SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેડછી આશ્રમનો રાષ્ટ્રીય આંદોલનમાં ફાળો* | દેવાઈ લા ડૉ. હિતેન્દ્રસિંહ વાય. ખરવાસિયા દેશમાં સ્વાતંત્ર્ય આંદોલન જયારે પૂરજોશમાં ચાલતું હતું ત્યારે વેડછી આશ્રમ પણ તેમાંથી અલિપ્ત રહી શક્યો ન હતો. વેડછી આશ્રમના પ્રયાસો થકી આ વિસ્તારની પ્રજા સ્વરાજય માટેની લડતમાં ઉત્સાહભેર જોડાવા લાગી હતી એવું જાણવા મળે છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (એ.આઈ.સી.સી.) એ ગાંધીજીના આગ્રહથી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ને દેશમાં અસહકાર આંદોલન શરૂ કરવા ભલામણ કરી. સપ્ટેમ્બર ૧૯૨૦માં કલકત્તા મુકામે લાલા લજપતરાયના અધ્યક્ષપદે કોંગ્રેસનું એક વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું, જેમાં ગાંધીજીના અસહયોગના ક્રાંતિકારી સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ હિંદના રાજકારણમાં ગાંધીજીનો સીધો પ્રવેશ થયો. ગાંધીજીના પ્રવેશથી માંડીને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધી અનેકવિધ આંદોલનો થયાં. બારડોલી સત્યાગ્રહ, , ધરાસણા સત્યાગ્રહ, હિંદ છોડો ચળવળ જેવાં અનેકવિધ આંદોલનોમાં વેડછી આશ્રમ કોઈ ને કોઈ રીતે સંકળાયો હતો એવું જાણવા મળે છે. વેડછી આશ્રમની સ્થાપના ૧૯૨૪ માં કરવામાં આવી હતી. આ આશ્રમ રાષ્ટ્રીય આંદોલનમાં કોઈ ને કોઈ રીતે સહભાગી થતો અને તેથી અંગ્રેજ સરકારની પણ તેના પર સતત નજર રહેતી અને આ આશ્રમને સૌપ્રથમ ઈ.સ. ૧૯૩૦, ઈ.સ. ૧૯૩૨ માં બીજી વખત અને ઈ.સ. ૧૯૪૨ માં ત્રીજી વખત જપ્ત કરવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૯૨૨ થી ઈ.સ.૧૯૨૭ સુધીના પાંચ વર્ષના ગાળા દરમ્યાન વેડછી પ્રદેશ અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો. મહાત્મા ગાંધીજીના રચનાત્મ વિચારોને આગળ ધરી રાનીપરજ પ્રજા આગળ વધી રહી હતી અને એ વિચારોના અમલીકરણને કારણે જ સ્વરાજની પર્વ રહ્યું હતું. એવા સમયે અંગ્રેજ સરકારે બારડોલી પ્રજા પર મહેસૂલ વધારે ઠોકી બેસાડ્યો. જેને પરિણામે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સરકાર સામે નાકરની લડત શરૂ કરવાનો નિર્ણય ૧૯૨૮ માં લેવામાં આવ્યો. આ અંગેના સમાચાર સાંભળતા જ સમગ્ર રાષ્ટ્રનું વાતાવરણ આંદોલનના રંગે રંગાઈ ગયું. બારડોલી ક્ષેત્ર તેમજ તેની આજુબાજુનો રાનીપરજ વિસ્તાર આંદોલનમાં સહભાગી થવા થનગની રહ્યો હતો એવું જાણવા મળે છે. આ સમયે વેડછી આશ્રમની નેતાગીરી ચુનીભાઈ મહેતા સંભાળી રહ્યા હતા. બારડોલીના નાકર સત્યાગ્રહને લઈને તાલુકામાં અનેક છાવણીઓ આકાર લઈ રહી હતી, એમાંની એક છાવણી વેડછી આશ્રમમાં પણ સ્થાપવામાં આવી. વેડછી આશ્રમનાં કાર્યકર ભાઈબહેનો પણ તાલુકામાં લડત માટે નીકળી પડ્યાં એટલું જ નહીં પરંતુ વેડછી ગામના પોલીસ પટેલ શ્રી દેવજીભાઈ જસીયાએ પટેલાઈમાંથી રાજીનામું આપી દીધું. વેડછી વિસ્તારમાં મહેસૂલ ન ભરવા અંગેની જાગૃતિ લોકોમાં કેળવાય તે માટે આશ્રમના વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં જોડાયા હતા અને મહેસૂલ ન ભરવાનું ગીત – ‘ભલે કાયાના કટકા થાય અમે લીધી પ્રતિજ્ઞા પાળીશું રે’ એ ગામેગામ ગુંજતું કર્યું હતું. લોકોમાં સત્યાગ્રહના સમાચાર ઝડપથી પહોંચી શકે તે માટે પત્રિકા બહાર પાડવા માટે વલ્લભભાઈ પટેલે જુગતરામભાઈ દવેને જવાબદારી સોંપતાં પત્રિકાઓ બહાર પાડવામાં આવતી * આ પત્રિકાને બારડોલી આશ્રમમાંથી લાવી વેડછી વિસ્તારમાં પહોંચતી કરવાની કામગીરીમાં આશ્રમના કાર્યકર્તાઓ અને સત્યાગ્રહીઓ જોડાયા હતા. રાત્રિના અંધકારનો લાભ લઈ લડતના કાર્યકરો આ વિસ્તારનાં વિવિધ ગામોમાં ઘણી વળતા અને નક્કી કરેલી જગ્યાએ જમીનમાં ખાડો ખોદી એક માટલી મૂકી તેમાં બારડોલી પત્રિકા મૂકી ફરીથી માટલીને માટી વડે ઢાંકી દેવામાં આવતી અને એ ગામના લોકોને પત્રિકામાં જણાવ્યા પ્રમાણેના નક્કી કરેલા કાર્યક્રમોની માહિતી મોકલતા. બારડોલી સત્યાગ્રહ આ વિસ્તારના * સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગર ખાતે તા. ૨૦-૨૧ ડિસેમ્બર, ૨૦૦૩ દરમ્યાન આયોજિત રાજયસ્તરીય પરિસંવાદ પ્રસંગે રજૂ કરેલ શોધપત્ર + અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઓલપાડ, જિ. સુરત, ૩૯૪૫૪૦ પથિક કે નૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ર૦૦૫ ૪ ૨૧ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy