________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કચ્છનું ગૃહસુશોભન*
અધ્વર્યુ નયના એન.
શૃંગાર અને સુશોભન એ તો માનવગત સ્વભાવ છે. તેમાં પણ પ્રાચીન અને પરંપરાગત જીવનમાં તો આ એક આત્માભિવ્યક્તિ અને સુરુચિને દર્શાવવાનું અખૂટ સાધન રહ્યું છે. કચ્છમાં પણ કલાત્મક સુશોભનોની પ્રાગૈતિહાસિક કાળથી ચાલી આવેલી પરંપરા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છની લોક સુશોભનકલાની ખાસિયત એ છે કે તેમાં સાધનો અને માધ્યમો જાતિ અને રક્તસમૂહોની દરેકની એક જુદી અભિવ્યક્તિની રીત છે. આ રીત એટલી જોઈને જ તે કઈ જાતિના લોકોનું હશે તે ઓળખી શકાય.
રબારીઓનું ગૃહસુશોભન મૂળ સ્રી વર્ગનું જ કાર્ય છે. જેમાં તેમની શૃંગાર અને સુશોભનની ધેલછા અત્યંત
પ્રબળ જોવા મળે છે. જે તેમનાં જુદાં જુદાં સુશોભનો દ્વારા જોવા મળે છે. જેમાં
(૧) તોરણ, ઉંબરો, ટોડલા, લટકણિયા, બારણા પરનાં સુશોભન. (૨) વાસણોની ગોઠવણી.
(૩) લીંપણ
લીંપણ
*
ભોંયતળિયાનું
દીવાલનું
કોઠી
કોઠલા
દેરી કચ્છનું ગૃહસુશોભન ખૂબ જ લાલિત્યપૂર્ણ રીતે વિકાસ પામેલું જોવા મળે છે. આજે પણ તેમાં કચ્છની રંગીલી લોકકલાના ઉત્તમ નમૂના સચવાયેલા છે.
કચ્છી આહિરાણીઓ પોતાનાં ઘર ખોરડાંની ભીંતે ધોળ કરી કે, તોરણ ચાકળા બાંધીને દિહતું (સુંદર) રાખે છે. બારણાની બારસાખની બંને બાજુએ રંગબેરંગી હીરના દોરાથી તો ક્યારેક ઊનના દોરાથી સુંદર આકાર આપીને ભરેલાં તોરણો જોવા મળે છે. જેમાં તેઓ ફૂલવેલની ભાત, મોર, પોપટ તો ક્યારેક ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે. તેવી જ રીતે દીવાલો ઉપર પણ સુંદર ભરતકામ કરેલા રંગબેરંગી ચાકળા લટકાવેલા જોવા મળે છે. આયના મહેલની દીવાલો પર સ્થાનિક રાજાઓની છબિઓ ઉપરાંત ત્યાં એક આધુનિક પ્રથા તરીકે મુઘલ બાદશાહો અને રાજપૂતાનાના કેટલાક સ્થાનિક રાજાઓની છબિઓ પણ મૂકેલી છે. અને દીવાલમાં વિવિધ રંગી આરસનું જડતરકામ કરવાને બદલે સાદા ચૂનાની ભીંત ઉપર જડતરકામનો જ ખ્યાલ આપે તેવા ભરતકામના ચાકળાથી દીવાલ ઢાંકવાની જોગવાઈ ત્યાંના કલાકારે દાખવી છે. આયના મહેલમાં આ રીતે ચાકળો લટકાવીને ભરતકામની સુશોભનની દૃષ્ટિએ એક વિશિષ્ટતા ગણી શકાય.
લગભગ સરખાં હોવા છતાં જુદી હોય છે કે સુશોભન
બારસાખના ટોડલા પર મોર, પોપટ, જેવાં લટકણિયાં ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
આયના મહેલની બીજી એક વિશિષ્ટતા એ છે કે તેમાંના એક ઓરડાનું દ્વાર હાથીદાંતનું બનાવેલું છે. જેમાં નમૂનેદાર નક્શીકામ થયેલું જોવા મળે છે.જેમાં ફૂલવેલ, હાથી, ઘોડો, ઘોડેસવાર, તથા મનુષ્યાકૃતિ નજરે પડે છે.
કચ્છના રબારીઓનાં ઘરોમાં જોઈએ તો બારણાં અને ગોખલાનાં સુશોભનમાં બંને બાજુ લીંપણ કરીને તેમાં
ઇતિહાસ પરિષદના ૧૬ મા જ્ઞાનસત્રમાં ભૂજ ખાતે રજૂ કરેલ શોધ નિબંધ.
+ મ્યુઝિયમ-ઇન-ચાર્જ, ભો.જે.વિદ્યાભવન, અમદાવાદ
પથિક * ત્રૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૬૦
-
For Private and Personal Use Only