તિત્વમાં આવ્યા. (૧) ભૂધરદેવનો સાથ : તેમાં બાલાજી દવે, રામેશ્વર દવેનું કુટુંબ, રાવળ પ્રેમાનંદ સદાનંદનું કુટુંબ, રાવળ મંગળજી નાથજી તથા કુશળરામ રાવળ તેમજ પાછળથી ભેંસાવાડાથી શુક્લભાઈઓ આવ્યા તેમને આ સાથમાં સમાવ્યા. આ ભાઈઓ ભુધરા દેવના સાથ તરીકે ઓળખાયા. (૨) દવે સી દવે (દેવેશ્વર દવે)નો સાથ : વિષ્ણુરામ, ગંગારામ, રહેરામ અને જુદરામ એ ચાર ભાઈઓનું કુટુંબ ઉપરાંત કાશીથી આવેલ વિદ્યાધર રાવળનું કુટુંબ, આ ભાઈઓ દવે સી દવેના સાથ તરીકે ઓળખાયા. (૩) ખડકી વાળાનો સાથ : કામેશ્વર દવે અને દલપતરામ દવેનું કુટુંબ દુર્લભરામ જાની અને નાથજી જાની, બગ સ્થળનું કુટુંબ ત્રિવેદી ભીખાલાલ કાળીદાસનું કુટુંબ અને સેમારના ત્રણસો ઘર પૈકીના જે ભાઈઓ ગામમાં આવેલા તેમને સમાવ્યા જે ખડકીવાળાનો સાથ તરીકે ઓળખાયા. પથિક # ત્રમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૭ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ભાણેજોનો સાથ : ઇન્દ્રજીત રામચંદ્ર દવેનું કુટુંબ, માંડલીઓ રાવળ તથા ત્રિવેદી મધુસુદનનું કુટુંબ જ ભાઈઓ ભાણેજોના સાથ તરીકે ઓળખાય. (૫) જાનીનો સાથ : જાની ભાઈઓના કુટુંબો જાનીના સાથ તરીકે ઓળખાયા. આમ વ્યવસ્થા પૂરતા પાંચ સાથે લુણાવાડામાં ઔદિચ્યો પૂરતા કરી તેમાં વસતાં ૨૦૦ ઘરનાં કુટુંબોના તેમજ શેમારમાંથી આવેલ ભાઈઓને સમાવ્યા. આમ કન્યાઓ આપવા લેવાના રિવાજ ૧૫૦ અને ત્રણસો દરેકમાં જેને જયાં યોગ્ય લાગે ત્યાં આપી શકતા. વધુ ભાગે ગામડાની કન્યાઓ ગામમાં આવવા લાગી તેના મુકાબલે જવલ્લે કન્યાઓ ગામડામાં અપાતી. જેથી સેમારના દોઢસો અને ત્રણસો ઘરના માણસોએ ગામમાં કન્યાઓ આપવાની બંધ કરી. શહેરના દોઢસો ઘરવાળા ભાઈઓ બસો ઘરમાં કન્યાઓ આપતા પણ બસો ઘરની કન્યાઓ તેમનામાં જવલ્લેજ જતી જેથી જ તેઓએ બસો ઘરમાં કન્યા આપવાની બંધ કરી જો કદાચ બસો ઘરમાં કન્યાઓ આપે તો કન્યા લેનારને દોઢસો ઘરમાં અધિવાસ બાંધવો પડે, ને તે પ્રમાણે અધિવાસ બાંધવા તૈયાર થાય તેને જ કન્યા આપતા. જમણ બાબતઃ જ્ઞાતિમાં જમણ માટે કાંઈ ફરજિયાત હતું નહિ જે ને વહેવાર હોય તેને જ જમવાનું રહેતું. દોઢસો ઘરમાં જેની ત્યાં પ્રસંગ આવે તે પોતાના દોઢસો ઘરનેજ જમાડે અને બસો ઘરમાં જેને વહેવાર હોય તે જ તેમાં જતા કોઈ માણસને વધુ ખર્ચ કરવાની ઇચ્છા હોય અને તે પંચ ભેગુ કરી ગામાતની રજા લે ત્યારે જ ૨૦૦ ઘરના બધા જ સાથે જમે ગામાત કરનાર દોઢસો ઘર સાથે રજા લે તો ગામના બધા જ ઔદિચ્ય ભાઈઓ સાથે જમતા. ગામડાનાં ત્રણસો ઘરના માણસો સાથે જમવાનું ચોરાસી, ચુવાવટ અને મેળાવો તેમાં ગામના માણસો ચોરાસી કરી શકે. સેમારનું ચુવાવટ કરી શકે, મેળાવો બંને પક્ષના કરી શકે. આની રજા લેવી હોય ત્યારે દરેક પોતાની પંચની રજા લઈ પછી બન્ને પંચમાં તેડુ કરાવી ચાવડીઆ મુકામે બધા ભેગા થાય અને ત્યાં ગામમાં બેસી રજાનું નક્કી થાય. ચાવડીઆના તળાવની પાળ ઉપર સામસામી (શહેર અને સમાર) પક્ષવાર બેસે ત્યાં સેમારના પંચના પટેલ ઊભા થઈ જે રજા લેનાર હોય તેમની પાસે જ્ઞાન કરવાનું વચન લે અને પછી તેનો હાથ પકડી બંને પક્ષના માણસો બીનમ કરારે જ્ઞાતિમાં જમવા આવશે તેવું વચન લેવાય ત્યારે જ જ્ઞાતિની રજા મળી ગણાય. ૫OO ઘર સાથેનું જમણ જયારે કોઈ ભાઈ ૫૦૦ ઘર કરવા નક્કી કરે ત્યારે પંચની રજા લઈ નક્કી કરેલ દિવસે ગામ તથા સેમારના દોઢસો ત્રણસો ઘરના આગેવાન ભાઈઓ “મુનરાયજી”ના મંદિરમાં ભેગા થાય અને રજા લે. તે રજા મળ્યા પછી જ ૫૦૦ ઘર કરી શકે. આ ૫૦૦ ઘરમાં સમસ્ત ઔદિચ્ય જ્ઞાતિ જનોડથી માલવણ સુધીની જમે, “મુનિરાયજી'માં રજા લીધા પછી શામણા શહેર સેમારનું પંચ ભેગું થાય અને રજા મળી ગણાય. ચોરાસી અને સુવાવટનું જમણ એક દિવસનું રહેતું. મેલાવો તથા ૫૦૦ ઘરનું જમણ બે દિવસનું રહેતું. મેળાવાના દિવસે સુખડીના લાડુ વહેચાતા અને વાડા સિનોર અગર જે બહારથી આવતા તેમને વાટ ખોરાક તરીકે તેમજ જ્ઞાતિમાં ખર્ચ કરેલી હોય તેને જ લાડુ આપતા. મરણ પાછળની વિધિ સ્થિતિ પ્રમાણે થતી ક્રિયામાં અગિયારમે વહેવારમાં કૂતરું બારમે સંપૂર્ણ વહેવાર જમાડતો. હાલ બારમું બંધ છે. ઘણાખરા આ અંગેનું ભોજન પણ જમતા નથી. લગ્ન પ્રસંગો : પહેલા કન્યાને લગ્ન વખતે ૨૦ થી ૨૫ તોલા સુધીના સોનાના દાગીના કરી આપતા હતા તેમાં અતિશયોક્તિ હોવાથી પંચે ૧૯૮૪ ના કારતક સુદ ૧ થી તે અંગે ૫૫૧ નો આંકડો બાંધ્યો અને રેશમી લુગડાં વતી રૂા. ૩૧ આપવા ઠરાવ કર્યો. શહેર પૂરતો જ હતો. પથિક ક ત્રમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૫૮ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લગ્નમાં કન્યા પક્ષનો પિતા જ્ઞાતિ કરી વરપક્ષના આખા વહેવારને પોતાના વહેવાર સાથે જમાડી પોતાની દીકરીને વહેવાર બાંધી આપતા દીકરી પોતાના પિતાને વહેવારે જમવા જઈ શકતી.. સહકારની ભાવના : જ્યાં જ્ઞાત હોય ત્યાં ખાંચણું દળણું સમસ્ત જ્ઞાતિ જનોમાં જેમને વ્યવહાર હોય તેઓ ચોખા અને લોટ દળી આપી જતા. મીઠા પાણીના બેડા ભરી લાવતા રસોઈ હાથો હાથ પતાવી દેતા આમ “પંદર પીસ્તાળો શીરો, દાળને ભાત કરનાર બધાનો સ્નેહ અને સહકાર સાથે રહેતો. આજે સહકારની ભાવના અદશ્ય થઈ ગઈ છે. - સેમાર : (ભટ્ટભાઈઓ મૂળ જાની મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહના વખતમાં સં. ૧૧૫૪ ની સાલમાં પાટણમાં માળવાના સેનાપતિ ઉબક પરમારને સત્કારવા સભા રાખેલી તેની વ્યવસ્થા શ્રી કાકા ભટ્ટજીને સોંપી, સભામાં રાજાને પ્રભાવ બતાવવા ૪૦૦ સુભટ્ટોની હથીઆરો બંધાવી રાજસભામાં લાવેલા ત્યાં શ્રી મુંજાલ મહેતાજીની સલાહથી દરેકને એકેક ગામ આપી ભટ બનાવેલા. ત્યાંથી બધાં ભટ કહેવાયા (હથિયારો બાંધતા થયા ત્યારથી ભટ કહેવાયા). કનોડાથી ભટ ભાઈઓ વાડાસિનોર ગયેલા. ત્યાંથી ચૌદમા સૈકામાં કાશીમાં મણી કર્ણાકના મહંત શ્રી શિવરામ ચાવડીઆ આવેલા તેમની સાથે તેઓ ત્યાં મહંતજીએ કોટ બંધાવેલો આજે તેનાં ખંડેરો હજુ મોજુદ છે. ત્યાંથી ભટભાઈઓ વસેલા મુવાડા, ઉકેડી દેનાવાડ, આંકલવા વગેરે સ્થળ ગયેલા. અધ્વર્યુ : ભીમાભાણા અધ્વર્યુ ૧૭૮૦ માં વાડાસિનોરથી રામ પટેલના મુવાડા આવી વસવાટ કરેલો અને જમીનો રાખેલી તે લેખ ઉપરથી મળી આવે છે. તે વખતે આ ગામ સંતરામપુરની સરહદમાં હતું. તેની સરહદ કાલ બજારમાં “કોહીવાવ” છે. તે મુજબ બીજા અધ્વર્યુ ભાઈઓ દેનાવાડ સ્થળે વસેલા. કાકાઓ : મૂળ લુણાવાડામાં આવેલા અને તેમને કાકાના ભેસાવાડામાં સં. ૧૭૩૬માં સ્વ. વીરસિંહ રાજાએ તેમને આપેલું જેથી ત્યાં રહેવા ગયેલા ત્યાં મલેકપુર વાંટા એન્ઝા ગયેલા. ચમારીઓના કાકાઓ : તેમને ઘંટી આવના ઠાકોર લાવેલા અને કાકાના ચમારિયા ગામ ગોર પદમાં તેમને આવેલું તેમના સં. ૧૯૦૯ લેખ પરથી જણાય છે. ઘટીઆવ ઠાકોરના વારસદારો હાલ ઘામણિયામાં રહે છે. ખારોલના કાકાઓ : પુષ્પાદરાથી અમદાવાદ થઈ નદીસર આવેલા ત્યાંથી આજીવિકા માટે ખારોલ અને ત્યાંથી ખોડા આંબા, કોઠબાપાલ્લા વગેરે સ્થળે વસેલા. આમ દરેક ઔદિચ્ય ભાઈઓ મુસલમાનોના ત્રાસથી આજીવિકાળે બીજાઓના બોલાવવાથી અગર સંબંધને અર્થે અમદાવાદ અને ત્યાંથી પંચમહાલ લુણાવાડામાં જનોડથી માલવણ સુધીના ભાગમાં પથરાયા તે બધા પાંચસો ઘર ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે ઓળખાતા હતા. કન્યા આપેલમાં મુનપુર, રણાસર, નાંદોદ, હળવદ, વડવાસા, વગેરે સ્થળેથી લુણાવાડામાં કન્યાઓ આવેલી પણ વખત જતા વાડા બંધ થઈ ગયા. હાલમાં પાંચસો ઘરમાં તેમજ બહાર કન્યા આપવા લેવાનું ચાલુ થયું છે. અને તે એકબીજાના નજીક સંસર્ગમાં દિવસે દિવસે દોઢસો ત્રણસોના ભેદ ભૂસાતા જાય છે. કુળના કરનાં વર અને કન્યાની લાયકાત જ એકાંતી જાય છે. શહેરને સેમાર ભૂલી ઉત્સાહપૂર્વક કન્યાની આપ લે ચાલુ થઈ છે. અને સૌ જ્ઞાતિજનો વિશાળ દષ્ટિ કેળવતા થયા છે. પથિક કે નૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૯ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કચ્છનું ગૃહસુશોભન* અધ્વર્યુ નયના એન. શૃંગાર અને સુશોભન એ તો માનવગત સ્વભાવ છે. તેમાં પણ પ્રાચીન અને પરંપરાગત જીવનમાં તો આ એક આત્માભિવ્યક્તિ અને સુરુચિને દર્શાવવાનું અખૂટ સાધન રહ્યું છે. કચ્છમાં પણ કલાત્મક સુશોભનોની પ્રાગૈતિહાસિક કાળથી ચાલી આવેલી પરંપરા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છની લોક સુશોભનકલાની ખાસિયત એ છે કે તેમાં સાધનો અને માધ્યમો જાતિ અને રક્તસમૂહોની દરેકની એક જુદી અભિવ્યક્તિની રીત છે. આ રીત એટલી જોઈને જ તે કઈ જાતિના લોકોનું હશે તે ઓળખી શકાય. રબારીઓનું ગૃહસુશોભન મૂળ સ્રી વર્ગનું જ કાર્ય છે. જેમાં તેમની શૃંગાર અને સુશોભનની ધેલછા અત્યંત પ્રબળ જોવા મળે છે. જે તેમનાં જુદાં જુદાં સુશોભનો દ્વારા જોવા મળે છે. જેમાં (૧) તોરણ, ઉંબરો, ટોડલા, લટકણિયા, બારણા પરનાં સુશોભન. (૨) વાસણોની ગોઠવણી. (૩) લીંપણ લીંપણ * ભોંયતળિયાનું દીવાલનું કોઠી કોઠલા દેરી કચ્છનું ગૃહસુશોભન ખૂબ જ લાલિત્યપૂર્ણ રીતે વિકાસ પામેલું જોવા મળે છે. આજે પણ તેમાં કચ્છની રંગીલી લોકકલાના ઉત્તમ નમૂના સચવાયેલા છે. કચ્છી આહિરાણીઓ પોતાનાં ઘર ખોરડાંની ભીંતે ધોળ કરી કે, તોરણ ચાકળા બાંધીને દિહતું (સુંદર) રાખે છે. બારણાની બારસાખની બંને બાજુએ રંગબેરંગી હીરના દોરાથી તો ક્યારેક ઊનના દોરાથી સુંદર આકાર આપીને ભરેલાં તોરણો જોવા મળે છે. જેમાં તેઓ ફૂલવેલની ભાત, મોર, પોપટ તો ક્યારેક ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે. તેવી જ રીતે દીવાલો ઉપર પણ સુંદર ભરતકામ કરેલા રંગબેરંગી ચાકળા લટકાવેલા જોવા મળે છે. આયના મહેલની દીવાલો પર સ્થાનિક રાજાઓની છબિઓ ઉપરાંત ત્યાં એક આધુનિક પ્રથા તરીકે મુઘલ બાદશાહો અને રાજપૂતાનાના કેટલાક સ્થાનિક રાજાઓની છબિઓ પણ મૂકેલી છે. અને દીવાલમાં વિવિધ રંગી આરસનું જડતરકામ કરવાને બદલે સાદા ચૂનાની ભીંત ઉપર જડતરકામનો જ ખ્યાલ આપે તેવા ભરતકામના ચાકળાથી દીવાલ ઢાંકવાની જોગવાઈ ત્યાંના કલાકારે દાખવી છે. આયના મહેલમાં આ રીતે ચાકળો લટકાવીને ભરતકામની સુશોભનની દૃષ્ટિએ એક વિશિષ્ટતા ગણી શકાય. લગભગ સરખાં હોવા છતાં જુદી હોય છે કે સુશોભન બારસાખના ટોડલા પર મોર, પોપટ, જેવાં લટકણિયાં ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આયના મહેલની બીજી એક વિશિષ્ટતા એ છે કે તેમાંના એક ઓરડાનું દ્વાર હાથીદાંતનું બનાવેલું છે. જેમાં નમૂનેદાર નક્શીકામ થયેલું જોવા મળે છે.જેમાં ફૂલવેલ, હાથી, ઘોડો, ઘોડેસવાર, તથા મનુષ્યાકૃતિ નજરે પડે છે. કચ્છના રબારીઓનાં ઘરોમાં જોઈએ તો બારણાં અને ગોખલાનાં સુશોભનમાં બંને બાજુ લીંપણ કરીને તેમાં ઇતિહાસ પરિષદના ૧૬ મા જ્ઞાનસત્રમાં ભૂજ ખાતે રજૂ કરેલ શોધ નિબંધ. + મ્યુઝિયમ-ઇન-ચાર્જ, ભો.જે.વિદ્યાભવન, અમદાવાદ પથિક * ત્રૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૬૦ - For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દોરડાના વળ જેવી આકૃતિ ઉપસાવીને વચ્ચે વચ્ચે રંગીન કાચ કે ખાપો જડેલી જોવા મળે છે. બારસાખના બંને ટોડલા પર પણ લીંપણ કરીને આભલા ચોંટાડેલા જોવા મળે છે. દીવાલના ત્રિકોણાકાર ગોખલાઓની આજુબાજુ પણ સુંદર લીપણકામ કરીને ત્રિકોણાકારની ઉપર એક આભલો ચોટાડે છે. જેથી તે વધુ સુંદર લાગે છે. આ બધાં સુશોભનોમાં એમનાં ઘરનું એક અગત્યનું અંગ જે ઓરડાને અને પરસાળને જુદા પાડે છે તે ઊંબરો પણ બાકી રહેતો નથી. તેને પણ સુંદર રીતે લીંપણથી લીંપીને સફેદ ચૂનાના ધોળથી રંગી કાઢે છે જેથી તે ભોંયતળિયાના લીંપણની સાથે સાથે દીવાલની સાથે પણ એકરૂપતા સાધે છે. જયારે વાસણોની ગોઠવણીમાં જોઈએ તો કચ્છી રબારીઓનાં ઘરમાં કોઠી, કોઠલા, ઘંટીનું થાળું તથા પાણિયારા પર બન્ને માટલાની ઉતરડની જોડ મૂકેલી જોવા મળે છે. આ કોઠી, કોઠલા અને પાણિયારું પણ ભૌમિતિક આકૃતિઓ અને ખાપો ચોંટાડેલા હોવાથી તેમની સુંદરતામાં વધારો કરે છે. ક્યારેક કોઠલાને માથે કાનુડો પણ જોવા મળે છે. જે તેમની મોજમાઈ માતાનું પ્રતિક હોવાનું લાગે છે. (૩) લીંપણ : (૧) ભોયતળિયાનું (૨) દીવાલનું (૩) કોઠી, (૪) કોઠલા (૫) દેરી કચ્છમાં માટી પરનાં પથ્થરનાં ઘરને લીંપી ગૂંપીને સફેદ ધોળથી ધોળીને રહેવાની રીતમાં કળામય લીંપણકામ તેની પરાકાષ્ઠા ગણાવી શકાય. કચ્છમાં આવેલા સણોસરા, ધડા જેવાં કેટલાંક રબારી નેસડાઓમાં તેના માટીના ઘરોમાં લીંપણકામમાં લાદ માટીની સડેલી ગારથી ઉપવાસેલી ભાત અને તેમાં આભલાનો વપરાશ જોઈએ તો એક ઉચ્ચ પ્રકારનો લીપણકલાનો લોકકલાનો પ્રકાર તેની ચરમ સીમાએ વિકાસ પામેલો લાગે. જેમાં કોઠી, કોઠલા, ડામચિયા અને સફેદ માટીના ધોળથી ઓપતી દીવાલો ઘરમાં પેસતાં જ નજરે ચડે તો આપણને સ્વર્ગની અનુભૂતિ થઈ આવે. કચ્છની લીંપણકળા આજેય એવી ને એવી રૂઢિબદ્ધ જીવતી છે. આ બધા લીંપણ ઢાળામાં રબારીકામથી અલગ એવી આગવી શૈલી તો બારોટ અને મેર પ્રજાએ ખીલવી છે. બારોટોના લીંપણકામનો ઉઠાવ બહુ ઝાકમઝોળ લાગે છે. તો મેર લોકોનું કામ જાણે સ્થાપત્ય ઠાઠવાળું લાગે. પરંતુ મોહકભાત અને ભરચક પણ સમતોલ ગૂંથણી વિસ્તારની કળામાં રબારી કામની સરસાઈ કોઈ ન કરી શકે. કચ્છમાં રબારીઓનાં પાધરા તડો બે છે : (૧) કાછેલા અને (૨) ઢેબરિયા ઢેબરિયા ઘણું ખરું વગડે વાંઢમાં રહે છે. જ્યારે ચોમાસે ઘર ભેગા થાય. પરંતુ કાછેલા રબારીઓ મોટેભાગે તેમના લોકોની સાથે ગામમાં ઠરી ઠામ થઈને ઘરમાં રહે છે. રબારી કોમનો સમાજ “માતૃપ્રધાન’ છે. રબારણ કળાણથી કામ કરી ઘરને રૂડું રાખે છે. કાછેલા રબારીઓની ઘણી ખરી વસ્તી ભુજ, નખત્રાણા, ભુજોડી, મખણા, ધડો, સણસરા..વગેરે ગામોમાં જોવા મળે છે. જ્યાં તેમનાં ખોરડાં ચિતર વિનાના જોવા નહિ મળે. આ ચિતર માટે રબારણ મહિના પંદર દિવસ પહેલાંથી છાણ, લાદ કે લીંડા કે માટીની ગાર નાખે છે. એ સડીને તૈયાર થાય એટલે પથ્થરની દીવાલ ઉપર ગારનો થાથડો લગાવી ધાબો દે છે. અને થાપ કરી ભોતરું કાઢે. આ ભોતરું કાઢેલી ભીંત ઉપર રબારણ ગારથી ચિતર કાઢે છે. લીંપણના ચિતર કાઢવાની ગાર તો ખાસ અલગ બનાવવી પડે. ગધેડાંનાં લીંડાને છાંયે સૂકવી તેને બારીક પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦પ * ૬૧ For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફૂટે ને પછી ચાળી લે. પછી ફૂટેલી માટી અને લીંડાનો ભૂકો અરધા ભાગે ભેળવી નાખે, અને તેની ગાર સડવા નાંખે. એકરૂપ ચીકણી બની તૈયાર થયેલી ગાર ને ગંદી ગંદીને પીંડો બનાવે અને તેમાંથી લપકો લઈ, ટેરવે ટપારી થાપા દઈ દઈ ચિતર કાઢે. ભોંયતળિયાના લીંપણમાં આ ગારને તેઓ લપકા મારીને સુંદર ઓકરીઓ પાડે છે. જેથી ધરનાં ઓરડાઓ સુંદર લાગે છે. ક્યારેક પ્રસંગો હોય ત્યારે કિનારી સફેદ ચૂનાના રંગથી ફૂલ વેલની ભાત પણ પાડે છે. લીપણ-શિલ્પ-કળાની જન્મદત્ત સૂઝ હોય એવી નિપુણ નજરથી રબારણ ભીંત ઉપર ગારવાટાથી રેખાકૃતિઓ ઉપસાવે છે. અને નરમાશથી દાબી દાબી તેને ભીંત સાથે એક રસ થઈ જાય તેમ ચીટકાવે છે. આમ, સુંદર ચિત્રભાતો સહજમાં ઊપસતી જાય છે. ઊઠેલી આ ભાત પવનથી સૂકાઈ જાય એ પહેલાં એનાં પર જયાં જરૂરી લાગે ત્યાં ઠેકઠેકાણે આભલા અરીસા જડે છે. ક્યારેક ચણોઠીના બીજ ચોંટાડી તેના રંગનો સુશોભન તરીકે પણ ઉપયોગ કરી લે છે. રબારીના લીંપણમાં ખાંપ અને શ્વેત ખડી સિવાય બીજું કાંઈ જોવા ન મળે. લીંપણ ચિતરામણ ભીંતભેળું સુકાઈને સજજડ થઈ જાય પછી આખી દીવાલ પર ખડીમાટીનું પોતું મારે છે. અને તે સુકાય એટલે ભીના ચીંથરાથી આભલાંને અજવાળી લે કે લીંપણ શિલ્પ આડમ્બરની કળાખંડ જાણે દિવડા પટાવ્યા હોય તેમ ઝગમગી ઊઠે. ગાર માટીનાં ખડી ઘોળ્યાં ને નળિયે છાયા રબારી ખોરડા આમ તો ખૂબ જ સાદા લાગે છે. પરંતુ એની અંદરના મબલખ લીપણ શિલ્પથી પ્રચુર દીવાલો જોતાં આલ્હાદક અનુભવ થાય. નીચેથી ઉપર સુધી લીંપણકામ ઠાંસી ઠાંસીને કરેલું જોવા મળે. આ લીંપણ શિલ્પની ભાતમાં ખાપલાં, ચણચણિયા, અને વેલબુટ્ટા. એમાં નીચે ઝૂલતાં તોરણિયા અને કુંગરા. અને કુંગરે ડુંગરે મૈયારી ને મોરલાની ભાત કરેલી જોવા મળે છે. જયારે ક્યારેક લીંપણમાં કોઠી કોઠલાઓ ઉપર વીંઝણાની ભાત ઉપસાવેલી જોવા મળે છે. ક્યારેક ઘરમાં મૂકેલી મંજૂષા ઉપર પણ આપણને જુદી જુદી ભાત જોવા મળે છે. જેમાં રૂપાંકન આકારે હાથી, પોપટ, મોર, પાણિયારી, કલ્પવૃક્ષ, મહિયારી, સૂર્ય, વીંછી વગેરે...વાટા શિલ્પમાંથી કંડારતી વખતે આભલા, કાચ, મણકા વગેરે. જડતા જાય છે. ધોમધખતા ઉનાળે દૂધ માખણ વગેરે.. બગડી ન જાય, રોટલા શાક ઉતરી ન જાય એથી એને સાચવવા કચ્છી માલધારી સ્ત્રીઓ માટી લાદના ગારિયાથી કોઠલા, કોઠી, ઘંટીના થાળા વગેરે. બનાવી એના ઉપર વાટા શિલ્પથી કાંગરા, ત્રિકોણ કંડારે છે. અને કોઠલામાં દૂધ, માખણ, રોટલા, શાક મૂકે છે. જેથી બગડી ન જાય. માટીના કોઠલામાં વસ્તુ બગડતી નથી, આવી કોઠી, કોઠલા લોક પ્રજાના રેફ્રીજરેટર ગણાય. વળી તેની ઉપર ગાદલા-ગોદડાની થપ્પી પણ મૂકી રખાય છે. માટીના ઉપયોગની આ સર્જનાત્મકતાને લોકસંસ્કૃતિનું શિખર કહી શકાય. ભૌમિતિક આકલ્પનો : કુદરતે ક્યાંય રેખાઓ દોરી નથી. માત્ર આપણે જ નજરે પડતી છાયા અને પ્રકાશને લીધે ઉદ્ભવતા આકારોની સ્કુલતાને દર્શાવવા પ્રાગૈતિહાસિક કાળથી રેખાઓને અભિવ્યક્તિનું સાધન બનાવ્યું છે. દરેક આકારમાં એક વ્યંજનાત્મક ભાવ હોય છે. ચોકડી સંયોજનનું પ્રતિક છે. એવી જ રીતે કાંગરાની આકૃતિઓ ગતિશીલતા સૂચવે છે. રબારી લોક સુશોભનમાં આવા ભૌમિતિક આકારો ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં સાંકળી, કુંગરી, વાવ, બાજટ, ચોકી, અડદિયા, સ્વસ્તિક, મખલી (માખી, જાળ, લહેરિયો, નાળ, ફૂલ, જવલા, રવૈયો જેવી જુદી જુદી આકૃતિઓ ખૂબ જ વપરાય છે. પ્રાણીઓ વનસ્પતિઓ : આપણી આસપાસના વાતાવરણમાં રહેતા પશુપંખીઓ, ઝાડપાન, ફૂલવેલ વગેરે.. સુશોભનમાં આકલ્પન માટે અગત્યનો ભાગ ભજવે છે. જે આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલા જોવા મળે છે. પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ % ૬૨ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રબારીઓની પરંપરા મૂળ તેમના ઉદ્ગમ સ્થાન મારવાડ (પશ્ચિમ રાજસ્થાન)માંથી ઊતરી આવી હોવાથી તેમની સુશોભન કલા બાકાત નથી. કચ્છનું વાતાવરણ પણ મારવાડથી જુદું ન હોવાથી મોર, પોપટ (સુડો), વીંછી, હાથી, ઊંટ, મખલી, ચકલી, હરણ, નાગ જેવા પ્રાણીઓ મુખ્યત્વે સ્થાન ધરાવતા હોય છે. આત્માભિવ્યક્તિ : કલાત્મક સર્જન આમ તો પોતાના જીવનના પ્રસંગોમાં જ આલેખિત હોય છે. રબારી નારી રોજ માથે બેડાં લઈ પાણી ભરીને લઈ આવે છે, અને સવારે ઊઠતાંની સાથે જ મોટા રવૈયાનાં નેજા પકડી છાશનાં ઘમ્મર વલોણાં સાથે દિવસની શરૂઆત તેમની પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. જે લીંપણ કળામાં ખૂબ જ બારીકાઈથી નજરે પડે છે.. દિવ્યાભિવ્યક્તિ : રબારી રૂપસંહિતાના અન્ય સ્પંદનોમાં આપણે માનવેતર શક્તિઓ તેમનાં માનવ સમા રૂપાલંકારો અથવા પ્રતિકાત્મક આકલ્પનો, સૂર્ય, ચન્દ્ર, કૃષ્ણ (કાનુડો), માતૃશક્તિ (મોમાઈ), દેવ સ્થળો (દરી અથવા દેરડી), યવ (જવલા), મૃતાત્માઓની સમાધિ (કૂબો) વગેરે. આ પૈકીના ખૂબ જ પ્રચલિત આકલ્પનો છે. મોર : સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતો મોર રબારીઓનાં ઉદ્ગમ સ્થળમાં એટલા વધુ પ્રમાણમાં મળી આવે છે કે, રબારીઓ આ સુંદર પંખીના આકારો પોતપોતાના ઘરની દીવાલો, કોઠી, કોઠલા, મંજૂષા વગેરે ના લીંપણ કામમાં કળા કરતો અથવા જુદી જુદી જાતના મોરની આકૃતિઓ જોવા મળે છે. વાગડના રબારીઓનાં કોઠલાઓમાં કળા કરતા મોરનું નિરૂપણ જોવા મળે છે. જેમાં આભલા ચોંટાડી પૂછના પીંછાનું અલંકરણ કરવામાં આવે છે. આ એક જુદા જ પ્રકારનું નિરૂપણ છે. સૂડો (પોપટ) : સુડો સંસ્કૃતના “શુક' શબ્દ ઉપરથી અને રાજસ્થાની “સુગ્ગા' શબ્દ ઉપરથી રબારી ભાષામાં આવ્યો છે. ગ્રામીણ નારીઓ તેના સંસર્ગમાં વધુ આવતી હોઈ તેમની અભિવ્યક્તિમાં સૂડાને ખૂબ જ ઉચ્ચ સ્થાન અપાયું છે. રબારણોએ પોતાના ઘરમાં લીંપણ કામમાં આંબા ડાળની ઉપર બંને બાજુએ સામ સામે અથવા તો વચ્ચે ભૌમિતિક આકૃતિ અને સામ સામે સૂડાનું આલેખન કરેલું જોવા મળે છે. વીંછી : રબારી જાતિમાં સુશોભનમાં કુતૂહલ જન્માવનારું વીંછી એ વૃશ્ચિક રાશિનું પ્રતિક પણ છે. તેની આકૃતિ પણ લીંપણ કામમાં જોવા મળે છે. દેરી : દેરી અથવા દેરડી શબ્દ સંસ્કૃતના દેવસ્થલ અને ફારસીના “દર’ શબ્દોનું સંયોજન છે. રબારીઓના અનાજ ભરવાના લીંપણવાળા કોઠલાઓ પૈકી એક કોઠલો દેરીના આકારનો (શિખરાકૃતિ) હોય છે. દેશી અને ઢેબરિયા રબારીઓમાં આ દેરીનાં શિખર ઉપર એક માનવ મુખાકૃતિ બનાવવામાં આવે છે. જેને તેઓ “કાનુડો' (કૃષ્ણ) કહે છે. વૃક્ષ અને આંબો : વનસ્પતિ આકલ્પનોમાં ફૂલ પત્તીઓનાં ઘણાં આકાર જોવા મળે છે. પૂર્ણ વિકસિત વૃક્ષ ભૂમિથી ઉપર એક થડની બંને બાજુએથી નીકળતી ડાળખીઓ જે ખૂબ જ લાક્ષણિક રીતે દર્શાવાય છે. ક્યારેક વૃક્ષ પર મોર, પોપટ વગેરે.. બેઠેલા જોવા મળે છે. સામાન્ય રીતે રબારીઓ વૃક્ષને આંબો અથવા ઝાડ તરીકે જ ઓળખાવે છે. આ ઉપરાંત ગલ, ફૂલ, અધો ફૂલ આ ત્રણ નિરૂપણોમાં ભરપૂર જોવા મળે છે. જેમાં ગોળ પાંદડીવાળા સૂર્યમુખી જોવા મળે છે. પથિક * ત્રિમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૬૩ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પનિહારી : લીંપણકામમાં દીવાલો પર બે બેડાંવાળી પનિહારીની આકૃતિ જોવા મળે છે. લીપણ કામ રબારી સ્ત્રીઓ જાતે જ કરતી હોવાથી તેમની અભિવ્યક્તિ તેમાં વિશેષ રૂપે જોવા મળે છે. માનવ શરીરની આકૃતિને બે ત્રિકોણમાં દર્શાવી તેમાં ભાવની આવશ્યકતા અનુસાર હાથ પગ અને માથું ઉમેરી પનિહારીનું નિરૂપણ દર્શાવે છે. આ લાક્ષણિક આકૃતિ હોવા છતાં જીવંત લાગે છે. મહિયારી : મહિયારીની આકૃતિમાં પણ બે માનવ આકૃતિ જે સામ સામે ઊભેલી જોવા મળે છે. આ માનવ આકૃતિઓ સ્ત્રીઓ જ હોય છે. જે છાશ વલોવતી દર્શાવાય છે. બંને આકૃતિ વચ્ચે વલોણું અને છાશ વલોવવાનું મોટું માટલું દર્શાવવામાં આવે છે. વલોણાનાં નેજોને આડી લીટી વડે દર્શાવવામાં આવતાં સ્પષ્ટ બે ત્રાંસી ચોકડી જેવી આકૃતિ થાય છે. ક્યારેક આ ક્રિયા સ્ત્રીઓ એકલે હાથે કરતી જોવા મળે છે. સ્વસ્તિક : વસ્તિકનો ઉપયોગ લીંપણ કાર્યમાં જોવા મળે છે. તેનો આકાર પરંપરાગત જ જોવા મળે છે. કચ્છમાં તળપદું ચિત્રકામ કરતાં ચિતારાઓની તો ‘કમાંગર' નામે એક જાત અસ્તિત્વમાં આવી હતી. જે હવે બદલાયેલા સંજોગોમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. એમણે લોકચિને ગમી જાય તેવાં ચિત્રો ખાસ કરીને ભીંત ચિત્રોના ઉમદા નમૂના આપ્યા છે. જેમ ભુજના આયના મહેલાં, અંજારના મેકર્ડોના બંગલામાં, મોટી રાયણના ધોરમનાથના ભંડારામાં, ભારાપરના સુજાબાના દરબારના ડેલામાં કમાંગરી ચિત્રશૈલીના ઉત્તમ નમૂના જોવા મળે છે. તેમણે નજર સમક્ષ દેખાતી સૃષ્ટિમાંથી પશુપક્ષીઓ, પાનફૂલ, વેલબુટ્ટીઓની અલંકૃત આકૃતિઓ ચીતરી છે. દીવાલને ચૂનાથી લીસી લસોટીને એ તાજા ચૂના પર મુખ્યત્વે લાલ કે કાળી રેખાઓથી સાદાં કરેલાં રેખા ચિત્રો અને એમાં સપાટ ભરેલા વિવિધ મૂળરંગોથી આ ચિત્રો તળપદી એક વિશિષ્ટ શૈલીનાં બની રહ્યાં છે. આ કમાંગરો પશુજીવનનાં કેટલાં ઊંડા અભ્યાસી હશે તે તો ભારાપરમાં આવેલા સુજાબાના ડેલાની ભીંત પર ચિત્રિત સવારીના દૃશ્યમાં ઘોડાઓની જે વિવિધ ભાવવાહી આકૃતિઓ ઉઠાવી છે. તેમાં સુવિદિત છે. આ ચિત્રોમાં ચીવટતાપૂર્વક તેમણે પ્રાચીન પ્રણાલિકા સાચવી છે. આમ, ગુજરાતની સોહામણી ધરતી એની આગવી સંસ્કૃતિ કલાની સુરાવલિઓથી સતત ગુંજતી રહી છે. ગુજરાતમાં અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ જેને માટે ગૌરવ લે છે એવી લાખેણી લોકકલાઓ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કામણગારા કચ્છના પ્રજાજીવનમાં પ્રસન્નપણે પાંગરી છે. લોક સંસ્કૃતિના સર્જન ફાલ સમાં કચ્છી રબારી અને હરિજન બાઈઓનું લીંપણ, ખારૂં, આભલા જેવું સુંદર કામ અને બહેનોની ઓરડા, ઓસરી, કોઠી કોઠલા પર લીંપણ ની કરવાની કારીગરી ખૂબ જ મહેનત માંગી લે છે. કચ્છની સંસ્કૃતિનો જગત ભરમાં જોટો જડવો મુશ્કેલ છે. આ સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો સંસ્કૃતિ, સંસ્કાર, કલા અને કલાકારોને આપણી ધરતી ઉપર ઉગાડવા પડશે. અને એના મૂળ આ ધરતી પર જ રોપવા પડશે. સાક્ષરવર્ય શ્રી કનૈયાલાલ મુન્શીના વિચારણીય વાક્યોમાં જોઈએ તો, ‘‘ગુજરાતીઓમાં પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને કલા માટે અભિમાન કે ગૌરવ પેદા નહીં થાય તો એમની પાસે ગમે તેટલું નાણું હશે તો પણ એની કોઈ કિંમત નથી. પોતાની સંસ્કૃતિ પ્રત્યે સ્વાભિમાન ન ધરાવતી પ્રજાનું રાષ્ટ્રમાં કે વિશ્વમાં કશુંય સ્થાન નથી.” સંદર્ભ સૂચિ ૧. ગુજરાત, દીપોત્સવી અંક : વિ.સં. ૨૦૫૭, લે. જોરાવરસિંહ જાદવ. પૃ. ૩૯-૪૩ ૨. ગુજરાત, દીપોત્સવી અંક : વિ.સં. ૨૦૫૭, લે. ખોડીદાસ પરમાર પૃ. ૧૨૧-૧૨૩ ૩. આર.આર.ગોસ્વામી, કચ્છ સંસ્કૃતિ સમસ્યાઓ અને સમાધાન, પૃ. ૯૨-૧૦૭, ૧૩૧-૧૩૩ પથિક & ત્રિમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ : ૬૪ For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .*"." R.in GS 2.5 - કરી કીડી કાં - છે ક કે કે આ જ કચ્છનું ગૃહસુશોભન પથિક જ રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ + ૬૫ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦૦-૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌરાષ્ટ્રનો ઇતિહાસ – ઈ.સ. ૧૮૦૭ થી ઈ.સ. ૧૯૪૮ લેખક-પ્રોફે. (ડૉ.) એસ.વી.જાની, પ્રકાશક-દર્શક ઇતિહાસ નિધિ, અમદાવાદ, ૨૦૦૩, કિંમત રૂા. પ્રોફે. (ડૉ.) એસ.વી.જાનીએ છેક ૧૮૦૭ થી ૧૯૪૮ (સૌરાષ્ટ્રના અલગ રાજ્યની સ્થાપના) સુધીનો છસો પાનાનો સૌરાષ્ટ્રનો લખેલ ઇતિહાસ તેની ભૌગોલિક, રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પરિસ્થિતિને સઘન, સર્વાંગી તથા વિસ્તૃત રીતે આવરી લે છે. આ લેખનકાર્યમાં તેણે મૂળ દસ્તાવેજો-હસ્તપ્રતોની ફાઈલોને નવી દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગાર, મહારાષ્ટ્રના અભિલેખાગાર, વડોદરા કોઠીનાં દફતરો, રાજકોટની દફતર ખાતાની કચેરી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગરનાં દફતરો, રાજવી રાજયોના અહેવાલો, ગૅઝેટિયરો, ડિરેકટરીઓ, અભિલેખો, મહાનિબંધો, દૈનિકો, સાપ્તાહિકો, સામયિકો, ગ્રંથો તથા અન્ય સંબંધિત સાહિત્યનો મળીને આશરે ૫૫૦ સાધનોનો આધાર લીધેલ છે, જે તેના સર્વગ્રાહી લખાણ તથા રજૂ કરાયેલ સંદર્ભ સૂચિથી સિદ્ધ થાય છે. પ્રકરણ ૧ (એક) પ્રદેશ પરિચયમાં લેખકે સૌરાષ્ટ્રનું નામકરણ, ભૌગોલિક સીમાઓ, પર્વતો, નદીઓ, બંદરો, ખનીજો વગેરેનું આધારભૂત વિવરણ કરેલું છે. પ્રકરણ-૨ (બે) માં લેખકે છેક પ્રાચીનકાળથી ઈ.સ. ૧૮૦૭ સુધીનો સૌરાષ્ટ્રનો પૂર્વ ઇતિહાસ આલેખ્યો છે, જેનાથી ૧૮૦૭ થી તેણે શરૂ કરેલ સૌરાષ્ટ્રના ઇતિહાસના પૂર્વભૂમિકા યોગ્ય અને સચોટ રીતે રજૂ થયેલી છે. પ્રકરણઃ૩ (ત્રણ)માં “ઓગણીસમી સદીના પ્રારંભે સૌરાષ્ટ્ર અને વોકર કરાર”નું કરાયેલું પરીક્ષણ વોકર કરારનું મહત્ત્વ દર્શાવે છે, જેનાથી સૌરાષ્ટ્રના ૧૯-૨૦ મી સદીના ઇતિહાસનું થયેલું ઘડતર ખાસ નોંધપાત્ર હોવાનું લેખકે યથાર્થ રીતે જણાવ્યું છે. પ્રકરણ ૪ (ચાર) “સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં બ્રિટિશ પોલિટિકલ એજન્સી'ની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓની કરેલી સમીક્ષાથી સૌરાષ્ટ્રની વિશેષતઃ રાજકીય કાયાપલટ થઈ તેવું લેખકે નક્કર પુરાવા અને કોઠા સાથે દર્શાવેલ છે. પ્રકરણ-૫ (પાંચ) અને પ્રકરણ ૬ (છ) “સૌરાષ્ટ્રમાં આધુનિક યુગ-પ્રારંભ અને વિકાસ' ભાગ-૧ અને ભાગ ૨ (૧૮૨૦ થી ૧૯૪૭)માં લેખકે સૌરાષ્ટ્રનાં ૧૬ રાજવી રાજયો, તેમના રાજ્યકર્તાઓ, તેમણે રાજ્યના આધુનિકીકરણ, ખેતી, ઉદ્યોગ, વાહન તથા સંદેશાવ્યવહાર, સામાજિક સુધારણા, શિક્ષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કરેલી પ્રશસ્ય કામગીરીની સુરેખ ચર્ચા કરેલી છે : તેમાં ભાવનગરના તખતસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજીએ, નવાનગર(જામનગર)ના રણજિતસિંહજી અને દિગ્વિજયસિંહજીએ, રાજકોટના લાખાજીરાજે, ગોંડલના ભગવતસિંહજીએ, મોરબીના વાઘજી બીજા તથા લખધીરજીએ અને લીંબડીના દોલતસિંહજીએ પોત-પોતાના રાજ્યના આધુનિકીકરણ તથા વિવિધ ક્ષેત્રોમાં રાજ્યના વિકાસનાં તેમજ લોકહિતનાં કાર્યોમાં વિશેષ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું લેખકનું વિધાન યથાર્થ છે. આમ છતાં પ્રત્યેક રાજવીએ બ્રિટિશ સાર્વભૌમ સત્તા સાથે પોતાના રાજ્યની સલામતી માટે ઘનિષ્ઠ સંબંધો રાખ્યા હોવાનું લેખકનું તારણ પણ નોંધપાત્ર છે. દીવાનોમાં ભાવનગરના ગગા ઓઝા તથા પ્રભાશંકર પટણી, જામનગર ના મેરુ ખવાસ, જૂનાગઢના અમરજી વગેરેનું રાજ્યના આધુનિકીકરણ તથા વિકાસમાં ગણનાપાત્ર પ્રદાન હોવાનું લેખકનું અવલોકન નોંધપાત્ર છે. પ્રકરણ પ તથા ૬ માં વિવિધ ક્ષેત્રોમાં થયેલ વિકાસના આંકડા તથા કોઠાઓનો સમાવેશ લેખકના આ પરત્વેના વિધાનને વિશેષ સ્પષ્ટ કરવામાં નોંધનીય કહેવાય. પ્રકરણ ૭ માં લેખકે સૌરાષ્ટ્રનાં સલામી પ્રથમ અને દ્વિતીય વર્ગનાં રાજ્યોના વટીવટીતંત્રનું નિરૂપણ કરેલું છે. પ્રકરણ ૮ ‘સૌરાષ્ટ્રનું સમાજ જીવન” માં લેખકે વર્ણો, જ્ઞાતિઓ વગેરેના ખોરાક, પોશાક, આકારો, પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૬૬ * For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીતરિવાજો, મનોરંજનો, તહેવારો, મેળાઓ, સમાજ જીવનનાં દૂષણો, સીની સ્થિતિ, સમાજ સુધારાની પ્રવૃત્તિઓ વગેરેનું વિવરણ કરેલું છે. પ્રકરણ ૯ “સૌરાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિમાં લેખકે સૌરાષ્ટ્રની ખેતી, ઉદ્યોગો, વેપાર-વાણિજય, આયાત-નિકાસ, વાહન-સંદેશા વ્યવહાર, રેલ્વે, બંદરો, હવાઈમાર્ગો, ચલણ-બેન્કિંગપ્રથા, વગેરેનું આંકડા તથા કોઠાઓ સાથે વિવેચન કરેલું છે. પ્રકરણ-૧૦ “સૌરાષ્ટ્રમાં શિક્ષણનો વિકાસ”માં લેખકે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, કન્યા કેળવણી, કેટલીક નોંધપાત્ર શૈક્ષણિક સંસ્થાઓ - જેવી કે રાજકોટની આલ્ફડ હાઈસ્કૂલ (હવે મહાત્મા ગાંધી વિદ્યાલય), રાજકુમાર કૉલેજ - રાજકોટ, શામળદાસ કોલેજ-ભાવનગર, બહાઉદ્દીન કૉલેજજૂનાગઢ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ-રાજકોટ, નાનજી કાલિદાસ મહેતા આર્ય કન્યા ગુરુકુળ-પોરબંદર વગેરેનું જરૂરી આંકડા તેમજ ચાર્ટી સાથે પરીક્ષણ કરેલું છે. પ્રકરણ-૧૧ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક પરિસ્થિતિમાં લેખકે સૌરાષ્ટ્રના ધર્મો-સંપ્રદાયો (પ્રણામી સંપ્રદાય), હિન્દુ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્તી, જરથોસ્તી વગેરેની ચર્ચા કરેલી છે, તથા આને લગતા સાહિત્યનો પણ આવકારપાત્ર ઉલ્લેખ કરેલો છે. તેમાં તેણે ટાંકેલી કાવ્યપંક્તિઓ વિવિધ ધર્મોના સમાન હાર્દને સ્પષ્ટ કરવામાં સહાયરૂપ છે. આ પ્રકરણમાં લેખકે સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં થઈ ગયેલ કવિઓ, કલાકારો, સાહિત્યકારો, વગેરેની કૃતિઓની ટાંકેલી પંક્તિઓ આ સાહિત્યકારોની ધર્મ તેમજ સમાજ સુધારણાની ધગશને સાકાર કરે છે તેવું લેખકનું કથન ખાસ ઉલ્લેખનીય છે. પ્રકરણમાં પત્રકારત્વ તથા પુરાતત્ત્વ-ઉત્નનનને લગતી અપાયેલી માહિતી પણ આ વિષયના અભ્યાસીઓને ઉપયોગી થાય તેવી છે. પ્રકરણ-૧૨ “સૌરાષ્ટ્રમાં રાજકીય જાગૃતિનો ઉદ્ભવ અને વિકાસમાં લેખકે તેનાં જવાબદાર પરિબળો, રાજાઓનું આપખુદ શાસન, બ્રિટિશ હિન્દમાં રાષ્ટ્રીય આંદોલનો, સમાચારપત્રો, સાહિત્ય, સંદેશાવ્યવહાર વગેરેનું વિસ્તૃત વિવેચન કરેલું છે. કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહી, સૌરાષ્ટ્રનાં પ્રજા-મંડળો, ગાંધીજીએ સૌરાષ્ટ્રની નેતાગીરીનું પણ કરેલું ઘડતર વગેરેનો લેખકે ખાસ નિર્દેશ કરેલો છે. પ્રકરણ ૧૩ તથા પ્રકરણ ૧૪માં લેખકે સૌરાષ્ટ્રની પ્રજાકીય ચળવળો (સૌરાષ્ટ્રના સત્યાગ્રહો) (૧૯૨૨-૧૯૩૨) તથા (૧૯૩૨ થી ૧૯૪૨)માં ૨૨ જેટલા સત્યાગ્રહોનું વિવરણ કરેલું છે, જેમાં ખાખરેચી સત્યાગ્રહ, રાજકોટ, લીંબડી તથા ધ્રાંગધ્રાના સત્યાગ્રહો વિશેષ ઉલ્લેખનીય કહી શકાય. સત્યાગ્રહો દરમ્યાન રચાયેલાં રાષ્ટ્રીય ગીતોની લેખકે ટાંકેલી પંક્તિઓ સત્યાગ્રહોના સ્વરૂપ તથા વ્યાપને સ્પષ્ટ કરે છે. રાજાઓની સત્યાગ્રહીઓ પ્રત્યેની અન્યાયી અને જુલ્મી નીતિનો પણ લેખકે યથાયોગ્ય ઉલ્લેખ કરેલ છે. પ્રકરણ ૧૫ - “સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું વિલીનીકરણ અને અલગ સૌરાષ્ટ્ર રાજયની રચના”માં પ્રોફે (ડો.) જાનીએ તેની પ્રક્રિયા, સરદાર પટેલ, સૌરાષ્ટ્રના ઢેબરભાઈ તથા અન્ય નેતાઓની કામગીરી, રાજાઓને સમજાવવાની તથા તેનો રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાની સરદાર પટેલની અહિંસાયુક્ત કુનેહ, જૂનાગઢના નવાબે મુસ્લિમ દીવાનની ગેરદોરવણીથી જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કરેલી જાહેરાત વગેરે પરિબળો તથા પ્રક્રિયાઓ, સૌરાષ્ટ્રના રાજવી રાજ્યોનું ભારત સંઘ સાથેના જોડાણ તથા અલગ સૌરાષ્ટ્ર રાજ્યની રચનાને શક્ય બનાવ્યાનું કરેલું વિશદ વિવરણ જૂનાગઢના પ્રશ્ન આરઝી હકૂમતની રચના અને કામગીરીને લગતું તેનું સંશોધન તથા પ્રકાશન પણ આ પ્રશ્ન પર સારો એવો પ્રકાશ પાડે છે. પ્રોફે. (ડો.) જાનીએ સૌરાષ્ટ્રના ઇતિહાસ (૧૮૦૭ થી ૧૯૪૮)નું કરેલું લખાણ તેનાં ઉપરોક્ત પ્રકરણો તથા સૌરાષ્ટ્રના રાજયોનું સર્વગ્રાહી પૃથક્કરણ તથા તેનાં તમામ પાસાંઓનું સંશોધનાત્મક આલેખન આ વિષયનાં અન્ય લખાણો તથા પુસ્તકોમાં નવી સર્વાગી દષ્ટિ પૂરી પાડે છે - તેથી આ પુસ્તક આ વિષયના વિદ્યાર્થીઓ, પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૬૭ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાપકો, તેમાં રસ ધરાવનાર સૌકોઈને માટે તે માર્ગદર્શક બની રહેશે તેવી મારી શ્રદ્ધા છે. તેમાં સૌરાષ્ટ્રના ઇતિહાસના એક પણ પાસાની ઊણપ નથી. પ્રત્યેક પ્રકરણને અંતે સંદર્ભ સૂચિ તથા સામાન્ય સંદર્ભ સૂચિ પણ આ વિષયના તેના ઊંડા અધ્યયનની પ્રતીતિ કરાવે છે. આવું પુસ્તક લખવા બદલ પ્રોફે.(ડૉ.) જાની ધન્યવાદને પાત્ર છે તથા આવું પુસ્તક પ્રકાશિત કરવા બદલ દર્શક ઇતિહાસ નિધિએ શ્રી દર્શકના સૌરાષ્ટ્રના ઇતિહાસ લેખનના સ્વપ્નને સાકાર કરેલ છે. અમદાવાદ, તા. ૧૧-૧૦-૨૦૦૩ ૨.ક.ધારૈયા (સમીક્ષક) -X પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૬૮ For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ત્રિમાસિક : જુલાઈ-ડિસેમ્બર, 2005 BOOK-POST For Private and Personal Use Only www.kobatirth.org પથિક Printed Matter TO, આજીવન સભ્ય 365 ડો. પંકજભાઇ ટી. દેસાઈ 39, સૌમિલ સોસાયટી, ડ્રાઇવ ઇન રોડ, સકારી વસાહત સામે, પો. મેમનગર, અમદાવાદ - 380 052 રવાના : પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir