________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફૂટે ને પછી ચાળી લે. પછી ફૂટેલી માટી અને લીંડાનો ભૂકો અરધા ભાગે ભેળવી નાખે, અને તેની ગાર સડવા નાંખે. એકરૂપ ચીકણી બની તૈયાર થયેલી ગાર ને ગંદી ગંદીને પીંડો બનાવે અને તેમાંથી લપકો લઈ, ટેરવે ટપારી થાપા દઈ દઈ ચિતર કાઢે.
ભોંયતળિયાના લીંપણમાં આ ગારને તેઓ લપકા મારીને સુંદર ઓકરીઓ પાડે છે. જેથી ધરનાં ઓરડાઓ સુંદર લાગે છે. ક્યારેક પ્રસંગો હોય ત્યારે કિનારી સફેદ ચૂનાના રંગથી ફૂલ વેલની ભાત પણ પાડે છે.
લીપણ-શિલ્પ-કળાની જન્મદત્ત સૂઝ હોય એવી નિપુણ નજરથી રબારણ ભીંત ઉપર ગારવાટાથી રેખાકૃતિઓ ઉપસાવે છે. અને નરમાશથી દાબી દાબી તેને ભીંત સાથે એક રસ થઈ જાય તેમ ચીટકાવે છે. આમ, સુંદર ચિત્રભાતો સહજમાં ઊપસતી જાય છે. ઊઠેલી આ ભાત પવનથી સૂકાઈ જાય એ પહેલાં એનાં પર જયાં જરૂરી લાગે ત્યાં ઠેકઠેકાણે આભલા અરીસા જડે છે. ક્યારેક ચણોઠીના બીજ ચોંટાડી તેના રંગનો સુશોભન તરીકે પણ ઉપયોગ કરી લે છે. રબારીના લીંપણમાં ખાંપ અને શ્વેત ખડી સિવાય બીજું કાંઈ જોવા ન મળે. લીંપણ ચિતરામણ ભીંતભેળું સુકાઈને સજજડ થઈ જાય પછી આખી દીવાલ પર ખડીમાટીનું પોતું મારે છે. અને તે સુકાય એટલે ભીના ચીંથરાથી આભલાંને અજવાળી લે કે લીંપણ શિલ્પ આડમ્બરની કળાખંડ જાણે દિવડા પટાવ્યા હોય તેમ ઝગમગી ઊઠે.
ગાર માટીનાં ખડી ઘોળ્યાં ને નળિયે છાયા રબારી ખોરડા આમ તો ખૂબ જ સાદા લાગે છે. પરંતુ એની અંદરના મબલખ લીપણ શિલ્પથી પ્રચુર દીવાલો જોતાં આલ્હાદક અનુભવ થાય. નીચેથી ઉપર સુધી લીંપણકામ ઠાંસી ઠાંસીને કરેલું જોવા મળે.
આ લીંપણ શિલ્પની ભાતમાં ખાપલાં, ચણચણિયા, અને વેલબુટ્ટા. એમાં નીચે ઝૂલતાં તોરણિયા અને કુંગરા. અને કુંગરે ડુંગરે મૈયારી ને મોરલાની ભાત કરેલી જોવા મળે છે. જયારે ક્યારેક લીંપણમાં કોઠી કોઠલાઓ ઉપર વીંઝણાની ભાત ઉપસાવેલી જોવા મળે છે. ક્યારેક ઘરમાં મૂકેલી મંજૂષા ઉપર પણ આપણને જુદી જુદી ભાત જોવા મળે છે. જેમાં રૂપાંકન આકારે હાથી, પોપટ, મોર, પાણિયારી, કલ્પવૃક્ષ, મહિયારી, સૂર્ય, વીંછી વગેરે...વાટા શિલ્પમાંથી કંડારતી વખતે આભલા, કાચ, મણકા વગેરે. જડતા જાય છે.
ધોમધખતા ઉનાળે દૂધ માખણ વગેરે.. બગડી ન જાય, રોટલા શાક ઉતરી ન જાય એથી એને સાચવવા કચ્છી માલધારી સ્ત્રીઓ માટી લાદના ગારિયાથી કોઠલા, કોઠી, ઘંટીના થાળા વગેરે. બનાવી એના ઉપર વાટા શિલ્પથી કાંગરા, ત્રિકોણ કંડારે છે. અને કોઠલામાં દૂધ, માખણ, રોટલા, શાક મૂકે છે. જેથી બગડી ન જાય. માટીના કોઠલામાં વસ્તુ બગડતી નથી, આવી કોઠી, કોઠલા લોક પ્રજાના રેફ્રીજરેટર ગણાય. વળી તેની ઉપર ગાદલા-ગોદડાની થપ્પી પણ મૂકી રખાય છે. માટીના ઉપયોગની આ સર્જનાત્મકતાને લોકસંસ્કૃતિનું શિખર કહી શકાય. ભૌમિતિક આકલ્પનો :
કુદરતે ક્યાંય રેખાઓ દોરી નથી. માત્ર આપણે જ નજરે પડતી છાયા અને પ્રકાશને લીધે ઉદ્ભવતા આકારોની સ્કુલતાને દર્શાવવા પ્રાગૈતિહાસિક કાળથી રેખાઓને અભિવ્યક્તિનું સાધન બનાવ્યું છે. દરેક આકારમાં એક વ્યંજનાત્મક ભાવ હોય છે. ચોકડી સંયોજનનું પ્રતિક છે. એવી જ રીતે કાંગરાની આકૃતિઓ ગતિશીલતા સૂચવે છે. રબારી લોક સુશોભનમાં આવા ભૌમિતિક આકારો ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં સાંકળી, કુંગરી, વાવ, બાજટ, ચોકી, અડદિયા, સ્વસ્તિક, મખલી (માખી, જાળ, લહેરિયો, નાળ, ફૂલ, જવલા, રવૈયો જેવી જુદી જુદી આકૃતિઓ ખૂબ જ વપરાય છે. પ્રાણીઓ વનસ્પતિઓ :
આપણી આસપાસના વાતાવરણમાં રહેતા પશુપંખીઓ, ઝાડપાન, ફૂલવેલ વગેરે.. સુશોભનમાં આકલ્પન માટે અગત્યનો ભાગ ભજવે છે. જે આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલા જોવા મળે છે.
પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ % ૬૨
For Private and Personal Use Only