SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કડવા પાટીદાર સુધારક જોરાવરસિંહજી ડૉ. હર્ષદકુમાર એમ. બ્રહ્મભટ્ટ* ૧૯મી સદીનો ઇતિહાસ એટલે કે સમાજ સુધારણાનો ઇતિહાસ કહી શકાય. જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના પ્રારંભથી ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થતાં ભારતમાં નવો કેળવાયેલો વર્ગ અસ્તિત્વમાં આવ્યો, જેને કારણે ભારતની સામાજિક પરંપરાઓને જડમૂડથી ઉખેડી નાખવાની શરૂઆત થઈ. ઈ.સ. ૧૮૧૮ માં અંગ્રેજોના સામ્રાજ્યની શરૂઆતને કારણે રેલ્વે, તાર-ટપાલ, છાપખાનાં જેવાં ભૌતિક ઉપકરણો દ્વારા બિનસાંપ્રદાયિતા અને ઉદારમતવાદનો ઉદય થયો હતો. આથી ૧૯મી સદીમાં અંગ્રેજી કેળવણીથી પ્રભાવિત થયેલા બુદ્ધિજીવી વર્ગે સામાજિક અનિષ્ટો દૂર કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા. તેમણે સમાજને જાગૃત કરવા માટે લોકોને સમજ આપી કે નીતિમત્તાની દૃષ્ટિએ જે ખોટું છે તે સામાજિક અને ધાર્મિક કદી સાચું હોઈ શકે નહીં. તેમણે સમજાવ્યું કે સમાજના સળગતા પ્રશ્નોનો ઉકેલ ધર્મશાસ્ત્રો કે જ્ઞાતિપંથો દ્વારા નહીં, પણ તર્કયુક્ત વિચાર દ્વારા જ આવી શકે. અંગ્રેજોની માનવતાવાદી વિચારસરણીની અસર અનેક જ્ઞાતિઓ ઉ૫૨ થઈ હતી અને જ્ઞાતિઓમાં સમાજ-સુધારણાનાં આંદોલનો થયાં. તેમાં કડવા પાટીદાર જ્ઞાતિ સમાજ-સુધારણાની અસરથી મુક્ત રહી શકી નથી. આ જ્ઞાતિમાં સમાજસુધારણાનો જો કોઈને યશ મળે તો તે પાટડીના રાજવી જોરાવરસિંહજી કુબેરસિંહજીના ફાળે જાય છે. જોરાવરસિંહજીના પૂર્વજોની વિકાસ ગાથા : પાટડીના રાજવી કણબી જ્ઞાતિના પાટીદાર હતા. તેઓના પૂર્વજાની વિકાસગાથા ખૂબ લાંબી છે. મૂળ તેમના પૂર્વજો પ્રાચીન સમયમાં પંથમાંથી નીકળીને કુશાવતી આવીને વસ્યા હતા અને કુશાવતી મગધ પ્રાંતમાં કેટલાંક વર્ષો સુધી પોતાનું પરાક્રમ બતાવ્યું. ત્યારબાદ તેમનામાં દલભેદજી થઈ ગયા, જેમણે માઘાવતીમાં જાગીર પ્રાપ્ત કરી ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તેમાં કેટલાક વીર પુરુષો થયા પણ તે પરાક્રમી પુરુષોમાં કેટલાક ગ્રીક, હુણ અને શક સાથે અવાર નવાર લડ્યા હતા. આ જ અરસામાં તેમનામાં વ્રજપાલજી થઈ ગયા. તેમને મંહેત દેશના રાજા ચંદ્રસેન સાથે લડાઈ થઈ. તેમાં પરાજિત થતાં તેમણે ત્યાંથી ઉમાપુર એટલે કે આજના ઊંઝામાં આવીને પોતાનું રાજય સ્થાપ્યું અને ઈ.સ. ૭૪૬માં વનરાજ ચાવડાએ પોતાની સ્વતંત્ર સત્તા જમાવતાં તેઓએ ઊંઝા છોડી ઈડર નજીક કાવર નામે ગામ વસાવી રાજય સ્થાપ્યું. ત્યાં પણ પોતાનાં પરાક્રમો બતાવી તેઓ ઈડરમાં જઈને વસ્યા. તેમાં અનેક પુરુષો અનુક્રમે થઈ ગયા. છેલ્લા પુરુષ અજમલજીને ઈડરના રાજાના દીવાન સાથે ખટપટ થતાં તેઓ ત્યાંથી ચાંપાનેર આવીને વસ્યા અને ચાંપાનેર રાજ્યના વિસ્તારમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં એક પછી એક પરાક્રમી પુરુષો થયા અને સ્વતંત્ર જાગીર સ્થાપી અને ચાંપાનેર રાજ્યની સરદારીનું કામ કર્યું. તેઓએ ચાંપાનેરને આક્રમણખોરોથી બચાવ્યું અને સુરક્ષિત રાખ્યું. તેમાં અનેક વીર પુરુષો થયા, જેમાં છેલ્લા પુરુષ વૈરીસિંહજી હતા. તેમના હાથમાં સરદારી હતી. તે સમયે ચાંપાનેર રાજય ઉપર અમદાવાદના સુલતાન મહમૂદ બેગડો સવારી કરી ચડી આવ્યો ત્યારે મરણિયા બની લડ્યા પણ મહમૂદ બેગડાએ પરાક્રમથી નહીં પણ કપટથી ચાંપાનેરનો કિલ્લો છેવટે પ્રાપ્ત કર્યો. એણે કણબી સરદાર વૈરીસિંહજી ને કેદી તરીકે રાખ્યો. આજ અરસામાં મહંમદ બેગડાની પત્ની વિરમગામના વિરમદેવની કેદમાં હતી તેને છોડાવી લાવવાનું સાહસ ભર્યું કામ વૈરીસિંહજીએ પૂરું પડ્યું. તેથી બેગમની ઇચ્છા અનુસાર વૈરીસિંહજીને ત્યારબાદ વિરમગામની જાગીર બક્ષિશ તરીકે મળી અને વૈરીસિંહજીએ વિરમગામમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. આમ વિરમગામ આવ્યું. પછી કાઠિયાવાડ અને વિરમગામની આજુબાજુના પ્રદેશમાં મુલકી ઉધરાવતા *એસ. એલ. યુ. આર્ટ્સ કૉલેજ ઍન્ડ કૉમર્સ કૉલેજ ફૉર વિમેન્સ, અમદાવાદ પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૪૨ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy