________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોરડાના વળ જેવી આકૃતિ ઉપસાવીને વચ્ચે વચ્ચે રંગીન કાચ કે ખાપો જડેલી જોવા મળે છે. બારસાખના બંને ટોડલા પર પણ લીંપણ કરીને આભલા ચોંટાડેલા જોવા મળે છે.
દીવાલના ત્રિકોણાકાર ગોખલાઓની આજુબાજુ પણ સુંદર લીપણકામ કરીને ત્રિકોણાકારની ઉપર એક આભલો ચોટાડે છે. જેથી તે વધુ સુંદર લાગે છે.
આ બધાં સુશોભનોમાં એમનાં ઘરનું એક અગત્યનું અંગ જે ઓરડાને અને પરસાળને જુદા પાડે છે તે ઊંબરો પણ બાકી રહેતો નથી. તેને પણ સુંદર રીતે લીંપણથી લીંપીને સફેદ ચૂનાના ધોળથી રંગી કાઢે છે જેથી તે ભોંયતળિયાના લીંપણની સાથે સાથે દીવાલની સાથે પણ એકરૂપતા સાધે છે.
જયારે વાસણોની ગોઠવણીમાં જોઈએ તો કચ્છી રબારીઓનાં ઘરમાં કોઠી, કોઠલા, ઘંટીનું થાળું તથા પાણિયારા પર બન્ને માટલાની ઉતરડની જોડ મૂકેલી જોવા મળે છે. આ કોઠી, કોઠલા અને પાણિયારું પણ ભૌમિતિક આકૃતિઓ અને ખાપો ચોંટાડેલા હોવાથી તેમની સુંદરતામાં વધારો કરે છે. ક્યારેક કોઠલાને માથે કાનુડો પણ જોવા મળે છે. જે તેમની મોજમાઈ માતાનું પ્રતિક હોવાનું લાગે છે. (૩) લીંપણ :
(૧) ભોયતળિયાનું (૨) દીવાલનું (૩) કોઠી, (૪) કોઠલા
(૫) દેરી કચ્છમાં માટી પરનાં પથ્થરનાં ઘરને લીંપી ગૂંપીને સફેદ ધોળથી ધોળીને રહેવાની રીતમાં કળામય લીંપણકામ તેની પરાકાષ્ઠા ગણાવી શકાય. કચ્છમાં આવેલા સણોસરા, ધડા જેવાં કેટલાંક રબારી નેસડાઓમાં તેના માટીના ઘરોમાં લીંપણકામમાં લાદ માટીની સડેલી ગારથી ઉપવાસેલી ભાત અને તેમાં આભલાનો વપરાશ જોઈએ તો એક ઉચ્ચ પ્રકારનો લીપણકલાનો લોકકલાનો પ્રકાર તેની ચરમ સીમાએ વિકાસ પામેલો લાગે. જેમાં કોઠી, કોઠલા, ડામચિયા અને સફેદ માટીના ધોળથી ઓપતી દીવાલો ઘરમાં પેસતાં જ નજરે ચડે તો આપણને સ્વર્ગની અનુભૂતિ થઈ આવે. કચ્છની લીંપણકળા આજેય એવી ને એવી રૂઢિબદ્ધ જીવતી છે. આ બધા લીંપણ ઢાળામાં રબારીકામથી અલગ એવી આગવી શૈલી તો બારોટ અને મેર પ્રજાએ ખીલવી છે. બારોટોના લીંપણકામનો ઉઠાવ બહુ ઝાકમઝોળ લાગે છે. તો મેર લોકોનું કામ જાણે સ્થાપત્ય ઠાઠવાળું લાગે. પરંતુ મોહકભાત અને ભરચક પણ સમતોલ ગૂંથણી વિસ્તારની કળામાં રબારી કામની સરસાઈ કોઈ ન કરી શકે.
કચ્છમાં રબારીઓનાં પાધરા તડો બે છે : (૧) કાછેલા અને (૨) ઢેબરિયા
ઢેબરિયા ઘણું ખરું વગડે વાંઢમાં રહે છે. જ્યારે ચોમાસે ઘર ભેગા થાય. પરંતુ કાછેલા રબારીઓ મોટેભાગે તેમના લોકોની સાથે ગામમાં ઠરી ઠામ થઈને ઘરમાં રહે છે. રબારી કોમનો સમાજ “માતૃપ્રધાન’ છે. રબારણ કળાણથી કામ કરી ઘરને રૂડું રાખે છે.
કાછેલા રબારીઓની ઘણી ખરી વસ્તી ભુજ, નખત્રાણા, ભુજોડી, મખણા, ધડો, સણસરા..વગેરે ગામોમાં જોવા મળે છે. જ્યાં તેમનાં ખોરડાં ચિતર વિનાના જોવા નહિ મળે. આ ચિતર માટે રબારણ મહિના પંદર દિવસ પહેલાંથી છાણ, લાદ કે લીંડા કે માટીની ગાર નાખે છે. એ સડીને તૈયાર થાય એટલે પથ્થરની દીવાલ ઉપર ગારનો થાથડો લગાવી ધાબો દે છે. અને થાપ કરી ભોતરું કાઢે. આ ભોતરું કાઢેલી ભીંત ઉપર રબારણ ગારથી ચિતર કાઢે છે. લીંપણના ચિતર કાઢવાની ગાર તો ખાસ અલગ બનાવવી પડે. ગધેડાંનાં લીંડાને છાંયે સૂકવી તેને બારીક
પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦પ * ૬૧
For Private and Personal Use Only